ચપટી સિંદુર - 5 Neel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચપટી સિંદુર - 5

(નવ્યા ના ઘર સાથે ઘરોબો થઈ ગયો છે. નવ્યા અને તેના માતાજી રાશીને મળવાની જીદ્દ કરે છે..)

આમ નવ્યાની જીદને વશ થઇને નિકેશ અનુકૂળ સમય જોઇને નવ્‍યાને પોતાને ઘેર લઇ જાય છે.

રાશી આ છે નવ્‍યા... મારી સાથે જ કામ કરે છે.

પ્રજ્ઞેશ છે ને તેની ફીઓન્‍સીની બિલકુલ બાજુમાં જ રહે છે. મારી સારી એવી મિત્ર બની ગઇ છે, જીદ કરવા લાગી કે રાશી થી મળવું છે, તમારી પુત્રીથી મળવું છે... તો સાથે લઇ આવ્‍યો. નિકેશ રાશીને કહે છે.

અને નવ્‍યા આ છે મારી પરમ પત્‍ની રાશી.... હસતાં હસતાં નિકેશ નવ્‍યા ને કહે છે.

અને આ છે મારી પ્રીન્‍સેસ જાહ્નવી..... બેટા સે હાય ટુ આન્‍ટી..... નિકેશ તેની પુત્રીને કહે છે.

તમને કોઇ સાથે મીત્રતા કરવામાં કેટલી વાર... તમારો સ્‍વભાવ જ મળતીયો છે... રાશી નિકેશને કહે છે.

અરે નવ્‍યા ઉભી શાને છો.... બેસ.... બોલ શું લઇશ... ઠંડુ... ગરમ... મીન્‍સ સોફટ ડ્રીન્‍ક.. કે ચા... કે કોફી.... રાશી નવ્‍યા ને પુછે છે.

કાંઇ જ નહીં દીદી... રહેવા દો... આમેય હવે ઘરે પહોંચીશ એટલે મમ્‍મી જમવાનું ધરી દેશે સામે... અને અહીં કાંઇ પણ લઇશ તો જમવાનું ટાળવું પડશે... નેક્સ્‍ટ ટાઇમ ઓ.કે.... નવ્‍યા રાશીને કહે છે.

એમ થોડીને ચાલે... હું કોફી બનાવું છું.... હાફ એન્‍ડ સ્‍મોલ કપ ઓ.કે. ... એમને એમ થોડીને જવાય... એમ કહીને રાશી કીચન તરફ ચાલી જાય છે.

આ બાજુ નવ્‍યા જાહ્નવીને રમાડવા લાગે છે.... અને જાહ્નવી પણ એકદમ સહેલાઇ જાણે નવ્‍યાને વર્ષો થી ઓળખતી હોય તેમ મીકસ થઇ જાય છે... બન્‍ને હસી મજાક કરતી હોય છે. અને જાહ્નવી છે જ હજી ચારથી પાંચ વર્ષની..... બન્‍નેની ખીલખીલાહટ રૂમમાં ગુંજી ઉઠે છે.

નવ્‍યાની આંખોમાં જાહ્નવી પ્રત્‍યેનો પ્રેમ સ્‍પષ્‍ટ દેખાઇ આવે છે.... આ પ્રેમ જાહ્નવી માટે છે કે નિકેશ માટે.. જેમ સમજો તેમ પણ નવ્‍યાને નિકેશના ઘરમાં કાંઇ જ નવું નથી લાગતું.

નવ્‍યા અને જાહ્નવીની ખીલખીલાહટ સાંભળીને રાશી કહે છે અરે વાહ આજ તો જાહ્નવી આન્‍ટી સાથે બહુ રમે છે..... રાશી જાહ્નવીને કહે છે.

મમા આન્‍ટી મને રમાડે છે... હસાવે છે.... કાલી કાલી ભાષામાં જાહ્નવી રાશીને કહે છે.

ચાલ બેટા આન્‍ટીને ફોફી પીવા દે ..... બહુ જ તોફાની છે.... રાશી બોલે છે.

ના ના દીદી એકદમ ક્યુટ છે.... નવ્‍યા જવાબ આપે છે અને કોફી પીવે છે.

ચાલો નિકેશ મને ઘેર ડ્રોપ કરી દેશો... મોડું થઇ ગયું.... નવ્‍યા નિકેશને કહે છે.

હા ચોકકસ.... રાશી હું નવ્‍યાને ડ્રોપ કરી આવું ઓ.કે.... નિકેશ રાશીને કહે છે... અને નવ્‍યાને છોડવા જાય છે.

પરંતુ નિકેશનું મન અશાંત છે... આજે નવ્‍યા રાશીને મળી...આમ નવ્‍યા સાથે કામ કરતી હોવા અને ઘેર લઇ આવેલ હોવાથી રાશી શું વિચારતી હશે... કાંઇ ગલત તો નહીં સમજેને... તે વિચારથી અશાંત થઇ જાય છે અને વિચારે છે કે નવ્‍યા વિશે રાશીને બધું જ કહી દઉં…

રાતે નિકેશ અને રાશી પોતાના રૂમમાં ભેગા થાય છે ત્‍યારે નિકેશ રાશીને કહે છે .... રાશી તને ખબર છે નવ્‍યા અને તેના મધર બે જ જણા છે.... નવ્‍યા ના પિતા નથી... અને આ છોકરી નાનપણથી ભણવાની સાથે સાથે ઘર ચલાવે છે... અને બીજું કે આપણી જ જ્ઞાતિની છે.

હમમમ..... રાશી માત્ર આટલો જ પ્રતિભાવ આપે છે.

પ્રજ્ઞેશ માટે નિશાને જોવા ગયા ત્યારે પ્રથમ વખત નવ્‍યાથી મુલાકાત થઇ અને પ્રજ્ઞેશના કહેવાથી મેં જ નવ્‍યાને જોબ અપાવી છે... નિકેશ રાશીને કહેતો જાય છે.

હા નવ્‍યા લાગે જ હોશિયાર અને સમજુ છે. તમે સારું કર્યું એને જોબ પર લગાવી દીધી... રાશી નિકેશને કહે છે.

એક વાત હજી કહું... હું નવ્‍યાના ઘેર પણ જઇ આવ્‍યો છું અને હું રોજ નવ્‍યાને પીકઅપ કરવા જાઉં છું અને ડ્રોપ કરવા પણ... એમના સાથે ઘરોબો થઇ ગયો છે અને નવ્‍યા ના માતાજી પણ તને મળવા માટે જીદ કરી રહ્યા છે. નિકેશ ખુલાસો કરતા હોવાના ભાવથી રાશીને કહે છે.

ઓ.કે. પણ નિકેશ તમે આમ મને બધું કહો કાં છો... મેં ક્યાં કોઇ ખુલાસો માંગ્‍યો આપની પાસે... રાશી નિકેશની આંખ સાથે આંખ મિલાવીને વિશ્વાસ સાથે કહે છે.

ના મને એમ કે તું કાંઇ ગલત તો નહીં વિચારતી હો ને.... નિકેશ રાશીને કહે છે.

અરે આમાં ગલત શું વિચારવાનું.... તમે પણે કેવી વાત લઇને બેસી ગયા છો.... મને તમારા પર ભરોસો છે નિકેશ.... બસ હવે થયો સંતોષ .... હસતાં હસતાં રાશી કહે છે.... અને સમય મળ્યે નવ્‍યાના ઘેર પણ ચાલશું ઓકે.... ચાલો હવે રાત ઘણી થઇ ગઇ સુઇ જાઓ....

રાશી નો ભરોસો નિકેશની છાતી ચીરી ગયો... પોતે રાશીનો ગુનેગાર હોવાનો અનુભવ કરવા લાગ્‍યો.... નિકેશ પોતાના નવ્‍યા સાથેના સંબંધ વિશે આમેય ક્યાં કંઇ કહી શકવાનો હતો.

આમ નિકેશનો અને નવ્‍યાનો પ્રેમ ચાલુ રહે છે. ઘણી વખત તેઓ બન્‍ને ઓફીસમાંથી વહેલા નીકળીને મુવી જોવા, ગાર્ડનમાં ફરવા નીકળી જતાં.... ઘણી વખત ટેકરી પર આવેલ રાધાક્રીષ્‍ન મંદિર પર ચાલ્‍યા જતાં ત્‍યાં સાંજના વાતાવરણ અને એકાંતમાં જન્‍મો જનમની જાણે વાતો ખુટતી જ ના હોય તેટલી અલકમલકની વાતો કરતા....

એક વખત રાધા ક્રીષ્‍ન મંદિરે બેઠા બેઠા નવ્‍યા કહે છે, નિકેશ આપણા પ્રેમ અને સંબંધનો તો હવે આ રાધા અને કાન જ કાંઇ રસ્‍તો કાઢે તો સારું... આમ ક્યાં સુધી આપણે રહેશું... નિકેશ....

હા નવ્‍યા હવે આ કાનુડો કાંઇ રસ્‍તો કાઢે તો જ સારું.... પણ નવ્‍યા હું તને પ્રેમ કરું છું... તને મારા પર વિશ્વાસ છે ને.... નિકેશ નવ્‍યા ને કહે છે.....

હા નિકેશ.... છે જ ને... આમ કાં કહે છે..... નવ્‍યા નિકેશને કહે છે.

નવ્‍યા આજે આ રાધાક્રીષ્‍ન ની સાક્ષીએ જ હું તને અપનાવું છું... અને એમ કહી પોતાના ગળાની ચેન ઉતારી નવ્‍યાને પહેરાવી દે છે... અને નવ્‍યા પણ જાણે એ એક ચેન માત્ર નહિં પણ મંગળસુત્ર હોય તેમ સ્વિકારે છે... અને બન્‍ને એકબીજાના બાહુપાસમા-આગોસમાં સમાઇ જાય છે.....

પણ વળતી વેળાએ નવ્‍યા એ ચેન ઉતારીને નિકેશને પાછી આપી દે છે.... કહે છે... નિકેશ આ ચેન તમે જ પહેરો... રાશી દીદી ચેન નહીં જુએ તો અનેક પ્રશ્‍નો ઉભા થાશે અને હું પણ મમ્‍મી ને શું કહીશ... એમ કરીને ચેન પરત કરે છે.... અને એ વેળાએથી તેઓ બન્‍ને પ્રેમી પ્રેમિકા નહીં પરંતુ પતિ પત્‍નીના ભાવ સાથે જ રહે છે.

નિકેશની પસંદનું ખાવાનું, એના પસંદના કપડા પહેરવા, જે પહેલા ક્યારે ભાલે ચાંદલો ના કરતી એ નવ્‍યા નાનો પણ ચાંદલો કરવા લાગી... નિકેશની ખુશી જ એક માત્ર એની પ્રાથમિકતા બની ગયી અને નિકેશને પણ નવ્‍યાના આ અલગ અલગ રૂપ બવ જ ગમતા.

પરંતુ સમય તો સમયનું કામ કરે જ છે.... હવે નવ્‍યા માટે લગ્‍ન માટેના માંગા પણ આવવા લાગ્‍યા અને નવ્‍યાની ચિંતા વધવા લાગી... અનેક માંગાઓ એક યા બીજા કારણોસર એ ટાળી દેતી... પણ હવે નવ્‍યાની માતાજીની ચિંતા વધતાં નવ્‍યા માટે તેમને સંભાળવું મુસીબત લાગવા લાગ્‍યું..

આ વાત નવ્‍યાએ નિકેશને કરી... પણ નિકેશ કરે પણ શું... એટલું જ કહ્યું તું ટાળે છેને બસ... કાંઇ રસ્‍તો નીકળી આવશે.

દિવસો પસાર થતા જાય છે. દરમ્‍યાન નિકેશના મિત્ર પ્રજ્ઞેશના લગ્‍ન પણ આવે છે. તે લગ્‍નમાં તેઓ બધાં સાથે જ રહે છે. લગ્‍નનો આનંદ ઉઠાવે છે. નવ્‍યાના માતાજી તે સમયગાળા દરમ્‍યાન યાત્રાએ ગયા હોય છે. લગ્‍ન પુરા થવા બાદ નવ્‍યા નિકેશને ઘેર છોડી આવવાનું કહે છે.... નિકેશ રાશીને કહીને નવ્‍યાને ઘેર છોડવા જાય છે....

ઠંડીની રાત હતી એટલે નવ્યા બાઇક પર નિકેશને અડીને પાછળ બેસે છે અને કહે છે... નિશા અને પ્રજ્ઞેશ કેવા સરસ લાગતા હતા નહીં.....

નિકેશ આજે મારે તમને એક સરપ્રાઇઝ આપવું છે....

એમ ..... શું સરપ્રાઇઝ છે.... જલ્‍દી કહે.... નિકેશ કહે છે....

સરપ્રાઇઝ કહી દવ તો સરપ્રાઇઝ થોડી રહે. ચાલો તો ખરાં. નવ્‍યા કહે છે....

ઘેર પહોંચે છે.... ઘરમાં નિકેશ અને નવ્‍યા સિવાય બીજું કોઇ જ નથી. આ એકાંત તેઓને ક્યારેય પણ મળ્યુ ન હતું. નવ્‍યા કહે છે... નિકેશ શું સરપ્રાઇઝ હશે કહો.

સાચું કહું શું હશે સરપ્રાઇઝ..... નિકેશ નવ્‍યા ને કહે છે....

હા કહો.... નવ્‍યા કહે છે.

મારો સરપ્રાઇઝ એ છે કે હું તારી માંગમાં આજે સિંદુર ભરું. આ સાંભળીને નવ્‍યા અવાચક જ બની ગઇ....

શું !!! તને કેમ ખબર પડી નિકેશ કે હું આ જ સરપ્રાઇઝ આપવા માંગુ છું. આશ્‍ચર્યથી નવ્‍યા પુછે છે.

નવ્‍યા મને તારા મન, હૃદયની બધી જ વાતની ખબર છે. મારો પ્રેમ એટલો તો સાચો છે. નિકેશ કહે છે....

નવ્‍યા મંદિરમાં જાઇ સિંદુરની ડબ્‍બી લઇ આવે છે અને કહે છે તો પછી કોની વાટ જુઓ છો ભરી દ્યો આજ મારી માંગ પણ…

નિકેશ ચપટી સિંદુર લે છે... અને કહે છે... આપણા આ સંબંધમાં કોઇ અગ્‍ની ની વેદી નથી, કોઇ શાસ્‍ત્રોક્ત શ્લોકો નથી... કોઇ પરીજન નથી, બ્રાહ્મણની હાજરી નથી... પણ હું તને મારા અંતર આત્‍માથી... મારી આત્‍માની, આ પ્રકૃતિની હાજરીમાં તમામની સાક્ષીએ આ ‍ચપટી સિંદુરથી તારી માંગ ભરું છું. એમ કહી એ ચપટી સિંદુરથી નવ્‍યાની માંગ ભરી દે છે અને બન્‍ને જણાઓ એ એકાંતમાં એકબીજાના બાહુપાસમાં આવે છે. પણ તેઓ બન્‍ને સંબંધની અસ્મિતા જાળવી રાખે છે. કોઇ એવો કદમ નથી લેતા કે નવ્‍યાને પછી નિચાજોણું થાય.

એક ગહન સંતોષ પામે છે બન્‍ને જણા. નિકેશ નવ્‍યાને છોડીને પાછો લગ્‍ન સ્‍થળે પહોંચે છે.

બીજે દિવસે ઓફીસ અવર્સ પુરા થવા બાદ નવ્‍યા નિકેશને ફરી રાધાક્રીષ્‍ન મંદિરે જવાનું કહે છે અને તેઓ બન્‍ને રાધાક્રીષ્‍ન મંદિરે જાય છે. ત્‍યાં દર્શન કરી બેન્‍ચ પર બેસે છે. ત્‍યારે નવ્‍યા નિકેશને તે પોતે નિકેશ માટે એક સોન્‍ગ ડેડીકેટ કરવા માંગે છે એમ કહી સોન્‍ગ સંભળાવે છે.

ગીત હોય છે ....સજી નહીં બારાત તો ક્યા, આઇ ના મીલન કી રાત તો ક્યા..... બીન ફેરે હમ તેરે.....

નિકેશ પણ એ જ ભાવથી નવ્‍યાની લાગણીનું આદર કરે છે અન વચન આપે છે કે ભવિષ્‍યમાં જે કાંઇ પણ સ્થિતિ ઉભી થાય, ભલેને આપણે એક ના થઇ શકીએ, ભલેને આપણા રસ્‍તા જુદા પડે, કોઇપણ સ્થિતિ હશે નવ્‍યા હું હંમેશા તારી સાથે જ રહીશ. મારા માટે આપણા બેનું એક થવું જરૂરી નથી બસ તું તારા મનથી આત્‍માથી મને ચાહે છે એ જ મારા માટે ઘણું છે નવ્‍યા...

આમને આમ દિવસો વિતતા જાય છે. નવ્યાના ઘરથી નિકેશ અને રાશીનો ઘરોબો પણ સારો થઇ ગયો છે. હવે તો રાશી અને નિકેશ ઘણી વખત નવ્યાને ઘરે પણ જાય છે. જાણે જીવન એકદમ સરળ હોય, કોઇ ચિંતા જ નહિં અને નવ્યા નિકેશના પ્રમેમાં જાણે કોઇ અડચણ જ નથી. કેમ કે તેઓનો પ્રેમ કોઇ દેખાડાનો પ્રેમ તો હતો નહીં કે જાહેર થઇ જાય. બધું બરોબર ચાલી રહ્યું છે.

તકલીફ છે તો બસ નવ્યાના લગ્‍નની વાતો. જે નવ્યા ને અને નિકેશને બેચેન કરતી રહે છે.

ઓફીસમાં લંચ સમયે નવ્યા નિકેશને કહે છે નિકેશ આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ, અને સાચું કહું તો આપણે બન્ને ક્યાં જુદા છીએ. તો પણ મને રાશી સાથે, જાહ્નવી સાથે મમ્‍મી સાથે હું વિશ્વાસઘાત કરતી હોઉં એવું લાગ્‍યા કરે છે. આ વિચારો મને રાતે સૂવા પણ નથી દેતાં

સાચી વાત છે નવ્યા... આપણે આ રસ્‍તે નિકળી તો ગયા છીએ. મને પણ અનેક વખત હું રાશી સાથે જાણે વિશ્વાસઘાત કરતો હોઉં એવું લાગ્‍યા કરે છે. પણ નવ્યા આપણા સાથે આવું શુકામ થયું. નિકેશ ચિંતાના શ્વરમાં કહે છે.

નિકેશ આગળ વાત વધારતાં....આપણે બે જણાએ જે સંબંધ રાખ્યો છે તેમાં કોઇ ઉપર કાંઇ દબાવ તો હતો જ ક્યાં અને બન્‍ને જણા એકબીજાને પ્રેમ કરીએ છીએ એ વાત પણ એટલી જ સાચી છે જેટલા આપણા વિચારો છે.

મેં વધું ક્યાં કોઇ અપેક્ષા કરી છે નવ્યા બસ મારી ઇચ્છા છે કે તું મારાથી ક્યારેય દૂર ના જાય, હંમેશા મારી સાથે રહે. નિકેશ પોતાના મનની વાત નવ્યા સમક્ષ મુકે છે.

વાતોનું વાતાવરણ થોડું ગંભીર થઇ જતાં નવ્‍યા કહે છે... નિકેશ તું મને હંમેશા પોતાની નજરની સામે જ જોવા માંગે છેને,  હું હંમેશ તારી સામે જ રહું, સાથે રહું તેવું ઇચ્‍છે છેને, નવ્‍યા નિકેશને પુછે છે...

હા... હમણા તો કીધું તને... બચ્‍ચા.... નિકેશ કહે છે...

તો એનો એક એ જ રસ્‍તો છે કે મારા લગ્‍ન તારા ઘરમાં કે તારા સંબંધમાં નજીકના કોઇ સાથે થઇ જાય અને નવ્યા જોર જોરથી હસવા લાગે છે....

તને પણ આમા મજાક સુજે છે નવ્યા !  અહીં મારો ખાવાનો હરામ થઇ ગયો છે... નિકેશ નારાજગીના શ્વરમાં બોલે છે....

મજાક કરું છું .... હું... થોડું વાતાવરણ આપણી વચ્‍ચેનો હળવો થઇ જાય માટે..... સમજયા કે નહીં... અને બન્‍ને જણા એકબીજા સામે હસવા લાગે છે.

આમ નવ્‍યા સાથેની એક પછી એક યાદો નિકેશની આંખો સામે ચલચિત્ર જેમ આવતી જ રહે છે... ત્‍યાં જ ડોરબેલ વાગે છે અને નિકેશ જુની સ્‍મૃતિઓમાંથી બેબાકળો બહાર આવે છે.ડોર ઓપન કરે છે તેનો મીત્ર પ્રજ્ઞેશ આવ્‍યો હોય છે.

અરે નિકેશ .... ભાભી તો છે નહીં અને ઘરે એકલો શું કરે છે... અને તું જમ્યો કે નહીં... એક સાથે પ્રજ્ઞેશ સવાલ પર સવાલ કરે છે.

હા યાર... મેં જમી લીધું છે. બસ બેઠો હતો... બોલ કેમ આવવાનું થયું.. તારું નિકેશ કહે છે.

કાંઇ નહીં ઘણા દિવસ થયા મળ્યા ન હતા એટલે તને કોલ કર્યો પણ તું કોલ રીસીવ કરે તો ને... એટલે મેં ભાભીને કોલ લગાવ્‍યો ત્‍યારે ખબર પડી કે તું તો ઘરમાં એકલો છો... એટલે સીધો અહીં ચાલ્‍યો આવ્‍યો.... પ્રજ્ઞેશ કહે છે.

નિકેશ પોતાનો સેલફોન જુએ છે અને કહે છે હા યાર તારા કોલ તો છે... પણ મને ખબર જ ના રહી.

છોડ બધું શું જમ્યો... તું અને ક્યાં જમ્યો... પ્રજ્ઞેશ પુછે છે.

વળતે ઓફીસથી આવતા બહાર હોટલેમાં જમી લીધું..નિકેશ કહે છે.

તું પણ યાર સાવ કેવો છો... ભાભી નથી તો ઘરે આવી જવું જોઇએ ને... પ્રજ્ઞેશ નારાજ થઇને કહે છે.

ચાલ યાર બહાર... એક લટાર મારી આવીએ.... ઘણા દિવસ થઇ ગયા આપણે આપણું રૂટીન મુકી દીધું છે... પ્રજ્ઞેશ હસતાં હસતાં કહે છે...

હા... ચાલ... અને બન્‍ને જણા બહાર વોક માટે નકળી જાય છે.

ક્રમશઃ