કળયુગના ઓછાયા - ૩૯ Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કળયુગના ઓછાયા - ૩૯

રૂહી અને અનેરી સાથે અક્ષત ને શ્યામ પણ હોસ્ટેલમાં પ્રવેશે છે. પણ મીનાબહેને પહેલેથી જ વોચમેન ને આપેલી સુચના મુજબ તે સામેથી આવીને બધાને અંદર લઈ જાય છે...તેઓ ત્યાં જઈને મેડમના રૂમમાં જાય છે ‌ મેડમ બધાને બેસાડે છે.

મીનાબેન : તમે લોકો સાભળો..મે અત્યારે બધા હોસ્ટેલવાળા માટે એક મીટીંગ રાખી છે કારણ કે આ બધી વસ્તુ કરતા પહેલાં બધાને જાણ હોવી જરૂરી છે.

રૂહી તમે લોકો મારા રૂમમાં અવારનવાર આવો છો સાથે આજે રાત્રે પણ અમુક વસ્તુઓ માટે ઘણા લોકોને શંકા થઈ હોય એવું લાગે છે.માટે હુ એ લોકોને સત્ય વાત છે જે આત્મા વિશે એ જણાવી દઉં જેથી છેલ્લે વિધિના સમયે કોઈ અડચણો ન આવે.

આસ્થા : રૂહી હું તમને લોકોને ત્યાં સુધી બીજી જે મહત્વની વાત જણાવવાની છું એ જણાવી દઉં....એટલે આગળ શું કરવું ખબર પડે.

આસ્થા પછી તેના પપ્પા એ કહેલી કેયા અને સમ્રાટ ની બધી વાત કરે છે...

રૂહી : પણ સમ્રાટ તો ફોરેન નહોતો જતો રહ્યો??

મિહિરભાઈ : હા બેટા એ પણ કેયાને બચાવવાનો એક નિષ્ફળ પ્રયાસ હતો...માણસ કદાચ બદલો લેવાનુ ચુકે પણ આત્મા થોડી એમ કોઈને મુકે??

શ્યામ : આ બહુ મહત્વની વસ્તુ છે કે લાવણ્યા અને સમ્રાટ ભલે અલગ અલગ રીતે , અલગ સમયે મૃત્યુ પામ્યા છે પણ તેમની આત્મા તો એક છે...તેમનો એ પ્રેમ જ સમ્રાટ ને આત્મહત્યા સુધી લઈ ગયો છે...અને હવે એ બંને આત્માનો મુખ્ય ધ્યેય છે કેયાને જીવતા જીવત મારવાનો...એ આત્માઓ કદાચ દુર હોવા છતાં સાથે મળીને કામ કરે છે.

રૂહી : તો હવે શું કરવું પડશે આ માટે ??

શ્યામ : આજે હુ અહીં તમારા રુમમાં લાવણ્યા માટે વિધિ કરી જોઉં. અને એ આત્મા અત્યારે સ્વરા માં છે. એટલે એના પર જ આ વિધિ કરવી પડશે... જો આજની મારી જે શ્રેષ્ઠ કહી શકાય એવી વિધિ કરવાનો છું હજુ સુધી એના દ્વારા કોઈ પણ આત્માને મુક્તિ નથી મળી એવું બન્યું નથી. આ વિધિ મે કરી નથી પણ કરતા જોઈ છે જ્યારે હું જર્મની હતો.

મિહિરભાઈ : બેટા આ વિધિથી ખરેખર આ બધી સમસ્યાઓનો ઉકેલ આવશે ખરો ??

શ્યામ : હુ મારાથી બનતો પ્રયાસ કરી જોઉં પછી કહું અંકલ....

રૂહી : બસ શ્યામભાઈ તમે વિધિ કરો. તમારે જે જરૂર હોય તે અમને કહો. અને આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ.

અક્ષત : હા આ બરાબર છે. અને શ્યામ તે આપેલા લિસ્ટ મુજબ હુ બધી વસ્તુઓ લઈ આવ્યો છું. એ મારો ફ્રેન્ડ હમણાં લઈને આવે છે. છતાં કંઈ ઓછું હોય તો કહેજે.

રૂહી : તે એ બધુ પણ લાવી દીધું છે. વાહ...બહુ સરસ પુર્વ તૈયારી છે.

એટલામાં મીનાબેન અંદર આવે છે. ચાલો હવે વાંધો નહીં. મે બધાને હકીકત જણાવી દીધી છે. અમુક જણા અત્યારે ઘરે જવા ઈચ્છે છે નજીકના છે તો મે એમને રજા આપી છે બાકીના અહીં રહેશે.

આસ્થા : મેડમ આ હોસ્ટેલ ના મેઈન ચેરમેન ને આવું કંઈ ખબર છે??

મીનાબેન : હા એ પંકજરાય ના ખાસ દોસ્ત છે એટલે એમણે જ આ વાત બધી એમને કરી દીધી છે સવારે અહીથી એ એમને જ મળવા ગયા હતા...

રૂહી : સરસ...તો ચાલો હવે રૂમમાં જઈએ. પણ સ્વરા ક્યાં છે??

આસ્થા : હા એ રૂમમાં ગઈ હતી. હું મારા પપ્પા સાથે વાત કરતી હતી એટલે.

રૂહી : અત્યારે એને એકલી મુકવી હિતાવહ નથી. ચાલો જલ્દીથી રૂમમાં જઈએ.

અક્ષતને તેનો ફ્રેન્ડ સામગ્રી આપી જાય છે એટલે બધા રૂમમાં જાય છે. અંધારું થયું ગયુ છે આમ પણ રાત પડી છે એટલે...

રૂમમાં પ્રવેશીને સ્વીચ ચાલુ કરે છે તો લાઈટ જ શરૂ થતી નથી.. આજુબાજુ ના બધા રૂમમાં તો લાઈટ ,પંખા બધુ શરુ હોય છે. બહારનુ એ રૂમનુ મીટર પણ ચેક કર્યું પણ એ શરૂ હોય છે...સ્વરા પણ ક્યાંય દેખાતી નથી.

રૂહી : રૂમમાં મોબાઈલ ની લાઈટ શરૂ કરીને અંદર તો જઈએ પછી જોઈએ કદાચ સ્વીચમા તફલીક હોય....

શ્યામ કંઈ કહેવા જાય એ પહેલાં જ રૂહી મોબાઈલમાં લાઈટ શરૂ કરીને અંદર પ્રવેશવા જાય છે ત્યાં જ અંધારામાંથી એક લોહીયાળ હાથ બહાર આવીને તેનો પગ ખેચીને અંદર ખેંચી જાય છે. અક્ષત તેને પકડવાનો બહુ પ્રયત્ન કરે છે પણ સામેથી પકડ એટલી મજબૂત પકડ હોય છે કે તે પોતે રૂહીનો હાથ છુટી જતા સામેની બાજુ જઈને પછડાય છે.

શ્યામ : આ બધી આત્માની જ ચાલ છે....કોઈ પણ આત્મા પોતાની જગ્યા એટલી સરળતાથી ન છોડે... પ્લીઝ હવે કોઈ જ કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરતા. હુ તમને કહું એ રીતે કરજો....

અક્ષત : અંદર તો કેટલુ અટ્ટહાસ્ય અને ભયાનક અવાજો સંભળાય છે અને રૂહી અંદર છે...એને કંઈ થશે તો ??
હુ અંદર જાઉં છું...

શ્યામ : પ્લીઝ , હુ તારી ચિંતા સમજું છું. રૂહીને કંઈ નહી થાય...પણ આવી કોઈ પાગલપન કરીને અમારે તને પણ ખોવાનો નથી... પ્લીઝ શાંતિથી ભગવાનનુ નામ લો બધા.

અક્ષત એક અજીબ ચિંતા સાથે થોડો રિલેક્સ થવાનો પ્રયત્ન કરે છે....

શ્યામ તેની પાસેથી એક બોટલમાંથી પ્રવાહી તે બારણા પાસે 
છાંટે છે અને મંત્ર બોલવાનુ શરૂ કરે છે...એ સાથે જ થોડીવારમાં બારણા પાસે પ્રકાશ દેખાય છે. અને એ તરફ બધા થોડા આગળ વધે છે શ્યામના ઈશારા મુજબ.

એનુ મંત્રોચ્ચાર જરા પણ અટક્યા વિના શરૂ હોય છે અને સાથે તે અનેરીને એ પ્રવાહી તેના કહેવા મુજબ અમુક અમુક સમયે છાંટવાનું કહે છે. અનેરીને આ બધુ ખબર હોવાથી તેમાં કોઈ ચુક વગર બધું થાય છે અને અંદર અજવાળું દેખાય છે....

અક્ષતની નજર તો રૂહીને જ શોધી રહી છે પણ રૂમમાં તો રૂહી દેખાતી નથી. ત્યાં જ બધાની નજર એ રૂહીના બેડ પર ઉંધી વિચિત્ર રીતે સુતેલી સ્વરા પર પડે છે....બધા ધીમે પગલે એ તરફ જાય છે....પણ અક્ષતના પગલાં ત્યાં રહેલા એ બાથરૂમ તરફ જાય છે....

એક ઝાટકા સાથે જ્યાં અક્ષત દરવાજો ખોલે છે ત્યાં રૂહી જમીન પર ફસડાય છે..... અક્ષત રૂહી બુમ પાડે છે....રૂહીના હાથમાં વાગ્યુ હોય છે...થોડુ લોહી વહી રહ્યું છે. પણ તે બેભાન અવસ્થામાં જ છે.

અક્ષત તેનો રૂમાલ લઈને તેના હાથ પર બાંધી દે છે એટલે એ લોહી વહેતું બંધ થઈ જાય છે...તે રૂહીને ઉંચકીને બહાર નીકળવા ઉભો થાય છે ત્યાં એને અરીસામાં લોહીથી ખદબદ હાથ દેખાય છે....

અક્ષતે હજુ સુધી સાંભળ્યુ હતું કે આવું છે પણ આજે તો અનુભવ્યું. તેને પડવાને લીધે હજુ પીઠનો દુખાવો થઈ રહ્યો છે છતાં તે રૂહીને ઉંચકી ને બહાર લઈ જાય છે.

એક બેડ પર તે એને સુવાડવા જાય છે પણ શ્યામ ના પાડે છે એ એને બાજુના રૂમમાં સુવાડવા નું કહે છે. અને અક્ષત તેને ત્યાં સુવાડે છે‌ ત્યાં પહેલેથી મીનાબેન, મિહિરભાઈ હોય છે. એટલે એ રૂહીનુ ધ્યાન રાખવાનું કહેતા તે ફરી બાજુના રૂમમાં જાય છે.

બાજુના રૂમનો દરવાજો ખોલે છે અને ત્યાં એ પણ બધાની સાથે સ્વરા પાસે પહોચે છે... અનેરી અને આસ્થા ધીમેથી તેને તેમની તરફ ફેરવવા જાય છે ત્યાં જ લાઈટ ચાલુ બંધ થવા લાગે છે....અને સ્પષ્ટ રીતે જોતાં ખબર પડે છે કે સ્વરાનો ચહેરો બદલાઈ ગયો છે.... એનામાં આત્મા અત્યારે સક્રિય છે....તે એકસાથે આસ્થા અને અનેરી બંનેનુ ગળુ પકડે છે અને બંનેને હવામાં ફંગાળવા જાય છે પણ આજે તો શ્યામ હાજર હતો તે ઝડપથી તેના પર એક ચમકતા પથ્થર જેવુ હોય છે એને સ્વરાના એ પકડેલા હાથ પર લગાડે છે ત્યાં જ એ બંનેને છોડી દે છે.

આથી એ બંને છુટી જાય છે પણ એ સ્વરા માં રહેલી આત્મા જોરજોરથી અટહાસ્ય કરવા લાગે છે....ને તરત જ રૂમમાં એકદમ અંધકાર છવાઈ જાય છે...

બધા એકબીજા ના હાથ પકડીને ભગવાનનુ નામ લેતા ઉભા રહી જાય છે....શ્યામ સિવાય દરેક જણા અત્યારે એકદમ ગભરાયેલા છે.....થોડી જ ક્ષણોમાં લાઈટ થઈ જાય છે પણ બધાના આશ્ચર્ય વચ્ચે આખા રૂમમાં એ આત્મા દેખાય છે...બધી જગ્યાએ એક જ સરખો ચહેરો.....બધા આમ જોતાં જ રહી જાય છે....આ વખતે તો શ્યામ ખુદ મુંઝાઈ જાય છે કે આમાંની સાચી આત્મા કઈ છે.....

શું થશે આગળ?? શ્યામ એ સાચી આત્માને ઓળખી શકશે ખરો ?? આત્મા હજુ ત્યાં રહેવા માટે કેવા નવાં નવાં રૂપો ધારણ કરશે અને કેવા કિમિયા અજમાવશે ?? એક આત્માની તાકાત નો સામાન્ય મનુષ્ય કેવી રીતે સામનો કરશે??

જાણવા માટે વાંચતા રહો, કળયુગના ઓછાયા -૪૦

બહુ જલ્દીથી........ મળીએ એક નવા ભાગ સાથે.....