Virah books and stories free download online pdf in Gujarati

વિરહ

`🌹 🌹**વિરહ**🌹🌹
વિરહ" આ શબ્દ સાથે કદાચ હું ક્યારેય ન જોડાયો હોત. કારણકે આ એજ શબ્દ છે કે જેને પ્રત્યેક પ્રેમી ધિક્કારે છે, આ એજ શબ્દ છે કે જેણે ઘણા અરસિકો ને પણ રસિક બનાવી દીધા હોય. મને નહોતી ખબર કે આ એક શબ્દ સાથે મારે આટલી ઝડપથી ઓળખાણ થઈ જશે. જ્યારે જ્યારે મારી નવી જગ્યાએ બદલી થાતી ને ત્યારે પેહલા તો મને મારા ઉપરી અધિકારી પર બહુ જ ગુસ્સો આવતો. આવે જ ને , હવે તમે જ કહો કે એક તો પરાણે કોઈ એક જગ્યાએ સેટલ થયા હોઈએ ત્યાં આપણને પોતાનું લાગવા લાગ્યું હોય અને ત્યાંજ તમને કહેવામાં આવે કે; " ચાલો તમારું અહીંનું કામ પૂરું, હવે અહીંથી ભરો તમારા થેલા અને નીકળો વહેલાં". પછી? પછી શું ફરી પાછો એ જ એકડો ઘુંટવાનો. નવી જગ્યા નવા પેશન્ટ અને નવો સ્ટાફ બધુજ.
બાય ધ વે મારું નામ છે, "પ્રેમ" કોઠારી. પણ અફસોસ આ પ્રેમ ને હજી સુધી પ્રેમ થયો નહોતો. પણ એ દિવસે જ્યારે મેં એને વી. એસ. હોસ્પિટલ ના કેન્સર વિભાગ માં પેલી વાર જોઈ ત્યારે મારી ટ્રાન્સફર કરનાર દરેક વ્યક્તિ નો દિલ થી આભાર માનવાનું મન થયું. મને થયું કે વાહ પ્રેમ નો કીડો આપણને કરડ્યો ખરો.. કારણકે તે હતી જ એવી. સુંદર, હસમુખી, વાતોડી અને કંઇક અંશે પ્રેમાળ અને લાગણીશીલ. પણ જ્યારે મને ખબર પડી કે જે સ્પેશિયલ પેશન્ટ માટે મને અહીં બોલાવામાં આવ્યો હતો તે એજ છે; ત્યારે એક સખત ઝટકો લાગ્યો. તે હતી જ એવી, આટલું દર્દ છતાં આંખો માં ક્યાંય વેદના નહી; હતી તો બસ જેટલું મળ્યું છે તેને જીવવાની ઇચ્છા અને પ્રેમ, વાત્સલ્ય અને કંઇક અપૂર્ણને પૂર્ણ કરવાની ઇચ્છા. મારા ઘણા પ્રયત્નો કરવા છતાં પણ હું તેને બચાવી ન શક્યો. તેને બ્લડ કેન્સર થયું હતું ડૉ નિરંજન કહેતા હતા કે જ્યારે તેને જણાવવામાં આવ્યું કે તેને કેન્સર છે ત્યારે તે ફક્ત એટલું જ બોલેલી કે કેટલી વાર છે ટિકીટ ફાટવામાં? એટલે કે સલમાન ખાનની "ટાઇગર જિંદા હે" તો જોઈ શકીશ ને? અને આટલું સાંભળતાજ ત્યાં હાજર પ્રત્યેક વ્યક્તિ ના દિલ માં તે અમીટ છાપ બની ને રહી ગઈ. કેમકે જે રોગ નુ નામ સાંભળતાજ ભલભલાના હાંજા ગગડી જાય ત્યારે આતો માત્ર પચીસ વર્ષની જ હતી. મને આજે પણ યાદ છે જ્યારે અમે મળતા ત્યારે તે મને એક વાત અચૂક પૂછતી કે ડૉ.પ્રેમ, આ પ્રેમ ખરેખર શું છે ? અને હું ચૂપ થઇ જતો; કેવી રીતે કહું તેને કે જે હું તેને કરું છુ, અને કદાચ તે પણ મારા માટે અનુભવે છે તે લાગણીઓનો સેતુ એટલે પ્રેમ. જ્યારે અમારો પ્રેમ પરાકાષ્ઠા પર હતો ત્યારે તેનું કેન્સર પણ લડત ચલાવી રહ્યું હતું તેમ કહી શકાય. કારણકે જ્યારે મને લાગ્યું કે હવે હું જીવી રહ્યો છું જાણી રહ્યો છું, પ્રેમ ને માણી રહ્યો છું ત્યારે જ અચાનક તે દિવસે હોસ્પિટલ માંથી ફોન આવ્યો કે "ઇમરજન્સી". અને હોસ્પિટલ પહોંચતાં જ તેને જોઈને હુ બેબાકળો થઈ ગયો, જાણતો હતો કે ગમે ત્યારે મારે આ પરિસ્થિતિ માંથી પસાર થવાનું જ હતું પણ તે આટલી ઝડપથી થઇ જશે તે નોતો ઈચ્છતો. હું એ તો જાણતો જ હતો કે તેના બ્લડ સેલ્સ માં કેન્સર પૂર્ણ પણે ફેલાઈ ગયું છે તેથી આ સમય ગમે ત્યારે આવી શકે છે પણ આટલો જલ્દી તે હું નોતો જાણતો. જ્યારે હું એની પાસે ગયો ને કહ્યું કે સોરી હું તને બચાવી ન શક્યો ત્યારે તે ફક્ત એટલું જ બોલી કે, પ્રેમ... " ટાઇગર અભી જિંદા હે" અને આટલું બોલતાં તે મારી આંખોમાં જોઈને દર્દીલું હસી. પહેલી વખત મે તેની આંખોમાં દર્દ જોયું હતું, કંઇક મેળવવાની ઈચ્છા જોઈ હતી, જે તે કદાચ પૂરી કરવા ઈચ્છતી હતી પણ કહી નહોતી શકતી. હું પળભર તેની આંખોમાં જોઈ રહ્યો . અને તુરંતજ મારા સ્ટાફ ને જરૂરી સૂચનો આપી અંદર આવ્યો.અને તેનો હાથ પકડી ને મે તેને કહ્યું કે કેમ ટાઈગર લગ્ન કરીશ મારી સાથે? અને તે મુક બનીને બસ મારી સામે જોતી રહી. જાણે કે મને કહી રહી હતી કે, હા ! .... હા... હું ! ફકત તારી સાથે જ લગ્ન કરીશ.
પણ મેડિકલ સાયન્સ ,પણ કુદરત આગળ કેટલું પાંગળું છે તે એ દિવસે મે જાતે અનુભવ્યું. કારણકે આજ સુધી મે ફ્કત જોયું હતું પણ અનુભવ,.... અનુભવ તો પહેલી જ વખત થયો. શું કરું? પહેલો પ્રેમ હતો ને! મને આજે પણ યાદ છે જ્યારે તેને લાસ્ટ કીમો સેશન માં લઇ જવામાં આવી ત્યારે તેણે મને કહેલું કે...હું મરીશ નહિ. હું જીવીશ ને ..તારા હૃદયમાં, તારી યાદોમાં અને તારી વાતોમાં. ક્યારેક તો સંભાળીશને મને ? અને જાણે મારી એક હા સાંભળવા માટે જ ભગવાન પાસે થી શ્વાસ ઉધાર લઈ આવી હોય એમ તે, તે દિવસે મારા આ હાથ માં જ ઢળી પડી. હું કઈ જ ના કરી શક્યો કઈ જ નહીં ..... બસ તેના ગયા પછી તેનો અહેસાસ અને અમારા એ ફ્કત પંદર દિવસનાં પ્રેમને દરરોજ યાદ કરીને મારા આ વિરહ ને અને તેના બંધનને નિભાવું છું.

બીજા રસપ્રદ વિકલ્પો