આગલા ભાગમાં આપણે જોયું કે જયરાજ હસીનાને પકડવા માટે જાસ્મીનની શોધખોળ કરે છે, હસીનાને ઇશિતા ઓળખી જાય છે, હસીના અનુષ્કાને આજે રાત્રેજ મારી નાખવાની વાત જણાવે છે, હવે આગળ,
હસીના જાસ્મિનને ફોન કરીને મળવા માટે બોલાવે છે,
જાસ્મીન દરવાજાથી પ્રવેશ કરે છે, અંદર ખુબ અંધારું હોય છે...
જાસ્મીન : દીદી, ક્યાં છો તમે??
હસીના : સરપ્રાઈઝ....
આટલું બોલતાની સાથે જ રૂમમાં લાઈટઓ ચાલુ થાય છે,
અને સામેના ટેબલ પર હેપી બર્થડે જાસ્મીનના નામ ની કેક પડી હોય છે...
જાસ્મીન તો આ બધું જોતાજ ખુશ થઈને નાચવા લાગે છે..
હસીના જાસ્મીનની પાસે આવે છે અને એના માથે હાથ ફેરવતા જણાવે છે કે, ' આ બધું મારી પ્રિય બહેન જાસ્મીન માટે'
જાસ્મીન : થૅન્ક યુ દીદી, આટલી બધી ખુશી મને કયારેય નથી મળી.... લવ યુ સો મચ...
હસીના : આ બધું તારા પ્રેમ આગળ કાંઈજ નથી,
એટલામાં હસીનાના મોબાઈલમાં રિંગ વાગે છે,
હસીના : હેલો?? શું?? હે ભગવાન આ દિવસ આટલી જલ્દી આવી જશે એવું મેં નહોતું વિચાર્યું.... સારુ રાખ
જાસ્મીન (ચિંતિત સ્વરે ) : શું થયું દીદી?? તમે આટલા બધા તણાવમાં કયારેય નથી હોતા?? શું થયું કહો મને??
હસીના : જાસ્મીન પોલીસે તારા મોબાઈલને ટ્રેસ કરી દીધો છે, એ લોકો હવે તને પકડી જશે પણ તું ચિંતા ના કરીશ, હું તને કાંઈજ નહીં થવા દઉં, હું બધું મારી ઉપર લઇ લઇશ...
જાસ્મીન : ના દીદી તમે નહીં આપો કુરબાની, તમે મારા માટે ઘણું બધું કર્યું છે એ અહેસાનો ચૂકવવાનો સમય આવી ગયો છે, પોલીસ માટે જાસ્મીન જ હસીના બનશે, ચિંતા ના કરો, હું મરી જઈશ પણ તમારું નામ કયારેય નહીં આવવા દઉં....
હસીના જાસ્મીનને ગળે વળગાડી દે છે અને ખોટા આંસુ સારતી નાટકો કરે છે, એની જાળમાં જાસ્મીન ફસાઈ જ ગઈ એ વસ્તુની ખુશી અનુભવે છે...
હસીના : તો જાસ્મીન એ માટે હું મોહિતને કહીને Dr.ને બોલવું છું, તારી જીભ કપાઈ જશે તો તું કાંઈજ નહીં કહી શકે પોલીસને... માફ કરજે બહેન... હજુ મોડું નથી થયું હું જ પોલીસની સામે આવી જઉ
જાસ્મીન : ના ના દીદી તમે નહીં આવો, તમને મારા સમ છે જો તમે આવ્યા તો, તમે ડૉક્ટરને બોલાવી લો હું જીભ કપાઈ દઉં છું
થોડીવારમાં નકલી ડૉક્ટર બનીને હસીનાનો માણસ જ આવે છે અને જાસ્મીન ખુશી ખુશી પોતાની જીભ કપાવી દે છે, અસહ્ય દુખાવાના લીધે જાસ્મીન બેભાન થઇ જાય છે, એની આંગળીઓ પણ કાપી નાખવામાં આવે છે અને એને સાબરમતી આશ્રમ જતા દધીચિ બ્રિજની નીચે રસ્તામાં ફેંકી દેવામાં આવે છે....
થોડીવાર બાદ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફોન આવે છે,
ઇન્સ્પેક્ટર સોનિયા : હેલો, સાબરમતી પોલીસ સ્ટેશન...
ફોન કરનાર : મેડમ હું મુકેશ બોલું સુ, આંહી દધીસી બ્રિજની નીચે એક સોકરી પડેલી સે ??
ઇન્સ્પેક્ટર સોનિયા : તે જીવિત છે કે મૃત??
મુકેશ : મેડમ મેં એવું બોધું તો જોયું નથી, મને એની પાસે જતા બીક લાગે સે
સોનિયા : સારુ આવું છું હું, તું ત્યાંજ રહેજે..
ત્યારબાદ સોનિયાને જયરાજની પત્ની વિશે ખબર હોય છે અને એમ પણ સોનિયા અને જયરાજ બેઉ સારા મિત્રો પણ હોય છે એટલે એ તરત જયરાજને ફોન લગાવે છે,
જયરાજ : બોલો ઇન્સ્પેક્ટર સોનિયા શું કામ પડ્યું??
સોનિયા જયરાજને જણાવે છે અને તરત દધીચિ બ્રિજ પાસે આવી જવાનું કહે છે...
જયરાજ સીધો પોલીસ સ્ટેશનથી નીકળીને દધીચિ બ્રિજ પાસે જવા નીકળે છે,
થોડીવારમાં જયરાજ ત્યાં પહોંચે છે,
ત્યાં એમ્બ્યુલન્સમાં ડૉક્ટર સાહેબ તપાસે છે, જયરાજ જેમ જેમ એમ્બ્યુલન્સની પાસે જાય છે તેમ તેમ તેના ધબકારા વધતા જ જાય છે, અને જેવો એ દરવાજા પાસે ઉભો રહીને જોવે છે કે તરત એને રાહત થાય છે એ જોઈને કે તે છોકરી ઇશિતા ન હતી, ત્યારબાદ તે ઓળખી જાય છે કે તે જાસ્મીન જ છે, ઇન્સ્પેક્ટર સોનિયા જયરાજ પાસે આવે છે,
સોનિયા : જયરાજ મને તારા વિશે જાણ થઇ હતી, અહીંયા આવ્યા પહેલા મને પણ એજ ડર હતો જે તને હતો પણ તેમ છતાં ઇશિતાને શોધવી પણ ખુબ જરૂરી છે, તું ચિંતા ના કરીશ આપણો પોલીસ ડીપાર્ટમેન્ટ એને જલ્દી શોધી કાઢશે, આ લેટર તારા નામનો છે જે આ જાસ્મીન પાસેથી મળી આવ્યો છે,
જયરાજ તરત લેટર હાથમાં લે છે અને એની અંદર રહેલો કાગળ ખોલીને વાંચે છે,
ડિયર જયુ,
હસીના અને જાસ્મીન બેઉ તારા હવાલે થઇ ગયા છે, આ મારો છેલ્લો કાગળ છે તારી માટેનો, કેમકે હવે હું ખુદ જ તારી પાસે આવી ગઈ છું, તારી પાસે હોવા છતાં તું મારી જોડેથી કાંઈજ નહીં ઉગલાવી શકે, મારી જાતને નુકસાન કરીને મેં તારા છેલ્લા પ્રયાસોને પણ મારી નાખ્યા છે, હવે તું ચાહીને પણ કશુંજ નહીં કરી શકે, રહી વાત તારી વ્હાલી પત્નીની તો મારા માણસો એને સમય પર છોડી દેશે, તો તારી એક ચિંતા તો દૂર થઇ પણ હા અનુષ્કા બહુ જલ્દી તને ભેટો કરાવશે પોતાનો.... એનો ખાતમો થઈજ ચુક્યો છે પણ એની લાશ તને ક્યાંથી મળશે એ તારે જાતેજ શોધવું પડશે...
મેં જે કાંઈ પણ કર્યું એનો મને રતિ ભર પણ અફસોસ નથી, અને હવે મને મારા જીવવાનો પણ કોઈ મોહ નથી, મેં જે ધાર્યું હતું એ થઈજ ગયું એટલે હવે હું શાંતિથી મરી શકીશ...
ગુડ લક
ફ્રોમ, હસીના
લેટર વાંચીને એ લેટર જયરાજ સોનિયાને આપે છે, સોનિયા પણ એ લેટર વાંચીને ગુસ્સે થાય છે,
સોનિયા : જયરાજ આનો હવે જરાય ભરોસો ના કરાય, ઇશિતાને એ છોડીજ દેશે ટાઈમ પર એની શું ગેરંટી??
જયરાજ : જાણું છું એટલે આપણે આપણી રીતે પ્રયત્નો ચાલુજ રાખવાના છે બરાબર
સોનિયા : હમ્મ બરાબર, આ જાસ્મીન કે હસીના જે હોય એ એને ભાનમાં આવતાજ રિમાન્ડમાં લેજે ભલે પછી મરી જતી, સારુ ત્યારે હવે હું પણ નીકળું અહીંથી, જય હિન્દ
જયરાજ : હમ્મ જય હિન્દ..
આ બાજુ જયરાજ પોલીસ સ્ટેશન આવે છે,
કિશન : જોયું તે ન્યુઝમાં??
જયરાજ : શું??
કિશન : એ જ કે લેડી કિલર પકડાઈ ગઈ છેવટે,
વાર્તાની પ્રથમ ઘટના,
પોલીસ ઇન્સ્પેક્ટર જયરાજ ઝાલા અને બીજા સબ ઇન્સ્પેક્ટર કિશન શાહ આજે પાર્ટી કરવાનાં મૂડ માં હતા, હોય પણ કેમ નહિ તેમણે આજે એક ભયાનક મર્ડર મિસ્ટ્રી સોલ્વ કરી લીધી હતી,
જયરાજ : યાર આજે તો ઘણા દિવસો પછી મને શાંતિ થી ઊંઘ આવશે.
કિશન : સાચું કીધું તમે મારી પણ આવી જ હાલત છે,...
ફાઈનલી આપણે એ હરામખોર ને પકડી જ લીધી.
જયરાજ : કિશન એ પકડાઈ તો ગઈ પણ ખબર નહિ મને અંદર થી એવું લાગે છે કે આમાં એની એકલી નો હાથ ના હોઈ શકે...
જે રીતે મર્ડર થયાં છે એ જોઈને મને નઈ લાગતું કે એનામાં આટલી હિંમત હોય.
કિશન : ના ના સાહેબ આ સીરીયલ કિલર દેખાવ માં તો સીધા સાદા જ લાગે છે પણ અંદર થી ખૂબ જ ખૂંખાર હોય છે.
જયરાજ : હા તું કહે છે એમ બની શકે, હું ખોટું ટેન્શન લઉં છું. અનુષ્કાને ના બચાવી શકવાનો અફસોસ પણ રહી ગયો છે, ખબર નથી પડતી હસીનાના મળવાથી ખુશ થઉં કે દુઃખી !! ઇશિતાનું ટેન્શન પણ હજુ ઉભું જ છે, ખબર નથી પડતી કેમની શોધું એને, આ હસીના ભાનમાં આવે તો કંઈક રિમાન્ડમાં લેવાય એને,
એટલામાં કોન્સ્ટેબલ રાજુ આવે છે,
રાજુ : જય હિન્દ સાહેબ, ડૉક્ટર મહેતાનો ફોન હતો, એમણે એમ કહ્યું છે કે હસીના ભાનમાં આવી ગઈ છે પણ એ આપણા કોઈજ કામની નથી,
કિશન : કેમ??
રાજુ : એની જીભ કાપી નાખવામાં આવી છે, એની આંગળીઓ પણ કાપી નાખવામાં આવી છે અને ભાનમાં આવી ત્યારની હસ હસ જ કરે છે,
જયરાજ : બહુ મોટી ગેમ રમાઈ ગઈ કિશન સમજે છે તું??
કિશન : હસીનાને નથી જણાવવું કે એણે જ આ બધા મર્ડર કર્યા એમજ ને !!!
જયરાજ : ના કિશન, આ હસીના છે જ નહીં??
કિશન : કેમ??
*******************
જયરાજને શું ખબર પડી હશે?? શું જયરાજ હસીનાની જાળ સમજી જશે?? જયરાજ અને હસીના વચ્ચે શું સંબંધ છે?? જયરાજ અનુષ્કા અને ઇશિતાને બચાવી શકશે?? જાણવા માટે વાંચતા રહો હસીના - the lady killer નો આવતો ભાગ.....