આગલા ભાગમાં આપણે જોયું કે ઇશિતાને જયરાજ રંગે હાથે પકડે છે, ત્યારબાદ ઇશિતા કિલરના સિકંજામાં છે એવો કાગળ જયરાજ ડીસીપી સાહેબને પ્રેસ કોન્ફેરેન્સમાં આપે છે, ડીસીપી સાહેબ માઈકમાં બોલવા જાય છે, હવે આગળ,
ડીસીપી સાહેબ : જુઓ ઇન્સ્પેક્ટર જયરાજ એક બાહોશ પોલીસ ઓફિસર છે એટલે એમની ઉપર કોઈ પણ રિપોર્ટર કોઈ પણ સવાલ કરતા પહેલા દસ વખત વિચારજો, રહી વાત કિલરની જયરાજનેજ લેટર આપવાની વાત તો એતો કિલર જ જાણે....અને હા એક મહત્વની વાત, જયરાજની પત્ની ઇશિતા પણ અત્યારે એ કિલરના સિકંજામાં છે,
આટલું બોલતા દરેક રિપોર્ટર જયરાજ ઉપર સવાલોનો મારો ચલાવે છે કે, 'કિલરએ શા માટે જયરાજની પત્નીને કિડનેપ કરી છે?? '
એક રિપોર્ટર એમ પણ બોલી નાખે છે કે, ' કિલર તો ખોટું કામ કરતી છોકરીઓને જ કિડનેપ કરે છે અને મારી નાખે છે તો શું ઇન્સ્પેક્ટર જયરાજના પત્ની પણ?....
આટલું બોલતાંજ જયરાજ ઉભો થઈને એ રિપોર્ટર ને મારવા લાગે છે, બીજા કોન્સ્ટેબલ અને રિપોર્ટર વચ્ચે પડીને એ રિપોર્ટરને જયરાજથી છોડાવે છે,
ડીસીપી સાહેબ પણ પ્રેસ કોન્ફેરેન્સ પૂરી કરવાની જાહેરાત કરીને જયરાજ પાસે આવે છે અને કહે છે,
ડીસીપી સાહેબ : જો જયરાજ મને માફ કરી દે મારે ઇશિતાના કિડનેપ વિશેની વાત મીડિયામાં નહોતી કરવાની,....પણ આ વાત વધારે ટાઈમ છુપી પણ ના રહેત
જયરાજ : ના સાહેબ તમે માફી ના માંગશો.... જે થવાનું હતું એ થઇ ગયું પણ હવે આગળ શું કરવાનું છે એ વિચારવુંજ પડશે.... હું એ હસીનાને નહીં છોડું હવે.....જય હિન્દ
ડીસીપી સાહેબ જયરાજને જતા જોવે છે અને મનમાં કહે છે, ' હું જાણું છું કે તું હવે કોઈ પણ ભોગે એ કિલરને નહીંજ છોડે ',
જયરાજ ત્યાંથી નીકળીને સીધો પોલીસ સ્ટેશન જાય છે,
પોતાની કેબિનમાં બેસીને ચા પીતા પીતા જયરાજ કિલર દ્વારા અનુષ્કાની જે વિડિયો ક્લિપ મોકલી હોય છે એને ધ્યાનથી જોવે છે.... 1, 3, 5, 7, 10, 11મી વખત એ ક્લિપ જોયા બાદ જયરાજને કંઈક ઝબકારો થાય છે અને એ ફોન લગાવે છે અમદાવાદના શાહીબાગ પાસે આવેલ પોલીસ કંટ્રોલ રૂમમાં....
ત્યાંના અધિકારી Mr. ચેતન પુજારા ફોન ઉપાડે છે, જયરાજ એમની સાથે થોડી વાતચીત કરીને ફોન કાપે છે, ત્યારબાદ જયરાજ કોન્સ્ટેબલ રાજુને બોલાવે છે,
રાજુ : જય હિન્દ સાહેબ
જયરાજ : જય હિન્દ, મને કાલ સાંજની અનુષ્કાની કોલ ડિટેઈલ્સ અને એના ઘરના ફોનની વિગતો કઢાવ... એ સિવાય નિખિલ જોડેથી સ્કેટચ રેડી થયું એને આખા શહેરમાં ફરતું કરો અને ઇનામની રાશિ પણ તારી રીતે લખજે, હસીનાને પકડવા માટે જાસ્મીનને પકડવી જરૂરી છે સમજી ગયો શું કીધું મેં....
રાજુ : જી સાહેબ, તમે ચિંતા ના કરો બધું જેમ બને એમ જલ્દી કરાવું છું, જય હિન્દ
આટલું કહીને રાજુ ત્યાંથી નીકળી જાય છે...
*********************
આ બાજુ હસીના અનુષ્કા અને ઇશિતાને જે રૂમમાં બાંધીને રાખ્યા હોય છે ત્યાં આવે છે,
અનુષ્કા ભાનમાંજ હોય છે પણ ઇશિતા હજુ બેભાન અવસ્થામાં જ હોય એવું લાગે છે, હસીના આવીને ઇશિતા પાસે જાય છે અને ઇશિતાને જોર થી તમાચો મારે છે, આવું કરતાજ ઇશિતા જોરથી ફફડીને આંખો ખોલી નાખે છે....
ઇશિતા : હે ભગવાન તો તું છું હસીના.... જેણે અમદાવાદની મહિલાઓના નાકે દમ લાવી દીધો છે, જયરાજે કયારેય કલ્પના પણ નહિ કરી હોય કે આ બધા પાછળ તુજ જવાબદાર છું,
હસીના : બસ પણ કર નોટંકી, જયરાજે તો તું એને દગો દઈશ એવી કલ્પના પણ નહોતી જ કરી તો પણ તે દીધોજ ને, તો મેં જે કર્યું છે એમાં તો એની ખુદની પણ ભલાઈ જ કરી છે....
ઇશિતા : મારો વાંક નહોતો તે મને હાથે કરીને જાળમાં ફસાવી છે, હા મારી ભૂલ એટલી ખરી કે મેં જયરાજ પર ભરોસો ના કર્યો અને તમારી જાળમાં આવી ગઈ..., આટલું કહીને ઇશિતા રોવા લાગે છે....
હસીના : અરે બંધ કર તારા મગરમચ્છના આંસુ.... આ આંસુમાં જયરાજને ફસાવજે, મારી આગળ નહિ ચાલે તારા નાટકો.... અને એમ પણ હવે જેટલું રોવું હોય એટલું રોઈ લે, કાલે તો તારો ખાતમો હું બોલાઇજ઼ દઈશ સમજી એ પછી રોવાના દિવસો આવશે જયરાજના....
જયરાજ તને રડતા જોઈને મને એટલી ટાઢક વળશે કે ના પૂછ ને વાત.... અને હા બીજી નોટંકી ક્યાં ગઈ??
આ રહી મિસ અમદાવાદ જેની પાછળ આખુ અમદાવાદ પાગલ બન્યું છે હવે જોજે આખુ અમદાવાદ તારી મોત પાછળ ખુશ ના થાય તો કહેજે.... તું હોઈશ નહીં, નહીં તો તને પણ બતાવત કે જે મહિલાઓ અત્યારે 'નારી બચાવો ' ના નારા લગાવે છે ને એજ બધી તારી મોત પાછળ ખુશીથી નાચતી ફરશે....
અનુષ્કા : તારે કરવું હોય એ કર, તારી ધમકીથી હું ડરતી નથી, મારી નાખવી છે તો મારી નાખને, રાહ કોની જોવે છે, રહી વાત મારા મર્યા પછી લોકોની ખુશીની તો સારીજ વાત છે કે કમસેકમ લોકો મારા મર્યા પછી પણ ખુશ તો થશે....
હસીના : અબે બંધ કર તારું ભાષણ, મને કોઈ રસ નથી એને સાંભળવામાં... અને તારો ખાતમો આજે રાત્રે થઈજ જશે, તારી બલી ચડશે બલી, મારી માતાજી રાજી થશે આનાથી... હાહા
ઇશિતા : તું પાગલ છું સાવ, આ શું બલી બલી કરે છે, એનો મતલબ એમજ કે તારા સાયકોવેડા હદથી વધારે વધી ગયા છે...
હસીના : એય સાયકો કોને કીધું તે?? હું સાયકો નથી, તમે બનાવવા માંગતા હતા મને સાયકો પણ મારી માતાજીની દયાથી હું જીવિત છું અને મારી માતાજી એજ મને આ રસ્તો બતાવ્યો છે...
એટલામાં ત્યાં ટેલિફોનની રિંગ વાગે છે... રિંગ રિંગ
હસીના : હેલો કોણ??
જાસ્મીન : દીદી હું જાસ્મીન બોલું છું
હસીના : બોલ શું કામ પડ્યું??
જાસ્મીન : દીદી તમે કહ્યું હતું કે મારો ચહેરો કોઈ ઓળખી નહીં શકે પણ મારો ચહેરો આખા શહેરમાં ફરી રહ્યો છે, પોલીસ મારી પાછળ પડી છે અને ઇનામ પણ રાખ્યું છે દસ હજારનું.... હું હમણાં મોલમાં ગઈ હતી તો ત્યાં એક જણ મને ઓળખીને મારી પાછળ ભાગ્યું મને પકડવા પણ હું માંડ બચીને આવી છું.... દીદી મારે પોલીસની પકડમાં નથી આવવું... પ્લીઝ મને બચાવી લો....
હસીના : આવું કઈ રીતે બની શકે?? હું વાત કરું છું, તું ચિંતા ના કર....
એટલું કહીને હસીના ફોન રાખી દે છે અને બીજે ફોન લગાવે છે,
હસીના : મોહિત મેં તને કીધું તું ને કે જાસ્મીનનો ચહેરો નિખિલના માઈન્ડમાંથી કાઢી નખાવજે,
મોહિત : મેડમ નિખિલના માઈન્ડમાંથી અમે કાઢી જ નાખ્યો હતો પણ કોઈ બીજું છે જેણે જાસ્મીનનો ચહેરો ઓળખી લીધો છે,
હસીના : ડફર હવે શું કરશુ....આની સજા તમને બરાબરની મળશે...
મોહિત : મેડમ એક આઈડિયા છે મારી પાસે...
આટલું કહીને મોહિત હસીનાને એનો વિચાર જણાવે છે...
હસીના : વાહ મોહિત બહુજ સરસ...
સારુ ત્યારે જાસ્મિનને કહીએ તારો જવાનો સમય આવી ગયો છે....
**********************
હસીના હવે જાસ્મીન જોડે શું કરવાની છે?? હસીનાને ઇશિતા કઈ રીતે ઓળખે છે?? હસીના અને જયરાજનો શું સંબંધ છે?? શું જયરાજ અનુષ્કા અને ઇશિતાને બચાવી શકશે?? જાણવા માટે વાંચતા રહો.. હસીના -the lady killer નો આવતો ભાગ...