કોરો કાગળ
"અરે આ કોણ છે હવે , ક્યાં થી આવી છે,કોની છે ટપાલ,આ ટપાલ પાંચમી વખત આવી છે અને દર વખતે ટપાલ માં થી કોરો કાગળ નિકળે છે.અને દર વખતે આ ટપાલ તમે જ લઇ ને આવી છો, શું તમે પણ આ આધુનીક મોબાઇલ માં જમાના માં ટપાલ લઇ ને આવી જાવ છો."સૃષ્ટિ એ ગુસ્સા માં ટપાલી ને કહ્યું ,અને કહ્યું કે હવે હું ટપાલ માં થોડું લખી ને આપી છું એ તમે આ ટપાલ જ્યાં જ્યાં થી લાવ્યા છો એમને પાછો આપી દેજો.
આટલુ કહી ને સૃષ્ટિ એ કોરો કાગળ કાઢ્યો અને કાગળ માં લખ્યું,"તમે જે હોય એ કાગળ માં લખવું નાં હોય તો મોકલવો નહી, અને જો લખવો જ હોય તો તમારો પરિચય અવશય કરવો"આટલુ લખી ને કાગળ પાછો ટપાલી ને આપ્યો.અને કહ્યું કે આપી દેજો એમને જેમનો આ કાગળ છે.
**********
"તમે જે હોય એ કાગળ માં લખવું નાં હોય તો મોકલવો નહી, અને જો લખવો જ હોય તો તમારો પરિચય અવશય કરવો"આટલું વાંચી ને ,અવધ નાં મોં પર નાની એવી સ્માઈલ આવી ગઈ.અને ફરી વખત કોરો કાગળ લીધો અને ઇન્ક પેન માંથી થોડી ઇન્ક કાગળ પર ફેંકી અને અંતે સાઈન કરી ને કવર માં પેક કરીને ફરી પેહલા જે ટપાલી હતો એને 500 નિ નોટ પકડાવી ને કહ્યું કે આ કાગળ ટપાલ કરી આવજો.
***********
ટ્રિંગ ટ્રીંગ ડોરબેલ વાગી, સૃષ્ટિ એ દરવાજો ખોલી ને જોયું તો ટપાલી હતો,અને ટપાલી ને જોઈ ને કીધું કે આવી ગયા તમે ફરી ટપાલ લઇ ને ... ઠીક છે લાવો ટપાલ અને ઉભાજ રહો કઈ લખ્યું હોય તો તમારી સાથે. જ પાછો મોકલાવી આપુ જવાબ લખી ને.
સૃષ્ટિ એ ટપાલ લઇ ને ખોલી જોયું તો કઈ જ લખ્યું ન હતું બસ કાગળ પર ઇન્ક નાં દાગ જોયા અને નીચે સાઈન કરેલી જોઈ.આ જોઈ ને થોડો ગુસ્સો પણ આવ્યો અને વિચાર પણ આવ્યો કે કેમ આવું કર્યું હશે.આની પાછળ નું કારણ શું હોઈ શકે છે.??થોડો વિચાર કર્યો પછી સૃષ્ટિ એ એ જ કાગળ પર લખવા નિ શરૂઆત કરી.
"તમારી હરકત થી મને તો લાગી રહ્યું છે કે તમે એક mr. છો.તમે શું કેહવા માંગો છો એ મને ખબર નથી પડતી અને મને ગુસ્સો પણ આવી રહ્યો છે તમારી હરકત પરથી એટલે હવે મહેરબાની કરી ને કોઈ પત્ર મોકલવા નિ જરૂર નથી." આટલું લખી ને સૃષ્ટિ એ પત્ર ટપાલી ને આપ્યો એને મોકલી આપવા કહ્યું.
**********
અવધ ને ટપાલ મળી , ટપાલ વચી ને નિરાશ થયો. કેમ કે સૃષ્ટિ એ પત્ર લખવા નિ નાં પાડી હતી. અને પોતા ની જ જાત પર ગુસ્સો આવતો હતો કોરો કાગળ મોકલવા પર. અને દુઃખ થયું કે શાયદ કઈ લખ્યું હોત તો આજે એ મારી ફિલિંગ (ભાવના ઓ) સમજી ગઈ હોત.
આ વાત પર દુઃખ કરતાં કરતાં અને સૃષ્ટિ નાં વિચાર કરતા દિવસો નીકળતા નીકળતાં બે અઠવાડિયું થઈ ગયા.
**********
બીજી બાજુ સૃષ્ટિ ને પણ બે અઠવાિયાથી કોઈ ટપાલ ન મળતાં થોડી બેચેન થવા લાગી હતી.અને ઈચ્છા રાખતી હતી કે ફરી એકવાર કોરો કાગળ આવે.
*********
હજુ પણ અવધ સૃષ્ટિ નાં વિચારોમાં ખોવાયેલ હતો.એટલા માં મોબાઇલ મા કૅલેન્ડર નિ નોટીફિકેશન આવિ . નોટીફિકેશન મા સૃષ્ટિ નાં બર્થ ડે ની નોટીફિકેશન હતી.અચાનક અવધ ને વિચાર આવ્યો કે ફરી કોરો કાગળ અને એક ગીફ્ટ લઈ ને હું જ પોહચી જાવ એના ઘરે.
**********
7 may અને સોમવાર ની સવારે અવધ સૃષ્ટિ નાં ઘરે પોહચી ગયો . ડોરબેલ વગાડી .
સૃષ્ટિ દરવાજો ખોલતા જ અવધ ને જોઈ ને અચંબિત થઈ ગઈ.7 વર્ષ પછી આજ દિવસે અવધ ને જોયો .સૃષ્ટિ એ પોતા નિ જાત ને થોડી સાંભળી ને અવધ ને અંદર આવવા કહ્યું.
અવધ અંદર આવતા નિ સાથે જ સૃષ્ટિ એ સવાલ કર્યો કે અચાનક અહી કેમ.???
થોડી વાર શાંત રહી ને અવધ એ જવાબ આપ્યો. કે અચાનક નહિ છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં નાં તના પત્ર લખી ચૂક્યો છું સોરી કોરો કાગળ મોકલાવ્યો હતો. મને લાગ્યું કે તને યાદ આવી જશે પણ નાં આવ્યું.
સૃષ્ટિ એ થોડા ગુસ્સા માં આવી ગઈ અને કીધું કે તારી યાદ તો મને રોજ આવતી હતી. પણ અચાનક આ ટપાલ મા કોરો કાગળ આવવા લાગ્યો. મને લાગ્યું કે કોઈ બીજું જ હશે કેમ કે આપને જ્યારે છૂટા પડયા આજ દિવસે એ પછી મને નાં હતું કે આપને ફરી મળીશું પણ એટલે એ કોરા કાગળ મોકલ્યાં એના પર ગુસ્સો આવ્યો હતો. અને તારી કોઈ નિશાની પણ નાં મળી કે તું જ હોઈશું એ કોરો કાગળ મોકલ નાર, આટલું કહેતાં સૃષ્ટિ નાં આંખ માં જળજલિયા આવિ ગયા.
અવધ સૃષ્ટિ નિ માફી માગી અને કહ્યું કે હવે ક્યારેય નઈ જાવ . અને સૃષ્ટિ નાં હાથ મા ગીફ્ટ આપ્યું,અને એ ગીફ્ટ ખોલવા કહ્યું.
સૃષ્ટિ એ ગીફ્ટ ખોલ્યું એમાં પેહલા એક કાગળ મળ્યો .એમાં લખ્યું હતું કે મારી બધી ફિલીંગ હું આ કાગળ મા લખવા માગતો હતો પણ મારી પાસે શબ્દો ન હતાં એટલે હમેશા તને કોરો કાગળ મોકલાવ્યો હતો. અને કાગળ નિ છેલ્લી લૂંટી મા લખ્યું હતું કે will you merry me.
કાગળ મૂક્યો અને બોક્સ માંથી બીજું ગિફ્ટ કાઢ્યું અને જોયું તો રીંગ હતી.
થોડી વાર પછી સૃષ્ટિ એ આવધ ને કહ્યું કે એક વાર તે આ કોરા કાગળ મા તરી ભાવના ઓ ને લખી હોત તો હું તારી સાથે ક્યારે નિ લગ્ન કરી લેતી.
આ સાંભળી ને અવધ ર સૃષ્ટિ ને હગ કરી લીધું, અને મન માં વિચાર્યું કે શરૂઆત આ કોરા કાગળ થી થઇ હતી તો અંત પણ કોરા કાગળ થી જ થવો જોઈ એ.