K.D. RAJODIYA ની ડાયરી - ૫ KALPESH RAJODIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

K.D. RAJODIYA ની ડાયરી - ૫

સ્ત્રીત્વ

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवत:।
यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफला: क्रिया:।।

અર્થાત
જ્યાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે, દેવતાઓ રમન કરે છે અને જ્યાં તેમનો અનાદર થાય છે, બધી ક્રિયાઓ નિરર્થક હોય છે.જ્યાં સ્ત્રીની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવતાઓ પણ ત્યાં રહે છે.
પણ અત્યાર ના સમય માં આપણે સ્ત્રી ઓ નું સન્માન કરતા ભૂલી ગયા છીએ.આજ ની સોશીયલ મીડીયા નિ દુનિયા માં નાના વિચારો ને કારણે મોટું કૃત્ય કરે છે . અને સોશીયલ મિડીયા જેવા કે વોટ્સ અપ, ફેસ બુક, ઇંસ્ટાગ્રામ પર છોકરી કે સ્ત્રી ઓ ને આડકતરી રીતે બદનામ કરવા માં આવે છે.જેમ કે કપડાં પહેરવા નિ બાબત, સ્ત્રી બેવફા છે બીજી ઘણી બધી વાતો પર બદનામ કરવા માં આવે છે. કેમ કે આ બદનામી ની કારણ પણ અમુક સ્ત્રીઓ નાં કારણે જ થાય છે જે વાહિયાત સોશીયલ મિડીયા જેવા કે ઓનલાઇન ડેટિંગ, ને બધી એપ ને કારણે જ થાય છે.

થોડા દિવસ પહેલા હું કાજલ ઓઝા વૈદ્ય નિ યૂટ્યુબ પર સ્પીચ સાંભળી રહ્યો હતો. ત્યારે કાજલ ઓઝા વૈદ્ય એ એવું કીધું કે આપવું એ સ્ત્રી નો ધર્મ છે, જેમ કે જમીન, સ્ત્રી ,ગાય ,નદી, જેવા બીજા ઘણાં બધાં સ્ત્રીલિંગ એવા છે જે આપવા માં માને છે .અને એ એના આપવા ના બદલા માં એ કશું પણ માંગતી નથી. જેમકે તમે જમીન ને બીજ આપશો તો એ તમને અનેક ગણુ અનાજ આપશે,ગાય ને તમે ચારો આપશો તો એ તમને દૂધ આપશે, નદી નિ તમે પૂજા કરશો તો એ તમને ક્યારે ય પાણી વગર નહી રાખે.

એ જ રીતે જો તમે સ્ત્રી ને મકાન આપશો તો એ ઘર બનાવી ને આપશે,રૂપિયા આપશો તો લક્ષ્મી માં રુપાંતર કરશે, અનાજ આપશો તો ભોજન બનાવી ને આપશે, અને સૌથી મહ્વપુર્ણ જો તમે એને sperm આપો તો એ તમને એક નવા જીવ નું નિર્માણ કરી ને આપશે પણ યાદ એટલું રાખવા નું કે તમે જે એને આપો છો. એ એમનું અનેક ગણું કરી ને તમને આપશે. અને એ વખતે તમે એ સ્વીકાર કરવા માટે તૈયાર હોવા જોઈએ. જો તમે એને માન આપશો તો એ તમને અનેક ગણું માન આપી , તમ એનો તિરસ્કાર કરશો તો એ તમને અનેક ગણો તિરસ્કાર કરશે. કેમ કે અનેક ગણુ કરી ને પાછું આપવું એ સ્ત્રી નો સ્વભાવ છે. એટલે આપણે એનો સ્વીકાર કરવા તૈયાર રેહવું જોઈએ. કેમ કે કાળી અને દુર્ગા માં કોઈ ફરક નથી બન્ને એક જ છે.

આ સ્પીચ સાંભળી પછી મને વિચાર આવ્યો કે વાત તો બરાબર છે જમીન, ગાય, નદી આ બધી સ્ત્રીલિંગ છે આપને જે આપશું એ જ પાછું મળશે.પણ આપણે તો સ્ત્રી ને સન્માન નથી આપતા .એનો આદર નથી કરતા ,અને પ્રેમ ના નામ પર તો શાયદ આપણે સ્ત્રી ને ઠગી રહ્યા છીએ.સુંદર સ્ત્રી પર આકર્ષણ થાય એટલે આપણે એને પ્રેમ સમજી ને એની સાથે રહીએ. અને એજ સમય માં જો કોઈ બીજી સુંદર સ્ત્રી પર આકર્ષણ થાય તો આપને પેલી વળી ને છોડી દઈ એ છે. અને તિરસ્કાર કરી એ છે .તો જે આપણે કરીએ છીએ એનું અનેક ગણું પાછું મળશે. એટલે જ મને લાગે છે આજ કાલ નિ સ્ત્રી ઓ જે કરે છે એનું કારણ પણ આપણે જ છે.

પણ હાલ માં સમય માં તો આપણે આપણા ઘર નિ સ્ત્રી "માં , બહેન, પત્નિ' ને સન્માન તો કરતાં નથી. અને એટલે હા આપણાં ઘર નિ અંદર તામસી વાતાવરણ રહ્યું હોય છે કેમ કે "માં" એ આપણા માટે જે કર્યું હોય છે એને ભૂલી ને કોઈ કારણ વગર આપણે એની પર ગુસ્સે થઇ જતાં.એમજ "પત્નિ" ને આપણે હંમેશા કહેતા હોઈ એ છે કે તને ખબર ના પડે , આ બધું આપણા ઘર ને નાશ કરવા પૂરતું છે.

એટલે જ કેહવા માં આવ્યું છે

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवत:।
यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफला: क्रिया:।।

"સ્ત્રી નું સન્માન કરોઅને આદર કરો"