સ્વીકાર - ૯ Komal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 112

    ભાગવત રહસ્ય-૧૧૨   જીવનો જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કર...

  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

શ્રેણી
શેયર કરો

સ્વીકાર - ૯

જોબ !

🔎જોબ એટલે નોકરી ! જે કામ કરવું પડે એટલે નોકરી. આપણે મોટાં થાય પછી સ્કુલ અને કોલેજ નાં પડાવ ને પાર પાડ્યા પછી, આપણે બહાર ની દુનિયામાં પગ મૂકીએ છે. અને એ બહાર ની દુનિયાં સ્કુલ કે કોલેજ જેવી નથી હોતી.

🔍ડિગ્રી મળી ગઈ છે. અને બહારની દુનિયામાં જવાની તૈયારી આપણે કરી લીધી છે. સિવી પણ તૈયાર થઈ ગયું છે. અને ઈન્ટરવ્યુ માટે પણ માનસીક રીતે તૈયાર છે. આપણે બહારની દુનિયામાં આપણાં કંકુ પગલાં કરવાં તૈયાર છે. પણ આ બહારની દુનિયા આપણાં સ્કુલ અને કોલેજ ની દુનિયા કરતાં બહુજ વિપરિત છે. અહીંયા મિત્રો સાચા નહિ સ્વાર્થ નાં મળે છે. અહીંયા મિત્ર નથી સમજતું તમને કોઈ, પણ પોતાનું પ્રતિધાંવી સમજે છે. નોકરી નાં ઇન્ટરવ્યૂ માં પાસે થાય પછી નોકરી તો મળી જાય છે, પરંતુ નોકરી માં ટકી રહેવા માટે, તમારે ગણ પાપડ વણવા પડે છે.

🔎અહીંયા આપણી ખરી પરિક્ષા થાય છે કે આપણે કેટલાં માં છે. આપણું લેવલ શું છે. આપણાં માં હોંશિયારી કેટલી છે, આપણામાં બેવકૂફી કેટલી છે. અને આપણું સ્થાન આખરે શું છે. પોતાની જાત ને જાણવાનો મોકો આપણને નોકરી લાગ્યાં પછી મળે છે. કારણકે નોકરી માં બે શબ્દો વગર વાંકે પણ સાંભળવાં પડે છે. અને સૌથી મોટી વાત આપણે માનસિક રીતે કેટલાં પ્રબળ છે, એ આપણને નોકરી લાગ્યાં પછી સમજમાં આવે છે.

🔍તમારી પહેલી પરિક્ષા તમે નોકરી પર આવ્યા છો, અને તમારો પહેલો સામનો તમારા સીનીયર જોડે થશે, અોફિસમાં કામ તમે પછી કરશો ! શરૂવાત નાં દિવસો માં બધાં તમારા જોડે સ્વીટ લાઈક શુગર બની જશે. અને સમય આવે ત્યારે તમને સમજશે કે તમને તો ડાયાબીટીસ થઈ ગયું છે.

🔎નોકરી માં તમને કામ નું પ્રેશર આવશે, ત્યારે તમે કામના પ્રેશર ને કંઈ રીતે હેન્ડલ કરી શકશો, અમુક લોકો કામ નું પ્રેશર હેન્ડલ નથી કરી શકતાં, અને હંમેશાં માનસિક તણાવ થી પીડાતાં રહે છે. એટલું યાદ રાખો કે જો તમારા માં કબિલિયત છે તો એક નોકરી છોડ્યાં પછી તમને બીજી નોકરી મળશે. અને બીજું જીવનમાં એક વસ્તું સમજી લેવી અનિવાર્ય છે, કોઈ પણ વસ્તું પરમેનેન્ટ નથી રહેતી! નોકરી પણ હંમેશાં એક જગ્યા એ તમારી હોય, એવું નથી હોતું. કામ નું પ્રેશર હેન્ડલ તમે કઈ રીતે કરી શકો છો, એ દર્શાવે છે તમારું માનસીક રીતે કેટલાં હેલ્ધી છો! અમુક લોકો કામ નાં પ્રેશર ને કારણે ચીડ ચીડિયા સ્વભાવના બની જતા હોય છે. તમે યાદ રાખો કે ભૂલ થશે તો સાંભળવું પણ પડશે. અને ઘણીવાર ભૂલ નાં હોય ને તો પણ અમુક વસ્તું સાંભળવી પડશે. કારણ કે આનું નામ નોકરી છે.

🔍નોકરી કરવામાં જો તમે તમારો ઈગો લાવીને મૂકી દેશો, કે કોઈ મને કેમ કઈ સંભળાવી શકે! હું શું કમ મારાથી નાના માણસ પાસેથી કઈક શીખું! તો અહંકાર હશે ને તો, તમે તમારા જીવનમાં કંઇજ નઈ પ્રાપ્ત કરી શકશો.નોકરી માં સ્પર્ધા પણ હોય છે, કોણ કોના થી કેટલું સારું કામ કરે છે. તો પોતાની જાત ને તમે સ્વયંમ ક્યારે સે સ્પર્ધા નાં સ્પર્ધક નહિ સમજી બેસતાં. જો તમે પોતાની જાત ને સ્પર્ધા માં મૂકી દેશો તો સમજી લેજો કે, તમને ખબર છે કે, તમારાં માં કઈક ખોટ છે. તો પોતાની જાત ને પોતાના સામે સ્વીકાર કરી લેવો જોઈએ.

🔎નોકરી માં સ્પર્ધા જે હોય છે, એમાં કોઈ રીપોર્ટ કાર્ડ મળતું નથી આપણને! બસ આપણે જાતે સમજવાનું હોય છે. નોકરી માં કંઈપણ શીખવા માટે હંમેશાં તૈયાર રહેવું જોઈએ, જે કામ કોઈ કે છે આ તો થઈ નહિ શકે તો તમે એ કામ ને કરી ને બતાવો, ત્યાં તમારી સક્ષમતા સાબિત થઈ જશે.

🔍પછી ઓફીસ માં તમારી ઊપર ઈર્ષા કરતાં લોકો તમને સતત માનસીક ત્રાસ આપશે. તમને મજાક મજાક માં સતત અપમાનિત કરશે! તમને ગુડ ફોર નથીંગ ની ફિલીંગ ફીલ કરાવશે. મજાક મજાક માં તમને અપમાનીત કરશે, આવા લોકો તમને અંદર થી તોડવા માગતા હોય છે.


.....to be continued