Dakan no prakop - 1 books and stories free download online pdf in Gujarati

ડાકણનો પ્રકોપ - 1

કહેવાય છે જ્યાં ડાકણનો વાસ હોય ત્યાં ખુશી વધારે સમયે ટકી શકતી નથી. ત્યાં અવશ્ય તેની કાળી નજરથી થોડીક ક્ષણોમાં માતમના વાદળ છવાઈ જાય અને પછી શરૂ થાય છે તેની આસપાસના વિસ્તારમાં મૃત્યુનો ખરેખર તાંડવ ખેલ , જેને નજરો સમક્ષ જોઇને સામન્ય માણસનું ધબકતું હ્રદય પણ એક ઘડી બંધ થઈ જાય. એટલો ડાકણનો ખૌપ અને પ્રકોપ એ વિસ્તારમાં આગની જ્વાળામુખી જેમ લગાતર સરળગતો રહે છે જેને નિહાળી ને પશુ-પંખીઓ પણ આવતા જતાં પ્રત્યેક અને પરોક્ષ ડર અનુભવે છે કારણે ડાકણ કોઈ પણ વેશ ધારણ કરી લેં તો પણ કોઈપણ વ્યક્તિ તેનું અસલી વાસ્તવિકતા તરતજ જાણી શકતું નથી પણ પશુ-પંખીઓ તરત તેને જાણી શકે છે જે તેને કુદરતી તાકાત મળેલી છે.

( હું તમારા બધા સમક્ષ ' ડાકણનો પ્રકોપ ' નામની કહાની લઈને આવ્યા છું. જેમાં ડર, પ્રેમ, રોમાંચક, રહસ્ય, બદલો જેવી ઘટનાઓનું સચોટ વર્ણન જોવા મળશે છે. બસ તમારો વાંચવાનો સાથ અને વિશ્વાસ મને સતત મળતો રહે એવી હું આશા રાખું છું. ધન્યવાદ.. )

આ કહાની ગુજરાત અને રાજસ્થાન બોર્ડ લાઈન પર આવેલા ગામડાઓની છે. જ્યાં ' ડાકણનો પ્રકોપ' ચારેબાજુ હાહાકાર અને આતંક મચાવતો હતો. જ્યાં દન ઢળતા જ લોકો ઘરમાં છૂપાઈ જતા અને પછી વારા ફરીથી આખી રાત ઘરના સભ્યો પહેરી બની ઘરનું ડાકણોથી રખેવાળ કરતા તેમ છતાં ડાકણના મેલી વિદ્યાના શબ્દ ભેદી બાણથી લોકોના અચાનક શિકાર થઈ જતો કારણ તે અદ્રશ્ય અને મૃત્યુના યમરાજા જેવા હતા જેની સામે તાંત્રિક, ભૂવા, બાવા હારીને તેની સમક્ષ પાણી ભરતા કરી દીધા. જેટલી ખતરનાક હતી. એટલી જ અદ્રશ્ય અને પ્રભાવશાળી હતી. તેનું સૌંદર્ય મંત્રમુગ્ધ કરી દે તેવું મોહિત અને આકર્ષક હતું, તેથી હરતો ફરતો કોઈ પણ વ્યક્તિ પોતાની મોહ જાળમાં માછલીને જેમ શિકાર ફસાવીને ધીરે ધીરે જીવ લેવામાં તે પારંગત હતી.

હવે સવારના વહેલે ટેમે પહાડા ગામે નાની ડુંગરીના તળેટીમાં ધનો જોર જોરથી ઢોલ વગાડીને બૂમ પાડી રહ્યો હતો કે '' બધા સાંભળો...સાંભળો... કાળુ ' ભઈ ' આપણી વચ્ચેથી અચાનક ખૂટી ગયા. તેનો શોક સંદેશો પાઠવું છું ? "

અચાનક ઢમ..ઢમ..ઢમ.. દેશી ઢોલનો અવાજ સાંભળીને પહાડા ગામના લોકો એકદમ ડરી ગયા. આ શું બની ગયું એકદમ સીધો વ્યક્તિ આપણી વચ્ચેથી આટલી જલદી ઉપર ચાલી ગયો તે જરા પણ માનવામાં આવતું નથી. કોઈ અણબનાવ કે અંગત કારણ અવશ્ય બન્યું હશે ? તો જ હરતો ફરતો માણસ આપણી વચ્ચેથી એકદમ ગુજરી જાય નહીંતર એ હયાત હોય એવું લાગે પણ હવે દેવતાની મરજી આગળ કોનું ચાલે ટેમ આવે ત્યારે બધાને આ મારગે જવાનું છે. પણ આટલી કાચી ઉંમરે જીવ લેવા આવેલા આ યમ દૂતને પણ શરમ આવતી નથી કે શું ? તેના કરતાં મારા પાકા ઘડપણને છૂટકારો આપતો હોય તો વધારે સારું કારણ મેં તો આ જીવન જીવાનો આનંદ ઘણો લીધો હવે વિદાય લેવાનો ટેમ છે. એટલામાં તેનો છોરો કાનો બોલ્યો " બાપુજી હું પેલા કાળુની અંતિમ વિધિમાં જવું છું ? જરા આ ખૂટી બાંધેલી બકરીઓને તમે લીલા પાંદડાં આપીને પછી પાણી પાઈ દેજો

" હા.. છોરાં ભલે. "

એટલામાં ધનાની પત્ની સવલી સુકા લાકડાનો ભારો લઈને ઘેર આવતા જ તેને કહ્યું " તમે વાટે અાવતા જતા જરા ઘ્યાન રાખજો હો.. પેલા ભૂરાનું બૈરું હોનતા ડાકણ છે, જેની કાળી નજર જેના પર લાગી જાય તો તેનુ મરતાં છૂટકો હોય. "

" તું.. આ ડાકણ બાકણની વાત એકબાજુ મેલીને જલ્દી ખાવાનું બનાવી નાખ બાપુજી ભૂસ્યા ( ભૂખ્યા ) થઈ ગયા હશે ? "
આ સાંભળીને તરત જવાબ આપતા સવલીએ કહ્યું
" મેં કીધી એ વાત હાચી છે પણ તમે મારી વાત જરા પણ કાને ધરવા તૈયાર નથી એટલે જોતા રહેજો હો આમને આમ તમે છેતરાઈ ના જતા..! "
એટલામાં તેના સસરાએ ધીમા સ્વરમાં કહ્યું
" વહુ તને ડાકણની વાત કોણે કીધી ? "
" બાપુજી મને તો પેલા ઘોટીં ગામની બૈરીઓના બોઢેથી સાંભળ્યું છે કે પેલી હોનતા ભયંકર ડાકણ છે. કારણ તેની બા ડાકણ હતી એટલે તેના વારસામાં ડાકણની વિદ્યા તેને મળેલી તે પણ એક જોવાનીયા છોરાને પોતાના માયા જાળમાં ફસાવીને તેને ખાઇને તે પરિપૂર્ણ ડાકણ બની."

" ઓ.. હો અા તો ગજબ કહેવાય વહુ..! "
" બાપુજી કોઈ પણ ડાકણને ઓળખવી હોય તો કેવી રીતે ઓળખી શકાય ?
" વહુ તેની આંખો સામાન્ય આંખો કરતા થોડી વધારે લાલસ પડતી હશે, તેની નજર બીજાની નજર સાથે મિલાપ કરવા સદા તત્પર રહેશે અને તેં..ની પાછળ ફરીને વારંવાર જોવાની ટેવ રહેલી હશે. "

" વાહ..! બાપુજી તમનેં તો ડાકણ વિશે ઘણી સરસ માહિતી આપી. "

બીજી બાજુ કાળુના મરણ પ્રસંગમાં ત્યાં ઘરની બહાર હાજર રહેલા લોકોમાં અલગ અલગ વાતોનો મધમાખીના જેવો ગણગણાટ હતો, જ્યારે ઘરની અંદર બૈરીઓનો આકળ વિકળ રૂદનનો દુઃખદ કળકળાહટ હતો. ત્યારે આખું પહાડ ગામ શોકમગ્ન બન્યું હતું. તેની સાથે સંપૂર્ણ વન વગડો પણ આજ દનમાં ઉદાસ અને દુઃખી બનીને જાણે કાળુના પરિવાર પર સાંત્વના વરસાવતો હોય એવું લાગી રહ્યું હતું, તેમજ ચારેબાજુનું વાતાવરણ પણ ગમગીની બનીને દિલાસો આપતું... ત્યારે ગામના વયોવૃધ્ધ વડીલે કહ્યું " બેનો જરા શાંતિ જાળવો દુઃખ તો આવશે અને જશે કારણ મૃત્યુ જીવનમાં સત્ય છે જેને દર વ્યક્તિ સ્વીકારવું પડશે ? એટલે આટલું રુદન ન કરો જેથી આગળની વિધિમાં અડચણ ન થાય. "

હવે કાળુનો પાર્થિવ દેહને નનામી પર મૂકીને જેવા રમેશ, લાલજી, સોમો, અને ધનો ઉપાડીને ખભા પર મૂકવા ગયા ત્યાં જ શબનો એકાએક વજન ડબલ થઈ ગયો એટલે ચારેય જણાં લથડીયા ખાવા લાગ્યા. એવામાં જ એક વ્યક્તિ કહ્યું " અલ્યા ચારેય જણા દારૂ પીને આવ્યા છે કે શું ? એક શબને ઉપાડી શકતા નથી ?"
ત્યારે લાલજી એ એકદમ દબાયેલા અવાજે કહ્યું " ઓ.. સોમા ભઈ મને તો લાગે છે કે આ લાશમાં ડાકણનો પડછાયો છૂપાઈને બેઠો છે એટલે આટલો ભાર વધી ગયો છે. "

આવી વાત સાંભળીને ધનાએ ડરેલા શબ્દોમાં ધ્રુજતા ધ્રુજતા
કહ્યું " લાલજી ભઈ તમારી વાત સો ટકા હાચી.. પણ અા ડાકણ નામની બલા કાળુનો જીવ લઈને પણ લાશને છોડતી નથી. પછી આપણા જેવા માણસનો તેની આગળ શું ગજો ? "
આ સાંભળીને લાલજીના હ્રદયના ધબકારા વાયુવેગે એકદમ વધી ગયા. એટલે તેને લાગ્યું કે ડાકણ મનેં પણ કરડી ખાશે તો હું તો હાલ જ મરી જઈશ ?

હવે ધીરે ધીરે ડાકણ નામનો ડર બધાના મન પર અને તન પર હાવી થવા લાગ્યો હતો. જેની સીધી અસરથી લોકોમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો.

( પ્લીઝ વેટ નેક્સ્ટ ચેપ્ટર - 2 )

--- શેખર ખરાડી ઈડરિયા


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED