સ્વીકાર - લેબલ Komal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વીકાર - લેબલ

🌠લેબલ...

શું છે આ લેબલ ?
લેબલ એટલે લોકો ની તરફથી થતું તમારું નામકરણ ! નામકરણ ક્યારેય એક વાર નથી થતું પરંતુ આ નામકરણ હંમેશાં તમારા જીવન નાં ઉતાર અને ચડાવ સાથે બદલાતું જ રહે છે.

🌠આપણે જેમ જેમ મોટાં થતાં જઈએ તેમ તેમ લોકો આપણા પર લેબલ મારવાનું શરૂ કરી દે છે. જેમ કે.... તમારું વજન ઉંમર કરતાં વધારે હોય તો લોકો એને જાડી કે જાડીયો, મોટુ, ભેંસ જેવું નામકરણ થાય છે. હવે આપણે બધાં નાં મોઢા પર તો તાળું ના મારી શકીએ સામે વાળો જેવો છે, એ તો પોતાની જાત ને એવો જ બતાવાનો ને! સભ્ય માણસ ક્યારે કોઈને લેબલ નથી લગાવતો. સભ્ય માણસ બધાં ને એકસરખાં જ માને છે. આ બધું તો આપણે બધાં અનુભવીએ છે તમે ભગવાન સુધી પણ પહોંચી જાઓ. અને જો ભગવાન પણ તમારાં પાસે આવીને સેલ્ફી લે, તો પણ આ દુનીયા તમારા પર કોઈ લેબલ લગાડવાનું નહિ છોડે.

🌠બાળપણ થી લઈને ઘડપણ સુધી જેમ જેમ આપણે આગળ વધતા જઈએ તેમ તેમ બધે લેબલ તો મળવાના જ, ક્યાંક સારા કે નરશાં. જીવન માં તમારે વિચારવાનું છે કે તમારો ધર્મ શું છે,અને તમારૂ કર્મ શું છે. તમારે જીવન માં શું કર્મ કરવાનું છે.

🌠લેબલ થી પરે છે આપણું જીવન, લેબલ સારું હોય કે નરશું શું ફરક પડે છે. ફરક ત્યારે પડવો જોઈએ જ્યારે તમે જીવન માં કઈ નાં કરી શકતા હો! જીવન માં તમને ઓળખાણ તમારું કામ કરાવે છે, તમારૂ કામ તમને તમારી નજર માં સર્વશ્રેષ્ઠ માનવ બનાવે છે. તમારા માં આત્મવિશ્વાસ ભરે છે, તમને તમારા પર ગર્વ કરાવે છે બધું છે એ ભ્રમ છે. તમારાં જીવન માં તમારે તમારું કર્મ કરવું અનિવાર્ય છે. પોતાનાં માટે !

🌠તમારી પાસે બધું જ છે, પણ તમે પોતાનાં માટે શું કરો છો? એ તમારું કર્મ છે. અમુક લોકો ની જીંદગી એવી હોય કે એ લોકો ને બધું મફત નું જોઇયે છે બીજાનાં હક નું જોઇયે છે, જેમ કે દુર્યોધન પોતાનું કોઈ કર્મ નહિ અને બીજા પર અનહદ ઈર્ષા, એજ એના પતન નું કારણ બન્યું. જીવન માં પોતે શું કરો છો, પોતે ક્યાં છો, ક્યાં પહોંચવાનું છે, ક્યા લક્ષ્ય ની પ્રાપ્તિ કરી અને હવે કયુ લક્ષ્ય છે જયાં પહોંચવાનું સ્વપ્ન છે, એજ છે તમારૂ ખરું કર્મ અને એજ છે તમારૂ સાચું લેબલ જે તમે પોતાની મહેનત અને કીર્તિ થી પોતાની જાત ને પ્રદાન કરશો. એજ લેબલ અક્ષય છે, જેને કોઈ હટાવી નહિ શકે, એ લેબલ તમે રહો નાં રહો પરંતુ તમારા પાછળ સદાય રહેવાનું.

🌠આ લેબલ શું છે.... ?? આપણાં જીવન માં ક્યારે એવો વિચાર આવ્યો છે ખરો? શું ક્યારે તમે વિચાર્યું કે હવે આટલું મળ્યાં પછી આગળ ક્યાં સુધી પહોંચવું છે. અમુક લોકો તો બસ ભૂતકાળ વાગોળ્યા કરે અને અમુક લોકો બીજાની કીર્તિ ની યશ ની વાતો કર્યા કરે. તમે તમારાં વિશે જો વિચાર્યું હોત તો તમે ક્યાં હોત એ વિચારવું જોઈએ.

🌠ક્યારેય વિચાર્યું છે કે આપણે આપણો કિંમતી સમય બીજા ક્યાં પહોંચ્યા એ વિચારવામાં બરબાદ કરીએ છે. બીજાની યશ ની ચર્ચા કરવી ખોટું નથી પરંતુ એમાંથી શીખવું પણ જોઈએ, અને બીજું કે કોઈ નાં પાસે જે છે, એ તમને નહિ મળે તમારા પાસે નહિ આવી જાય. તમને અગર કઈ મેળવવું છે તો એ માત્ર ને માત્ર તમે તમારા પરિશ્રમ દ્વારા જ મેળવી શકશો. જીવન માં કોઈપણ શોર્ટ કટ કામ નથી આવતા. તમારી સાચી નીતિ અને તનતોડ મહેનત તમને તમારા લક્ષ્ય ની પ્રાપ્તિ સુધી પહોંચવા મદદ કરે છે.

🌠હવે તમે જ નિર્ણય કરો કે લોકો એ લગાવેલા લેબલ પર દુઃખી થવું છે કે એક અક્ષય લેબલ તમારે તમારા જીવન માં તમારા દ્વારા જ લગાડી લેવું છે?? 🙏