Svikar - 1 books and stories free download online pdf in Gujarati

સ્વીકાર.. - 1

લગન.....
લગન ની વ્યાખ્યા થી આપણે સૌ પરિચિત છે. જે પરણ્યાં છે અે પણ અને જે નથી પરણ્યાં અે પણ !!! લગન માટે ની બધાની પોત પોતાની માનસિકતા હોય છે.

લગન માં છોકરા અને છોકરીઓ પોત પોતાની જરૂરત જોશે એમાં કંઈ ખોટું નથી. તમને શું ગમે કેવું ગમે અે જોવું પડે. પાત્ર થી લઈને અે શું કમાય છે, એના પરિવાર પાસે શું છે. બાપ દાદા ની મિલકત થી લઈને એની આજની કમાણી બધું જ જોવું પડે.બધા પોત પોતાના રીતે બધું યોગ્ય લાગે એટલે કરો કંકુના થઈ જતા હોય છે.

( આપણે જોયું છે, આપણા સમાજ માં પણ અને બીજે પણ છૂટા છેડા શા માટે થતાં હોય છે. બધા પાસે પોત પોતાનાં હજાર કારણ હોય છે.માનીએ છે આપણે પણ અમુક લોકો નાં કારણ સાવ બોગસ અને ખોટા હોય છે.)

આપણે જોઈએ છીએ ઘણાં એવા કેસ કે જેમાં માતા-પિતા નાં પ્રેશર માં હાં પાડે છે. પછી સગાઈ કરીને પણ કોઈ ને કોઈ પ્રોબ્લેમ આવે છે. સામે વાળો પક્ષ નથી સમજી શકતો કે આ માણસ ખુશ હોવાની કેટલી સરસ એક્ટિંગ કરે છે. તમને મારી વાત કદાચ સાવ ગપ્પું લાગે.પણ સાહેબ હકીકત તો આજ છે.!!! " માણસ આજે એટલો સારો એક્ટર બની ગયો છે કે એને એક્ટિંગ માટે કોઈ ટુષણ ની જરૂર નથી. દિવસે દિવસે માણસ સખત કઠોર અને ખોટો બનતો જાય છે."

જે પણ માણસ મજબૂરી માં કઈ કરે છે હું બિલકુલ એમ નથી કેવા માગતી કે અે માણસ ગલત છે. પણ મારું એટલું કેવું છે કે જે તમરાં મન માં છે કોઈના માટે ની હા કે પછી નાં અે તમે શપષ્ટ પણે સમયસર બોલતાં શીખો. સમય વીત્યા પછી એક પછતાવો આપણા મન માં રહી જાય છે. આપણાં થી જાણતાં અજાણતાં કઈ તો ગલત થઈ ગયું.

મારું કહેવું હર એક માતા અને પિતા એમના પુત્ર અને પુત્રી હર એક માણસ ને મન માં રહેલું બોલતાં શીખવું જોઈએ. હવે તમને એમ લાગશે કે કદાચ હું મુદ્દા થી ભટકી રહી છું. પણ નાં એવું જરા પણ નથી.

માણસ અે હમેશાં પોતાના વિચારો રજૂ કરતાં શીખવું જોઈએ.લવ ની ભવાઈ માં તમે પણ કદાચ આ ડાયલોગ સાંભળ્યો હશે કે " વાત કે વિચાર મન માં પડ્યાં રે ને તો, એની પર વ્યાજ નથી લાગવાનું. એટલે કઈ ગમે તો બોલો કઈ નાં ગમે તો ખાસ બોલો." હર એક વસ્તુ બહુજ સભ્યતાં થી બોલો, ક્યારે કોઈ નાં માન અને સન્માન ને ઠેસ નાં પહોંચે ને એવી રીતે બોલો. અહિંસા પરમો ધર્મ આપણને ગાંધીજી શીખવતા ગયા છે.

અમુક લોકો બોલી નથી શકતાં, એમના પોત પોતાના ડર હોય છે. પણ એટલું યાદ રાખવું રહ્યું કે, આપણે જાણી જોઈને કોઈ ભૂલ કરીએ અને પછી પોતાને સાચા સાબિત કરીએ. અને એમાં પણ દોષ આપણે પોતાના માતાપિતા ને અપાઇએ છીએ. શું કામ ભૂલ તમે કરો છો, સાચું નાં બોલીને અને પછી દોષ માતાપિતા ને તમારા કીધાં પ્રમાણે લગન કર્યા.

આપણે બધી વાત માં એમ કશું મોટા થાય. પોતાના જીવન નો આટલો મોટો નિર્ણય પોતે નથી લઈ શકતા હોવાથી માતાપિતા તમને મદદ કરે છે. તમને હા અને નાં માટે પૂરતો સમય આપે છે.પછી લગન પછી તમને એમ લાગે છે તમે એકબીજા માટે સાચા નથી અને અલગ થવો છો. તો એનો દોષ શા માટે વડીલો ને આપવાનો. પોતાનાં કરેલી ભૂલો નો સ્વીકાર કરતાં શીખવું જોઈએ.

તમે કોઈ પણ સબંધ સાચી રીતે ત્યારે નિભાવી શકશો જ્યારે તમે સાચું અને સીધે સીધું બોલતાં શીખશો. કોઈ નું પણ જીવન પોતાના સાચા ખોટા નિર્ણયો લઈને બગાડવાનો હક કોઈને નથી હોતો.
માટે. જીવન માં કોઈ પણ બાબત હોય ત્યાં તમારી "નાં" છે તો નાં બોલતાં શીખો.જે નાં સમયવિતી જતાં બોલાય છે અે નાં ને સમયસર બોલતાં શીખો. સમતવિત્યા પછી , કઈજ હાથ માં નથી રહેતું.માણસ સમય વીત્યા પછી અગર કોઈ નિર્ણય લે છે તો એના પછી અે બીજાનું નથી વિચારતો ફક્ત પોતાનું વિચારે છે અે સમયે, માટે હંમેશા સમયસર બોલતાં શીખો.

* વિચારસરણી દરેક ની આપણને અલગ અલગ જોવા મળે છે.આપણે જોયું છે કે બધાં નાં મત અલગ અલગ હોય છે. એમાં પણ સાવ વાહિયાત અને ખોટી ધરણાં અે હોય છે કે સબંધ રંગરૂપ થી બંધાય છે. શું તમે માનો છો સબંધ બંધાય ભલે રંગરૂપ થી પણ અે સબંધ ટકે ત્યારે છે. જ્યારે તમારો સ્વભાવ તમારી વાણી તમારું વર્તન માનવતા ને શોભાવે એવું નઈ હોય તો તમે કોઈને પણ નઈ ગમશો. સબંધો નિભાવવા તમે જાડા, પાતળા, કાળા કે પછી ગોરા અે કામમાં નાં આવે, તામરી ઓળખ અે તમારું ચરિત્ર હોય છે.તમે બીજાને સુરત થી નઈ પણ સિરત થી બીજાના મન માં જગ્યા બનાવો છો.! તે છતાં તમારા મન માં એક ખોટો વહેમ ચાલે છે કે તમને આ માણસ એની સુરત થી ગમે છે.

"સબંધો નિભાવવા માટે તમારો સ્વભાવ તમારી સભ્યતા તમારા સંસ્કાર,તમારી સમજદારી અને તમારું ચરિત્ર કામ આવે છે."

સર્વગુણ સંપન્ન આ પૂરી દુનિયામાં કોઈ હોતું જ નથી ,નાની મોટી ઉણપ આપણા સૌ માં રેવાની હમેશાં.પણ એના માટે આપણે ખુદ ને ગલત સમજીએ અે પણ ખોટું છે અને બીજાને હંમેશા એની અે નની ઉણપ બતાવીને એને સતત નીચું પડતાં હોઈએ અે પણ ગલત છે.

સબંધ કોઈ પણ હોય પણ અે સબંધ ને સાચવવા માટે તમારે એકબીજાને વધારે નઈ તો થોડું ઘણું જેલવુજ પડે. થોડી ઘણું એકબીજાના નિર્ણયો ને પણ માન આપવું પડે છે.જીવન માં કોઈ પણ સબંધ કેમ નાં હોય આપણે જતું કરવા જેવી બાબતો ને જતું કરવું પડે, અને બોલવા જેવું હોય ત્યાં બોલવું પડે.

અહીંયા લોકો ની અે માનસિકતા મારે સમજાવી છે કે કોઈ નાં હ્રદય માં સ્થાન તમને તમારા ચરિત્ર થી મળે છે. આપણને રામ ગમે છે રાવણ નઈ. આ ઊંદહરણ છે. તમે શું છો કેવા છો એની પરીક્ષા લેવાય છે.અને એમાં કંઈ ખોટું નથી હોતું.

જીવન નાં દરેક તબક્કે પરિક્ષા અપાવી રહી.માટે જે પણ લોકો એમ સમજતાં હોય કે મારા માં કઈ કમી છે, કે હું ટકલો છું, હું કાળી છું, હું વધારે ગોરો છું, હું જાડી છું, હુંવધરે પડતી પાતળી છું, હું થોડો કાણો છું, તો હું થોડી ગુસ્સા વાળી છું. જે પણ માણસો આવી બધી વસ્તુ અનુભવે છે. અે બધા માણસો જાતે પોતાનું અનુકરણ કરો અને જુવો આ એક ઉણપ સિવાય શું છે અપણમાં બીજી ખામી.

જીવન માં એટલું યાદ રાખો રંગરૂપ, ઊંચા બટકા, કાળા ગોરા આવી જેટલી વસ્તુ આપણને ભગવાન તરફથી મળી છે. અે વસ્તુ માં આપણે કોઈ પણ પ્રકારનો બદલાવ લવિજ નઈ શકીએ. તો આ બધી વસ્તું માં પેલા આપણે આપણી જાત ને જેવા છે એવા સ્વીકારવું રહ્યો. જ્યાં સુધી આપણે પોતાની જાત ને જેવા છે એવાજ સ્વીકારી નથી શકતાં તો આપણે બીજા પાસે એવી આશા પણ નાં કરી શકાય કે કોઈ બીજું આપણને સ્વીકારે.

જીવન માં ઘણા લોકો મળશે જેમાં ઘણા લોકો ને અપણમા ઘણું બધું નઈ પણ ગમે, અને ઘણું બધું ગમે પણ.!!! એનો મતલબ એ નથી થતો કે આપણે ખરાબ બની ગયા. પણ એનો મતલબ છે બધાને અધિકાર છે પોતપોતાની રીતે કોઈ નાં માટે કઈ બી વિચારે.

આપણે ક્યારે કોઈપણ નકારત્મક વલણ ની અસર આપણા પર થવા દેવી નઈ!

નોંધ : -. એક વાર બાલા , ગોન કેશ, ઉજડા ચમન મૂવી જોઈ લેવી.પોતાને તમે કઈ સજશો તો બીજું કોઈ તમને કઈ સમજશે. પોતાનાં માનસન્માન પોતે જ જાળવી રાખવું પડે.


.....To be continued.....

બીજા રસપ્રદ વિકલ્પો