Chapti sindur - 10 books and stories free download online pdf in Gujarati

ચપટી સિંદુર - ભાગ - ૧૦

(ભાગ-૯ માં...રાશી અને નિકેશની વાત પુરી થયા પછી રાશી રમણકાકાને કોલ લગાવી રહી છે પણ કોલ લાગતો નથી. રાશી ઘડીયાળ તરફ નજર કરે છે બપોરના ત્રણ જેવા વાગતા હતા એટલે રાશી રમણકાકાને ઘેર જઇને જ સમાચાર આપી આવવાનું વિચારે છે અને રાશી જાહ્નવીને લઇને રમણકાકાને ત્યાં જવા નીકળી જાય છે.)

રાશી રમણકાકાને ઘેર પહોંચીને ડોર બેલ વગાડી રહી છે, પણ ખાસ્સો સમય જવા છતાં કોઇ દરવાજો ખોલવા આવતું નથી. આથી રાશી રમણકાકાને કોલ લગાવે છે, રીંગ જાઇ રહી છે પણ કોલ ઉપડતો નથી. રાશી ફરીવાર કોલ લગાવે છે સામેથી રમણકાકા કોલ ઉપાડે છે. અવાજ જરા દબાયેલો લાગે છે.

રાશીઃ હે્લ્લો કાકા હું રાશી... ઘરની બહાર ઉભી છું. …

રમણકાકાઃ હા.. હા.. બેટા આવ્યો જ હમણાં કહીને કોલ કટ કરે છે.

રમણકાકા દરવાજો ખોલે છે તેમને જોઇને તેમની તબીયત નાદુરસ્ત હોવાનું રાશીને જણાઇ આવે છે.

કેમ કાકા આપની તબીયત ઠીક નથી લાગતી રાશી પુછે છે.

હા બેટા કાલથી જરા ટેમ્‍પરેચર જેવું છે. શરીર જકડાય છે અને હમણાં પણ આંખ લાગી ગઇ તો ડોરબેલ મને સંભળાણી જ નહીં. સારું થયું તું આવી. નિકેશના કાંઇ સમાચાર ... રમણકાકા પુછે છે.

રાશી રમણકાકાના કપાળ પર હાથ રાખીને ટેમ્‍પરેચર તપાસે છે. અરે કાકા આપને તો ખુબ તાવ છે. પહેલા ચાલો આપણે દવા લઇ આવીએ પછી બધી વાત.

તમે પણ ખરાં છો હો કાકા એક ફોન તો કરી દેવો જોઇએ મને તબીયત ઠીક ન હતી તો. રાશી નારાજગીના સ્વરમાં બોલે છે.

હા... મારી ભૂલ થઇ ગઇ હો બેટા... ધ્યાન રાખીશ હવે. પણ તું પણ હમણાં એકલી છો અને નિકેશ પણ નવ્યાની સારવારમાં રોકાયેલો છે. આપણા ઘર પર તો જાણે હમણા આભ તૂટી પડ્યો છે. ખુશી દરવાજે દસ્તક દઇને પાછી જ ચાલી જાય છે અને મારો એકનો એક આધાર મારો દીકરો પ્રશાંત ... અરે એણે તો હજી જીવન સંસારમાં પગ જ માંડ્યા હતા... એ પણ છોડીને ચાલ્યો ગયો... કહીને રમણકાકાના આંખમાંથી આંસુ સરી પડે છે.

કાકા તમે ના રડશો... હા પ્રશાંતભાઇ આપણી વચ્‍ચે હવે નથી. પણ કાકા નિકેશ અને હું તો છીએને... ‍નિકેશ પણ આપનો દીકરો જ છે, થોડા દૂર રહી છીએ પણ તમને થોડીને છોડી દઇશું અને નિકેશ હમણાં અહીં નથી તો શું હું તમારી દીકરી નથી ? ચાલો હવે હિંમત ના હારો અને રડવાનું બંધ કરો. રાશી દીકરી બાપને વઢે તેવા લયકાથી રમણકાકાને કહે છે.

રમણકાકા પણ થોડું મલકાઇને હા મારી દાદી હા... કહે છે અને જાહ્નવીના માથા પર હાથ ફેરવીને આ મારી જગદાદી... કહીને આવ મારી દીકરી કહીને જાહ્નવીને તેડી લે છે.

કાકા હવે તમે પહેલા તૈયાર થઇ જાઓ આપણે દવા લેવા જાઇએ. હું ડો. માથુર પાસે એપોઇન્ટમેન્ટ લઇ લવ છું અને હજી સાંજના સવા પાંચ થયા છે ડો. માથુર તેમની કલીનીક પર આવશે પણ હવે તો ટર્ન પણ વેલો આવી જશે. તમે તૈયાર થાઓ. કાકા આપ ચા પીસોને હું બનાવી આપું. રાશી કહે છે.

હા બેટા પણ થોડી જ બનાવજે હો. રમણકાકા કહે છે.

રાશી કીચનમાં જઇ ચા બનાવે છે સાથે સાથે ડો. માથુરની કલીનીક પર કોલ કરી અેપોઇન્ટમેન્ટ લે છે અને થોડીવાર બાદ તેઓ દવા લેવા નીકળી જાય છે.

ડો. માથુર સામાન્ય વાઇરલ ફીવર હોવાનું કહીને પાંચ દિવસની દવા લખી આપે છે જે લઇને તેઓ પરત ફરે છે.

રમણકાકા ઘરમાં પ્રવેશ કરીને હોલમાં સોફા પર બેસે છે અને કહે છે અરે રાશી બેટા શા માટે તે ધક્કો ખાધો આજે…. કાંઇ કામ હતું ?

હા.... કાકા.. મુદાની વાત તો રહી ગઇ... એક સારા સમાચાર છે. રાશી કીચનમાંથી અવાજ દેતા કહે છે.

રાશી કીચનમાંથી પાણીનો ગલાસ ભરીને રમણકાકાને દવા આપે છે. રમણકાકા દવા ખાઇને... સારા સમાચાર... આ શબ્દો ઘણાં દિવસ પછી કાને પડ્યા…

હા કાકા.. સારા સમાચાર... આજે બપોરે નિકેશનો કોલ હતો.કહ્યું કે નવ્યા કોમાં માંથી બહાર આવી ગઇ છે.

રાશીની વાત અટકાવીને રમણકાકા વાહ મારા ભગવાન બહુ સારું કર્યું તે તને લાખ લખા ધન્યવાદ. રમણકાકા કહે છે.

નવ્યા કેવી મારી ફુલ જેવી દીકરી, કેવી હોશીયાર મારા ઘરનું બધું જ એણે સંભાળી લીધું હતું અને તેને પણ જો કેવા દિવસો જોવા પડે છે. હવે એ સારી થઇ ગઇ છે તો પાછું બધું સારું થઇ જાશે. ભલે પ્રશાંત નથી પણ રાશી... નવ્યા પણ મારી દીકરી જ છે ને અને સાવ નાની છે અને સમજાવીને અેના ફરી લગ્ન હું કરાવીશ અને મને કન્યાદાનનો પણ પુણ્ય મળશે... સાચું ને... રમણકાકા બોલતા જાય છે.

રાશી તેમની વાત કાપીને .... પણ કાકા....

પણ શું બેટા... રમણકાકા સામો પ્રશ્ન કરે છે.

કાકા.. નિકેશે કહ્યું કે અકસ્માતમાં ગંભીર ઇજાઓને કારણે નવ્યાના બન્ને પગ પેરેલાઇઝ્ડ થઇ ગયા છે અને આવતી કાલે કદાચ ત્યાંથી ડીસ્ચાર્જ પણ આપી દે તો તેઓ એક બે દિવસમાં અહીં આવી જશે.

અરે.... મેં કહ્યું ને રાશી ખુશી આ ઘરમાં દરવાજે દસ્તક તો દે છે પણ તરત જ પાછી વળી જાય છે. કહીને રમણકાકા આંખો બંધ કરીને બેસી જાય છે.

થોડી વાર બાદ અરે રાશી બેટા... હું નવ્યાની સારસંભાળ કેમ રાખીશ... તારી કાકી હોત તો કાંઇ ચિંતા ન હતી. ના... હું નર્સ રાખી લઇશ. મારે મારી દીકરી નવ્યાનો ખ્યાલ પણ રાખવો છે ને... રમણકાકા સવાલ કરે છે અને હલ પણ બતાવતા જાય છે.

કાકા આપ ચિંતા ના કરશો... મેં વિચાર્યું છે કે હું નવ્યાને મારી પાસે જ રાખીશ અને હું અને નિકેશ છીએને તેના માટે બધું કરી છુટશું. રાશી કહે છે.

કાકા એક વાત કહું, નવ્યા આપણાથી અપરિચિત હતી, આપણો કોઇ પરિચય પણ ના હતો. છતાં જ્યારથી આપણના જીવનમાં આવી છે ત્યારથી એના તરફે એક અજાણી લાગણી જ બંધાઇ ગઇ છે. તમને નવ્યાની બિલકુલ ચિંતા ના કરશો હું સાચવીશ એને અને તમારું ટીફીન પણ બે ટાઇમ હું મોકલાવી આપીશ એ બધી મારી જવાબદારી... રાશી કહે છે.

હા બેટા તારી વાત સાચી... પણ દીકરા તમારું પોતાનું પણ અંગત જીવન છે... એ પણ વિચારજો હો. આજે બધું સારું લાગશે પણ આવતી કાલ... ? રમણકાકા સવાલ કરીને કડવો સત્ય છતો કરે છે.

હા કાકા આપની પણ વાત સાચી... સાચું કહું તો આપ અમારા વડિલ છો ને ... આપનું માર્ગદર્શન હશે તો બધું જ સારું થશે. અને નવ્યા મારી પાસે હશે તો મને કંપની પણ મળી જાશે. અને મારે અત્યારનું જોવું છે હમણાંનું ભવિષ્યનું પછી જોયું જાશે રાશી કહે છે.

કાકા હવે હું જાઉં છું... અને દવા ટાઇમસર ખાઇ જજો અને ટીફીન પણ મોકલાવું છું બહારનું કાંઇ જ ના મંગાવશો ના તો જાતે લેવા જજો. રાશી ટકોર કરે છે.

હા બેટા... તું જા... હવે... સાંજ થઇ ગઇ છે ટ્રાફીકમાં આમેય મોડું થાશે.. રમણકાકા કહે છે.

રાશી ત્યાંથી પરત જવા નીકળી જાય છે.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED