SOUL MATE
ઝંખના અને જીવરાજ
ઝંખના અને જીવરાજ હંમેશા માટે બેસ્ટ ફ્રેંડ્સ છે
(“Best Friend Forever”)
ઝંખના અને જીવરાજ રીયુનિયન વખતે મળ્યા,
ઝંખના એ જીવરાજ ને જયારે પહેલી વાર જોયો ત્યારે એકદમ અલગ જ અનુભવ થયો અને થોડો ગમી પણ ગયો (જીવરાજ ત્યારે બ્લેક શર્ટ (ઝંખના નો ખુબ ગમતો કલર) અને બ્લુ જિન્સ માં હતો). ઝંખના એ એની બધી લાગણી ઓ ને દબાવી દીધી કારણ કે જીવરાજ પરણેલો હતો. 2-3 મહિના પછી જીવરાજ ના જીવન માં મોટો ભૂકંપ આવ્યો જેમાં એ એકદમ તૂટી ગયેલો ,
એક વર્ષ જીવન માં પાછળ થઈ ગયો હતો, નાણાકીય રીતે, ભાવનાત્મક રીતે, અને થોડો શરીર થી પણ, ક્યારેક ઊંઘ ની દવા પણ લેતો, પરંતુ એ જીવનથી
ક્યારેય હાર્યો નહિ
(કારણ કે એની પાસે ઝંખના એન્ડ હરિ જેવા મિત્રો હતા)
જયારે ઝંખના ને આ વાત ની ખબર પડી ત્યારે ઝંખના એને એક સાચ્ચા મિત્ર ની જેમ વાત કરવા લાગી
જીવરાજે એને (ઝંખના ને) એક વાર લગન માટે નો પ્રસ્તાવ પણ મુક્યો પરંતુ એ વખતે ઝંખનાએ “ના“પાડી,
પરંતુ ઝંખના,જીવરાજ ને મિત્ર તરીકે support આપતી રહી આધાર (Support)
અપાતા ક્યારે પ્રેમ કરવા લાગી એ એને ખબર જ ના પડી આત્મસાત (Soul mate) ની જેમ પ્રેમ કરવા લાગી
જીવરાજ ક્યારેય એવું ઝંખના ને દુઃખ થાય એવું નથી કરતો પરંતુ સમય અને સજોગો એવા થઈ જાય છે કે ઝંખના ને ક્યારેક દુઃખ થઈ જાય છે.
જીવરાજ હંમેશા ઝંખના ની ચિંતા કરે છે અને કહેતો રહે છે કે તું પરણી જા, તું કેમ છે, શું કરે છે, જોબ કેવી ચાલે છે, ફાઇનાન્સ બરાબર છે, જીમ વિગેરે, વિગેરે.
ઝંખના એ બીજા બધા મિત્રો છોડી દીધા કારણકે બીજા મિત્રો મતલબી, ઈર્ષાળુ હતા. સિવાય એક, હરિ,
હરિ એ જીવરાજ નો બેસ્ટ ફ્રેન્ડ છે. હરિ એકદમ દિલખુશ, જીગરી, અને નિશ્વાર્થ ભાવના વાળો મિત્ર છે. હરિ નો પણ 1 બબિઝનેસસ છે અને ખુબ સરસ બિસેન્સર્સ ચાલે છે કારણકે સ્વભાવ ના જે સારા હોઈ ને એનું ભગવાન સારું જ કરે
હરિ ને 1 ખૂબ ધમાલ કરતો છોકરો છે અને બીજા ની આવાની તૈયારી થઈ ચુકી છે.
હરિ અને જીવરાજ એક એવા મિત્રો છે કે શાળા ની પરીક્ષા વખતે આખી રાત સાથે વાંચે, (નામનું જ) બાકી તો બાળપણ ની નિર્દોષ મસ્તી, ધમાલ અને આખી રાત જાગવાનું.
બાળપણ માં કોઈ પરીસ્થિતિ (સ્ટેટ્સ, Status), રૂપિયા નો પાવર વગર, ઈર્ષા વગર ની નિર્દોષ મિત્રતા
(એ જ સાચી મિત્રતા છે બાકી તો મિત્રતા કહેવાય ?)
જયારે પણ આ બંને મિત્રો સુદામા (હરિ) અને જીવરાજ સાથે બેસે (“દારૂ પીવા”) એટલે એક જ વિસય પર વાતો હોઈ શાળા નો સમય, શાળા સમય, અને એ સમયમાં કરેલા બહુ બધા કારસ્તાનો ને યાદ કરો અને એવા બીજા મિત્રો ને પણ યાદ કરો
એટલે તમે, હરી ને જીવરાજ નો સુદામા કહી શકો. (પરંતુ આ સુદામા દારૂ પીવે છે) આમ તો જીવરાજ ના બહુ મિત્રો છે પરંતુ હરિ એ બધા મિત્રો થી અલગ મિત્ર છે
હરિ ની વાતો બહુ થઈ ગઈ હવે પાછા ઝંખના ની વાત પાર આવીએ
ઝંખના, હરિ ના સંપકઁ માં સ્કૂલ ના રીયુનિયન વખતે આવી. બંને હાજી પણ સારા મિત્રો છે અને રહેશે
કોઈ વાર જીવરાજ ને એવું પણ લાગે છે કે ઝંખના થોડી- થોડી એના જેવી લાગે છે,
સ્વભાવ માં સરળ, હંમેશા બીજા નું સારું કરવાનું અને ઇત્છવાનું, કોઈ ને નુકશાન નહિ પહોંચાડવાનું, નિસ્વાર્થ મિત્રો જ રાખવાના, હંમેશા ફેમિલી ને પ્રેમ અને સમય આપવાનો.
જીવરાજ ના લગન થઈ ગયા બીજે પરંતુ ઝંખના હજી પણ એને પ્રેમ કરે છે,
ઝંખના ના જીવન માં પણ બીજું કોઈ આવી જશે પરંતુ આત્મા થી પ્રેમ એક જ વાર થાય
(એવું ઝંખના નું માનવું છે.)
જીવરરાજ ના લગન થઈ ગયા પછી પણ એ ઝંખના નું એટલું જ ધ્યાન રાખે છે એક મિત્ર તરીકે, જીવરાજ ને ક્યારેક ઝંખના ની ચિંતા પણ થાય છે
“નિયતિ (Destiny) આગળ કોઈ નું ના ચાલે” ?
એવું કહે છે ને કે ભગવાને, જન્મ, મરણ અને લગ્ન એમની પાસે રાખ્યા છે
ઝંખના અને જીવરાજ એક સાચ્ચા મિત્ર તરીકે હંમેશા રહેશે
ઝંખના કાયમ માટે ઇન્ડિયા છોડી ને જવાની તૈયારી કરી રહી છે કે એના લીધે જીવરાજ ના જીવન માં કોઈ મુશ્કેલી ના આવે , ઝંખના ખુશ છે જો જીવરાજ દિલ થી ખુશ છે તો.
તમે કહી શકો કે ઝંખના એ જીવરાજ ની “રાધા” સાથે એક બહુ જ સારી મિત્ર પણ છે.
(કારણ કે સુદામા નું બિરુદ તો હરિ પાસે છે તો ઝંખના એ રાધા નું બિરુદ લઈ લીધું છે )
ઝંખના “Love a Lot” to જીવરાજ