Outbreak of Witchcraft - 2 books and stories free download online pdf in Gujarati

ડાકણનો પ્રકોપ - 2

હવે જેણે-જેણે કાળુની લાશ ઉપાડવાની કોશિશ કરી તે બધા ભયભીત થઈને એકદમ આશ્ચર્ય પામ્યા કારણ કે કાળુનો ધાર્યા કરતા તેના મૃત શરીરનો વજન એકાએક ડબલ થઈ ગયો હતો. એટલે લાલજી અને ધનાને લાગ્યું હતું કે કાળુના લાશ ઉપર અવશ્ય કોઈ ડાકણ આવીને બેસી ગઈ હશે જેથી તેનો કાળો છાયો આફત બની ભારેખમ વજન બની ગયો, જે પોતાની ઇચ્છા મુજબ એક નવો શિકારની શોધમાં હશે ?
એટલામાં ગામના મોભાદાર મુખી એ કહ્યું " શું થયું બધા લાશ ઉપાડવામાં આટલો વિલંબ કેમ કરે છે. ? "
આ સાંભળીને લાલજી ધીમેથી કહ્યું " મુખીજી આ કાળુની લાશનો વજન ડબલ થઈ ગયો છે એટલે તેને ઉંચકવા લોકો પાછા પડી રહ્યા છે. "
આવું સાંભળીને ધનાએ તરત જ કહ્યું
" લાગે છે કે લાશ ઉપર ડાકણનો કબજો છે જે પહેલાં કાળુને ખાઈ ગઈ તોપણ તેને શાંતિ ન મળી, હવે તે પાછળ પડછાયો બની પડી રહી છે."
મુખી એ ગુસ્સામાં કહ્યું " અલ્યા.!! બધા ગાંડા થઈ ગયા છો કે કેમ ? આવી ડાકણની જૂઠી અને ઉપજાવેલી વાતો કરો છો ? એ પણ લાશની અંતિમ વિધિ કર્યા પહેલાં આમ રઝળતી મુકીને બધાની નજરોના સમક્ષ... જરા તમને શરમ બરમ આવતી નથી કે કેમ..? "
" મુખી અમે શું કામ જૂઠું બોલી એ પણ કારણ વિના..? જે ઘટના અમે અનુભવી છે તેને સામે પડકાર ફેંકવો તો જાણે સાક્ષાત યમરાજ ને મૃત્યુનું આમંત્રણ આપવું કહેવાય. "
" અ..અહો..! આ તો ગજબ થઈ ગયું ને તમારી અંધશ્રદ્ધા વાળી વાતો સાંભળીને ગધેડાને પણ એકદમ શાનો તાવ આવી જાય. "
એટલામાં ગામના એક વડીલે એ કહ્યું " મુખી ભઈ જરા વાત સમજો કોઈ કારણ વગર શું કામ જૂઠું બોલે એ પણ મૃત્યુ જેવા પ્રસંગે ? "
" રોમા કાકા જરા તમે પણ વિચારો કે માણસનું મૃત્યુ પછી તેનું શરીર આપોઆપ કુદરતી રીતે ભારે થઈ જાય છે એ પણ લાંબા ગાળે દેહ ફુલી જવાથી પણ વજન વધે છે. "
" મુખી ભઈ.. તમારી વાત સો ઘણી હાચી પણ જરા તમે પણ એકવાર કાળુની લાશ ઉપાડી જોવો કદાચ તમારા મનની વહેમ તરત દૂર થઈ જાય ? "
" હા.. કેમ નહિ જરૂર . "
એમ કહેતા જ મુખી હોંશે હોંશે લાશ ઉપાડવા આવી ગયા તો જેવી તેમને અને ત્રણ બીજા લોકો દ્વારા લાશ ખભા પર ઊપાડી તો નવાઈ પમાડે તેવી ઘટના ઘટિત થઈ કે અચાનક લાશનો વજન એકદમ હળવો થઈ ગયો એટલે મુખી એ મનમાં લાગ્યું કે લાલજી, ધનો અને અન્ય લોકો અવશ્ય જુઠું બોલે છે એ પણ વજન ન ઉંચકવા માટે કારણે કે અતિમ વિધિનું સ્થળ પહાડા ગામથી બે થી ત્રણ કિલોમીટર દૂર હતું એટલે બધા બનાવટી બાનું કાઢતા હશે ?
હવે બધી વાત જાણીને મુખી ઠપકો આપતા હોય એમ કડક શબ્દોમાં કહ્યું " અલ્યા.. તમે બધા આવી દુઃખદ અવસરના ટેમે કામ ચોર બની ગયા લાગો છો ? એ પણ લાશ ભારે છે. એવું નકામું બાનુ કાઢીને..!"
લાલજી એ નવાઈ પામતાં કહ્યું " આવું.. ના જ બની શકે કારણ કે લાશનો વજન ડબલ હતો એ પણ ભલભલા માણસ તેને ઉંચકી ન શકે ? "
વાતમાં ભાર આપતા મુખીએ કહ્યું " હું.. તો ખરેખર કહું છું , જો તમને વિશ્વાસ ના આવતો હોય તો એક વાર ફરીથી લાશ ઉપાડી જોવો તો અવશ્ય તમને ખ્યાલ આવી જશે. "
એટલામાં ધનાએ કહ્યું " શું વાત કરો છો.. આવું જરા ના બની શકે ? "
એમ કહી ધનો અને લાલજી ફરીથી લાશને ઉપાડવા લાગ્યા તો એકદમ સ્તબ્ધ રહી ગયા કારણ કે લાશનો વજન પહેલાં કરતા સાવ હળવો થઈ ગયો હતો, જેથી ડાકણના કાળા પડછાયા વિશે માન્યતા વધારે પ્રબળ બની ગઈ હતી. તેથી ડરના બીજ મનમાં રોપાઈ ગયા હતા કે આવી ખેલબાજ અને ભયંકર ડાકણ પોતાના સ્વભાવ અને રૂપ ઈચ્છા મુજબ બદલી શકે છે એટલે તેના પ્રકોપથી પહાડ અને આસપાસના ગામમાં મૃત્યુનો તાંડવ થશે. જેના અસરકારક અને દુઃખ દાયક પરિણામો ભોગવવા બધા એ તૈયાર રહેવું પડશે ?
હવે લાશને લઈને બધા અંતિમ વિધિ કરવા માટે સ્મશાન ઘાટ તરફ જવા લાગ્યા. એટલામાં વચ્ચે નદી આવી જેને પાર કરીને પેલી પાર જવાનું હતું, જેમાં પાણીનું પ્રમાણ ઓછું હતું. એટલે ચિંતાનું કોઈ કારણ ન હતું તેમ છતાં ડાકણનો ડર સતત મનમાં ઉપસી રહ્યો હતો, તેથી ધનો અને લાલજી જેવા નદીમાં લાશ લઈને ઉતરે છે. ત્યાં જ તેમના પગ કોઈ એ એકદમ પકડી લીધા હોય એવો આભાસ થયો.કે ત્યાં જ ધના એ કહ્યું " લાલજી મારા પૂરા પગ કોઈ એ એકદમ જકડી લીધા હોય તેમ લાગી રહ્યું છે. "
" હા.. ધના ભંઈ.. મને તો જાણે લાગ્યું કે કોઈ ડાકણ જોર જોરથી પાણીમાં ખેંચી રહી હોય. "
" મને તો લાગે છે કે પેલી હોનતા ભયંકર ડાકણનું કામ છે જે ભલભલા માણસનુ કાળજું કંપાવી નાંખે એટલી ક્રૂર અને ડરાવીની છે જે મેલી અને કાળી વિધિમાં એટલી ખુંખ્યાત છે. કે હરતો ફરતો માણસને પણ ખાટલીમાં સુંવાડી દે.."
આવી વાત સાંભળીને લાલજી દંગ રહી ગયો અને પછી બોલ્યો " ના.. હોય ધના ? "
" લાલજી તનેં મારી વાત હાચી નથી લાગતી પણ હું.. હારી રીતે જાણું છું ? "
એટલામાં જ વનમાં તેજ પવન ફૂંકાવા લાગ્યો. એ પણ અચાનક એકદમ ખુલ્લા આકાશમાં આફત બનીને આવ્યો હોય એવું લાગી રહ્યું હતું તેથી આવી મુશ્કેલી જોઈને મુખીએ કહ્યું " આપણે બધા થોડી વાર માટે આ ડુંગરના થકમાં બેસી રહીએ જ્યાં સુધી આ વાવાઝોડું ઓછું ન પડી જાય ત્યાં સુધી અહીં જ રોકાઈ રહીએ, નહીંતર બીજો કોઈ અણબનાવ બની જશે એટલે થોડી ધીરજ રાખવી એ પણ જરૂરી. "
" હા.. મુખી.. ભંઈ " એમ બધા એ હા માં હા મિલાવતા કહ્યું
આ તો વાવાઝોડાનું એક ઝોકું છે. થોડી વારમાં જ ચાલ્યું જશે ? "
હવે બધા ડુંગરના ઓથે આશ્રય લઈને વાવાઝોડું ક્યારેય રોકાઈ જાય તેની પ્રતિક્ષા કરવા લાગ્યા પણ બે ત્રણ પહેર વિતી ગયા છતાંય પણ વાવાઝોડું બંધ થયું નહીં પણ ઉલ્ટું તેનું જોર ડબલ થઈ ગયું એટલે પહાડ ગામના ત્યાં હાજર બધા લોકો વધારે ચિંતાતુર થાય તે સ્વભાવિક હતું.
બીજી તરફ હોનતા ડાકણ ભૂંગળ ગુફામાં પોતાની નવી ડાકણ શિષ્યાઓ લઈને, પહાડ ગામના લોકો પર પોતાના પતિનો બદલો લેવા માટે શ્મશાન ઘાટના હેલીથી ડાકણ ચક્ર દોરીને કાળી વિધિનો પ્રયોગ મંત્રો ઉચ્ચારણ સાથે જોર જોરથી કરી રહી હતી એ પણ અલગ અલગ ઝાડના પાંદડા, એકદમ સફેદ બિલાડીના વાળ, ઘુવડના નખ, સાપની કાસળી, શિયાળનું શિગડું, પહાડા ગામની ધૂળ, કાળા રંગનું પાણી વગેરે ચીજ વસ્તુઓ લઈને હોનતા વર્તુળ ચક્રમાં બનાવેલા કુંડમાં નાખી રહી હતી. તેના ફળ સ્વરૂપ કાળી શક્તિ ઉત્પન્ન થઈને પહાડ ગામના લોકો પર તેની અસર થઈ રહી હતી. અર્થાત તેના દ્વારા વાવાઝોડાનો કહેર વરસાવવા લાગી, ચારેય બાજુ ભયભીતનું વાતાવરણ ઉભું કરીને પોતાના બદલા સાથે આધિપત્ય સ્થાપવા માંગ મનમાં પ્રબળ જાગી હતી.

( પ્લીઝ વેટ નેકસ્ટ ચેપ્ટર -3 )

.. ✍ શેખર ખરાડી ઈડરિયાબીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED