Chapti sindur - 14 - last part books and stories free download online pdf in Gujarati

ચપટી સિંદુર - ભાગ - ૧૪ અંતિમ ભાગ

(ભાગ-૧૩ માં....રાતના જમી પરવારીને નિકેશ હંમેશની જેમ છત પર ટહેલતો હતો .... અચાનક જ એ જલ્‍દીથી પોતાનો સેલ ફોન કાઢીને કોલ લગાવે છે....)

નિકેશનો કોલ જઇ રહ્યો છે.... સામેથી કોલ ઉપડે છે અને એ જ મધુર અવાજમાં .... કોન ?...

જી કવિતાજી ... હું નિકેશ બોલી રહ્યો છું. આપ ફ્રી હો તો થોડી વાત કરી શકું ?. નિકેશ સવાલ રૂપે પોતાનું કથન કરે છે.

સોરી... હું આપને ઓળખી નહીં.... સામેથી પ્ર‍ત્યુતર આવે છે.

જી.... હા સમય થયો એટલે કદાચ આપને યાદ નહીં હોય... આપે જ મને આપનો નંબર આપેલો... મનાલી પાસે બસ એક્સીડન્ટ થયો હતો અને આપે મારી મદદ કરેલી.....

ઓહ... હા... જી ... જી. બોલો નિકેશભાઇ... કેમ છો ? અને આપની મિત્ર નવ્યા... એ કેમ છે... અને મને કેમ યાદ કરી અને હું આપના માટે શું કરી શકું....

સામેથી કવિતાના એક પર એક સવાલો આવે છે.

આપનો ખુબ આભાર... કવિતાજી... આપને કોલ કરવાનું કારણ એટલું છે કે, મને આપની મદદ જોઇએ છે... નિકેશ કહે છે.

મદદ.... આશ્ચર્યથી કવિતા બોલે છે.

જી.. મદદ... કવિતાજી... આપ મારા અને નવ્યા વિશે, અમારી મિત્રતા વિશે જાણો જ છો.... તેમ શરૂ કરીને નવ્યા માટે કરીને પૂર્ણ રીતે પરિચયમાં ના હોય તેવી વ્યક્તિ ને નિકેશ પોતાની બધી જ વાત શરૂઆતથી કરી દે છે…

બસ મારે આપની એટલી જ મદદ જોઇએ છીએ કે... નવ્યા મે કહ્યું તેમ હાલે દહેરાદુન મધ્યે સ્કૂલમાં જોબ કરે છે. હવે અમારું મળવાનું તો થાશે નહીં અને આપ ત્યાંથી બહુ દુર નથી... બસ મારી વિનંતી છે કે જ્યારે જ્યારે આપ દહેરાદુન જાઓ તો નવ્યાના ખબર અંતર પુછ જો અને મને તેની જાણ કરશો.... નિકેશ કહે છે.

હું જાણું છું .... હું કાંઇક વધારે જ અપેક્ષા કરું છું... પણ હું લાચાર છું અને મને આપના સિવાય અન્ય બીજો કોઇ રસ્તો દેખાતો નથી એટલે આપને તકલીફ આપું છું... મારી મદદ કરશો ને .... હું આપનો ઋણી રહીશ... નિકેશ વિનંતીના શ્વરમાં કહે છે.

અરે નિકેશભાઇ... આ તમે શું કહો છો .... હું ચોક્કસ આપની મદદ કરીશ... અરે આમા મદદ જેવું છે પણ શું... પણ સાચું કહું તો મારે એક સારા કામમાં સહભાગી થવાનું છે ને... અને મારે દહેરાદુન તો આમેય જવાનું થતું જ હોય છે... આપ ચિંતા ના કરશો... કવિતા જવાબ આપે છે.

અરે હા... કવિતાજી… બસ નવ્યાને ખબર ના પડે કે આપ તેના સમાચાર મને આપો છો... એટલું જરા વિશેષ જો જો હો... નિકેશ કહે છે.

હા ચોક્કસ ... કવિતાજી નિકેશને કહે છે.

આપનો ખુબ ખુબ આભાર કવિતાજી... નિકેશ આભાર વ્યક્ત કરી ફોન રાખે છે... અને એક રાહતનો ઉંડો શ્વાસ લે છે.

આમ નિકેશ અને નવ્યા ના પ્રેમ સંબંધમાં એક નવો જ પડાવ આવે છે. બન્ને એક બીજાને સંપૂર્ણ રીતે જાણે છે... સમજે છે... છતાં એમનો પ્રેમ માત્ર અને માત્ર પત્રોના સ્વરૂપમાં સંકુચિત થઇ ગયો છે. જે ક્યાંક ને ક્યાંક નિકેશ અને નવ્યાને ખૂંચી રહ્યો છે.

એક પ્રેમની તપીશમાં બળે છે અને એક ત્યાની તપીશમાં...

બન્ને વચ્ચે પત્રોની આપ લે થતી રહે છે .... સમય સમયનો કામ કરતો જાય છે.... પણ નિકેશ અને નવ્યાના પ્રેમમાં કોઇ જ ઉણપ આવી નથી…અને કવિતા... જેમને નિકેશ કે નવ્યા સાથે કોઇ જ સીધો સંબંધ નથી તે જાણે તે બન્નેના પ્રેમ વચ્ચેના સેતુનું કામ કરી રહી છે અને સમયે સમયે નવ્યાના તમામ સમાચાર નિકેશને આપતી રહે છે.

આમને આમ.. બન્નેના જીવનનો એક મોટો સમય વ્ય‍તિત થઇ જાય છે અને બન્ને જણા આધેડ વયના બને છે.

આ બાજુ રાશી પોતાનો પત્ની ધર્મ અને માતૃ ધર્મ નિભાવતી રહે છે અને જીવન વ્યતિત કરે છે. નિકેશ રાશીને કાંઇ જ ઓછું આવવા દેતો નથી... બસ ખલીશ રહે છે તો નવ્યાની....
અને જાહ્નવી પણ હવે યુવાન વયની થઇ ગઇ છે…

એક દિવસ રાત્રે ડીનરના સમયે નિકેશના મોબાઇલની રીંગ વાગે છે.... રાત્રીના ૧૦ઃ૩૦ વાગ્યા હોય છે...

નિકેશ પોતાનો સેલ ફોન ઉપાડે છે... કોલ કવિતાજીનો હોય છે.... તે જોઇને નિકેશ મનમાં હર્ષની લાગણી અનુભવે છે અને જલ્દી થી કોલ રીસીવ કરે છે…

હેલ્લો કવિતાજી.... કેમ છો ? નિકેશ કહે છે…

બધું બરોબર.... પણ નવ્યા.... એટલું કહીને કવિતાજી ડૂમો ભરી લે છે...

નવ્યા... શું થયું .... નિકેશ ચિંતીત શ્વરમાં પુછે છે.

નિકેશભાઇ તમે થઇ શકે તો દહેરાદુન આવી જાઓ...નવ્યાની નાજુક સ્થિતિમાં છે અને રીઅલ કેર અેન્ડ ડાયાલીસીસ હોસ્પીટલ માં દાખલ છે.... નવ્યાની બન્ને કીડનીઓ ફેઇલ થઇ ગયેલી છે અને છેલ્લા ચાર-પાંચ વર્ષથી વીકમાં ત્રણ વખત ડાયાલીસીસ કરાવવાનું રહેતું હતું. કવિતા નિકેશને કહે છે.

નવ્યાની આટલી નાજુક સ્થિતિ હતી અને એને ડાયાલીસીસ કરાવવાનું રહેતું હતું એ તમે મને આજે હવે કહો છો... ? શા માટે ? નિકેશ સવાલ કરે છે.

જેમ તમે મને વચનથી બાંધી રાખ્યા તે જ રીતે તમારા પ્રેમે મને વચની બાંધી રાખી છે અને નવ્યા પાસે કાંઇ જ સમય નહીં હોઇ મને આપને ફોન કરીને જાણ કરવાની ફરજ પડેલી છે. ... કવિતા કહે છે…

જી હું હાલે જ નીકળું છું.... નિકેશ કહે છે.

અરે .... તમને આટલા ‍દુઃખી અને ચિંતીત કેમ છો ... .શું થયું...
કોનો ફોન હતો .... રાશી પુછે છે.

કાંઇ નહીં રાશી આપણે હમણાં જ દેહરાદુન જવું પડશે... નવ્યાની નાજુક સ્થ‍િતિ નાજુક છે... નિકેશ કહે છે.

આ સાંભળીને રાશી ... અચંભિત થઇ જાય છે. નવ્યા ...... આ શું કહો છો.... તમે ... રાશી કહે છે.

હા નવ્યા... હું નવ્યાની જ વાત કરું છું, અત્યારે સમય નથી... હું રસ્તામાં તને બધું કહું છું....

નિકેશ, રાશી અને જાહ્નવી ત્રણેય દહેરાદુન જવા નિકળે છે…

બીજે દિવસે બપોરના સમયે તેઓ દહેરાદુન પહોંચે છે...
આઇ. સી. યુ. માં નવ્યા છે... નિકેશ, રાશી અને જાહ્નવી ડોક્ટર પાસેથી પરવાનગી મેળવી આઇ. સી. યુ. રૂમમાં દાખલ થાય છે.

ત્રણેય ને જોઇને નવ્યાના આંખોમાંથી આંસુ સરી પડે છે.... અને આ બાજુ નિકેશ, રાશી અને જાહ્નવી પણ પોતાના આંસુઓને રોકી નથી શકતા…

નવ્યા ઇશારાથી જાહ્નવીને પોતા પાસે બોલાવે છે... અને જાહ્નવી નવ્યાનો હાથ પકડી તેની બાજુમાં બેસે છે. નવ્યા એકીટસે જાહ્નવીને જોતી રહે છે.... અને જાહ્નવીના ગાલ પર હાથ ફેરવીને હલકી સ્માઇલ આપે છે....

થોડી વારે નજર ફેરવી નવ્યા રાશી તરફ જુએ છે... અને પોતાના બન્ને હાથ જોડે છે .... રાશી ઝટથી નવ્યાના બન્ને હાથ પકડી લે છે....

તુટેલા ફુટેલા અવાજથી નવ્યા રાશીની માફી માંગે છે અને તમને મેં ઘણી તકલીફ આપી છે નહીં.... આ છેલ્લી તકલીફ છે... આ માટે પણ મને માફ કરશો દીદી.... આ સાંભળી રાશી ચો-ધાર આંસુએ રડી પડે છે.

અરે મારી નાનકી... તું શાને માફી માંગે છે... તારે શું જરૂર પડી અમને મુકીને જાવાની .... માફી ના માંગ નવ્યા... આઇ. સી. યુ. રૂમનું વાતાવરણ અતિશય ગંભીર થઇ જાય છે. એક ખૂણે કવિતા આ બધું જોઇને રડી પડે છે.

નિકેશ... રાશીના પગ પાસે બેસી રહે છે... બસ નવ્યાને જોતો રહે છે.... નવ્યાની નજર નિકેશ પર પડે છે... બન્ને જણા એકબીજાને જોતા જ રહે છે…

જાણે અનંત જન્મોની વાતો આંખોથી થઇ રહી છે.... સમય નીકળી રહ્યો છે... નવ્યાની આંખો સ્થિર થઇ ગયેલી જોઇ... રાશી નવ્યાને ડગાવે છે ... નવ્યા... નવ્યા.... બેટા બોલ શું થયું... ડોકટર ... ડોકટર... પ્લીઝ ડોકટરને બોલાવો.....

કવિતા ઝટથી ડોકટરને બોલાવે છે.... ડોકટર આવે છે... નવ્યાને એકઝામાઇન કરે છે... અને કહે છે... આઇ એમ સોરી.... સી ઇઝ નો મોર..... આ સાંભળી રાશી આક્રંદ થી રડી પડે છે.

આ બાજુ નિકેશ નવ્યાને જોતો જ હોય છે.....

સાંભળો છો... નવ્યા આપણે બધાંને છોડીને ચાલી ગઇ... પણ નિકેશ કાંઇ જ ઉતર નથી આપતો....

અરે તમે પણ આમ શુકામ બુથ બની બેઠા છો... બોલો તો ખરા કાંઇક તો કહો.... રાશી કહે છે.... પણ નિકેશ કોઇ જ જવાબ નથી આપતો....

આ જોઇ જાહ્નવી નિકેશને હાલવીને પુછે છે પપ્પા.... એટલું કહીને અડે છે ત્યાં જ નિકેશ પોતાનું શરીર મુકી દે છે અને નવ્યાના પગ પર પડી જાય છે.... રાશી ની ચીસ નીકળી જાય છે .... ડોકટર... પ્લીઝ....

ડોકટર નિકેશને પણ તપાસે છે... પણ નિકેશનું પ્રાણ પંખેરું ઉડી ગયું હોય છે....

રાશી અને જાહ્નવી પર તો જાણે આભ ફાટી પડે છે... આ કેવી દુવિધા... શું કરવું ... શું ન કરવું રાશીને કાંઇ જ સમજાતું નથી.

બાજુમાં કવિતા આ બધું જોઇને હતપ્રભ થઇ જાય છે... તે રાશીને સંભાળે છે... કવિતાના સહકારથી રાશી બન્નેના પાર્થવિ દેહ પરત લઇ જાય છે..... બન્નેનું સાથે જ અંતિમ સંસ્કાર કરે છે…

રાશીની નઝરની સામે બે બે ચિતાઓ બળી રહી છે... આગની જ્વાળાઓ આકાશને ચુમી રહી છે અને ધગ ધગી રહી છે..
ધીરે ધીરે આ જ્વાળાઓ ધુંધળી થતી જાય છે...

રાશીની આંખમાંથી નિકળતા આંસુઓથી રાશીની તંદ્રા તુટે છે અને નિકેશના રૂમમાં રાત્રીના બલ્બના અાછા પ્રકાશમાં ઉભેલી રાશીના હાથમાં હોય છે... નવ્યા અને નિકેશ વચ્ચે ના લખાયેલા પત્રો...

આ પત્રો નવ્યાના કહેવા છતાંય નિકેશે પોતાની બ્રીફકેશમાં સાચવી રાખેલા.. જે પત્રોએ આજે રાશીની જીંદગી પરત્વેની માન્યતાને જ બદલાવી નાંખેલી... કેટ કેટલાય પ્રશ્નો રાશી ના દિમાગમાં છે... રાશી સમજી નથી શકતી કે નવ્યા અને નિકેશના સંબંધ માટે શું કહે તે સંબંધમાં....

જાહ્નવી આવે છે અને રાશીના ખભ્ભા પર હાથ રાખીને કહે છે,... મમ્મી આપણે તો સાવ નિરાધાર થઇ ગયા અને આ શું વાંચે છે તું....

રાશી... કાંઇ જ નહીં બેટા.. .. આ તારા પપ્પાએ મને લખેલા પત્રો છે... જેનો પણ વિસર્જન થવાનો સમય આવી ગયો છે... ડૂમો ભર્યા અવાજે રાશી કહે છે....

દીકરા તને ખબર છે... એક ચપટી સિંદુરનું વજન કેટલું હોય છે..... ? તારા પપ્પાએ મારા સેથામાં એક ચપટી સિંદુર ભરેલ અને આ જીવન તેમણે મને ખબર જ પડવા ના દીધી કે ચપટી સિંદુરનો બોજ કેવો હોય છે.... અને મારું આખું જીવન નીકળી ગયું.... ઘણી વાર કોઇ દોષ ના હોવા છતાંય સજા ભોગવવી પડે છે... હવે હું કહી નથી શકતી કે આ સજા મેં ભોગવી કે તારા પપ્પા એ....

બેટા મારા જીવનના હવે ઘણા પ્રશ્નો છે જેના જવાબો મારી પાસે નથી... અને તું કેમ પોતાને નિરાધાર સમજે છે... હજી તારી આ માં છે... આવા વિચારો નહીં કરવાના અને તારા પપ્પા એ પોતાની ફરજ બાખુબી નિભાવી છે, એક પતિ, પિતા, પ્રેમી અને મિત્ર તરીકે તારા પિતાની હું તુલના નહીં કરી શકું.

આમ રાશી જાહ્નવી પાસે તમામ હકિકતો પોતાના સહજ સ્વભાવથી છુપાવવામાં સફળ થાય છે. રૂમનો બલ્બ બંધ થાય છે.... અને બન્ને જણા .... જીવનમાં આગળ વધવાનું સમજીને રૂમ બંધ કરે છે.

અસ્તુ.

પ્રીય વાચકો... મારી આ વાર્તાને વાંચવા અને મને ઉતમ અભિપ્રાયો આપી મને સાચું દિશા સૂચન આપવા માટે અને પ્રોત્સાહન આપવા માટે હું સહુ વાચકોનો હ્રદયપૂર્વક થી આભાર માનું છું.

આ વાર્તા ચપટી સિંદુર એક પ્રેમ કથા છે... સમાજમાં ચાલતા આફટર મેરીટલ અફેઅર્સનું બીજું પાસું પણ હોઇ શકે તે બતાવવાની કોશિષ કરેલી છે. તેમ છતાં લગ્ન સંસ્થા અને સમાજની દષ્ટિએ આફટર મેરીટલ અફેઅર્સ કોઇ પણ રીતે વ્યાજબી ના હોઇ શકે તેવું સ્પષ્ટ રીતે માનું છું.

વધુમાં પ્રેમની કોઇ જ પરિભાષા હોઇ શકે નહીં... પ્રેમ ના તો નાત જુએ છે, ના તો જાત, કે ના તો ઉંમર... પ્રેમ એ પ્રેમ છે અને કોઇ પણ સ્વરૂપે તે સાત્વિક જ હોવું જોઇએ...અને પ્રેમ ક્યારેય પણ, કોઇની પણ સાથે કોઇ પણ ઉંમરે થઇ શકે છે... બધું પ્રકૃતિ અને કર્મ અને સંસ્કારને આધીન છે. આ વાર્તામાં પ્રેમ પરત્વે નો દષ્ટીકોણ બદલવા અને પ્રેમનું વાસના રહીત પાસું પણ જોવા માટે સમાજનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરેલ છે... અને આ વાર્તાને જે પ્રતિભાવ મળેલ છે તે નજરે મારી આ વાર્તા સફળ રહી છે જેની મને ખુશી છે... ફરીવાર તમામ વાચકોનો ખુબ ખુબ આભાર....

-નિલમકુમાર બુધ્ધભટ્ટી (નિલ)
અંજાર-કચ્છ
તા. ૬/૮/૨૦૧૯

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED