ધ એક્સિડન્ટ - 19 Dhruv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ એક્સિડન્ટ - 19












" મિ. ધ્રુવ ... ?! "

ધ્રુવ અને પ્રિશા આયરા ને લઇને ઘરે જ જતા હોય છે કે ત્યાં કોઈએ ધ્રુવ ને બૂમ પાડી ...

" ઇન્સ્પેકટર ચાવડા તમે .. ?! "

ઇન્સ્પેકટર ચાવડા : મિ. ધ્રુવ મારે તમારી પૂછપરછ કરવી પડશે , માહિર ના એક્સિડન્ટ ને લઇને ...

ધ્રુવ : ઓકે .. તમે પૂછી શકો છો.

ઇન્સ્પેકટર : અહીં નહિ એ માટે તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે.

પ્રિશા : પોલીસ સ્ટેશન કેમ ? તમે અહીં પણ પૂછી જ શકો છો ને ?

ઇન્સ્પેકટર : કારણ કે અમને ધ્રુવ પર શંકા છે કે આમાં ક્યાંક એનો વાંક છે ...

ધ્રુવ : શું ? ઇન્સ્પેકટર .. તમે શું બોલી રહ્યા છો ? હું આવું શું કરવા કરું ?

પ્રિશા : ઇન્સ્પેકટર .. ધ્રુવ આવું ક્યારેય ના કરી શકે ... તમને જરૂર કોઈ મિસ અન્ડરસ્ટેન્ડિંગ થઈ રહી છે ...

ઇન્સ્પેકટર : અમને કેટલાક સબૂત મળ્યા છે જેના પરથી તમે જ શંકા ના ઘેરાવ માં આવો છો...
એક્સીડન્ટ ના થોડા સમય પહેલા જ તમે માહિર સાથે ઝગડો કર્યો હતો ... એવું તમારા ઓફિસ માંથી જાણવા મળ્યું છે અને જે કારમાં માહિર હતા , એ કાર પણ તમારી જ હતી ધ્રુવ ... તો બની શકે છે કે તમે જ બ્રેક ફેલ કરાવી હોય ...

ધ્રુવ : પણ સર એનાથી એ સાબિત નથી થતું કે મેં જ માહિર નો એક્સિડન્ટ કરાવ્યો હોય ..

ઇન્સ્પેકટર : તમારે જે પણ કંઈ કહેવું હોય એ પોલીસ સ્ટેશન આવીને કહેજો ... અત્યારે તમારે આવવું જ પડશે ...જો તમે નિર્દોષ છો તો ડરવાની કોઈ જ જરૂર નથી ... તમે જેટલું અમને કો - ઓપરેટ કરશો , એટલું તમારા માટે સારું રહેશે ...

પ્રિશા : ધ્રુવ ... આ બધું શું છે ?

ધ્રુવ : પ્રિશા.. I don't know .... but trust me .. હું એવું કંઈ જ ન કરી શકું કે જેનાથી તને હર્ટ થાય ... આયરા .. મેં એવું કંઈ જ નથી કર્યું ...

પ્રિશા : ઇન્સ્પેકટર .. તમે ધ્રુવ ને લઇ જઇ શકો છો ...

ઇન્સ્પેકટર : ત્રિપાઠી ... ચલો ... ( કોન્સ્ટેબલ ને ઈશારો કરે છે , ધ્રુવ ને લઇ જવા માટે )

ધ્રુવ : પ્રિશા ....?! તને મારા પર વિશ્વાસ નથી ?

ધ્રુવ પ્રિશાની સામે એક પ્રશ્ન સૂચક નજરે જોઈ રહ્યો હોય છે, જ્યારે પ્રિશા ગુસ્સામાં , પણ આંખોમાં આંસુ સાથે...

ધ્રુવ : ઇન્સ્પેકટર ચાલો ...હું તમને પૂરેપૂરો સપોર્ટ કરીશ ...

( ઇન્સ્પેકટર ધ્રુવ ને લઇને નીકળે છે . )

અત્યાર સુધી ચૂપ ઉભેલી આયરાને કંઈ જ સમજાતું નહોતું કે આ બધું શું ચાલી રહ્યું છે ...

આયરા : આ બધું શું છે પ્રિશા ? તારા હસબન્ડે આવું કર્યું ? પણ કેમ ? જો એણે હકીકત માં આવું કંઈ પણ કર્યું હશે ને તો I swear ... હું એને નહિ છોડુ...

પ્રિશા : તું આવીશ મારી સાથે આયરા ? ( આંસુ લૂછતાં બોલે છે ... )

અાયરા : તારા હસબન્ડે માહિર નો એક્સિડન્ટ કરાવ્યો અને તને એવું લાગે છે કે હું તારી સાથે આવીશ ...

પ્રિશા : આયરા ... પ્લીઝ અત્યારે શાંત થા ... તું જે ઈચ્છે છે હું પણ એ જ ઈચ્છું છું કે માહિર સાથે જેણે પણ કંઈ કર્યું , એને સજા મળે .. તારે મારી સાથે આવવું જ પડશે...

આયરા : ઓકે ફાઇન ...

*

" પ્રિશા ... મને એમ હતું કે તું હમેશાં મારી સાથે હોઈશ... મેં જે કંઈ પણ કર્યું છે અને જે પણ કંઈ કરું છું હમેશાં તારી માટે ... કારણ કે હું જાણતો હતો કે તું હમેશાં મારી સાથે રહીશ , મારી બેસ્ટ ફ્રેન્ડ બનીને... પણ ના ... હું ખોટો હતો .. I was wrong ... પ્રિશા ... "

ઇન્સ્પેકટર : ત્રિપાઠી... ધ્રુવ એ કંઈ ખાધું કે નહિ ...?

કોન્સ્ટેબલ ત્રિપાઠી : ના સર ... બે દિવસ થી એણે કંઈ જ ખાધું નથી ...

ઇન્સ્પેકટર : કોઈ જવાબ આપ્યા એણે ... ?

કોન્સ્ટેબલ : ના સર ... બસ ચૂપચાપ બેસી રહ્યા છે ... અહીં આવ્યા પછી એ કંઈ જ બોલ્યા નથી , ફકત એટલું જ બોલ્યા કે એ નિર્દોષ છે ... પણ તમને શું લાગે છે ? મને તો નથી લાગતું કે એમણે એવું કંઈ કર્યું હોય ... આટલા સજ્જન માણસ છે ... એમના વિશે આજ સુધી કોઈ જ ખરાબ વસ્તુ નથી સાંભળી ...

ઇન્સ્પેકટર : ત્રિપાઠી ... હંમેશા જેવું હોય એવું ના પણ દેખાય ... અને ક્યારેક જે દેખાય એ હોય પણ નહિ ...

to be continued......