Outbreak of Witchcraft - 5 books and stories free download online pdf in Gujarati

ડાકણનો પ્રકોપ - 5

ધૂલીનો અત્યંત ઉપયોગી વિચાર સાંભળીને પ્રસન્ન થયેલી હોનતા ડાકણ કાળુની અંતિમ વિધિમાં ફરીથી અડચણ ઉભું કરવા માટે પોતાની શિષ્યા સાથે તૈયારી કરવા લાગી હતી. જાણે આવનારા સમયમાં ભયંકર પોતાના નામનો ડાકણ પ્રકોપ ફેલાવાની હોય તેવું લાગી રહ્યું હતું.
એટલામાં દાની એ કહ્યુંઃ ગુરુમાં.. આપણે ધરતી માતાને પ્રસન્ન કરવા માટે કોઈ ભોગ અવશ્ય આપવો પડશે."
" હા..કેમ નહીં ? એમને પ્રસન્ન કરવા માટે તમામ પ્રકારના પ્રયત્ન આપણે કરીશું ?"
વાત તો ગુરુમાં તમારી સો ટકા હાચી છે. પણ ધરતી માતાની માનતા લઈને તુરંત પ્રહાર કરવા માટે તૈયારી કરવી અત્યંત આવશ્યક છે નહિંતર મળેલો અવસર હાથોમાંથી હાથ તાળી આપીને જતો રહશે. " એમ દાની એ કહ્યું
ત્યાં જ હોનતા ડાકણ સંપૂર્ણ વર્તુળ ચક્ર દોરીને કહેવા લાગી " હે.. ડુંગર પર નિવાસ કરવા વાળી ધરતી માતા હું મારા રક્તની અગ્નિમાં આહુતિ આપીને વચન આપું છું કે તમને પ્રસન્ન કરવા માટે પશુ બલીનો ભોગ આપવા તત્પર છું, બસ મારું ધાર્યું કામ કોઈ પણ અડચણ વગર થઈ જાય એવી મારી ઈચ્છા છે."
" ગુરુમાં તમે જરા ચિંતા ના કરો, બસ ધરતી માતા પર પૂર્ણવિશ્વાસ રાખો તો અવશ્ય કાર્ય પૂરું થાય છે. "
દાની ની વાત સાંભળીને ધૂલી એ કહ્યુંઃ " ગુરુમાં આપણે ધરતી માતાને ભોગ ચઢાવા અર્થાત પશુ બલિ તરીકે બકરો કે પાડો જરૂર આપવો પડશે ? "
" હા.. કેમ નહીં આપણી મનોકામના પૂર્ણ થઈ જાય ત્યારે આપણે ધરતી માતાને અવશ્ય નિશ્ચિત તિથિ પણ ભોગ આપીશું. પણ એ પહેલાં શત્રુઓ પર પ્રહાર કરવા માટે સજ્જ રહેવું પડશે, નહિંતર આપણે હારના પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. "
બીજી તરફ કાળુની લાશ લઈને ગામના લોકો એકદમ સ્મશાન નજીક પહોંચી ગયા હતા. એ પણ ફરીથી કોઈ વિધ્ન ન ઉત્પન્ન થાય એવી પ્રબળ ઈચ્છા શક્તિ લઈને , કારણ કે તેઓ લુંક બાબજી ની માનતાને પણ લીધી હતી. તે યોગ્ય સમયે ફળીભૂત પણ થઈ જેને આધારે ગામના લોકોએ થોડી રાહતની શ્વાસ લીધી . પણ હવે તેમને કદી વિચાર્યું નો હતું. એવી ઘટના ઘટીત થવાની હતી, કારણ કે હોનતા ડાકણ ધરતી માતાનો આશ્રય લઈ ફરીથી સચોટ વાર કરવા માટે તત્પર હતી.

એટલામાં લાલજી એ કહ્યુંઃ " જોયું ને ધના આ ડાકણનો ખેલ ભલભલા માણસનું મજબૂત કાળજું કંપાવી નાંખે તેવો ભયંકર પ્રકોપ રહેલો છે. પછી આપણે જેવા સામન્ય લોકોનો તેની આગળ કંઈ ગજો કે હિસાબ ખરો ?"
" ના.. ભઈ..ના આ ડાકણ સાથે વેર લેવો એ તો સાક્ષાત મૃત્યુને આમંત્રણ આપવા જેવું કહેવાય. "
" એટલે જ હું.. એમ કહેવાય માંગું છું ? કે જ્યાં સુધી બની ત્યાં સુધી આ ડાકણ નામની બલાથી દૂર રહેવું વધારે યોગ્ય છે, નહિતર તેના નજરમાં ભૂલેચૂકે આવી ગયા તો આપણું હસતું ખેલતું જીવન નર્ક સમાન બની જશે, તેમજ વારંવાર મોતનો અનુભવ થતો રહેશે. "
" ભાઈ.. આમને આમ ક્યાં સુધી ડરી ડરીને જીવવું એના કરતાં તો ડાકણને ઉંઘમાં જ પતાવી દેવી જોઈએ. પછી ડર નામનું કારણ જ ક્યાં રહે. "
સોમાની આવી એકદમ જૂઠી વાત સાંભળીને ત્યાં હાજર કાન્તિ બોલ્યો " " હવે.. સોમા તું.. વાત કરવાની રહેવા દે..!! કેમ કે તું.. એક નંબરનો ડરપોક માણસ છે, એ પણ રાતના સમય પોતાના ઘર બહાર નથી નીકળતો અને વાતોના આવા મોટા મોટા બણગા ફૂંકે છે, તને કાઈ આવી વાતો કરતા શરમ બરમ આવે છે કે નહીં.."
લાલજી એ આમતેમ નજર ફેરવી ને કહ્યુંઃ " ભંઈ.. આ જમાનામાં કામ પરતું કામ રાખવું એમાં જ આપણા બધા માણસની ભલાઈ છૂપાયેલી છે. નહિંતર આ કાળુનો મરણ પ્રસંગ સમાન અડચણોનો પહાડ બની એક દિન આપણા જીવનમાં પણ તૂટી પડશે."
ત્યાં હાજર હતા તે બધા લોકો અગ્નિસંસ્કાર સ્થળ પર લાકડાઓ ગોઠવીને કાળુની અંતિમ વિધિ કરવા માટે તૈયારી કરવા લાગ્યા હતા. પણ તેમના મનમાં ડાકણ નામનો ડર અવશ્ય બેસી ગયો હતો, જેનો વિચાર સતત ત્યાં હાજર લોકો કરવા લાગ્યા હતા. કારણ કે તેઓ તેના પ્રકોપથી જેમ તેમ કરીને બચ્યા હતા. એટલે ચિંતાના કાળા વાદળો તેમના ઉપર હજી સુધી ઘેરાની બેઠા હતા, તેમજ વન વગડો આજ એકદમ ડરામણો બની ડરાવી રહ્યો હોય એવો આભાસ મનને સતત થઈ રહ્યો હતો, તેમજ હવાની ગતિમાં અજીબોગરીબ અવાજ કાને સંભળાઈ રહ્યો હતો. જેના લીધે આસપાસનું વાતાવરણ એકદમ ડરામણું બની રહ્યું હતું.

--- શેખર ખરાડી ઈડરિયા

( please wait & woche next chapter-6 )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED