Svikaar - 3 books and stories free download online pdf in Gujarati

સ્વીકાર - ૩

આજે પણ ગામડાં નાં વિસ્તારો માં જોવા મળે છે કે છોકરીઓ નું બાળપણ છીનવાઈ જાય છે. પહેલાં મારે તમને પરિસ્થિતિ સમજાવવી પડશે કે મિડલ ક્લાસ પરિવાર માં જ્યારે અમુક લોકો છોકરા ની લાલચ માં ત્રણ થી ચાર બાળકો કરે છે. આજનાં યુગ માં એક બાળક બરાબર છે, અે પછી દીકરી હોય કે દીકરો.બધા લોકો બોલતાં તો હોય છે કે અમે દીકરા અને દીકરી ને એક સમાન માનીએ છે. પણ એમાં ખરેખર કેટલાં લોકો એવા છે !! જે દીકરી અને દીકરા ને એક સમાન માને છે.

મિડલ ક્લાસ પરિવાર માં એક છોકરી થાય પછી અે કપલ ને બીજી પણ દીકરી થાય છે. અને પછી એક દીકરો. તેમ છતાં પણ ચોથું બાળક કરે છે. આવાં ઘણાં ઉદાહરણ છે સમજમાં. અત્યારે બધાને ખબર છે ક્યાં શું કરવું જોઈએ અને કેવી સાવધાની વર્તવી જોઈએ.જેથી ભૃણ હત્યા નું પાપ માથે નાં ચડે.

જેને ચાર અને એનાથી વધારે બાળકો છે. અને મોટી દીકરી છે.અને ક્યાંક ને ક્યાંક આવા માતાપિતા પોતાનાં પહેલાં સંતાન થી એમનું બાળપણ છીનવી લેતા હોય છે. અે બાળકી બાળક ની જેમ વર્તન કરી શકે એનું બાળપણ જીવી શકે એ પહેલાં એ માં બની જાય છે. અને પિતા કે પછી માતા અે બાળકી ને કહે છે કે ૧૦ થી ૧૨ વર્ષ નાં બાળક ની સમજણ શક્તિ શું હોય !! અને આવા બાળક ને માતાપિતા મન થી મજબૂત બનાવવા ને બદલે, પોતાની ખોટી માનસિકતા ને કારણે એણે કહે છે તું છોકરો હોત તો મારે કેટલું સારું હોત !! કમાવવા માં મદદ કરી શકત. આવાં શબ્દો નાં તીર બાળક નું હૃદય તોડી નાખે છે. અે દીકરી ખુદ ને કોસવા લાગે છે. હું શું કામ દીકરી છું. આજે પણ આવી માનસિકતા નાં લોકો છે, ગામડાં લઈ લો કે પછી શહેર લઈ લો.માતાપિતા તમે છો, તમારી મરજી થી જન્મી છે અે બાળકી. અને તમે એણે જીવન જીવે દિલ ખોલી ને હસી શકે રમી શકે. અે પહેલાં એના પર જવાબદારી નો બોજ નાખી દેવામાં આવે છે.


૧૨ વર્ષ ની દીકરીને ઘરનાં કામ શીખવાડી દેવામાં આવે છે. એણે સમજાવવામાં આવે છે કે બાળકો ને સંભાળવા કઈ રીતે. હા અે વાત સાચી કે મોટી દીકરી પોતાનાં ભાઈ બેન ને પોતાનાં માની ને સાચા હૃદય થી બધું કરે. પરંતુ ઘણી વાર જ્યારે એનું બાળક મન એણે રમવા જવાનું કહે ત્યારે મમ્મી એને કહે બેટા તારે સમજવું પડે ભાઈ બહેન ને સંભાળ. કેટલો અન્યાય કરે છે માતાપિતા પોતાનાં પહેલાં સંતાન જોડે. જાણતાં અજાણતાં દીકરી નું બાળપણ છીનવાઈ જાય છે.

હવે હું અે વાત પર આવીશ કે માતાપિતા(અમુક) નો વિચાર હોય છે. કે દીકરો મોટો હોય તો એમનું જીવન સારું જાય. અગર એવું હોત તો આપણાં સમાજ માં ક્યારેય વૃદ્ધાશ્રમ નું નિર્માણ કરવામાં આવ્યું જ નાં હોત ને.લોકો અે ઘણી લઘુ ગ્રંથિ ને બાંધી રાખી છે કે જે એક દીકરો કરી શકે અે દીકરી નાં કરી શકે. આવી લઘુ ગ્રંથિ બાંધવી કોઈ અનિવાર્ય નથી. સ્ત્રી નાં અસ્તિત્વ ને પુરુષ નહિ પરંતુ એક સ્ત્રી ખોઇ નાખે છે.

અે દીકરી જેને નાની ઉંમરે જવાબદારી નો બોજ આપવામાં આવે છે અે દીકરી માટે વિચાર્યું કે એણે ભણવાનું છે, અે બધાં કામ પોતાનાં ક્યારે કરશે. એનું લેસન ક્યારે કરશે. ક્યારે વાચશે. અહીંયા એક બીજી વાત હું લઈશ કે પારકા લોકો તો પછી રૂપ અને રંગ પર દીકરા કે દીકરી ને ટોણા મારશે.પહેલાં તો માતાપિતા બોલી દેતા હોય છે જાડા કેટલાં છો, પાતળા કેટલા છો, ગોરા કેવા અને કાળા કેવા. તમે જાતે બાળક નાં મગજ માં નકારાત્મક વિચારો નુ બિંદુ નું રોપણ કરો છો. આ બધી વસ્તુ જીવનમાં ક્યાં કામ આવે છે !! તમારા પાસે બુદ્ધિ કેટલી છે. અને તમે જીવન નાં શું કરી બતાવો છો. મહત્વનું અે છે. એનાં કારણે થશે એવું કે બાળક નાં મગજ માં એક કૉમ્પ્લેક્સ ની ભાવના આવે છે. અને એના કારણે એણે પોતાના પર આત્મવિશ્વાસ નથી રહેતો.આત્મવિશ્વાસ વગર માણસ કંઈ પણ કામ હોય પણ બરાબર નાં કરી શકે. મન મગજ થી મજબૂત બનો પોતે અને પોતાના બાળકો ને પણ બનાવો

એવા માણસો જે પોતાની દીકરી ને એમ કે છે કે તું દીકરો હોત તો સારું હોત. આવા માણસો ને હું સવાલ કરવા માગું છું. કે

૧. તમે પોતે દીકરો હતા ને તો તમે તમારા જીવન માં શું મેળવ્યું?

૨. તમે તો દીકરો છો ને તો અત્યારે તમારી સફળતાં ક્યાં સુધી પહોંચી.

જવાબ જરૂર મને નાં આપો તો ચાલશે પોતાની જાત ને જરૂર આપજો. પોતાની જાત સાથે ક્યારે અન્યાય નહિ કરતાં.

એક પુરુષ જ્યારે પોતાનાં જીવન નાં કોઈ કારણો ને કારણે સફળ નથી થઈ શકતો. ત્યારે તે અે બધાનો દોષ પોતાના લોકો દીકરી હોય કે માતા હોય કે પત્ની કે બહેન, પર નાખી દે છે.તમે દીકરા થઈ ને સફળ નથી થયાં અને કંઈ નથી કરી શક્યા જીવનમાં તો તમને કોઈ હક નથી બનતો કે પોતાની દીકરી ને કહો કે તું દીકરો હોત તો સારું હોત.

દીકરો અને દીકરી ને એક માની ને જો પરવરિશ કરશો તો, સમજાશે તમને કે દીકરો કે દીકરી બંને સફળ થાય છે. અહીંયા એક માતાપિતા સફળ થાય છે.દીકરી અને દિકરો બંને મારે સમાન છે.આવી માનસિકતા રાખો તો સારું.

અમુક લોકો નું હોય છે કે દીકરી નોકરી કરતી થઈ ગઈ.એના મરજી પ્રમાણે લગ્ન કરી લે છે.લગ્ન કરવા ખોટું નથી પરંતુ માની લો કે માતાપિતા ને બે દીકરીઓ છે.અને એમને કોઈ પણ ફર્ક કર્યા વગર પોતાની દીકરીઓ ને હંમેશા બે દીકરા છે એમ માની ને એણે અે લાયક બનાવી કે પોતાનાં પગ પર ઊભી રહી શકે.

અને જ્યારે એનો સમય આવે છે પોતાનાં માતાપિતા માટે કઈ કરવાનો ત્યારે અે દીકરી પોતાની મરજી થી પરણી ઘર છોડીને જતી રહે છે.અે માતાપિતા પર શું વીતતી હશે. જેણે વિતે અે જાણી શકે અને સમજી શકે છે. એક દીકરો હોત તો કદાચ આવું નાં કરત.એવું પણ આવે છે આપણાં મન માં.

હવે માની લઈએ કે આ બેન જ્યાં પરણ્યા છે ત્યાં પતિદેવ નથી કમાતાં. ઘર માં બેસ્યા રહે છે.અને પત્ની ની કમાઈ પર જીવે છે. આવી દીકરી પોતાના માતાપિતા તરફ શું ફરજ છે.મારું માનવું છે કે એક દીકરો હોય કે પછી દીકરી એણે બચપણથી તમે એક સમાન રાખો, અને એક સમાન સમજી ને વર્તન કરો અને બીજું માતાપિતા ને રાખવું એમનું જોવું કરવું બધી ફરજ દીકરા અને દીકરી બંને ની આવે છે.

તમે પોતે શા માટે દીકરા દીકરી ને અલગ રાખો છો, એમને સમજાવો કે દીકરા અને દીકરી બંને ની ફરજો સરખી છે પોતાનાં માતાપિતા ની તરફ.પરણ્યા પછી પણ દીકરી ની ફરજ નહિ પણ ધર્મ છે કે પોતાના માતા પિતા માટે કંઈ કરે. આપણો જે કોન્સેપ્ટ છે અે ખોટો છે. સમજવું જોઈએ કે તમે મોટા થશો લગ્ન કરશો ત્યારે પણ અે સમજવું કે દીકરો હોય કે દીકરી બંને ની પોતાના સાસુ સસરા તરફ પણ પોતાનાં માતાપિતા જેટલી ફરજ છે.

માણસ ને એક સર્વગુણ સંપન્ન માણસ બનતાં શીખવું જોઈએ.નહિ કે એ દીકરો છે માટે એ જીવન માં કઈ કરી શકે. નહિ કે અે દીકરી છે માટે કઈ ના કરી શકે.

દીકરો હોય કે પછી દીકરી જે પણ પોતાના માતાપિતા ની તરફ પોતાનો ધર્મ ચૂકે છે. એવા માણસો સ્વાર્થી હોય છે. જેણે પોતાનાં નિહિત સુખ ની આગળ બીજા કોઈ ની લાગણી નો કોઈ ફરક નથી પડતો.

કોઈએ મને બહું સરસ વાત શીખવી કે,....

"પોતાનો સમય પોતે કેવા છે, એમાં બગાડો બીજા કેવા છે અને કેમ એવા છે એમાં નહિ બગાડો."
અને બીજું તમે અત્યારે ક્યાં છો, અને ભવિષ્ય માં તમારે ક્યાં પહોંચવું છે એના વિચાર કરો, નહિ કે હું ક્યારે ટાટા બિરલા બનીશ એવા બેસી ને સપનાં જુવો.

ફલાણો મને આમ કેમ બોલી ગયો એના કરતાં માફ કરીને પોતાનાં મન ને પોતાના કામોમાં માં લગાડો.

"તમરો સૌથી મોટો શત્રુ અને મિત્ર તમે પોતે જ છો" યાદ રાખજો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED