Jivaraj books and stories free download online pdf in Gujarati

જીવરાજ (Lord of Life)

જીવરાજ

(Lord of Life)

નવ + ત્રણ કાવ્યોનું સંકલન

"ઝંખના" નો "જીવરાજ" માટેનો અઢળક પ્રેમ

Hello,

About this book, 9+3 poems about childhood, friend friendship, love, rain, life, family and daughter.

સરસ મજાની feelings ની રજૂઆત હળવા શબ્દમાં કરેલી છે. સામાન્ય સ્ત્રી એ, સામાન્ય રીતે, સામાન્ય શબ્દમાં feelings રજૂ કરેલી so આ વાંચો, સાચવો, ફરી-ફરી વાંચો અને hope you all like this 9 poems, enjoy and read again and again.

Thank you all

***

1. બાળપણ

બાળપણનું આંગણું મારા દિલ માં સાચવેલું છે,

જયારે યાદ આવે એ ક્ષણોની, હું એને જ માણી અને રમી લઉં છું.

પાણીયારું તો મારા ઘરમાં હજી ય છે, ફ્રિજ તો ખાલી નામનું જ છે.

આંસુ તો આવે છે પરંતુ માંનાં ઓઢણાની યાદ આવતા

એ આંસુને ગળતાં આવડી ગયું.

પૈડું તો ખોવાઈ ગયું પણ એ પૈડાં એ

મારા પગ ને કિલોમીટર સુધી દોડતાં શીખવાડી દીધું.

ચુરમું, પેન, દફતર અને કાગળ

એ તો મેં મારા બાળકોમાં સાચવી લીધું છે,

અને એની સાથે હું ફરી કયારેક બાળક બની જઉં છું.

લંગોટિયાં મિત્રો ની યાદ આવતાં ફરીથી મિત્રો ને મળી લઉં છું

અને જયાં મારી મુલાકાત થાચ એ જ મારું ગામ બની જાય.

***

2. સમય

કયારે કોને કેટલો સમય આપવો

એ સમજ પડી જાય તો એ સમય અતિ સુંદર થઈ જાય છે.

અને સુંદર તો મારી એ દરેક ક્ષણ થઇ ગઇ

જયારે એ ક્ષણોમાં તમે મારી સાથે હોવ છો.

એ ક્ષણોમાં તો મેં ઘણું બધુ જીવી લીધું

કે જે મારે જીવવાનું બાકી હતું.

સમય તો ઘણો ઓછો હોય છે પરતું

એ સમય, સ્વચ્છ, સ્વાસ્થ્ય, ખુશી અને સંવેદનાઓથી છલોછલ હોય છે.

***

3. મિત્રતા

તારી અને મારી મૈત્રી છે અદ્ભુત (Wonderful),

જેણે સર કરી છે અદ્ભુત મિત્રતાની સફર.

જયારે યાદ કરું છુ હું આપણી પ્રથમ મુલાકાત,

તો હાસ્ય ભરેલો ચહરો આપણા બેનો

અને ભીની-ભીની આછી-આછી બાળપણ સમયની યાદો.

એ જે બીજા કોઇ પણ અહેસાસ થી ઉપર છે.

કયારેક દુ:ખ તો કયારેક સુખ,

કયારેક ઝઘડો તો કયારેક રિસામણાં

અને ફરી પાછુ મળવાનું E એવી રીતે કે

જાણે કંઇ અણગમતું બન્યું જ નથી

હું તો પ્રભુનો પાડ માનીશ કે જેને પ્રસાદરૂપી

જીવનભર કૃષ્ણ જેવો મિત્ર આપ્યો.

મિત્રતા એવી છે કે જો પતિ-પત્ની વચ્ચે બંધાય

તો એમ લાગે કે સોના માં સુગંધ ભળી

***

4. વાતચીત

વાત રાખી દિલમાં કે કોઇને કહી ના શકાય,

તમે તો કહયા વગર જ સમજી જાઓ છો,

એ વાત હું સમજી નથી શકતી.

ઘણીવાર એવું પન બને છે કે વાતચીત

તો હું તારા સાથે કરું છું

પરંતુ

મારો અવાજ તારા સુધી પહોચતો નથી.

***

5. बारिश

ये बारिश की बूंदे हमें ही ढूँढती है

हम लेपटोप और कीटाणु की फिकर नहीं करते

जब भी बारिश आती है हमारे अंदर का

मासूम सा बच्चा फिर से जाग उठता है

और पहली बारिश में भीगने का

मजा ले ही लेता है ।

***

6. પ્રેમ

તમને કયાં ખબર છે કે,

અમે તમને કેટલો પ્રેમ કરીએ છીએ,

કે જેમાં તમારા સારા અને નરસાં ગુણોને સ્વીકાર્યાં છે,

એવી જ રીતે કે જેવી રીતે દૂધમાં સાકર ભળી જાય છે.

તામારી ધડકનને સાંભળી ને,

અમારી ધડકનને એવો એહસાસ થયો કે,

અમે અમારું જીવન એક અનોખી રીતે જ જીવવા લાગ્યા.

અને કંઇક કંઇક તમે છો એવા અમે બનવા લાગ્યા.

તમારા ચહેરાનું સ્મિત અને તેજ,

જાણે કોઇ સાધુ સંતનો પડછાયો,

અને સાથે અમારા અનોખા પ્રેમની ઝલક પણ અનુભવાય છે.

તારી સાથે વાત કર્યા વગર, તને જોયા વગર તારા પાસે હોવાના અહેસાશને

પણ હું પ્રેમ કહીશ

અંતમાં

પ્રેમ એટલે જીવનભરનો કડવો અને મીઠો એકબીજાનો સાથ

***

7. તું તો બસ તું જ છે

“નયનને બંધ રાખીને મેં જયારે તમને જોયાં છે

તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે.” – બેફામ

તારી વાત કરવાની, હસવાની, કાર ચલાવવાની છટા

અને

માણસને પારખવાની

આવડત એકદમ નિરાળી છે.

"ડીજીટ" (આંકડાઓ) પ્રત્યે નો પ્રેમ અનોખો છે

“Multi-tasking”

શબ્દ તો તમારા પર એવો શોભે છે કે

તમે બીજા માટે ઉદાહરણ પુરું પાડો છો.

ક્રિકેટર કહું, દોડવીર કહું, રસોઈયો કહું, બિઝનેસમેન

કે પછી ડૉકટર કહું

અને સાથે એક સારો માણસ પણ હું કહીશ,

કે જે કયારેક પંખીને ચણ આપે છે તો

જરૂરીયાતમંદને મદદ પણ કરે છે

એક ભાઈ, દિકરો, દિયર, મામા ની સાથે - સાથે

આ બધા વિશેષણોથી ઉપર

એક સર્વશ્રેષ્ઠ દિકરી નો સર્વશ્રેષ્ઠ પિતા કહીશ.

***

8. વિતી ગયેલી ક્ષણ

તમારી બધી અણગમતી વિતી ગયેલી ક્ષણો ને

અમે એવી રીતે ભૂલાવી દઈશું,

જેવી રીતે પાંદડા પર પડેલી ઝાકળ

સૂરજ આવતાં જ જતી રહે છે.

ખુશીયોં ના રંગો થી છવાઈ જાય જીવન તમારું

દુઃખ કે સમસ્યાઓ આવે તો પણ અનું નિવારણ તવરિત મળી જાય

તમારી સાથે વિતાવેલી દરેક ક્ષણો એવી રીતે

અમારા જીવનમાં વણાઈ ગઈ છે

જેમ હદય અને ધબકારા એકબીજા સાથે.

***

9. દિકરી

દિકરી મારી લાડકવાઇ લક્ષ્મી નો છે અવતાર

તને પામતા પિતા રૂપી જીવન મારું ધન્ય થઈ ગયું

રૂપ તારું પરી જેવું અને હાસ્ય છે તારું મોતી જેવું

અલકમલક ની વાતો અને ચાલવા નો અવાજ સાંભળી ને હૈયું ઝૂમી ઉઠે છે

એ સૂવે તો રાત પડે ને જાગે તો સવાર

તારી દિકરી એ મારી દિકરી અને હવે આપણી બની ગઈ

એવા અહેસાસ માત્રથી જ મનમાં અનહદ

આંનદનો અનુભવ થાય છે

તને પામતા માઁ રૂપી જીવન મારું ધન્ય થઈ ગયું

તારા કુટુંબમાં મને મહત્વપૂર્ણ સ્થાન આપ્યુ

એ બદલ હું ભગવાન ની

ખૂબ જ આભારી છું.

***

Part-2

1. આવજે કયારેક

આવજે કયારેક

મારા સપના માં તારા અને ચાંદ થી શણગારેલી રાત્રિમાં

કયારેક મિત્ર થઈને તો કયારેક શુભચિંતક થઈને

આવજે કયારેક

વરસાદ રૂપી જળમાં, તો કયારેક મેઘધનુષ્ય ના રંગો રૂપી પ્રેમ બનીને

આવજે જરૂર

મેં જોયેલાં સપનાં ઓ ને સાકાર કરવા

અને આપણા જીવનને સપના ઓ કરતા પણ વધુ સુંદર બનાવવા માટે આવજે જરૂર

અને જીવનને સુંદર બનાવવા આપણે બંને

વ્યવહારીકતા અને પ્રેમ નું સુંદર રીતે perfect મિશ્રણ બનાવીશું.

***

2. જયારે તું સાથે હોય

જયારે તું સાથે હોય

ત્યારે ઘડિયાળ અને મોબાઇલ ના હોય,

બસ તું, હું અને આપણી દિકરી હોય, આપણું family હોય

અને જયારે તું અને હું જ હોય ત્યારે હાસ્ય, પ્રેમ અને આપણી પોતાની વાતો, સાથે વિતાવેલા પળ ની યાદો અને tension બીલકુલ ના હોય,

જયારે તું સાથે ના હોય

ત્યારે તારા સાથે હોવા નો અહેસાસ સાથે છે કારણ કે તારા સ્પશઁ ને મેં કયાંક દિલ માં સાચવીને રાખ્યો છે

જીવન માં આવે ચઠતી અને પડતી તોય એક

***

3. જીવન

સુંદર રીતે જીવન જીવવા માટે એક-બીજાને સમજવા કરતા

એક-બીજાના ગુણ અને ખામી પ્રેમથી accept કરી લઈશુ.

મારી ભૂલ હોય કે તારી, બીજાને કહેતા પહેલા

એક-બીજા ને જ કહી દઈશુ.

ભલે ને ઝઘડો થાય પરંતુ એક-બીજા ને એક દિવસ માં મનાવતા શીખી લઈશુ.

બીજા ને ઉદાહરણ પુરૂ પાડીયે એવું સવૅ શ્રેષ્ઠ જીવન જીવીશું.

અંત માં જીવનભર એક-બીજાની સાથે રહીને હસતાં રમતાં પ્રેમ પુવૅક પસાર કરી દઈશુ.

***

બીજા રસપ્રદ વિકલ્પો