ચાવી Palak parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાવી

આજનો શબ્દ : -" ચાવી"
      સાંજ ના સાત વાગવા આવ્યા હતા, મનિષા રોજની જેમ આજે પણ કંઇક નવું સાંભળવાની તૈયારી માં બેઠી હતી. તાળું ખોલીને જેવો સુજલ આવ્યો કે તેની અંદર ભય નું એક લખલખું પસાર થઈ ગયું. રોજ ની જેમ આજે પણ સુજલ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં આવ્યો હતો. આવીને તરત જ તેણે મનિષા ને એક ગંદી ગાળ આપી ને રૂમમાં ગયો, મનિષા હજી પણ ત્યાં જ ઉભી હતી. તેના માટે આ તેનો નિત્યક્રમ બની ગયો હતો. રોજ સાંજ પડે સુજલ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઘરે આવતો અને પોતાની ભુખ સંતોષી ને જતો. પણ આજે નહીં, આજે મનિષા એ મનમાં  એક નિશ્વય કર્યો હતો કે તે રૂમમાં નહિ જાય. તે બહાર જ ઉભી હતી કે અંદરથી એક જોરદાર ગાળ સાથે સુજલે બૂમ પાડી ને તેને અંદર આવવા માટે બોલાવી. આજે કંઈ પણ થાય હું અંદર નહીં આવું, મનિષા એ કહ્યું, અને ત્યાંજ તેના ગાલે એક જોરદાર તમાચો પડ્યો; મનિષા ને બે ઘડી તો તમ્મર આવી ગયા. પણ તે છતાં પણ ત્યાંજ સ્થિર રહીને ઉભી રહી. તેને અચાનક જ તેની ફોઇ ની યાદ આવી ગઈ, તેઓ કહેતા કે સ્ત્રી એ તો તાળું ; જ્યાં સુધી સાજું છે ત્યાં સુધી તેનું કામ, જેવું તૂટે કે તરત ફેંકાઈ જાય. જ્યારે પુરુષ એટલે "ચાવી" ગમે ત્યારે ગમે તેમાં કામ લાગી જાય. અને તે ફરી હસવા લાગી. ત્યાંજ અંદર થી સુજલ બહાર આવ્યો અને મનીષા નેએક ગંદી ગાળ આપી એક જોરદાર થપ્પડ મારીને વાળ થી પકડીને, ઢસડીને અંદર લઇ ગયો. મનીષા બસ ચૂંથાતિ રહી, નિઃશબ્દ બની ને વલોવાતિ રહી. જેવી રીતે તાળા ની અંદર કોઈ અલગ ચાવી આવી જાય અને તે તાળું કંઇ પણ કયૉ વગર બસ એ ફસાયેલી ચાવી ને પોતાની અંદર વધારે માં વધારે સમય સુધી ફસાવવામાં જ આનંદ લેતું હોય તેમ. મનિષા  ના હાલી શકતી હતી કે ના પોતાનો અવાજ કોઈ ને સંભળાવી શકતી હતી. તે તો બસ ફક્ત એક જ કાયૅ કરી શક્તી હતી અને તે હતું, તેનાં કહેવાતા પતિની દરરોજ લાલસા, ક્રુરતા, અને શારીરિક ભૂખ ને સંતોષવા નું. છેલ્લા એક વર્ષથી મનિષા આ બધું જ સહન કરતી હતી ફક્ત એક જ આશા સાથે કે કદાચ સુજલ સુધરી જાય અને તે તેને માત્ર ઉપભોગ નું સાધન ના સમજીને એક સ્ત્રી તરીકે નો દરજ્જો આપે બસ. મનિષા થાકી ગઈ હતી, દરરોજ તેની આશા એક ઘોર નિરાશા માં પરિણમતી હતી.
      આજે સુજલ આવ્યો પણ  રોજની જેમ તેનાં હાથ માં ચાવી ઓનો જૂડો નહોતો, મનિષા પ્રશ્નાર્થ સાથે તેને જોઈ રહી. તે બોલ્યો જ્યારે બધાં તાળા મા એક જ ચાવી કામ લાગતી હોય તો નકામો જૂડો કેમ સાથે રાખીને ફરવું. અને આજે મારા મિત્રો આવવાનાં છે સાંજે સરસ તૈયાર થઈ ને રહેજે.  બસ સુજલ ના આટલાં કહેવા માત્રથી મનિષા એટલી ખુશ થઈ ગઇ કે સાંજે સરસ રીતે તૈયાર થઈ ને સુજલ અને તેના મિત્રોની રાહ જોવા લાગી. સુજલ તેનાં મિત્રો ને લઇને આવ્યો એજ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં સાથે તેનાં મિત્રો પણ એમજ પિધેલા હતા.  મનિષા હજુ કંઇજ સમજે તે પહેલાં તો..... મનિષા એક પછી એક એમ પીડાતી રહી, પણ એને સાંભળવા વાળું ત્યાં કોઇ જ નહોતું.
હતાં તો બસ બધે જ તાળા અને તે  તે બધાની ચાવી, મલ્ટી પર્પઝ ચાવી. બસ બીજું કંઈ જ નહીં.
 

 .
પલક પારેખ