પાસપોર્ટ મિસિંગ Pinnag Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાસપોર્ટ મિસિંગ

મારો એ વિદેશ પ્રવાસ નો છેલ્લો અને યાદગાર દિવસ હતો, અમે એ દિવસે બહુ શોપિંગ કર્યું ફેમિલી માટે, લગભગ મેં મારી જિંદગી માં પહેલી વાર આટલું બધું શોપિંગ કર્યું હશે, અમારી રીટર્ન ફ્લાઈટ સાંજે 6:55 ની હતી અને અમે આશરે 3 વાગે શોપિંગ માર્કેટ થી એરપોર્ટ જવા નીકળ્યા , એરપોર્ટ ત્યાંથી આશરે 30 કિલોમીટર , દોઢેક કલાક દૂર હતું, અને મારી જોડે એક હેન્ડ બેગ , એન્ડ બે ટ્રોલી બેગ હતી, એરપોર્ટ પાર ટેક્સી માંથી ઉતાર્યા અને મારા પગ નીચેથી જમીન સરકી ગયી , મેં જોયું કે મારી હેન્ડ બેગ કે જેમાં મારો પાસપોર્ટ હતો એ ત્યારે મારી જોડે નહતી, એ બેગ માં પાસપોર્ટ, ઇન્ડિયન રૃપિસ એન્ડ થોડાક યુએસ ડોલર પણ હતા. મને ફળ પડી , બહુ યાદ કર્યું પણ યાદ ના આવે કે બેગ છેલ્લે ક્યાં મૂકી હતી,

અમારા ટુરિસ્ટ મેનેજરે મને શાંતિ થી સમજાવ્યો કે ચિંતા કરવા જેવું કઈ નથી પણ મારે જ્યાં સુધી મારો ઈમરજંસી પાસપોર્ટ ના નીકળે ત્યાં સુધી મારે ત્યાંજ રોકાવું પડશે, અને એ દિવસે શુક્રવાર હતો , એટલે શનિ અને રવિ ઇન્ડિયન એમ્બસી માં રાજા હતી, છેક સોમવારે મારે ત્યાં જવું પડે અને પછી એકાદ દિવસ પછી મારો પાસપોર્ટ મને મળે અને પછી ફરીથી ટિકિટ બુક કરે અને પછી હી ઇન્ડિયા પાછો આવું, લગભગ આશરે 4 દિવસ મારે ત્યાં રોકાવું પડે.મારુ મગજ સૌ બંધ , કશું સુજે જ નહિ. પણ ત્યાંના લોકલ ટૂર મેનેજર અને લોકેક ગાઈડ નો બહુ સારો સપોર્ટ જોવા મળ્યો છતાં હું બહુ એકલો પડી ગયો. મારા સિવાય ના બધા સહપ્રવાસી એ જ ફ્લાઈટ માં ઇન્ડિયા નીકળી ગયા , એમાંથી બે ત્રણ સારા લોકો ને મને 3-4 દિવસ ચાલે એટલી લોકલ કરન્સી આપી. બીજા એક સહપ્રવાસી ને મારી એક ટ્રોલી બેગ એમની સાથે લઇ જવા કહું જેથી મારે અહીંયા દોડા દોડી કરવાની હોય તો ફાવે।

હું લોકલ ટૂર મેનેજર ના સૂચન પ્રમાણે તાત્કાલિક ટેક્સી પકડી પેલા માર્કેટ જવા નીકળ્યો જ્યાં અમે છેલ્લે શોપિંગ માટે ગયા હતા. એમને મને દિલાસો આપ્યો કે "તમે ચિંતા ના કરશો , હું છું તમારી સાથે ", બહુ સારું લાગ્યું સાંભળીને, રસ્તામાં ટેક્ષી માંથી જ મેં મારા પાર્ટનર દિનેશભાઇ ને બધી વાત કરી , એમને પણ એ જ કીધું કે ચિંતા ના કરીશ એવું તો થયા કરે, પણ મારી સૌથી મોટી ચિંતા એ હતી મારા ઘરે મમ્મી અને પત્ની ને બહુ ચિંતા થશે. રસ્તા માં પીક અવર્સ ના કારણે બહુ ટ્રાફિક હતો આશરે ત્રણ કલાક પછી હું એ માર્કેટ પાર પહોંચ્યો, લગભગ બધા જ સ્ટોરpar ચેક કર્યું પણ બેગ ના મળી, ફક્ત એક સ્ટોર જ્યાં મેં છેલ્લે શોપિંગ કરી એ સ્ટોર બંધ થઇ ગયો હતો જેથી મને થોડી આશા બંધાઈ કે બેગ ત્યાં હશે અને કાલે સવારે મળી જશે, દરમિયાન મને લોકલ ટૂર મેનેજરે મને ઇન્ડિયન એમ્બસી નો ટોલ ફ્રી નંબર આપી વાત કરવા કહું , પણ મારા ફોન માં ઓઉટગોઇંગ સર્વિસ ના હતી, મેં ત્યાં એક રેસ્ટોરન્ટ માં એક ભાઈને વિનંતી કરી કોલ કરવા દેવા પણ એમને બહાના બતાવી ના પડી દીધી, ત્યાં જ એક સ્ટોર પણ એક છોકરી મને વ્યવસ્થિત લાગી અને મેં એને આખી વાત જણાવી એક કૉલ કરવા માટે વિનંતી કરી અને મેં તરત ફોને જોડ્યો, ઇન્ડિયન એમ્બસી માંથી જાણવા મળ્યું કે મારે પહેલા લોકલ પોલીસે સ્ટેશન કે જઈ પાસપોર્ટ મિસિંગ ની કમ્પ્લેન લખાવી પડશે અને પછી એને ત્યાંની લોકલ ભાષા માંથી અંગ્રેજી માં ટ્રાન્સલેટ કરાવી પડશે અને તે લઇ સોમવારે મને આવવા માટે જણાવ્યું. મેં એ છોકરી નો આભાર માન્યો અને મારો ઇન્ડિયન વહટ્સપ્પ નંબર એને આપી જણાવ્યું ને કોઈ અપડેટ હોય તો મને આ નંબર પાર કોન્ટેક કરજો.

મેં તરત જ લોકલ ટૂર મેનેજર જોડે વાત કરી , તેમણે મને પોલીસ સ્ટેશન નું સરનામું લખાવ્યું મેં જેમ ટેક્ષી કરી હું ત્યાંના લોકલ પોલીસ સ્ટેશન પહોંચ્યો, પણ ત્યાંના મોટા ભાગના સ્ટાફ ને ત્યાંની લોકેક ભાષા આવડતી હતી, સિવાય કે એક સિનિયર ઓફિસર તે અંગ્રેજી સમજતા હતા. , તેમણે મારી વાર વિગત વાર સાંભળી ને લગતા વળગતા સ્ટાફ ને પાસપોર્ટ મિસિંગ કમ્પ્લેન લખવા કહું , પણ ખરેખર બહુ ફ્રેન્ડલી વાતાવરણ હતું એ પોલિશ સ્ટેશન નું , એ લોકો એ ફટાફટ કામ પૂરું કરી મને કમ્પ્લેન રિપોર્ટni એ કે કોપી આપી અને એક માં મારા હસ્તાક્ષર લીધા. તે દરમિયાન લોકલ ટૂર મેનેજરે મારા માટે માર્કેટ થી નજીક માં એક રૂમ બુક કરાવ્યો.

મેં તરત જ લોકલ ટૂર મેનેજર જોડે વાત કરી , તેમણે મને પોલીસ સ્ટેશન નું સરનામું લખાવ્યું મેં જેમ ટેક્ષી કરી હું ત્યાંના લોકલ પોલીસ સ્ટેશન પહોંચ્યો, પણ ત્યાંના મોટા ભાગના સ્ટાફ ને ત્યાંની લોકેક ભાષા આવડતી હતી, સિવાય કે એક સિનિયર ઓફિસર તે અંગ્રેજી સમજતા હતા. , તેમણે મારી વાર વિગત વાર સાંભળી ને લગતા વળગતા સ્ટાફ ને પાસપોર્ટ મિસિંગ કમ્પ્લેન લખવા કહું , પણ ખરેખર બહુ ફ્રેન્ડલી વાતાવરણ હતું એ પોલિશ સ્ટેશન નું , એ લોકો એ ફટાફટ કામ પૂરું કરી મને કમ્પ્લેન રિપોર્ટ ની એ કે કોપી આપી અને એક માં મારા હસ્તાક્ષર લીધા. તે દરમિયાન લોકલ ટૂર મેનેજરે મારા માટે માર્કેટ થી નજીક માં એક રૂમ બુક કરાવ્યો. હું ટેક્સી કરી ફટાફટ હોટેલ પાર પહોંચ્યો , લગભગ ત્યાંના રાત ના 10 વાગ્યા હતા. એક વાર મેં મનોમન નક્કી કર્યું કે ઘરે જણાવતો નથી, કહીશ કે ટૂર 2-3 દિવસ લંબાવાઈ છે એટલે હાજી મોડું થશે. પણ પછી મન ના માન્યું ને મેં સાચું કહી દીધું કે પાસપોર્ટ ની બેગ ખોવાઈ ગઈ છે એટલે 2-3 દિવસ પછી આવીશ, પણ પત્ની અને મમ્મી બહુ ચિંતા કરવા લાગ્યા અને રોવા લાગ્યા કે હવે સુ થશે, પણ ચિંતા કરવા જેવી કોઈ વાત ન હતી , ડિમ્પલે [ પત્ની ] મારા પાર્ટનર દુષ્યંતભાઇ ના પત્ની ને કોલ કર્યો અને બધી વાત કરી અને એમને દુષ્યંતભાઇ ને બધી વાત કરી પણ દુષ્યંતભાઇ ને પહેલે થી ખબર જ હતી , એમણે બંને ને સમજાવ્યા કે ચિંતા કરવા જેવું કઈ નથી ખાલી 2-3 દિવસ મોડું થશે.

અહીંયા હું રૂમ પાર એકલો, મારી ભૂખ તરસ બધું મારી ગયું હતું, અને વિચારો કરતા પથારી માં પડ્યો રહ્યો, આખી રાત ઊંઘ ના આવી , દરમિયાન મારા ગાઈડે મારી પાસે બેગ અને પાસપોર્ટ ના ફોટા વૉટ્સઅપ માં મંગાવ્યા , તે તેમણે તેમના ગાઈડ નેટવર્ક દ્વારા તાપસ ચાલુ કરી , તેમણે ધુંબા પ્રયાસ કર્યા, પતરી માં પડ્યા પડ્યા સવાર ના 6 વાગી ગયા , લગભદ સાડા છ વાગે ઇન્ડિયન એમ્બેસી માંથી કોલ આવ્યો કે તમે કાલે કોઈ મંદિરે ગયા હતા , ગયા હોય તો ત્યાંથી એક પાસપોર્ટ માંડ્યો છે તો મંદિર નો કોન્ટેક્ટ કરો , પણ હું તે દિવસે કોઈ મંદિરે નાટો ગયો એટલે એ બીજા કોઈ પ્રવાસી નો પાસપોર્ટ હશે. એમ કરતા સાડા 8 વાગ્યા , મને લાગ્યું કે બહુ દોડાદોડ કરવાની છે એટલે કઇંક ખાવું તો પડશે એટલે હું હોટેલ માં નીચે બ્રેકફાસ્ટ માટે ગયો , પણ મને કઈ ભાવતું નતું છેલ્લે હું જ્યુસ લઇ એક ટેબલ પાર ખૂણામાં બેસી ગયો, ખાસ્સી વાર બેઠો , મેં મારુ મન માનવી લીધું હતું કે હવે 2-3 દિવસ રોકાવું જ પડશે અને અચાનક અમારા ગાઈડ નું વૉટ્સઅપ માં એક ઇમેજ આવી

મારી બેગ નો ફોટો જોઈને મારી ખુશી નો કોઈ પાર ના રહ્યો , મેં તરત જ એમને કોલ લગાડી દીધો પણ એમને કીધું કે ખબર નહિ બેગ ક્યાં પડી છે અને એમાં પાસપોર્ટ નથી એવું જાણવા મળ્યું છે , પણ મેં કીધું કશો વાંધો નહિ તાપસ કરો બેગ ક્યાં પડી છે અને હું ત્યાં બ્રેકફાસ્ટ ટેબલ પાર જ રાહ જોઈ બેસી રહ્યો, આશરે કલાક પછી એક તેમણે એક હોટેલ નું એડ્રેસ મોકલ્યું મેં ફટાફટ ગૂગલ મેપ માં ચેક કર્યું તે હોટેલ મારી હોટેલ થી 7 થી 8 કિલોમીટર દૂર હતી, મેં એક સેકન્ડ પણ ગુમાવ્યા વગર ટેક્સી કરી ત્યાં પહોંચ્યો , હોટેલ ના રિસેપ્શન પર તપાસ કરી પણ કોઈ માહિતી ના મળી અને બાજુ માં લગેજ કાઉન્ટર પાર મેં મારી બેગ પડેલી જોઈ અને મારા જીવ માં જીવ આવ્યો. ત્યાં ઉભેલા ભાઈ એ કીધું કે એક ભાઈ જસ્ટ હમણાં જ મૂકી ને ગયા , હું દોડી ને એ ભાઈ ને શોધવા ગયો પણ તે નીકળી ગયા હતા, મેં પાછા વળીને પેલા ભાઈ ને આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ બતાવી મારી બેગ પરત મેળવી અને ચેક પણ કરી , બધું જ સહીસલામત હતું , ત્યારે ઉપર જોઈ ભગવાન નો આભાર માન્યો અને લાગ્યું કે ભગવાન તો છે જ આ દુનિયા માં નહીંતર આટલા મોટા શહેર માં બેગ મળી જવી એ ચમત્કાર જ કહેવાય.

મેં સૌથી પહેલા ઘરે જાણ કરી કે હવે ચિંતા ના કરશો ટિકિટ બુક થાય એટલા એટલે કોલ કરું, અને પાછો હોટેલ ના રૂમ પાર આવ્યો , ઊંડો શ્વાસ લીધો અને વારાફતી બધાને જાણ કરી કે બેગ બેગ મળી ગઈ ને ચિંતા ના કરશો, મારા ટૂર મેનેજરે તે દિવસે રાતે 2 વાગ્યા ની ટિકિટ બુક કરી રીટર્ન ડાયરેક્ટ અમદાવાદ માટે પણ હું રૂમ ચેકઓઉટ કરી ને બપોરે બાર વાગ્યે જ એરપોર્ટ પહોંચી ગયો મને ત્યાં હોટેલ માં ગુંગણામણ થતી હતી એટલે નક્કી કર્યું કે એરપોર્ટ પાર ભલે આખો દિવસ બેસવું પડે પણ અહીંયા હવે નથી રેહવું।

રાતે 2 વાગે અમદાવાદ ફ્લાઈટ માં બેસી સવારે 6 વાગે ઘરે પહોંચી ગયો. અને લાગ્યું કે ધરતી નો છેડો ઘર એ વાત સનાતન સાચી છે..

જય માતાજી , જય સ્વામિનારાયણ।