ડાકણનો પ્રકોપ - 3 shekhar kharadi Idriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાકણનો પ્રકોપ - 3

સતત વધતા વાવાઝોડાથી પહાડ ગામના લોકો વધારે ભયભીત બન્યા. કારણે કાળુના દેહને અંતિમક્રિયા કરવાની વિધિ બાકી હતી એટલે દન ડૂબતા પહેલા થઈ જાય તો વધારે સારું એમ માનતા હતા. પણ તેમની સામે હોનતા ડાકણ કાળો કહેર વરસાવી રહી હતી. એટલે બધા ગામના લોકો વધારે ચિંતાતુર જણાય તે સ્વભાવિક હતું.
એટલામાં કાળુનો મોટો ભઈ દામુ બોલ્યો " જો આમને આમ પવન વાતો રહશે તો રાત વાસો અહીં જ કરવો પડશે, એ પણ મારા ભઈની લાશ લઈને કેમ કે શિયાળાનો દન નાનો હોવાથી તે એકદમ આથમી જાય. "
અચકાતા અચકાતા લાલજી એ કહ્યું " મન તો પાક્કું લાગે કે આ ડાકણનો વળગણ છે જે ભૂત બની પાછળ પડ્યું છે ? "
મુખીએ આવી વાત સાંભળની હસતા જતાં કહ્યું " ના.. ભઈ ના.. આ તો કુદરતનો પ્રકોપ કહેવાય. "
" મુખી તમે શું જાણો ડાકણ વિશે ? "
" હું પણ આ ડુંગરમાં રહેનારો છું. પછી કેમ ન જાણું ડાકણ વિશે. "
" જરા મુખી વાત કાન ધરીને સાંભળો નહીંતર તમે ડાકણના ચક્રમાં ભૂલા પડશો ?
" હા.. ભલે પણ તમે ડાકણ વિશે જે કંઈ જાણતા હોય તે વાત કહો તો ખરા.. "
" હા..જરા ધ્યાનથી સાંભળો કહેવાય છે કે એક ડાકણ બનાવ માટે ડાકણ વિદ્યા શીખવી પડે છે એ પણ પોતાના પ્રિય વ્યક્તિનો ભોગ આપીને નહીંતર જો એ દિક્ષા ન આપ શકે તો એ પોતે અધૂરી ડાકણ બની રહી જાય, એ પછી તેનો વ્યવહાર હંમેશાં માટે ગાડા જેવો થઈ જાય. "
" અહો..હો લાલજી પેલી આપડા ગામની ભીમી બૂન જેવું બની જવાય. "
" હા.. દામુ ભઈ એ અધૂરી ડાકણ બની ગઈ એટલે હજી સુધી આમતેમ ભટકે એ પણ પોતાની મુક્તિ માટે ઉપર વાળા પાસે ભિખ માગે છે એ પણ પાગલ ભૂત જેવી બની ને "
સોમા એ કહ્યું " કહેવાય છે કે ડાકણ કાળી ચૌદની રાતે વડલા પર સવાર થઈને અસ્થિ તર્પણ સરોવર કે નદીના ઘાટ પર પહોંચીને નગ્ન સ્નાન કરીને આખી રાત અસત્ય શક્તિની પૂજા કરે છે એ પણ પોતાની તાંત્રિક વિધિથી ચૈતાની તાકાત વધારે મેળવવા માટે સતત પ્રયત્ન કરે છે. "
"અહો..આ તો ઘણી કાઠી વાત છે ને એ પણ ડાકણ સાથે બાથ ભરવી એ મોતને અડકવું કહેવાય " એમ ધના એ કહ્યું
" અરે.!! આપણે બધા ડાકણની વાતમાં ભૂલી ગયા કે આપણા ગામના લુંક બાવજી થાનકના વોણ બાબા ( ભવિષ્ય ભાખનાર, જાણકાર ) ધુણવાને તેમને તરત જ પૂછી જોઈ એ તો કદાચ આવી આપદાને ટાળવાનો જલદી ઉપાય જરૂર બતાવશે ? " ( ધનાની આવી સમજદારી વાળી વાત સાંભળીને )
મુખીએ આમતેમ નજર ફેરવીને કહ્યું " લાલજી જરા વોણ બાબા કાળુની અંતિમ વિધિમાં આવ્યા હોય તો તેમને તરત જ શોધી લાવ. "
લાલજી એ આશ્વાસન આપતા કહ્યું " હા..કેમ નહીં હાલજ વોણ બાબાને ગોતી લાવું ? "
એટલામાં પાછળથી અવાજ આવ્યો " બોલો મુખી શું કામ હતું ? આવી મુશ્કેલીમાં જરા બતાવાની તકલીફ કરશો ખરા ..?
"હા.. કેમ નહીં મારા અંદાજા પ્રમાણે તમને તો બધી વાત ખબર હશે કે આ કુદરતી આફત નહીં પણ કોઈ બીજી ડાકણ બાકણની બલા લાગે છે એટલે તેને શું જોઈએ છે અને શું કામ તે આટલી આકળ વિકળ બની કાળુના મૃત શરીર પાછળ પડી છે ? તેની જરા વોણ બાબા ધૂણીને બતાવવાનો પ્રયત્ન કરશો.. નહીંતર કાળુની લાશ અહીં જ રખડી જશે ?"
" તમે બધા જરા ચિંતા ન કરશો , હું હાલ ધુણીને બતાવી દઉ પણ એના પહેલા તમે બે અગરબત્તી સળગાવીને મને આપો જેની સુગંધ લઈને લુંક બાવજીનો પવન જલદી આવી જાય. "
" હા..કહીને " દામુ એ તરત જ અગરબત્તી સળગાવીને વોણ બાબાને આપી.
હવે વોણ બાબા એ અગરબત્તી નો ધૂપ લેતાં લેતાં કહ્યું " હે.. ડુંગર દેવ લુંક બાબજી આમારા ગામનું દુઃખનું કારણ અને તેને દૂર કરવાનો ઉપાય બતાવશો.. અમે ત્રાહીમામ પુકારી રહ્યા છીએ " કહીને તેનું આખું શરીર કંપારીથી ધ્રૂજવા લાગ્યું જાણે સાક્ષાત લુંક બાવજીનો પરચો વોણ બાબામાં આવી ગયો હોય એવું લાગી રહ્યું હતું. ત્યાં જ વોણ બાબા બોલ્યા " " લુંક બાવજી મને બતાવી રહ્યા છીએ કે આ કોઈ કુદરતી વાવાઝોડું નથી પણ એક ભયંકર ડાકણનું કામ છે એ પણ પોતાનો બદલો લેવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. "
" જરા વોણ બોબા એ ડાકણ કોણ છે ? એને જોઈને બતાવોને. " એમ મુખી એ કહ્યુંઃ
" અરે.. મુખી એ ડાકણ કાળી વિધિમાં ઘણી પારંગત છે. એને ઓળખી એ પથ્થર સામે માથું પછાડવું જેવી વાત કહેવાય. "
" શું વોણ બાબા એ ડાકણને ક્યારેય ઓળખાય ન શકાય ?" એમ દામુ એ પૂછ્યુંઃ
પ્રશ્નનો જવાબ આપતા વોણે કહ્યુંઃ "અવશ્ય એને ઓળખી શકાય પણ જ્યારે એ ડાકણ પોતે ચાહે ત્યારે.."
હવે ધીમેથી લાલજી એ પૂછ્યું "બીજો કોઈ ઉપાય ખરો એ ડાકણને ઓળખવા માટે ?"
" હા.. કેમ નહીં પણ એક વાતની ચોક્કસ ધ્યાન રાખવી પડશે કારણ કે એ ડાકણને પોતાની ઈચ્છા વગર ઓળખવી હોય તો એવો વ્યક્તિ શોધવો પડશે જે ડાકણ વિદ્યા કરતાં તેની આગળ કુરાડ વિદ્યામાં પ્રબળ પારંગત હોય નહીંતર ડાકણનો પ્રકોપ ગામમાં સતત વધતો જશે અને પછી હું પોતે કે તમે કંઇ ન કરી શકો બસ નજરો સામે મોતનો તાંડવ જોવાનો રહશે."
વોણ બાબાની આવી વાત સાંભળીને ત્યાં હાજર લોકો એકદમ ભયભીત થઈ ગયા કારણ કે ડાકણની વાત તેમની કલ્પના શક્તિથી આગળ વધી ગઈ હતી એ પણ અદ્રશ્ય ડાકણ હોય એવી વાત બધાના મનમાં વસી ગઈ એટલે ડાકણ વિશે અલગ-અલગ વાતોનો ગણગણાટ લોકો સતત કરવા લાગ્યા હતા.
એવા ટેમે મુખી એ ફરીથી વોણ બાબાને પૂછ્યું " આ આફતને ટાળવા જલદી કોઈ ઉપાય જણાવો નેં..
ધૂણતા ધૂણતા વોણ બાબા એ કહ્યું " હું.. આ ડાકણનું ઉત્પન્ન કરેલુ વાવાઝોડું રોકાવા માટે લુંક બાવજીના ડુંગર પરના થાનક પર દસ શ્રીફળ અને દસ કિલો સુખડી બનાવીને ચઢાવાની માનતા લેવી પડશે ત્યારે આપણે કાળુની લાશ કોઈ પણ ખતરા વગર સ્મશાન તરફ લઈને જઈ શકીશું ? નહીંતર ફરીથી એ ભયંકર ડાકણનો સામનો કરવો પડશે ?
" હવે વોણ બાબા અમને લુંક બાવજીની માનતા હ્રદય પૂર્વક મંજૂર છે." એમ કહીને મુખીએ હાથ હ્રદય પર મુકીને વચન આપ્યું.
બીજી તરફ હોનતા ડાકણ એકદમ કમજોર પડતી જોઈને તેના મનમાં ક્રોધનો જ્વાળા ભભૂકી ઉઠ્યોં એટલે તે બોલી " કોનામાં આટલી હિંમત કે હોનતાની ડાકણ વિદ્યા સામે ખુલ્લો પડકાર ફેંકે ?"
આવી વાત સાંભળીને તેની શિષ્યા દાની બોલી " ગુરુ મા.. તમે ખૂબ શક્તિશાળી છો એટલે આવી સામાન્ય ચિંતા કરવાની છોડી દો..! અને ફરીથી મોકો અવશ્ય મળી જશે બસ પોતાના શત્રુઓ પર યોગ્ય સમયે વાર કરવાની તૈયારી કરવી જોઈએ, તો જરૂર તેનું સારું પરિણામ મળશે "
" વાહ.. દાની તને તો ઘણી ફાયદા દાયક વાત કહી " એમ હોનતા એ ડાકણ ચક્રનું વર્તુળ ફરીથી બનાવતા જતાં કહ્યું કારણ કે લુંક બાવજીની શક્તિના અસરથી ડાકણ ચક્ર નાશ પામ્યું એટલે તે ફરીથી બનાવીને શત્રુઓ પર પ્રહાર કરવા માટે વિચાર કરી રહી હતી.

( પ્લીઝ વેટ એન્ડ વોચ નેક્સ્ટ ચેપ્ટર - 4 )

- ✍ શેખર ખરાડી ઈડરિયા