હસીના - the lady killer - 8 Leena Patgir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

હસીના - the lady killer - 8

આગલા ભાગમાં આપણે જોયું કે જયરાજ અને કિશન એમની રીતે કિલરને પકડવા માટે પ્રયત્નો કરતા રહે છે અને કિલર આસ્થાને અજાણ્યા ઘેર બોલાવીને એની હત્યાંને અંજામ આપવા જઈ રહ્યો છે, હવે આગળ....

ચેપ્ટર 8 - આસ્થાની લાશ...

આ બાજુ એ કિલર આસ્થાને મારીને એની લાશ બંગલાના દરવાજા આગળ રાખી દે છે જેથી સવારે લોકોને જાણ થાય અને પછી ત્યાંથી બધું સાફસૂફ કરીને નીકળી જાય છે...

*****

બીજા દિવસે સવારે જયરાજ વહેલો જ નીકળી જાય છે ઘેર થી પોલીસ સ્ટેશન જવા....

અત્યારે એને એક અજાણ્યો ડર સતાવી રહ્યો હોય છે....

'ખબર નહીં એવું કેમ લાગે છે કે નક્કી કંઈક અજુગતું બન્યું હોવું જોઈએ' મનમાં જયરાજ વિચારે છે....

એટલામાં બોડકદેવ પોલીસ સ્ટેશન આવે છે અને એ એની બાઈક પરથી ઉતરીને સીધો એની કેબિનમાં પ્રવેશે છે....

પોતાની ખુરશીમાં બેસતાજ એ બેલ મારીને એક કોન્સ્ટેબલને બોલાવે છે અને ચા લાવવાનું કહે છે...

હજુ એ આટલું કહીને સહેજ આંખો બંધ કરીને વિચારે છે કે હવે આગળ કઈ રીતે કાતિલ સુધી પહોંચશે?? ત્યાં તો ટેલિફોનની ઘંટડી વાગે છે...

જયરાજ : હેલો હું ઇન્સ્પેક્ટર જયરાજ બોલું છું તમે કોણ??

ફોન કરનાર માણસ : સાહેબ મારું નામ રામુ છે હું આરાધના પાર્કમાં સાફસફાઈનું કામ કરું છું, આજે સવારે બંગલા નંબર 7 ના ઝાંપા પાસે એક છોકરીની લાશ મળી છે..

જયરાજ : અચ્છા રામુ તું મને પૂરું એડ્રેસ લખાવ અને ત્યાં કોઈને પણ કાંઈ પણ અડવા ના દેતો, હું આવુજ છું હમણાંજ...

રામુ પૂરું સરનામું લખાવીને ફોન રાખી દે છે...

જયરાજ કેબિનની બહાર નીકળીને 2 કોન્સ્ટેબલોને સાથે આવવાનું જણાવે છે ત્યાં તો ફરી જયરાજની કેબિનમાં રહેલા ફોનની ઘંટડી રણકે છે...

જયરાજ : હેલો હું ઇન્સ્પેક્ટર જયરાજ તમે કોણ??

સામે આસ્થાના પિતાજી વિજય પંડ્યા જે બહુ મોટા નેતા હોય છે એ કહે છે,

વિજય : હા જયરાજ હું વિજય પંડ્યા બોલું છું, મારી દીકરી કાલ રાતથી ઘેર નથી આવી અને એનો ફોન પણ બંધ આવે છે, તું તાત્કાલિક તપાસ કરાવ અને હા મીડિયામાં કોઈને જાણ ના થાય એનું ધ્યાન રાખજે

જયરાજ : તમારી દીકરીનું નામ શું હતું??

વિજય : આસ્થા પંડ્યા

જયરાજ (મનમાં ) ઓહ નો જે લાશ મળી છે એ આસ્થા પંડ્યાની ના હોય તો સારુ... હા સર હું તમને જણાવું કાંઈ જાણવા મળે તો, તમે મારા નંબર પર નામ, ફોટો અને નંબર મોકલી દો, મારો નંબર 98240***** છે...

વિજય : હા જયરાજ હમણાંજ મોકલી દઉં છું, મેં કીધું એ ધ્યાન રાખજે...

આટલું કહીને વિજય પંડ્યા ફોન રાખીને આસ્થાની વિગતો જયરાજના નંબર પર મોકલવામાં લાગી જાય છે....

જયરાજ તાત્કાલિક 2 કોન્સ્ટેબલને લઈને નીકળી પડે છે

બોડકદેવના સિદ્ધિ વિનાયક મંદિરના રોડે... ત્યાંથી અંદર જતા ગલી પડે છે જ્યાં નવા બંગલા બન્યા હશે જેને માંડ વરસ થયું હશે એજ આરાધના પાર્કના ગેટ પાસે સિકયોરિટી ગાર્ડ આવે છે અને જયરાજ અને એના સાથીદારોને ગાડી બહાર મૂકી ચાલતા આવવાનું જણાવે છે, ત્યાં 7-8 લોકોનું ટોળું ગોળ ફરતે ઉભું હોય છે જે જોઈને જયરાજ સમજી જાય છે કે લાશ ત્યાંજ હોવી જોઈએ....

લાશ પાસે પહોંચતા જ જયરાજ જોર થી બુમ મારે છે એટલે આજુબાજુ ઉભેલા લોકો સાઈડમાં હટી જાય છે

અને જવાનો રસ્તો કરી દે છે,

ત્યારબાદ જયરાજ કોન્સ્ટેબલને કહીને ફોરેન્સિક ડીપાર્ટમેન્ટમાં અને ફિંગરપ્રિન્ટ માટે ફોન કરીને બોલાવવાનું કહી દે છે, જયરાજ લાશનું નિરીક્ષણ કરે છે ત્યાંજ એના મોબાઈલમાં મેસેજ આવે છે અને એ ચેક કરવા માટે ખોલે છે તો એ મેસેજ બીજા કોઈનો નહિ પરંતુ વિજય પંડ્યાનોજ હોય છે જેમાં એક ફોટો પણ મોકલેલો હોય છે જયરાજ એને ડાઉનલોડ કરે છે અને જોવે છે અને એક મોટો નિસાસો નાખીને વિજય પંડ્યાને ફોન લગાવે છે....

જયરાજ : સર હું જયરાજ બોલું..

વિજય : હા જયરાજ તારું કામ તો ખરેખર સરસ છે આટલીવારમાં તે આસ્થાને શોધી પણ કાઢી,

જયરાજ : મને કહેતા બહુ દુઃખ થાય છે સર કે આસ્થા હવે આ દુનિયામાં નથી રહી..

વિજય : શું?? તને ભાન છે બે તું શું બોલે છે??

જયરાજ : હું સમજુ છું તમારી પીડા પણ આ સત્ય છે તેમ છતાં તમને એવું લાગે તો તમે આરાધના પાર્ક, સિદ્ધિ વિનાયક મંદિર પાસે આવ્યું છે ત્યાં આવી જાઓ...

વિજય : હું આવું છું 10 મિનિટમાં, જો આ વાત ખોટી નીકળી તો તારી ખેર નથી સમજી ગયો....

થોડી વાર પછી ત્યાં ફોરેન્સિક લેબમાંથી Dr. મહેતા આવે છે અને તેઓ લાશનું નિરીક્ષણ કરે છે, તેઓ જયરાજને જણાવે છે કે 'આ હત્યાં પણ બાકીની બધી છોકરીઓની હત્યાં મુજબ કરી હોય એવું લાગે છે પરંતુ આને મારતા પહેલા બહુજ ટોર્ચર કરવામાં આવી હોય એવું લાગે છે અને જો આના હાથ ઉપર 'A' માર્ક કરેલું છે જે તું સારી રીતે સમજી ગયો હોઈશ'

જયરાજ પણ દુઃખ વ્યક્ત કરતા કહે છે ' હા હવે બહુ સારી રીતે સમજી પણ ગયો છું પણ જો આ સમજ થોડી વહેલી આવી હોત તો આસ્થા અત્યારે જીવિત હોત '

એટલામાં સબ ઇન્સ્પેક્ટર કિશન નો ફોન આવે છે.. જયરાજ ઉપાડે છે, ' હા બોલ કિશન,...

કિશન : કોનું મર્ડર થઇ ગયું??

જયરાજ : એમએલએ વિજય પંડ્યાની છોકરી આસ્થા પંડ્યાનું...

કિશન : ઓહહ માય ગોડ તો તો હવે ભારે અફરાતફરી મચી જશે...

જયરાજ : હા હવે જોઈએ હું ત્યાં આવીને વાત કરું તારી સાથે, રાખું ફોન...

કિશન : હા વાંધો નહિ સંભાળજે....

એટલામાં વિજય પંડ્યા અને એના બીજા ઘરના લોકો ત્યાં આવી પહોંચ્યા, આસ્થાની લાશ જોઈને એની માઁ ત્યાંજ ફસડાઈ પડી અને આટલા મોટા એમએલએ હોવા છતાં વિજય પંડ્યા પણ આઘાતમાં આવી ગયા, બે ઘડી તો શું કરવું એ જયરાજને સમજમાં જ ન આવ્યું, પછી જયરાજે થોડા સ્વસ્થ થઈને વિજય પંડ્યાને અનુસરીને કીધું, જયરાજ : શાંત થઇ જાઓ સર, અને ઠંડા મગજે કામ લો જેણે આસ્થાનું મર્ડર કર્યું છે એને પકડવો જરૂરી છે એટલે હું સમજુ છું કે તમે અત્યારે મારા અમુક સવાલોના જવાબ આપવા અસમર્થ છો પણ તમારે એટલી મદદ મારી કરવી પડશે એટલે હું સાંજે તમારે ત્યાં આવીને પુછપરછ કરવા માંગુ છું, જયરાજની વાત પૂરી સાંભળીને વિજય પંડ્યાએ ફક્ત હકારમાં માથું હલાવ્યું,

ત્યારબાદ જયરાજે ત્યાં જરૂરી કામકાજ પતાવી કોન્સ્ટેબલો ને જરૂરી સૂચના આપી પોતે જીપ લઈને નીકળે છે એવું કહીને લગભગ 12 વાગતા પોલીસ સ્ટેશને જવા નીકળ્યો, અડધે રસ્તે જતા એને કંઈક યાદ આવ્યું અને એ મનોમન બબડ્યો, 'અરે એતો હું જોવાનુંજ ભૂલી ગયો???

આટલું કહીનેએને જીપને પાછી વાળી આરાધના પાર્ક તરફ…

***

જયરાજને અચાનક શું યાદ આવી ગયું?? કિલર આખરે દરેક સ્ત્રીનેજ પોતાનો શિકાર શા માટે બનાવે છે, આસ્થા જોડે શું દુશ્મની હતી કિલરને?? કિલર આખરે કોણ છે?? સવાલોના જવાબ માટે વાંચતા રહો.... હસીના - the lady killer નો આવતો ભાગ...…

***