જીવન સંગ્રામ 2 - 7 Rajusir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન સંગ્રામ 2 - 7

પ્રકરણ ૭


આગળ આપણે જોયું કે તરંગ નીરુ ને ફોટા મોકલી ને ધમકી મારે છે ને નીરુ વિચારે છે હવે શું કરવું...... હવે આગળ......

મારા (નીરુના ) મનમાં સતત એ જ વિચારો આવતા હતા કે જો આ ફોટા મેડમ જોશે તો ???? સર નું લગ્ન જીવન પણ ભાંગતું મને નજર આવવા લાગ્યું???? ક્યાંક મને બચાવવા જતાં સર ને ........ હવે શું કરવું???? અને મારી આંખમાંથી આંસુ ની ધારા વહેવા લાગી..... મેડમ ક્યારે મારી બાજુ મા આવી ગયા ને મોબાઈલમાં સ્ક્રીન પર દેખાતો ફોટો જોઈ લીધો એનું પણ મને ભાનના રહ્યું..... મેડમે મારા માથા પર હાથ મૂક્યો ત્યારે તો મને ખબર પડી કે મેડમ મારી બાજુમાં ઊભા છે .મે ઝડપ થી મારો મોબઈલ બંધ કર્યો..... ત્યાં મેડમ બોલ્યા .... લાવ તો નીરુ બતાવ એ ફોટા....
એ ધડી મારા માટે એક ધરતી કમ્પના આચકા સમાન હતી. મારે ના છૂટકે મોબાઇલ મેડમ ને આપવો પડ્યો.... મેડમે ફોટા જોયા..... થોડી વાર એ એમ જ ઊભા રહ્યા.... મને થયું હમણાં જ મારા ઉપર ગુસ્સે થશે.... હું શું જવાબ આપીશ મેડમ ને ...... અને સર નું શું થશે......... એ કલ્પના પણ મારા માટે તો અશક્ય જ હતી ને...... પણ થોડી જ વારમાં મેડમ મારી સામે આવી ને બેસ્યા ..... ને વહાલ થી મારી આંખના આંસુ લૂછ્યા... ને બોલ્યા.... કેમ રડે છે.... આજ જરૂર કંઇક બન્યું છે. મને બધું કહે.... તારા સર પણ કીધા વિના જ જતા રહ્યા...... આ ફોટો કોણે પાડ્યો....કોણ તને બ્લેક મેઈલ કરે છે.... નીરુ મને બધું કહે.....
હું તો આ બધું સંભાળી ને અવાક બની ગઈ... મેડમ તમે આ ફોટા જોયા ને છતાંય તમને મારા પર કે સર પર ગુસ્સો ન આવ્યો.... તમે ખરેખર મહાન છો મેડમ. કોઈ પોતાના પતી ને બીજી છોકરી સાથે આવી હાલત માં જોવે ને છતાંય આટલી નિખાલસતા થી તમે મને ......................
ખરેખર મેડમના આ વ્યવહાર થી મને રડવું આવી ગયું.... હું કોને મહાન ગણું... સર ને કે પછી મેડમ ને... નીરુ મહાન હું નથી મહાન તો તારા સર કહેવાય.... મને ભગવાન કરતા તારા સર ને મારા પતિ પર વધુ ભરોસો છે..... એ આવું તો સપનામાં પણ ના વિચારે........ કેમ કે આ અભાગણીને ..... મારા વિશે બધુ જાણવા છતાં મને જીવન સંગીની બાનવનાર આ દુનિયામાં કોઈ ભાગ્યે જ હોય અને એમાં ના એક એટલે તારા સર....
નીરુ હવે મને બધું કહે તારી સાથે શું થયું છે.... આવી વાતો ચાલતી હતી ત્યાં ગગન સર આવે છે..... ને સર ને જોઇને પાછી હું રડવા લાગી.... મેડમે મારા પર વહાલ થી હાથ ફેરવી ને કહ્યું.... તને કઈ નહિ થાય... તું હિંમત રાખ .... હા નીરુ .... પેલા આપણે જય ને છોડાવી. પછી એ હરામખોર ને ઠેકાણે પાડશું..... ગગન સર નો પાછો એજ પ્રેમાળ આવજ મે સાંભળ્યો ને તરત જ મને જય ની યાદ આવી ગઈ... સર જય ને ક્યાં રાખ્યો હશે.... આ લોકોએ એને જમવા આપ્યું હશે???? નીરુ એ બધી ખબર તો ત્યારે પડે જ્યારે જય અહીંયા આવી જાય.એટલા માટે આપણે પેલા એને છોડાવવો પડશે.
પણ સર કંઈ રીતે..... એને ક્યાં રાખ્યો છે એ તો આપણને ખબર પણ નથી ......
જો નીરુ તું અત્યારે તરંગ ને કોલ કર. અને એને કહે કે મારે જય સાથે વાત કરવી છે. અને એ પણ વિડિયો કોલમાં. પછી તું જ્યાં કહે ત્યાં અને જે કહે એ બધું તારી સાથે કરવા તૈયાર છું. અને એ તને પૂછે તું ક્યાં છો તો કહેજે મારી એક ફ્રેન્ડ ને ત્યાં છું.ને ગગન સર તો મને મૂકીને જ જતા રહ્યા છે. અને હા પેલા પ્રૂફ વિશે કંઈ પૂછે તો કહેજો એ તો નથી ખબર પણ જે હશે એ હું એમની પાસેથી કઢાવી ને તને આપી દઈશ. પણ પ્લીઝ તુ જય ને કઈ ના કરતો.
સર ના કહેવા પ્રમાણે મે તરંગ ને મેસેજ કર્યો ને તરત જ તેનો મને કોલ આવ્યો.... અને કહ્યું પેલા મને એ કહે કે ગગન સર અત્યારે ક્યાં છે,અને એ મને કઈ નુકસાન ન કરે તો જ જય સાથે વાત કરવું.. મે કહ્યુ સર તો કદાચ કોલેજ હશે... ને હું મારી ફ્રેન્ડ ના ઘરે છું. પણ હું તને ખાત્રી આપું છું કે સર તને કઈ નહિ કરે. પણ પ્લીઝ એક વાર મને જય સાથે વાત કરાવ ....ભલે હું થોડી વાર માં જ જય સાથે વાત કરાવું છું...એમ કહી કોલ કાપી નાખ્યો.... સરે તરત જ મને કહ્યું કે તું તારા મોબાઇલ માં સ્ક્રીન રેકોર્ડર ચાલુ કરી દે..... મે તરત જ એમ કર્યું... ને થોડી વાર માં જ તરંગ નો વિડિયો કોલ આવ્યો .... જય ને હજુ એવી જ રીતે બાંધ્યો હતો .... પણ જય જરા પણ નિરાશ થાય વિના હિંમત થી બોલ્યો કે નીરુ મને આ કંઈ કરી શકવાના નથી તું આ લોકો પાસે જરા પણ નમતી નહિ... ત્યાં જ તરંગે કોલ કાપી નાખ્યો ને મેસેજ કર્યો . મે મારો વાયદો પૂરો કર્યો . હવે તું તારો વાયદો ક્યારે પૂરો કરશે...... સરે મને ઇશારાથી કહ્યું.... ખૂબ જ જલ્દી.... અને મે તરંગ ને એ પ્રમાણે કહ્યું ને પછી સર ને કહ્યું.... સર હવે મારે શું કરવાનું..... તારે કંઈ નથી કરવાનું . હવે બધું મારે કરવાનું છે. એમ કહી સરે પોતાનો મોબાઇલ કાઢ્યો ને કોઈ ને કોલ કર્યો.... થોડી વાત કરી ને મને કહ્યું કે તારો મોબાઇલ મને આપ.... અને પેલો તમે રાતે મળ્યા હતા એ વિડિયો મારામાં મોકલ. મે એ વિડિયો સર ના મોબાઈલ માં મોકલ્યો.હવે સ્ક્રીન રેકોર્ડ કરેલ ક્લિપ કાઢવાનું કહ્યું... મે એ રેકોર્ડ કાઢ્યું . હવે સરે એના મોબાઇલ માંથી આમારો પેલી હોસ્ટેલ વાળો વિડિયો કાઢ્યો..... બંને પ્લે કર્યા ..... મને બહુ શરમ આવતી હતી પણ સર તો બંને વિડિયો જોવામાં લીન હતા..... મને કંઈ સમજાતું ન હતું કે સર આખરે આ બંને વિડિયો જોઈ ને શું કરવા માગે છે. અને આખરે સર મોબાઇલ બંધ કરતા બોલ્યા મને ખબર પડી ગઈ કે જય ને ક્યાં રાખ્યો છે..... એમ બોલી પાછો પોતાનો મોબાઇલ કાઢીને કોઈક ને કોલ કર્યો ને વાત કરતા બાર નીકળી ગાયાં..... હું ને મેડમ એકબીજા સામે જોતા રહ્યા ..... ત્યાં સર ના સ્કુટર નો આવાજ સાંભળ્યો ને હું ને મેડમ બહાર જોવા ગયા..... પણ ત્યાં સર નીકળી ગયા હતા.... થોડી વાર એમ જ ઊભા રહ્યા પછી મેડમે મને કહ્યું ચાલ આપણે થોડું જમી લઇ. તારા સર તો જતા રહ્યા . હવે ક્યારે આવે એ તો કેમ ખબર પડે .....
ના મને જમાવની ઈચ્છા નથી . તમે જમી લ્યો . હું અહીંયા બેઠી છું . મેડમને મે ખુરશી પર બેસતા કહ્યું. ના નીરુ એવું ના ચાલે. થોડું જમવું જ પડશે. મે ઘણી ના પાડી પણ મેડમ કોઈ વાતે માનવા તૈયાર ન હતા.અને મને પરાણે જમવા બેસાડી.... અમે બંને એ જમી લીધું.... વાસણ ને કચરા પોતા કાર્ય ત્યાં ઓમ આવી ગયો. મે એને જમાડ્યો.... ને પછી એના રૂમ માં સુવડાવ્યો.... થોડી પછી હું બહાર આવી હોલ ની ખુરશી પર બેઠી... ને સર ની રાહ જોવા લાગી..... ત્યાં મેડમ મારી બાજુ માં આવી ને બોલ્યા.... નીરુ તું ખોટી ચિંતા કરે છે.તારા સર તમને આમાંથી હેમખેમ બહાર કાઢી લેશે...... ને ખરેખર સરે તો અમને હેમખેમ બહાર કાઢ્યા પણ સરનો દીકરો........ આટલું બોલીને નીરુ પાછી રડવા લાગી...... જીજ્ઞા દીદી એ નીરુ ની માથે હાથ ફેરવી ને બોલ્યા... નીરુ જનારા એના સમયે જતા જ રહે છે . આપણે તો માત્ર નિમિત્ત બનીએ છીએ. માટે હવે તું એ ટેન્શન ના લે અને આગળ શું બન્યું એ કહે.......
હા દીદી. હું ને મેડમ બેઠા બેઠા વાતો કરતા હતા ત્યાં મારા મોબઈલમાં સર નો કોલ આવ્યો કે હું જય ને લઇ ને ત્યાં આવું છું...... આ સાંભળતા જ મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો...... મારે સર ને આ ખુશી બદલ શું કહેવું એ પણ ના સમજાયું... ત્યાં જ સર નો પ્રેમાળ આવાજ સંભયાળો... હું અને જય ત્યાં જ આવીએ છીએ. હવે તારો મોબાઇલ સ્વીચ ઓફ કરી દેજે.... ને સર નો કોલ કટ થયો... મે તરત જ મારો મોબઈલ સ્વીચ ઓફ કરી દીધો... ને મેડમ ને આ ખુશીનાં સમાચાર આપ્યા... એ પણ ખુશ થઈ ગયા.... અમે બંને સર અને જય ની રાહ જોવા લાગ્યા...... ત્યાં ઓમ ઉઠી ગયો ને બાર આવ્યો..... આમતો હું અવાર - નવાર સર ને ત્યાં આવતી જતી એટલે ઓમ મારી સાથે હળીમળી ગયો હતો.... એટલે એ બાર આવ્યો કે તરત જ મે એને તેડી લીધો ને પપ્પી કરવા લાગી..... ઓમ કહે દીદી આજ કેમ આટલા બધા ખુશ થાવ છો ... જવાબ માં મેડમ બોલ્યા કે આજે દીદી ને તારા જીજુ મળી ગયા..ઓમ હજુ નાનો એટલે એને જીજુ માં સમજ ના પડી.... એટલે એણે મારી સામે જોયા કર્યું.... એ જોઈને મેડમે સમજાવ્યું કે હવે દિદીના લગ્ન થવાના ને પછી દીદી ને તારા જય જીજુ અહીંયા આવશે.... હવે સમજી ગયો હોય એમ ઓમ મને પાછો વળગી પડ્યો..... મે મેડમ ને કહ્યું કે મેડમ ઓમ ને જ મારા જવતલ હોમાવાના છે. પ્લીઝ..... મારે આમેય ભાઈ નથી તો ઓમ મારો ભાઈ જ કહેવાય ને....
હા જરૂર કેમ નહિ. પણ પેલા જય ને તો પૂછી જો....
એમાં જય ને શું પૂછવાનું હોય.... અમારે આવી વાતો ચાલતી હતી ત્યાં સ્કુટર નો આવાજ આવ્યો ને હું તરત જ બહાર દોડી ગઈ..... સર અને જય ને આવતા જોઈ ને મારી આંખ માં આશુ આવી ગયા..... સરે કહ્યું.... હવે કેમ રડે છે... આ જો જય ને સાજે સારો લાવ્યો.... અને હું ને જય સર ને વળગી પડ્યા..... આ વખતે સર ની આંખમાં પણ આશુ આવી ગયા ..... અલબત્ત આ આશુ ખુશીના હતા. સર તમે જય ને કઈ રીતે છોડાવ્યો..... મે ઉત્સુકતા વશ સર ને પૂછ્યું.
મારો મિત્ર રાજન cid માં છે એ તો ખબર છે ને. સવારે તને અહીંયા મૂકીને હું એની પાસે ગયો હતો. ને વિડિયો કોલનો અને સ્ક્રીન રેકોર્ડનો આઈડિયા પણ એને જ આપ્યો. ને પછી મે એના કહેવા મુજબ બંને વિડિયો જોયા . એમાં બેકગ્રાઉન્ડમાં સમાનતા જોવા મળી.મને સમજાઇ ગયું કે જયને હોસ્ટેલના રૂમમાં જ રાખ્યો છે. હું સીધો હોસ્ટેલ ગયો . પણ એ રૂમ લોક કરેલ હતો. એટલે મને ખાત્રી થઈ ગઈ કે જય આ જ રૂમમાં છે. મે તરત જ રાજનને કોલ કર્યો. એણે હોસ્ટેલ સંચાલક ને કોલ કરી ને કહ્યું કે આ રૂમનો લોક તોડો નહીં તો તમારી હોસ્ટેલ માં આમારે પોલીસ લાવવી પડશે. પરિણામે રૂમ નો લોક તોડવામાં આવ્યો.... ને સાચે એમાં જ જય હતો. મે ઝડપથી જય ને જે ખુરશી સાથે બાંધ્યો હતો ત્યાંથી છોડાવી ને પછી એને હું બાર લાવ્યો . મે તને કોલ કરીને તારો મોબાઈલ ઓફ કરવી દીધો..... જેથી કરીને તરંગ તને કોલ કે મેસેજ ના કરે.... અત્યાર સુધી શાંતિ થી સંભાળી રહેલા મેડમ હવે બોલ્યા કે કોલેજ માં તમને કેમ ખબર પડી કે તરંગ નિરુને એ રૂમ માં લઈ ગયો હશે એ..... પોતાની આંખ ના આશુ લૂછતાં સર બોલ્યા. જે રાતે નીરુ અને જય મળ્યા એના બે દિવસ બાદ હું જ્યારે એ રૂમ પાસે થી નીકળતો હતો ત્યારે અંદર કંઇક વાતો થતી હોય એવું લાગ્યું. મે ધ્યાન થી સાંભળ્યું તો એમાં નીરુ ને બ્લેક મેઈલ કરવાની વાતો થતી હતી....એટલે મેં તરત જ નીરુ અને જય ને સાવચેત કર્યાં. એ દિવસે મે ક્લાસરૂમ ની બહાર નીકળીને મોબાઈલ ચાલુ કર્યો તો એમાં નીરુ એ મને કોલ કર્યો હતો એવો મેસેજ આવ્યો. મે તરત જ નીરુને કોલ કર્યો પણ કોલ ઉપાડ્યો નહિ.... પછી મેં જય ને કોલ કર્યો તો એનો નંબર ઓફ આવતો હતો.... મે નીરુ ને એના ક્લાસરૂમ માં ગોતી પણ એ ત્યાં નહતી. એટલે મને શક ગયો કે ક્યાંક તરંગ એને પેલા રૂમમાં તો લઇ નહિ ગયો હોય ને.એટલે હું એ બાજુ ગયો. ....... ને તમારો શક સાચો પડ્યો સર. તમે ના આવ્યા હોત તો કદાચ મારે કોઈને મોઢું બતાવવા જેવું ના રહેત..હું વચ્ચે જ બોલી ગઈ....
બસ હવે એવું ક્યારેય વિચારવાનું પણ નહિ.જે બન્યું એ ભૂલી જવાનું.સરે શિખામણ આપતા કહ્યું.સર હજુ એક પ્રશ્ન પૂછું.... મે સરને કહ્યુ... ને સરે એજ પ્રેમાળ હાસ્ય સાથે કહ્યું. હા પૂછ.સર તમારી પાસે એવું શું પ્રૂફ છે એ લોકો વિરુદ્ધ ??
જો નીરુ સાચું કહું તો મારી પાસે ખરેખર એકેય પ્રૂફ છે જ નહિ.આતો એ લોકોને મારો ડર રહે એટલે હું પેલો પટાવાળો સાંભળે એમ બોલ્યો હતો.... પણ સર હવે તરંગ એ પ્રૂફ માગશે ત્યારે શું કહીશું??? ને આપણે આમ ક્યાં સુધી એનાથી ડરી ને જીવવાનું...હું ગભરામણ સાથે બોલી.
નીરુ આપણે હવે એનાથી ડરવાનું નથી.... એક બે દિવસ એને એમ જ રમાડ્યા રાખવાનો કે સર પાસેથી પ્રૂફ લઈને તને આપી દઈશ. ત્યાં સુધીમાં એની પાસે રહેલ વિડિયો ક્લિપ ને ફોટોઝ એનો મોબાઇલ હેક કરીને ડિલીટ કરાવી નાખવાના છે. પછી આગળ શું કરવું એ ત્યાર બાદ ખબર પડશે.મને અત્યારે રાજને આટલું કરવાનું કહ્યું છે.
પણ હવે તમારા મિત્રને કહીને આ લોકોને જેલ ભેગા કરો ને .... ઓમને પોતાની પાસે લેતા મેડમ બોલ્યા.....
ના આપણે અત્યારે પોલીસ કેશ નથી કરવો. જો કેશ કરીએ તો આમાં નીરુ ની બદનામી થશે..... પેલા એકવાર તરંગના મોબાઈલ માંથી વિડિયો ને ફોટોઝ ડિલીટ કરાવી દઈએ પછી બધી વાત. રાજન મોબાઇલના સોફ્ટવેર અેક્સપોર્ટ દ્વારા તરંગના મોબાઇલને હેંક કરાવીને બધું ડિલીટ કરવી દયે પછી આગળ વધવાનું છે. ઓકે સારું ચાલો હવે બધા જમી લઈએ.મને તો બહુ ભૂખ લાગી છે.પેટ ઉપર હાથ ફેરવતા સર બોલ્યા.
હા ચાલો અમે તો જમી લીધું છે તમને જમાડી દવ.... એમ બોલી મેડમ કિચન તરફ ચાલવા લાગ્યા. હું , જય ને સર પણ એમની પાછળ પાછળ ચાલવા લાગ્યા..........
નીરુ કાલે ઓમ નો જન્મદિવસ છે તો તમે બંને આવજો આપણે નાની એવી પાર્ટી રાખીશું ને ક્યાંક બહાર જમવા જાશું........આટલું બોલી ને પાછા નીરુની આંખ માંથી આશુની ધારા ચાલુ થઇ ગઈ. અને રડતા રડતા બોલી કે અમને ક્યાં ખબર હતી કે ઓમ નો આ જન્મદિવસ અમે છેલ્લી વખત ઓમ સાથે ઉજવવા જઈ રહ્યા હતા.........

ક્રમશ:.......

ઓમ ને સાચે કોઈએ માર્યો હશે કે પછી અકસ્માત માં ઓમ મૃત્યુ પામ્યો હશે ??????

શું ગગન તરંગ અને એના મિત્ર ને સજા આપાવશે?????

શું થશે આગળ નીરુ અને જય નું?????

આ બધા સવાલ ના જવાબ માટે વાચતા રહો જીવન સંગ્રામ ૨ નું પ્રકરણ ૮ ......

આપના પ્રતિભાવ ની રાહે રાજુ સર..........