જીવન સંગ્રામ 2 - 2 Rajusir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

જીવન સંગ્રામ 2 - 2

પ્રકરણ ૨


આગળ આપણે જોયું કે જીજ્ઞા દીદી તથા રાજન અને કમલ ગગનના કેસ વિશે ચર્ચા કરતાં હતા હવે આગળ.......
રાજન આપણે આ કેસની સીઆઈડી તપાસ કરાવીએ તો કેમ થાય.

તેના માટે તો દીદી બેમાંથી એક , મતલબ ફરિયાદી પક્ષ અથવા આરોપી પક્ષ અરજી કરે અને અદાલત એ અરજી માન્ય રાખે તો જ આ વાત શક્ય બને . માટે હવે એ બાબતે રાજ તારે બને તેટલા પ્રયત્નો કરવાના છે . પ્રથમ ગગનને જામીન પર છોડાવ્યા બાદ આપણે તેની પાસેથી બધી વાત સાંભળીને આગળ શું કરવું તેનો વિચાર કરીએ.

ઓકે તો હવે અમે રજા લઈએ.....

હા પ્રથમ ઈશ્વર ને વંદન કરીને સરને યાદ કરીને તમારું કાર્ય શરૂ કરો . તમે સફળ થાઓ એવી પ્રભુ પ્રાર્થના . નમસ્તે . વહેલાસર સમાચાર મોકલજો અથવા અહીં પાછા આવજો....

ત્રણેય મિત્રો દીદી ને નમસ્કાર કરી પોતાની કારમાં બેસી ગયા . કાર સ્ટાર્ટ થઈ અને વેગ સાથે ગતિ કરવા લાગી. જીજ્ઞા દીદી કારના જવાના માર્ગ પર જોતા રહ્યા. મહારાજે આવીને કહ્યું કે દીદી ચાલો જમવાનો સમય થઈ ગયો ત્યારે તેને ખબર પડી કે પોતે આ સંકુલના સંચાલિકા છે પહેલાની જેમ માત્ર સરના સ્ટુડન્ટ નથી...

રાજ અજયગઢ પોલિસ સ્ટેશને જઈને ઇન્સ્પેક્ટર શ્રી મંગળકુમાર ને મળ્યો.અને કહ્યું કે હું ગગન કુમારનો વકીલ રાજ છું.મારે મારા ક્લાયન્ટ ગગનને મળવું છે.

મિસ્ટર રાજ તમને તો ખબર જ હશે કે કાલે સવારે ગગનને કોર્ટ માં હાજર કરવાનો છે ને હજુ સુધી તેમના તરફથી કોઈ વકીલ રાખવામાં નથી આવ્યો ....એટલે અમે સરકારી વકીલ માટે ભલામણ કરવાના હતા પણ ખેર હવે તમે આવી ગયા તો ચાલો મળાવી દઈએ ગગનને.....

તો શું ગગન તરફ થી કોઈ અહીંયા અત્યાર સુધી આવ્યું જ નથી. મતલબ કે તેમણે મળવા, કેશ માટે ની ચર્ચા કરવા કે બીજી કોઈ વ્યક્તિ......
ના મિસ્ટર રાજ આવા ક્રિમીનલ ને મળવા કોણ આવે?????
મિસ્ટર મંગળ કુમાર હજુ સુધી ગગન અપરાધી સાબિત થયો નથી માટે તેમના માટે આવા શબ્દો ના બોલો તો તમારા માટે સારું રેસે..... અને હા મારે તેના એફ.આઇ.આર. ની નકલ જોઈએ છે અને કેશની સંપૂર્ણ માહિતી આપશો પ્લીઝ.....
Yes કેમ નહિ. આલ્યો.F. R.I. ની નકલ તથા કેસની સંપૂર્ણ વિગત અને ફરિયાદીના સ્ટેટમેન્ટ તથા આરોપીના સ્ટેટમેન્ટ પણ છે .બધું જોઈ લો ત્યાં સુધીમાં આરોપી ગગનને મુલાકાત રૂમમાં પહોંચાડીએ છીએ... હવાલદાર ગગનને મુલાકાત રૂમમાં લઈ જાઓ.
રાજ એની ફાઇલ જોવે છે ને જરૂરી નોંધ પોતાની ડાયરી માં કરી મુલાકાત રૂમમાં જાય છે. મુલાકાત રૂમમાં રાજ ને જોતા જ ગગન ઉભો થઈને રાજ થી પોતાનું મુખ ફેરવી લે છે.
અરે મિત્ર આજે આટલા વર્ષો બાદ આપણે મળીએ છીએ અને તું આમ મોઢું ફેરવી લે તે કેમ ચાલે . આવ મારી પાસે. આવ મિત્ર આપણે સાથે મળીને આવેલી આફતમાંથી બહાર નીકળવાનો માર્ગ કાઢીએ.....
ગગન મુખ ફેરવે છે.તેનું મુખ ઉદાસ છે,આંખમાં આંસુ અને શરીર ચેતન વગરનું, જાણે મરવા વાંકે જીવતો હોય તેવો તેનો વેશ દેખાતો હતો...
મને બીક હતી જ કે આ મારો કેશ તું ન લડે તો સારું.....
(વચ્ચે જ) શા માટે. ? ગગન હું તારો કેસ ના લડું . કેમ ? તને મારા પર ભરોસો નથી કે પછી મારી શક્તિ પર શંકા છે.
નહિ મિત્ર એવું નથી મને પૂરેપૂરી ખાત્રી છે કે તું જે કેશ હાથમાં લે તેને સત્ય સુધી પહોંચાડીને ઝંપે છે . પણ .......(અચાનક ગગનની નજર દિવાલ પર ....... ઊંચે ખૂણામાં ફરવા લાગી અને બોલવાનું બંધ કરી દીધું.)
પણ શું ? ગગન બોલ શા માટે તારો કેસ લડવાની મને ના પાડે છે?....
કંઈ નહીં રાજ તુ આ કેશના લડે તો સારું....
પણ શા માટે ??? જો હું તારો કેશ લડવાનો છું અને તને મારી જીદની પણ પૂરેપૂરી ખબર જ છે. એટલે હવે એ વાત છોડી દે અને આ કેશની શરૂઆતથી અંત સુધી મને વાત કર.
ગગન કશું બોલતો નથી... પણ તેની નજર ચારે બાજુ દિવાલમાં તથા ચારે ખૂણામાં ઊંચે ઊંચે ફરે છે .......
ગગન તને કહું છું પ્લીઝ મને જવાબ આપ કેશનું સત્ય શું છે તે મને કહે . મને પૂર્ણ વિશ્વાસ છે કે તપોવનનો વિદ્યાર્થી , પરમાનંદનો શિષ્ય અને મારો મિત્ર આવું નીચ કામ ક્યારેય કરે જ નહીં ? બોલ તને આમાં ફસાવવામાં આવ્યો છે ને ??? જે કંઈ પણ હકીકત હોય તે મને કહે. હું તને વચન આપું છું કે હું સત્ય બહાર લાવીશ અને તને ન્યાય અપાવીશ.......
એકાએક ગગન ઉભો થઇ ગયો. રાજ સામે આવીને કહેવા લાગ્યો...... તારે સાંભળવું છે ને સત્ય..... તો સાંભળ....... તે જે કંઈ સાંભળ્યું છે તે જ સાચું છે. બસ ........ આટલું કહી ગગન રાજ તરફ નજર નાખ્યા વિના મુલાકાત રૂમની બહાર નીકળી પોતાની કોટડીમાં જતો રહે છે.
રાજને તેના શબ્દોમાં વિશ્વાસ ના બેઠો હોય તેમ તેની પીઠ પર અનિમેષ નજરે જોયા રાખે છે. હવાલદારે આવીને તેમને કહ્યું કે ચાલો સાહેબ ત્યારે તેને ખબર પડી કે મુલાકાત રૂમમાં પોતે એકલો જ ઊભો છે.....
પોતાની આંખના આંસુ લુછી રાજ પોલીસ સ્ટેશનની બહાર નીકળી ગયો . પરંતુ મુલાકાત રૂમ અને મુખ્ય દરવાજા વચ્ચેના રસ્તામાં ચાલતી વખતે રાજે ઇન્સ્પેક્ટર મંગલ કુમાર ને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે લેપટોપ ની અંદર કંઈક વસ્તુ જોતા જોયા અને પોતાને જોઈ તેમની કોઈ છૂપી વાત જાણી લીધી હોય તેમ તે લોકોના ચહેરા ચાડી ખાતા હતા . છતાં રાજ ત્યાં થોડીવાર પણ અટક્યા વગર આગળ ચાલ્યો ગયો......
પોલીસ સ્ટેશનની બહાર નીકળી હવે ક્યાં જવું તેની અવઢવમાં કારની અંદર ઘણી વાર સુધી બેસી રહ્યો . ત્યારબાદ કાર સ્ટાર્ટ કરી સીધી તપોવન ધામ તરફ ચલાવી મુકી...
તપોવનધામમાં જીજ્ઞા દીદી તથા cid ચીફ રાજન બેઠા હોય છે . રાજ ત્યાં જઈ દીદીને નમસ્કાર કરી રાજનની બાજુની ખુરશી પર બેસી જાય છે....
રાજ શું થયું ગગન સાથે તારે વાત થઇ??? કેશ વિશે વધુ કંઈ જાણવા મળ્યું??????
દીદી ગગન સાથે વાત તો થઈ પણ ગગન તો આ આરોપને સાચો ગણાવે છે. પોતે ગુનેગાર છે તેવું તેને મને કહ્યું......ઉદાસ ચહેરે રાજે જવાબ આપ્યો.....
શું ગગન આરોપને સાચો ગણાવે છે ???? તો શું ગગન આવું કૃત્ય કરી શકે રાજ???? રાજ હું આ વાત માનવા તૈયાર નથી ??? સરનો શિષ્ય આવું કરી જ ન શકે ... શું રાજ તને તેના ચહેરા પર ગુનો કર્યા નો ભાવ જોવા મળ્યો હતો ... જલ્દી બોલ રાજ શું તને ગગન ગુનેગાર લાગે છે????? જિજ્ઞાદિદિ ના બોલવામાં આવેશ ને દુઃખની લાગણી દેખાઈ આવતી હતી.....
દીદી એને પોલીસ ઇન્સ્પેક્ટર પાસે પોતાનો ગુનો કબૂલ્યો છે . મારી સામે પણ તેને ગુનો કબૂલી લીધો . પણ તેની વાત કરવાની રીત .... વાત કરતી વખતે તેના ચહેરાના હાવભાવ જોતા મને એવું લાગ્યું કે નક્કી તેના પર કોઈ જાતનું દબાણ કરવામાં આવ્યું હોય ... વારંવાર દીવાલ તરફ તથા ખૂણા તરફ નજર કરતો હતો. મેં દીવાલ નું નિરીક્ષણ કર્યું તો મને ખબર પડી કે ત્યાં ક્લોઝ સર્કિટ કેમેરા ગોઠવેલા હતા. અને વળી મુલાકાત રૂમની બહાર નીકળ્યો તો ઇન્સ્પેક્ટર કોઈ અજાણ્યા માણસ સાથે લેપટોપ પર કંઈ જોતા હતા અને મને જોતા જ લેપટોપ બંધ કરી દીધું.....
આ બધી વાત નો મતલબ રાજ એવો નીકળે ગગનને કોઈ ફસાવ્યો છે......
હા રાજન તારી વાત સાચી છે જીજ્ઞા દીદી એ વાત આગળ વધારતા કહ્યું.
દીદી મારું પણ એવું જ માનવું છે કે ગગન કોઈના કાવતરાનો ભોગ બન્યો છે . પણ હવે આપણે શું કરી શકીએ . કાલે સવારે જો ગગન કોર્ટમાં જજની સામે ગુનાનો એકરાર કરી લેશે તો મારું કે આપણું કંઈ નહીં ચાલે .... પણ જો મને થોડો સમય મળે તો કંઈ કરી શકું......અને વળી અત્યાર સુધી ગગનને મળવા પણ કોઈ નથી આવ્યું એવું ઇન્સ્પેક્ટરે મને કહ્યું....તો સુ એમના ઘરના બધા પણ ગગનને દોષીત માનતા હશે....

રાજ પેલા આપડે એ પણ તપાસ કરવી પડશે કે તેમના ઘરના બધા હેમ ખેમ તો છે ને ક્યાંક આ લોકોએ તેમને કંઈ નુકશાન કે પછી બંધક બનાવ્યા હોય........

હા એ સાચું તું અત્યારે જ એ તપાસ ચાલુ કરી દે રાજન.....

હા દીદી અહીંથી સીધો જ એ કામ માટે નીકળીશ........

રાજન , દીદી હવે હું મારી ઓફિસે જાવ છું. સવારે કેસની મુદત પડાવવા તથા ગગનના જામીન મેળવવા માટે બને તેટલો પ્રયત્ન કરું છું...

ભલે પણ તારું શરીર સાચવીને કામ કરજે.

રાજ તપોવનધામમાંથી નીકળીને ઓફિસે જતો રહ્યો. ત્યારબાદ જીજ્ઞા દીદી અને રાજન આ કેસમાં કઈ રીતે મુદત પડાવવી અને રાજને આ કેસ માટે વધુ સમય કઈ રીતે આપી શકાય તેની ચર્ચા કરવા લાગ્યા........




શું રાજ ગગનને જામીન અપાવી શકશે ?????

શું રાજ ને કોર્ટ માં મુદત પડાવવા માં રાજન અને જીજ્ઞા દીદી મદદ કરી શકાશે. ???????????

શું ગગનના ઘરના સભ્યો ગગનને દોષિત સમજતા હશે?????????

આ પ્રશ્નનોના જવાબ માટે વાંચતા રહો જીવન સંગ્રામ 2 નું આગળનું પ્રકરણ ૩......

આપના પ્રતિભાવ ની રાહે....રાજુ સર........