સ્વીકાર - ૨ Komal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વીકાર - ૨

લેવલ એટલે શું ??? આપણે જાણતાં હોઈએ છે શું ? તમને અે વાત નીં જાણકારી હોવી જોઈએ તમારું અત્યારના સમય માં લેવલ શું છે!! હવે અે પણ જાણવું જરૂરી છે આપણે અત્યારે કયાં લેવલ વિશે ચર્ચા કરી રહ્યાં છે. આપણે અહીંયા માનસિક લેવલ વિશે વાત કરી રહ્યાં છે.આપણે શરીર થી તંદુરસ્ત તો છે પણ શું આપણે મણનસિક રીતે પણ એટલા તંદુરસ્ત છીએ ખરા.

ઘણી વાર આપણે ગણું બધું મનમાં ને મનમાં દબાવી છુપાવીને રાખીએ છે. જે વાત આપણે બીજાને કહી નથી શકતાં.અને નાં કહી શકવાનું કારણ તો આપણને ખબર છે શું છે." લોગ ક્યાં કાહેગે."

* લોકો શું કહેશે અગર હું રોડ પર ઊભી રહીને પાણીપુરી ખાઈશ તો!!!
* લોકો શું કહેશે અગર હું કોઈ મારા ફ્રેન્ડ ની બાઈક પર બેસીને ઘરે આવીશ તો!!!!!
આપણાં જીવનમાં આવા અંગીનત "તો" ની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે જેની કોઈ સીમા નથી. આપણે જાણતા અજાણતાં લોકોને આપણને જેમ નાચવા માંડીએ છીએ.!!!

શોશિયલ મીડિયા તમને માનસિક રીતે કમજોર લાચાર બનાવી રહી છે.શોશિલ મીડિયા નો અતિરિક્ત ઉપયોગ આપણને ખોખલા માણસ બનાવી રહ્યું છે. પણ એના માટે શોસિયાલ મીડિયા જવાબદાર છે જ નઈ. જે પણ કઈ બને છે એના માટે આપણે જવાબદાર છીએ. આપણી કરેલી ભૂલો માટે આપણે જવાબદાર છે. બીજું કે હર અે માણસ નું લેવલ એકસરખું નાં હોય. એનો મતલબ એ જરા પણ નથી કે અે માણસ ગલત છે કે પછી પાગલ છે.કારણ કે બગવણને બધાને એલબટ આઇસ્ટન નાં બનાવી શકે.

આપણે બધા ધરતી પર શીખીને નથી આવ્યાં.આપણે પણ ધરતી પર આવીને બધું શીખી રહ્યાં છે.ફરક અે છે અમુક લોકો કોઈ પણ વસ્તુ ફાટક થી એક વારમાં શીખી જતા હોય છે. અને અમુક ને એક બે દિવસ તો અમુક મે એક કે બે મહિના લાગે છે.તો અમુક લોકો ને એજ વસ્તુ શીખતા ૧ વર્ષ અથવા તો વર્ષો લાગી જાત હોય છે.

અને અપણમાંથી જે લોકો બહુજ જલદી આગળ પ્રગતિ કરીને નીકળી જાય છે, અે લોકો પણ ઘણી વાર નથી સમજતાં જો મારા જેટલું સમજદારી નું લેવલ સામે વાળા માણસ માં હોત તો અે મારા સાથે કામ કરતો હોય. મારા લેવલ પર હોત.
"જ્યારે આપણું સમજદારી નું લેવલ આપણને ખબર છે, તો અે સમજદારી શું કામ ની જો આપણે સામે વાળા ને સમજી નાં શકે.,"

તમે હોશિયાર છો, અે નથી બીજા પાગલ છે. તમારે બીજાને એમ નાં કહી શકો કે અે ગલત છે. હવે હું મારી જ વાત કરું તો હું કેટલું પણ વાચતી પણ હું હંમેશા એક એવરેજ સ્ટુડન્ટ રહી હતી. બધાનું અલગ અલગ હોય છે. મગજ શકિત બધાની તીવ્ર નાં હોય.

તમારી સોચ તમારા વિચારો કેમ નકારાત્મક કે પછી હકારાત્મક છે.એના વિશે શું કેશો તમે ?? જીવનમાં આપણે શું ગ્રહણ કરવું જોઈએ અે આપણાં હાથમાં છે.તે છતાં પણ આપણે ઘણી વાર નસીબ, પરિસ્થિતિ અને આપણી આસપાસ નાં લોકો માથે દોષ આપી દઈએ છીએ. સમજતાં બહુ સરસ રીતે હોય છે ક્યાંક આપણા થી થોડી કચાસ રહી ગઈ જેનું આ પરિણામ આવ્યું.પછી બીજાને દેવા કરતાં ખુદને સમજીલો યાર અને આગળ વધો.

આપણને બધાને ખબર પણ છે અને આપણે એક વાત ને માનીએ પણ છે કે દુનિયામાં બધા અલગ અલગ પ્રકાર. નાં માણસ છે.પણ ઘણી વાર આપણે આપણી આસપાસ અનુભવીએ છીએ કે સામે વાળો આપણાં માટે હાનીકારક છે. આપણે સાવચેતી રાખીએ અને આવા લોકો થી દુર સારા.બહુજ સરસ રીતે આપણને સમજાય છે કે સામે વાળો બહુજ સારો સીધો અને સરળ માણસ છે. એનો શું કરીએ આપણે....મજાક કરીએ....
મજાક મસ્તી બધું અતી ની ગતિ નાં કરવી જોઈએ.અમુક માણસો ને નાં ગમે મજાક મસ્તી અને આવા લોકો બીજાની મજાક પણ નાં કરે. અમુક લોકો ને હર વાત માં ખોટું લાગે એનો મતલબ એ નથી અે ગલત છે. બધાં પોતપોતાની રીતે સાચા જ હોય છે. પણ આપણે આપણા સાથે જોડાયેલ હર એક માણસ નું ધ્યાન રાખવું જોઈએ. અગર એને કઈ નાં ગમે તો એવો વ્યવહાર એના જોડે.

નીચે ઉપરોક્ત મુદ્દા માં જે ભૂલો છે અે કદાચ આપણે બધાં કરીએ છીએ.

૧. જજ કરવું.
૨. માની લેવું કે આવુજ છે.
૩.કોશિશ ના કરવી સમજવાની કોઈને.
૪.પોતાનામાં વ્યસ્ત રહેવું, બીજાને ઇગનોર કરવું.
૫.જેને તમારી કદર નથી એના પાછળ ભાગવું.
૬. કોઈને આદત બનાવી લેવું.
૭. પોતાનાં લોકો માટે સમય ન હોવો.
૮. પારકા પાસે એના સમય ની ભીખ માગવી.
૯. કોઈના માટે હમેંશા અવેલેબલ હોવું.
૧૦. સતત કઈ પણ બને એનાં વિશે વિચારવું

આ બધું બને ત્યાં સુધી કોશિશ કરવાની આપણા થી નાં થાય.

આપણે આપણું લેવલ સમજાઈ જાય ને તો આપણાં જીવન ની પચાસ ટકા મુસીબત અોછી થઈ જશે.

જીવન માં નિષ્ફળ થયા વગર તો કોઈ પણ વ્યકિત સફળતાનો સ્વાદ ચાખી નાં શકે. નિષ્ફળતા તમને તમારું લેવલ સમજાવશે.
તમે કેટલી વધારે મહેનત કરી શકો છો, અને ક્યાં લેવલ સુધી જવા માટે કેટલી મહેનત કરવી પડશે.અને આ મહેનત દેખાડે છે પરિણામ અને અે પરિણામ છે આપણું લેવલ...