ઉમ્મીદ રાખવી કે નઈ.????
ઉમ્મીદ કેટલો સરસ મજાનો શબ્દ છે. જેટલો મસ્ત આ શબ્દ છે એટલો જ સરળ અને અટપટો છે. કેમ કે આ શબ્દ તમને અનહદ આનંદ / ખુશી આપી શકે છે એટલો જ તમને હતાશ અને નિરાશ કરી શકે છે.
ઉમ્મીદ વગર આપણા જીવન ની કોઈ અહેમિયત રેહતી નથી કે નથી આપણે ખુશ રહી શકતાં. પણ ઉમ્મીદ રાખવા છતાં પણ આપણે ખુશ નઈ થઈ શકતા.
આ શબ્દ નિ કરામત જુઓ તમે , જો તમે તમારા માતા - પિતા , ભાઈ , બહેન, દાદા અને બીજા પરિવાર પાસે ઉમ્મીદ રાખી હોય તો એ તમને કયારેય હતાશ કે નિરાશ નઈ થવા દે. પણ જો તમે તમારા મિત્રો , તમે જેને ચાહો છો, તમે જેની પર ભરોસો કરો છો આ બધાં પર ઉમ્મીદ કરી શકાય છે પણ ક્યારે એ ઉમ્મીદ નાં કરવી કે તમે જે ઈચ્છા રાખતા હોય એ જ થાય.કમ કે આ બધા આપણ ને નિરાશ કરી શકે છે. નહી નિરાશ જ થવું પડે છે.
મને આ સરળ અને અટપટા શબ્દ ઉમ્મીદ પર લખવા નું એટલે માં થયું કે, મારાં એક મિત્ર ની સાથે જે થયું એના પરથી વિચાર આવ્યો કે કેમ આ ઉમ્મીદ શબ્દ પર મારા મિત્ર સાથે જે થયું એના પર લખું.
તો લ્યો હવે તમે શાંતિ થી બચવા નું ચાલું કરો . વાત કોલેજ નાં પહેલાં વર્ષ ની છે. મારો મિત્ર એટલે કે સેમી એને એક છોકરી એટલે કે શાલિની ગમી ગઇ હતી. સેમી દેખાવ માં તો ઠીકઠાક હતો.અને છોકરી એના કરતાં થોડી સારી દેખાતી હતી. શરૂઆત ના સમય માં શાલિની એની સાથે વાતો કરતી ને મળતી. સમય જતાં સેમી ને એ વધારે પસંદ આવવા લાગી.અને એજ સમય માં શાલિની એના કોઈ સ્કૂલ નાં ફ્રેન્ડ સાથે relationship મા ચાલી ગઈ.એને ખબર પડી કે સેમી એને લાઈક કરે છે એટલે એમને એના સ્કૂલ ફ્રેન્ડ સાથે relationship મા ગઈ .આ વાત ને સેમી ને ખબર પડી તો પણ એને શાલિની ને પસંદ કરવા નું બંધ નાં કરી ને એને વધારે ચાહવા લાગ્યો.જેમ જેમ સેમી શાલિનિ નજીક ગયો એમ એમ શાલી નિ દૂર જવા ની કોશિશ કરવા નિ શરૂ કરી દીધી.તો પણ સેમી એ એક ઉમ્મીદ રાખી ને ચાહવા નું શરૂ જ રાખ્યું. કેમ કે એમને ક્યાંક વાંચ્યું તું
"जीवन में उम्मीद ना हो तो समझो कुछ नहीं है। राही उम्मीद का दामन पकड़े अपनी मंजिल की डगर पर निकलता है। उम्मीद है तो सब कुछ है। उम्मीद एक अहसास या हौंसले की तरह होती है। इसका कोई रूप-रंग नहीं है, लेकिन हर आदमी इसी के सहारे ज़िंदा है। "
સેમી નું કંઇક આવું જ હતું કે ક્યારેક તો એ આવશે મારી પાસે મારી ચાહત ને જોઈ ને .
तेरी उम्मीद तेरा इंतज़ार करते है,
है सनम हम तो सिर्फ तुमसे प्यार करते है….
मुद्दतें बीत गयी आज पर यार-ए-ज़िद्द ना गयी,|
बंद कर दिए गए दरवाजे मगर उम्मीद ना गयी||
આ ઉમ્મીદ પર સેમી ૩ વર્ષ સુધી શાલિની નિ સાથે વાત કરવા નું ચાલુ રાખ્યું તો પણ કંઈ મેળ નાં પડ્યો .પણ હા એક વાર બન્ને વચ્ચે ખરાબ એવી લડાઈ થઈ ગઈ. અને બન્ને વચ્ચે એક બીજા સામે જોવા નાં હી સબંધ નાં રહ્યાં.
આ બધું થઈ ગયા પછી સેમી નાં સ્વભાવ માં થોડો બદલાવ આવ્યો .તો મને જાણવા નિ ઉત્સુકતા થઈ આવી અને એક દિવસ સેમી ને એકલો બેઠેલો જોઈ ને એની પાસે જઈ ને પૂછ્યું કે શું થયું સેમી કે આટલો બધો બદલાઈ ગયો.
સેમી એ ધીમે ધીમે એની આખી વાત મને કરી.૧ વર્ષ થી લઇ ને ૩ વર્ષ શુદી જે થયું એ બધું કહેતા કહેતા એ. રડવા લાગ્યો. અને બોલ્યો આ ઉમ્મીદ રાખવી જ નાં જોઈ એ.