ચપટી સિંદુર - ભાગ - ૧૩ Neel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચપટી સિંદુર - ભાગ - ૧૩

(ભાગ-૧૨ માં...અરે રાજુ આ લેટર.... જી સાહેબ ... હમણાં જ કુરીયર આવ્‍યું આપના નામથી છે માટે આપને આપ્યું... પણ આતો દેહરાદુન થી છે... મારું કોઇ દહેરાદુનમાં...તો નથી... નિકેશ વિચારમાં પડી જાય છે.)

નિકેશ લેટરનું એનવલપ જુએ છે પરંતુ તેના ઉપર કોઇ મોકલનારનું નામ કે સરનામું હતું આ જોઇને આ પોસ્‍ટલ ડીપાર્ટમેન્‍ટ વાળા પણ કઇ રીતે આમ સરનામા વગર મુકી દેતા હશે. બસ જ્યાં મુકવાનું છે તે સરનામું પ્રોપર છે માટે મુકી દીધું બસ. મનમાં ને મનમાં બોલે છે.

એન્‍વલપ ખોલે છે પત્ર નીકાળીને વાંચે છે તે પત્ર હતો નવ્યાનો, વાંચીને નિકેશના આશ્ચર્યચકિત થઇ જાય છે.

નિકેશ…

મારો પત્ર જોઇને દુવિધામાં છો ને... અને ખૂબ પરેશાન પણ. જાણું છું મેં કર્યું જ એવું છે. પણ તું પરેશાન ના થા અને મારા આ વહેવારને બની શકે તો માફ કરી દે જે. મારે તને કે રાશીને કોઇ જ તકલીફ આપવી ન હતી પણ મારી મજબુરી હતી એટલે મારે આ પગલું લેવું પડ્યું.

આ પત્ર નવ્યા પ્રશાંત નથી લખી રહી. હા બહુ હેરાન ના થા... આ પત્ર નિકેશ તારી નવ્યા લખી રહી છે અન માત્રને માત્ર પોતાના નિકેશને.

નિકેશ આ જીવન છે ને બહુ જ ચાલબાજ છે.. હર ક્ષણે પોતાની ચાલ બદલાવતો જ રહે છે અને મારા જીવનની તો એવી શતરંજ બીછાવી છે કે હું ચારેય ખાને ચીત થઇ ગયી છું. કદાચ હું તને પામવા માંગુ, તારો સાથ ઇચ્‍છું, તારી સાથે જ રહું પણ એ કદાચ આ જીવનને કબુલ નથી. નિકેશ મને મારા જીવનમાં તારા થકી કે તારા મારફતે જે કાંઇ મળેલ છે તે અતિશય ઘણું છે અને તે બધું જ મારી હવે પછીની આખી જીંદગીનો આધાર છે. હું જાણું છું તું આજે પણ મને અનંત પ્રેમ કરે છે પણ મારો વિશ્વાસ કરજે મારા હ્રદયમાં પણ તારા માટે એટલો જ પ્રેમ છે. પરંતુ પ્રશાંત સાથેના લગ્‍ન બાદ મેં વિચાર્યું કે કદાચ આ જ મારું જીવન છે અને હું એન માટે તત્‍પર પણ હતી. પરંતુ જો ને મારી કીસ્‍મતને તે પણ મંજુર ન હતું.

નિકેશ આપણો સંબંધ જે હતો તે, જેવો છે તેવો પણ આમાં રાશીદીદી નો કાંઇ જ વાંક નથી. આમા કદાચ કોઇનો પણ દોષ નથી. કદાચ આપણે સારા મીત્ર બનીને રહી શક્યા હોત અને એ રસ્‍તે આપણે ચાલ્‍યા પણ ખરાં અને હું જાણું છું તે તારા હ્રદય પર પત્‍થર રાખીને મારા કહેવાથી મીત્રતાના રસ્‍તે મને સાથ આપ્યો છે. છેલ્‍લાં કેટલાય સમય થી મારી શારિરીક સ્થિતિને લઇને તે અને રાશીદીદીએ કેટલો ભોગ આપ્યો છે તે હું જાણું છું આટલું તો કોઇ પોતાના સગાં માટે પણ ના કરે જ્યારે હું તો.....હું તમારો તે ‍ઋણ કદાચ આ ભવમાં તો નહીં ઉતારી શકું અને મારે કેટલાય જન્‍મ લેવા પડશે તેના માટે.

પ્રશાંત ના મારા જીવનમાં આવ્યા પછી હું મારી ગૃહસ્‍થી માં આગળ નીકળી જવા માંગતી હતી પરંતુ તેમનો સાથ પણ ને નહીવત મળ્યો અને નિકેશ તારી સાથે રહેતા રહેતા આ હ્રદયમાં ફરી પ્રેમના તરંગો ઉઠવા લાગ્‍યા. મને ખબર છે મોડી મોડી રાત સુધી તારો અને રાશીદીદી નું જાગવું, મારી ખયાલ રાખવી, પણ જ્યારે જ્યારે હું ઉંઘ મા હોઉં અને તું મારો હાથ પકડી જે હાથોમાં અને કપાળમાં ચૂંબન કરતો તે મને ખબર પડતી નિકેશ અને ત્યારે જ હું સમજી ગયી હતી કે નિકેશ હજી પણ તે જ નિકેશ છે. સાચું કહું તો હું પણ મને ખુદને રોકી શકતી ન હતી અને કદાચ હું જો ખુદને ના રોકું તો તે આપણા અને તારા અને રાશીના સંબંધ માટે સારૂ ના રહે અને તેથી જ હું હવે તારાથી ઘણે દૂર ચાલી ગયી છું. નિકેશ હું જાણું છું તું મને ચાહે છે પણ રાશીદીદી ને ક્યારેય કાંઇ ઓછું ના આવવા દે જે, તું જો ખરો પ્રેમ કરતો હોય તો તું રાશીદીદીમાં મને જોજે નિકેશ હું તને ત્યાં જ મળીશ.

નિકેશ કહેવાય છે ને જ્યારે બધા દ્વાર બંધ હોય ત્યારે કુદરત એક દ્વાર ખોલી જ આપે છે. જેમણે આજીવન ક્યારેય પણ મારી કે મમ્મની સહાય ના કરી તે મારા કાકા... હા મનસુખકાકા ની જ વાત કહું છું. તેમણે જ આજે મારી આ પરિસ્થિતિને જોઇને મારી મદદ કરી છે અને તેમના થકી જ હું આજે ત્યાંથી કોઇને કહ્યા વિના ચાલી ગયી છું અને એમ હું ના કરત તો તું કે રાશીદીદી થોડીને મને જાવા દેત.

નિકેશ આપણા પ્રેમને ખાતર જ હું તને આ પત્રથી જણાવું છું કે હું દહેરાદુન મધ્યે છું અને મનસુખકાકાની ભલામણથી મને શ્રી રામ જાનકી પબ્લીક સ્‍કૂલ માં જોબ પણ મળી ગયી છે. હું પત્રથી હંમેશા તારી સાથે રહીશ પણ તું ક્યારેય પણ મારો ફોનથી કે રૂબરૂ સંપર્ક કરવાની કોશીષ ના કરજે એટલી તારી નવ્યાની વિનંતી છે.

જાણું છું તને આજે મારા પર અતિશય ગુસ્‍સો આવે છે અને આવે એ પણ વ્યાજબી જ છે પણ મેં જે કાંઇ પણ કર્યું છે તે આપણા બધાંના સારા માટે જ કર્યું છે. મારે હવે આ ગુમનામીનું જ જીવન જીવવું છે નિકેશ. બસ એક તારા માટે હું ગુમનામ નથી અને હા આ પત્રની કોઇ જ જાણ રાશીદીદી ને ના કરજે તને મારા સમ છે. આપણે પ્રેમ કર્યો છે ને તો આ પ્રેમને આપણે આ પત્રથી જીવંત રાખશું. જાહ્નવીને મારો ખૂબ પ્યાર આપજે અને રાશીદીદી અને રમણકાકા માટે હું ગુમ જ થઇ ગયી છું એ જ બરોબર રહેશે.

આ પત્ર વાંચીને તેનો નાશ કરી નાખજે સાચવવાની બીલકુલ કોશીષ ના કરજે. હું ક્યાં છું એ બસ તને અને મનસુખકાકાને જ ખબર છે અને મેં તને કહી દીધું છે એ મનસુખકાકાને પણ ખબર નથી કે તેમને પણ ખબર નહીં પડે. એટલે આ અંગેની કોઇ વાત પણ ભવિષ્‍યમાં થાય નહીં તે ધ્યાન રાખજે. હું તારા પ્રેમ અને સાથની અપેક્ષા રાખું છું.

નિકેશ હવે આ પત્રને વિરામ આપું હું તને ખુબ ચાહું છું નિકેશ. આઇ લવ યુ...

તારી.. નવ્યા...

આ પત્ર વાંચીને નિકેશ પોતાને કાબુમાં રાખી નથી શકતો અને તેની આંખોમાંથી આંસુઓ સરી પડે છે અને મનમાં ને મનમાં શા માટે.... આખરે શા માટે તું આવું કરે છે નવ્યા... આ બધાંની શું જરૂર છે. આપણે સાથે હતા... કેટલું સારું હતું અને તું શુકામ એ ચપટી સિંદુરની લાજ નથી રાખતી, ક્યાં સુધી મારે તે ચપટી સિંદુરનો ભાર ઉચકવો પડશે... નિકેશને કાંઇ જ સુજતું નથી બસ વિચાર... વિચાર અને વિચાર...

આજ વિચારોમાં તે ઘરે જવા નીકળી પડે છે. ઘેર પહોંચે છે ત્યાં રમણકાકા હાજર હોય છે અને અતિશય દુઃખી હોય છે રડતા હોય છે.... નિકેશ રમણકાકાને શાંત કરે છે અને પુછે છે શું થયું કાકા આમ ચિંતા ના કરશો... નવ્યાને શોધી કાઢશું આપણે.

નિકેશને બોલતો અટકાવીને રમણકાકા કહે છે.... બેટા મારો તો ભવ જ બગડ્યો મારો એકને એક દીકરો અને દીકરી મને છોડીને ચાલી ગયા.... નિકેશ નવ્યાએ પોતાનો રસ્‍તો કરી લીધો..આ જો મને નનામી પત્ર આવ્‍યો છે.

નવ્યાનો ...... પત્ર આપી રમણકાકા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે..

નિકેશ પત્ર વાંચે છે... અક્ષરો નવ્યાના જ છે... બસ લખેલું એટલું છે કે મને શોધવાની કોશીષ ના કરજો... હું હવે કોઇ પર બોજ બનવા નથી માંગતી...પપ્‍પા મને માફ કરજો... આવતા જન્મમાં હું તમારી સાચેમાં સગી દીકરી બનીને અવતરીશ... મેં મારો રસ્‍તો કરી લીધો છે... બસ આટલું લખેલું વાંચીને નિકેશ સમજી જાય છે કે, નવ્યાએ રાશી અને રમણકાકા સામે પોતાને મૃત જાહેર કરી દીધી છે. મનમાં કહે છે હે ભગવાન હું શું કરું આ નવ્યાનો ... મને કાંઇ જ સમજ નથી પડતી તું મને કોઇ રસ્‍તો બતાવ.....

નિકેશ... રમણકાકા બોલાવે છે અને કહે છે... બેટા આ પત્ર ત્યાં પોલીસ સ્ટેશને આપી આવ કે જાણ કરી દે એટલે તેઓ પણ શોધતાં બંધ થઇ જાય....

રમણકાકા સમજતા હતા કે પત્ર ની સત્યતા કેટલી છે, તેમણે પણ મન મનાવી લીધું કે નવ્યા હવે પાછી નહીં આવે, પણ મનમાં માનતા હતા કે નવ્યા આત્મહત્યા કરે તેવી નથી. નિકેશ પણ રમણકાકાની વાતમાં હામી ભરીને પોલીસ સ્‍ટેશન જાય છે અને ગુમ નોંધ પરત ખેંચાવી પાછો ઘરે આવે છે.

રાતના જમી પરવારીને નિકેશ હંમેશની જેમ છત પર ટહેલતો હતો .... અચાનક જ એ જલ્‍દીથી પોતાનો સેલ ફોન કાઢીને કોલ લગાવે છે....

ફ્રમશઃ