અપને તો અપને.. હેં એવું ?? Akshay Mulchandani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અપને તો અપને.. હેં એવું ??

બાળપણમાં પંચતંત્રની વાર્તાઓ દાદી સંભળાવતી, એમાં એક વાર્તા હતી કાચબા અને સસલાની..!માસ્તત મજાની વાત હતી તેમાં, નહિ ..!

આ વિષેની વાર્તા તો તમે જાણો જ છો કે કઈ રીતે સસલુ પોતાની પાસે આવડત અને ક્ષમતા બધું જ હોવા છતાં પોતાના અભિમાનને લિધે તે દોડ હારી ગયો અને શાંત ચિત્તે ડમૂક ડમૂક ચાલતો કાચબો, પોતાના પર વિશ્વાસ રાખી, હારવાની ચિંતા ન કરતા, બસ આમ જ જીતી ગયો..!


તે તો હવે જુની વાત થઈ ગઈ અને બધો જ સાર તમે લોકોએ સારી રીતે સુંદર રીતે સમજી જ લીધો હશે અને કદાચ હવે તમે એ પોતાના જીવનમાં ઉતારી પણ લીધો હશે..! ને કદાચ તમે હવે આ રીતે વિશ્વાસથી કામ કરતા પણ શીખી ગયા હશો અને પોતાની જિંદગીના કામ એ જ સકારાત્મક વિચાર શ્રેણી દ્વારા જીતી પણ જતા હશો..! બરાબર કે નહીં..? અરે, એ પણ કઈ પૂછવાની વાત છે ?

તો ચાલો, આજે એક નવી વાર્તા સંભળાવું તમને..!

તો આજે એક આવી જ દોડ સ્પર્ધાની વાત કરીએ , પરંતુ અહીં થોડા અલગ પ્રકારની વાત છે..! કહો કે પાત્રો ને વાર્તામાં સો કોલ્ડ થોડા સા ટ્વિસ્ટ..!

બોલે તો, સમય સાથે વાર્તા પણ બદલવી જ પડે ને બોસ..!

તો ચલો, એક કહાની સુનાતા હું..!

આ વખતે પણ પહેલાના જ સમય ની જેમ એક રેસ થઈ ..! પણ કાચબા ને સસલા વચ્ચે નહિ..! પરંતુ, કુતરા અને કાચબાની વચ્ચે ..!

અને અહીં કુતરાને કોઈ પણ જાતનુ અભિમાન નથી કે તે કાચબાથી વધુ જડપી ભાગે છે , કારણ કે તેણે સસલા અને કાચબાની તે વાર્તા સામ્ભડી હતી અને તમારી જેમ જ જીવનમાં ઉતારી અને અપનાવી પણ હતી અને આથી જ હવે કૂતરો શીખી પણ ગયો હતો કે કોઈને પણ ઓછો તાકતવર સમજવો નહિ..!

તો આ રેસ હવે પોતાના નિયત સમયે શરૂ પણ થઈ આ બન્ને વચ્ચે , ચેલેન્જ હતો ગામ ના એક છેડાથી બીજા છેડા સુધી જવાનું..!

તો વાર્તા આગળ વધતા પહેલા, હવે જો આપણે એવુ માનીએ કે કાચબો કઈ જ પ્રકારની છેતરપીંડિ નથી કરતો અને કુતરાને પણ કોઈ જ જાતનુ અભિમાન નથી કે તે કઈ પણ વચ્ચે આરામ કરવા માટે ઉભો રહ્યો નહોતો.

તો પહેલા મારો તમને એક સવાલ,

કે હવે જો આપણે સામન્ય સંજોગો વિચારીએ તો આ રેસ કોણ જીતવુ જોઈએ તમારા મતે અને શા માટે...?

ચલો ચલો , ચતુર કરો વિચાર..!

તો હવે મોટા ભાગના તમે કહેશો કે જો આપણે બધી જ સમ્ભાવનાઓ વિચારીએ , તો આ રેસ કુતરો જ જીતવો જોઇએ.

હા, હવે કોઈ એવુ પણ કહેશે કે આ ભાઈ આવો સવાલ પૂછી રહ્યો છે તો કઈક સામાન્યા રીતે કુતરો તો આ રેસ નહિ જીતે એવુ લાગતુ હશે. (થાય છર ને ??)

તો હુ કહીશ હા..!

આ રેસ કુતરો નહિ પણ કાચબો જીતશે.. પણ આ કઈ રીતે શક્ય બને..

ફરીથી, ચતુર કરો વિચાર..! કઈ નહિ, કહી દઈએ..!

તો સામ્ભડો , આપાણે શરૂઆતમાં જ વાત કરેલી કે રેસ તે ગામ ના એક છેડાથી બીજા છેડા સુધી છે, તો હવે અહી વચ્ચે રસ્તામા ઘણા બધા વિસ્તારો આવશે..!

અને તમે જાણો છો કે જ્યારે કોઈ કુતરો બીજા કોઈ વિસ્તારમાં આવે છે, ત્યારે તેના જ ભાઈઓ કહેવાતા એવા બીજા વિસ્તારના કુતરાઓ જ તેને ત્યાથી ભગાડી કાઢે છે. અને આગળ જાવા નથી દેતા, ને ઘણી વાર ઉકાલી પણ નાખે જ છે ને..! તો બોલો , કૂતરો કઈ રીતે જીતે ?

કહેવાનો સાર માત્ર એટલો જ કે , આવી ઘણી બધી બાબતોમાં આપણને બીજા કોઈ નહી પરંતુ આપણા જ કહેવાતા એવા “પોતિકા” ઓ જ નડે છે અને આગળ વધવા દેતા નથી.

હવે એ સમજાતુ નથી કે પોતિકાઓ ને આવુ તો શુ મજા આવે છે કે પોતાનાઓ ને જ આગળ વધવા દેતા નથી , ખરેખર , જો લોકો પોતાનો આવો સ્વભાવ બદલી નાખે , તો ખબર નહિ, આજે માનવી કેટ કેટ્લા સફળતાના શિખરો સર કરી જાય.


તો ઇસી બાત કે સાથ વિદા લેતા હું,

ફિર મિલતે હૈ કિસી નઈ કહાની કે સાથ,

આપના પ્રતિભાવો જરૂરથી જણાવશો..!

ધન્યવાદ..!

અક્ષય મુલચંદાણી

"ભોમિયો"