ધ એક્સિડન્ટ - 18 Dhruv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

ધ એક્સિડન્ટ - 18








પ્રિશા:- ok.. એનું tention ના લઈશ અને સુઈ જા ચલ.

ધ્રુવ:- હા... late થઈ ગયું છે... good night

પ્રિશા:- અત્યારે UK માં દિવસ હશે, હું mail કરી ને સુઈ જઈશ.

ધ્રુવ:- ok પણ જલ્દી હા...

પ્રિશા:- અરે હા... તું સુઈ જા ચલ...

ધ્રુવ સુઈ જાય છે અને પ્રિશા લેપટોપ માં થી UK માં માહિર ના સેક્રેટરી ને mail કરે છે.

"Sorry પણ તમારા CEO માહિર નો india માં accident થયો છે so બને એટલું જલ્દી india આવી જાઓ અને જરૂરી હોય એ લોકો ને inform કરી દેજો."

અને પ્રિશા પણ સુઈ જાય છે..

બીજા દિવસે સવારે ...
10 વાગ્યા છે. ધ્રુવ અને પ્રિશા હોસ્પિટલમાં માહિર ના રૂમ ની બહાર બેસ્યા છે...

ડૉક્ટર:- hello mr.dhruv Good morning.

ધ્રુવ:- Good morning doctor... માહિર ના કેસ માં કોઈ improvement??

ડૉક્ટર:- હાલ કાઈ જ ના કઈ શકાય પણ હા... પ્રાર્થના કરો કે જલ્દી ઠીક થઈ જાય...

પ્રિશા:- થવું જ પડશે એને ઠીક (એક દમ ઊંચા અવાજે)

ધ્રુવ:- અરે પ્રિશા શાંત... હું વાત કરું છું ને...!

ડૉક્ટર:- it's OK (મોઢા પર smile લઈને ) mr. dhruv થોડા ઈન્જેકશન ની જરૂર પડશે તો તમે નીચે થી લાવી આપશો!

ધ્રુવ:- sure doctor

ડૉક્ટર:- આ લો.. આમાં ઈન્જેકશન લખેલાં છે એ તમને નીચે મેડિકલ સ્ટોર માંથી મળી જશે... લઈ ને નર્સ ને આપી દેજો...

ધ્રુવ:- ok sir . Thanks bye

ડૉક્ટર:- bye Mrs and Mr. Dhruv.

ધ્રુવ ઈન્જેકશન લેવા નીચે મેડિકલ સ્ટોર માં જાય છે ત્યાં એક ટેક્ષી આવી ને ઉભી રહે છે... એમાંથી black shoes, pink t-shirt & jeans નું પેન્ટ પહેરેલી એક છોકરી ઉતરે છે. એના સ્કીન ના color ઉપર થી india માં રહેતી હોય એવું નહોતું લાગતું પણ ધ્રુવ એના પર ખાસ ધ્યાન નથી આપતો અને મેડિકલ માંથી ઈન્જેકશન લઈ ને હોસ્પિટલ માં જવા જાય છે તરત બૂમ સંભળાય છે...

..... Excuse me..

ધ્રુવ:-Yes... how can I help you?

..... hy.. my name is Aayra. મારા friend નો accident થયો છે એને મળવા આવી છું. તમે હેલ્પ કરી શકો મને?

ધ્રુવ:- yes sure... કોઈ idea છે એ કઈ હોસ્પિટલમાં છે?

આયરા:- i think આજ હોસ્પિટલમાં છે ( મન માં વિચારે છે કે mail માં adress આ જ હોસ્પિટલ નું હતું.)

ધ્રુવ:-ok, નામ શું છે તમારા friend નું?

આયરા:- માહિર

ધ્રુવ:- માહિર ? ....અરે આવો આવો અમે જ તમને mail કર્યો હતો... હું માહિર ની friend નો husband છું... ધ્રુવ પટેલ...

આયરા:- ઓહ.. thank God ...and thanks to you ... માહિર ને કેવું છે હવે , એ ઠીક તો છે ને ... બહુ વાગ્યું તો નથી ને ... ( બોલતાં બોલતાં રડમસ થઇ જાય છે.. )

ધ્રુવ : ડોકટર નું કહેવું છે કે હાલ કંઈ જ કહી શકાય તેમ નથી ... હાલ તો તેની તબિયત બહુ જ ગંભીર છે...

આયરા : ઓહ પ્લીઝ મને એની જોડે લઈ જશો ..

ધ્રુવ : હા .. જરૂર. ... ચલો મારા સાથે...

( ધ્રુવ અને આયરા માહિર ના રૂમ ના પાસે પહોંચે છે... પ્રિશા રૂમ ના દરવાજા ના કાચ માંથી માહિર ને જોઈ રહી છે.)

ધ્રુવ:- પ્રિશા...( પ્રિશા ના ખભા પર હાથ મૂકીને )

પ્રિશા:- હા......(એક દમ ચોંકી જઈને એની આંખમાંથી આંસુ સાફ કરે છે)

ધ્રુવ:- UK થી માહિર ને મળવા કોઈ આવ્યું છે.

પ્રિશા:- અરે આયરા તું...! ( ખુશ થઈ ને એના ગળે લાગે છે)

આયરા :- હા...

પ્રિશા:- પણ મેં તો સેક્રેટરી ને કરેલો અને તને આ accident વિશે કોણે કહ્યું અને આટલા વર્ષ તું ક્યાં હતી?

આયરા:- બસ બસ બસ..... કહું છું શાંતિ રાખ... માહિર ની સેક્રેટરી UK માં એના business માં busy છે so મને inform કર્યું . તો હું જ આવી હતી.

પ્રિશા :- અને તું આટલા વર્ષ હતી ક્યાં....

આયરા:- mom dad ના ઑફ થયાં પછી મારું કોઈ નહોતું હું જોબ માટે બહુ જ ફરી પણ મને જોબ ના મળી, સંબંધીઓ એ પણ ઘર ના દરવાજા બંધ કરેલા... પણ એક દિવસ મારા મોબાઇલ માં mail આવે છે.

પ્રિશા:- કોનો?

આયરા:- માહિર નો... કે હવે જોબ નથી જ મળતી તો આવી જા .... UK મારી કંપની માં help કર જે અને આમ પણ નવી કંપની છે તો હેલ્પ ની જરૂર છે... તો હું માની ગઈ અને UK જતી રહી... સાચે મારુ કોઈ નહતું એ સમયે માહિર એ મને સાથ આપ્યો...

પ્રિશા:- હા એ પાગલ આખા ગામ ના દુઃખ માં સાથ આપે છે હમેશાં.

( ધ્રુવ ઈન્જેકશન આપવા માટે નર્સ પાસે જાય છે)

આયરા:- ધ્રુવ સાથે મુલાકાત થઈ...સારો હસબન્ડ છે એ...

પ્રિશા:- હા એ તો છે જ (મોઢા પર નાનકડું સ્મિત લાવી ને)

આયરા:- નસીબદાર છે જેમને એમનો પ્રેમ મળે છે...(ઉદાસ થઈ ને)

પ્રિશા:- કેમ આવું બોલે છે?

આયરા:- અરે કંઈ જ નહીં એમ જ...

પ્રિશા:- are you sure?

આયરા:- yes... dear... I'm fine..

( આયરા અને પ્રિશા રૂમ ના દરવાજા ના કાચ માંથી માહિર ને જુવે છે.
અને મોઢા પર ભરાવેલું ventilation અને હાથ માંથી જતી નળીઓ જોઈને બંને ની આંખ માં પાણી આવી જાય છે પણ પ્રિશા આયરા સામે એ જાહેર નથી કરી શકતી. ત્યાં ધ્રુવ પાછો આવે છે)

ધ્રુવ:- પ્રિશા...મમ્મી નો કોલ હતો કે લંચ થઈ ગયું છે તો ઘરે આવો...

પ્રિશા:- આયરા તારે અમારા જોડે જ રહેવાનું છે , તારી રહેવાની સગવડ થઈ ગઈ છે...

આયરા :- અરે it's OK ... હું hotel માં રોકાઈ જઈશ.

પ્રિશા:- જ્યાં પોતાના ઘર હોય ત્યાં કોઈ hotel માં રહે સારું ના લાગે.

ધ્રુવ:- ચાલો આયરા

આયરા :- ok baba ok હું આવું છું...

to be continued.....