આગલા ભાગમાં આપણે જોયું કે જયરાજ આસ્થાની લાશને પોસ્ટમોટર્મમાં મોકલવાની તૈયારી અને બીજા કામ પતાવીને પોલીસ સ્ટેશને જવા નીકળે છે, અચાનક એને કંઈક યાદ આવે છે, હવે આગળ,
ચેપ્ટર 9 - લોખંડની પેટી
'આસ્થાની લાશ જોડેથી જે આવનારા શિકારની હિન્ટ હશે એતો હું શોધવાની જ ભૂલી ગયો' આવું જયરાજ મનોમન બોલે છે, અને એની જીપ પાછી આરાધના પાર્ક તરફ હંકારી મૂકે છે,
'કેમ સાહેબ પાછા ફર્યા? 'જયરાજને પાછો આવતા જોઈ કોન્સ્ટેબલ રાજુ જયરાજ ને પાછું આવવાનું કારણ પૂછે છે,
જયરાજ : લાશ પોસ્ટમોટર્મ માટે નીકળી ગઈ??
રાજુ : હા સાહેબ તમે ગયા એવી તરતજ નીકળી ગઈ, કાંઈ કામ હતું??
જયરાજ : ના ના ભલે નીકળી ગઈ, આસ્થાની લાશ જોડેથી કોઈ વસ્તુ મળી છે કાગળ જેવી?? જે વસ્તુઓ મળી એ બતાવ મને...
રાજુ : હા સાહેબ લાવું, આટલું કહીને રાજુ આસ્થા જોડેથી મળેલ સામાન જયરાજ આગળ મૂકે છે..
જેમાં એક નાનું પર્સ, ઘડિયાળ, લિપસ્ટિક અને એનું i-કાર્ડ હોય છે,
જયરાજ ને નવાઈ લાગે છે કે આ વખતે એ કિલએ કોઈ પ્રકારની હિન્ટ શા માટે નથી છોડી??
અને એ આટલું વિચારતો વિચારતો બંગલાની અંદર પ્રવેશે છે જેના ઝાંપા આગળ આસ્થાની લાશ મળી હોય છે,
જયરાજ અંદર બધું બારીકાઈથી નિરીક્ષણ કરે છે અચાનક એનું ધ્યાન સોફાની નીચે પડેલા ચાકુ ઉપર ધ્યાન જાય છે જેનાથી આસ્થાના હાથ ઉપર માર્ક કરવામાં આવ્યું હશે, જયરાજ આ વસ્તુ જોઈને રાજુને બરાબરનો ખખડાવે છે કે આટલું મોટુ સબૂત ધ્યાનમાં શા માટે ના આવ્યું, જયરાજ પોતાના પાછા ફરવાના નિર્ણય પર ખુશ થાય છે પણ સાથેજ એના ચહેરા પર ભય અને ગુસ્સા બંનેના હાવભાવ જોવા મળે છે, ભયના એટલા માટે કે હવે મીડિયાવાળાઓ પોતાના જેવા ઈમાનદાર પોલીસ ઉપર ખોટા આક્ષેપ લગાવશે અને એના લીધે લોકોનો પોલીસ ઉપરથી ભરોસો ઉઠી જશે અને ગુસ્સાના તો આપ સૌ જાણીજ ચૂક્યા હશો...
રાજુ અચાનક સાહેબ સાહેબ ની બૂમો મારતો કિચનમાંથી બહાર આવે છે,
જયરાજ : શું છે?? શું કામ આટલી બૂમો મારે છે??
રાજુ કિચનમાંથી એક નાની લંબચોરસ લોખંડની પેટી લઈને આવે છે...
જયરાજ : આ શું લાવ્યો તું??
રાજુ : તમે કીધું ને હિન્ટ હશે તો લો આ રહી એ હિન્ટ, આટલું કહીને રાજુ એ પેટી જયરાજ આગળ રાખે છે,
એ પેટીને તાળું લાગેલું હોય છે જે જયરાજ બાજુના ટેબલ નીચે પડેલી હથોડીથી ઘા કરીને તોડી નાખે છે અને પેટી ખોલે છે જેમાં એક કાગળ હોય છે અને એક લિપસ્ટિક હોય છે, જયરાજ એ લિપસ્ટિકને બાજુમાં મૂકે છે અને સાચવીને કાગળ ખોલે છે અને મોટેથી વાંચવાનું ચાલુ કરે છે,
'વ્હાલા જયરાજ,
તને આ કાગળ મળ્યો એનો મતલબ તને ખબર પડીજ ગઈ હશે સારી રીતે કે હું તારા માટે કંઈક ને કંઈક હિન્ટ તો છોડતો જ જઉં છું, એમ તો પેટીને તાળું ના મારત તો ચાલત પણ મને સ્ત્રીઓ અને એને લાગતી દરેક વસ્તુને જકડીને કેદ કરવાની વધારે મજા આવે છે, તારા માટેજ હથોડી રાખી હતી ટેબલ પર, તો વાત આગળ વધારું હવે, હા તો, આસ્થા પંડ્યા હા એજ નામને આસ્થા પંડ્યાની હત્યાંનું મને જરાય દુઃખ નથી થયું, એ કામજ એવા કરતી હતી કે મારે એને સજા તો આપવી જ પડે, જેમ માઁ દુર્ગાએ બૂરાઈનો નાશ કર્યો હતો એમ હું પણ સ્ત્રીઓમાં રહેલી ગંદકી જ સાફ કરી રહ્યો છું, તારા જેવા બાહોશ ઓફિસરે મને એ બાબતે ઇનામ આપવું જોઈએ, હાહાહા, સારુ તો હવે તને આસ્થાના હાથ ઉપર કરેલા માર્ક 'A' વિશે તો ખબર પડીજ ગઈ હશે, એ સિવાય તારા માટે એક નાનકડો કલુ...
'દુનિયામાં કુદરતની દરેક વસ્તુ સુંદર છે, પણ સુંદરતા બાહ્ય દેખાવથી નહિ આંતરિક હોવી પણ એટલીજ જરૂરી છે '
તો જયરાજ બે જ દિવસનો ટાઈમ આપું છું તને, બચાવી શકે તો બચાવી લેજે એ રૂપસુંદરીને !!! હાહાહા....
અને હા હિન્ટ આપવાનો ઉદ્દેશ મારો ફક્ત એ સ્ત્રીઓને ડરાવવાનો છે જે ખોટા કામો કરી રહી છે... મીડિયામાં મારા લેટર બતાવવાનું ના ભૂલતો... બાય બાય જયુ..
ફક્ત તારી ,
હસીના ડાર્લિંગ '
લેટર પૂરો કર્યા બાદ ત્યાં ઉભેલા લોકોના ચહેરા પર હસીના પ્રત્યેનો રોષ સાફ છલકાતો હતો,છેવટે રાજુ એ ચુપ્પી તોડતા કહ્યું,
રાજુ : સાહેબ હવે આપણે રાતે પણ ડ્યૂટી કરવી પડે તો કરીશું પણ આ હસીનાને એની માઁ યાદ ના દેવડાઈ દીધી તો આ વર્ધી ઉતારીને સળગાવી દઈશ...
જયરાજ : હા રાજુ તું ચિંતા ના કર આપણે એને શોધી જ નાખીશું, એ પહેલા આસ્થાને લાગતી નાનામાં નાની જાણકારી ભેગી કર તું અને સાંજે હું વિજય પંડ્યાને મળું એ પહેલા મને પહોંચતી કર..
રાજુ : ઓકે સાહેબ, આટલું કહીને નીકળી જાય છે..
જયરાજ અને બીજો કોન્સ્ટેબલ પણ પોલીસ સ્ટેશને જવા નીકળી પડે છે,
જયરાજ આવતાની સાથે પોતાની કેબિનમાં જતો રહે છે અને બેલ મારીને બોલાવે છે..
દિલીપ : બોલો સાહેબ??
જયરાજ: એક કડક ચા લેતો આવ જલ્દી..
દિલીપ : ઓક્કે સાહેબ હમણાં લાવ્યો, આટલું કહીને દિલીપ ત્યાંથી નીકળે છે અને સબ ઇન્સ્પેક્ટર કિશન જયરાજની કેબિનમાં પ્રવેશતા પૂછે છે,
કિશન: સાહેબ અંદર આવી શકું??
જયરાજ : શું મગજ ખરાબ કરે લા, તારે પૂછવાનું હોય વળી, આવી જા
કિશન : ભાઈબંધને ના પુછાય પણ જયારે બોસ બહુજ ગુસ્સામાં હોય ત્યારે પૂછવું પડે નહીંતો નકામી નોકરી જતી રહે..
જયરાજ : હા યાર શું કરું કંઈજ ખબર નથી પડતી, ચા પીવું પછી જ મગજ કામ કરશે, જયરાજ લેટર વિશે બધુંજ જણાવી દે છે..
અને રાહુલને છોડી દેવા માટે પણ કહે છે,
એટલામાં દિલીપ ચા લઈને આવે છે અને જયરાજને આપે છે..
દિલીપ : લો સાહેબ ચા પીવો એટલે મગજ દોડે એકદમ એક્સપ્રેસમાં..
જયરાજ : હા પીવું છું પણ તું ફોરેન્સિક લેબમાં ફોન કરીને કહી દે કે જલ્દી રિપોર્ટ બનાવીને આપે અને ફિંગરપ્રિન્ટ વાળાને પણ કહી દે કે સાંજ સુધીમાં રિપોર્ટ કરે, અને હા એક વાત ખાસ મીડિયાવાળાઓને દૂરજ રાખજે આ કેસથી...
કિશન : જયરાજ કદાચ રાહુલ આપણી કંઈક મદદ કરે તો?? તારી હા હોય તોજ કહું એને!!
જયરાજ : હા કહી દે એનો તો વાંધો નહિ અને હા રાજુને કહેજે કે આસ્થાની કોલ ડિટેઈલ્સ પણ મને આપે સાંજ સુધીમાં...
ત્યારબાદ જયરાજ અને કિશન હસીનાએ આપેલા દરેક લેટરને ટેબલ પર મૂકીને વારાફરતી વાંચીને વિચારે છે કે હવે પછીનો એનો નેક્સટ ટાર્ગેટ કોણ હશે??
જયરાજ : કિશન હસીનાના છેલ્લા લેટર પરથી એટલી તો ખબર પડીજ ગઈ છે કે એના ટાર્ગેટ એવા લોકો છે જે શરીરના સોદા કરતા હોય અથવા તો જે બેવફાઈ કરતા હોય, સૌથી પહેલી સુનિતા જે મોડેલ હતી અને એક કોલગર્લ પણ, ત્યારબાદ નિશિકા પણ એવીજ રીતે અને લાસ્ટ આસ્થા પંડ્યા, હવે આસ્થા પંડ્યાનો ઇતિહાસ તો સાંજે રાજુ આવે ત્યારે જ ખબર પડશે,
તત્યારબાદ જયરાજ અને કિશન આખો દિવસ હસીનાને શોધવાની મથામણ કરતા હોય છે એટલામાં લગભગ 4 વાગતા રાજુ કેબિનમાં પ્રવેશતા પહેલા પૂછે છે,
રાજુ : આવું સાહેબ??
જયરાજ : આવ આવ રાજુ બહુ જલ્દી તે તો માહિતી ભેગી કરી લીધી, બોલ શું ખબર લાવ્યો છું??
રાજુ : સાહેબ એવી ખબર છે કે તમારા પગના તળિયેથી જમીન સરકી જશે...
જયરાજ : આડીઅવળી વાતો પછી કરજે, પહેલા કહે એ વાત....
************************
રાજુ એવી તો શું ખબર લાવ્યો હશે?? હસીનાનો આવતો શિકાર કોણ હશે?? શું જયરાજ બચાવી શકશે એ છોકરીને હસીનાથી?? જાણવા માટે વાંચતા રહો હસીના - the lady killer ના દરેક ભાગ....