કળયુગના ઓછાયા - ૩૦ Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કળયુગના ઓછાયા - ૩૦

રૂહીને અનેરીની વાતમાં કંઈ તો લાગે છે...તે હજુ સુધી તો રૂહીને મદદ કરવા ઈચ્છતી હતી અને અચાનક શ્યામનુ નામ સાંભળતા જ તેને આ બધા માટે ના પાડી દીધી.

રૂહી અત્યારે આ બધી વાત પુછવાનુ ટાળે છે...પછી સ્વરા ઉઠે છે... અત્યારે તો એ નોર્મલ હોય છે....એ લોકો એને હાલ બધી વાત નથી કરતા.  રૂહી બપોરનુ લન્ચ લઈને અક્ષતને મળવા જાય છે...

રૂહી અક્ષતને બધી વાત કરે છે....અને સાથે અનેરીની શ્યામ માટેની વાત કરે છે‌...

અક્ષત : હા મને પણ એવું લાગ્યું શ્યામે મને કહ્યું કે અનેરી પાસે વિધિ ના કરાવીશ આજે...પણ બાકીનુ એ આજે કહેશે એમ કહ્યું હતુ...

પણ હુ પછી મોડા એની સાથે વાત કરૂ એ ફ્રી થાય એટલે... હમમમ...ચાલ આપણે હાલ થોડી શોપિંગ કરી લઈએ.

બંને સાથે શોપિંગ કરે છે... અક્ષત બધી જ રૂહીની પસંદની ખરીદી કરે છે....અને સાથે જ રૂહીને પણ તેની પસંદના કપડાં લેવા કહે છે...

પણ રૂહી ના પાડે છે તો છેલ્લે અક્ષત તેને પરાણે એક સ્ટાઇલિશ પીન્ક કલરનુ ટોપ અને બ્રેસલેટ અપાવે છે....

રૂહીને આજે મમ્મી પપ્પા કે ફ્રેન્ડસ સિવાય આ રીતે પહેલીવાર કોઈએ આવી રીતે વસ્તુ ગીફ્ટ કરી હતી...અને એ પણ કોઈ છોકરાએ...જેને તે મનોમન પસંદ કરવા લાગી છે....

રૂહી : થેન્કયુ....પણ મને શું કામ અપાવ્યું ?? કયા સંબંધથી ??

રૂહી બોલતા તો બોલી ગઈ પણ પછી તે ચુપ થઈ ગઈ...

અક્ષત સમજી ગયો અને બોલ્યો, તુ મારા જીવનમાં ખાસ છે એટલે....હવે બીજુ કંઈ ???

રૂહી ને શું બોલવું કંઈ સમજાયું નહીં એટલે ફક્ત માથુ હલાવીને ના કહે છે...અને હમમમ...કરે છે...

ત્યાથી બંને ચોકલેટ રૂમમાં જઈને બેસે છે...અને અક્ષત શ્યામને ફોન કરે છે....આજે તો શ્યામ પહેલી જ રિગમા ફોન ઉપાડી લે છે...

અક્ષત : કેમ ભાઈ આજે ફ્રી છે કે શું ?? આમ તો કેટલા ફોન કરવા છતાં મળતા નથી...

શ્યામ : કંઈ નહી આજે થોડી મજા નહોતી....એટલે બધાને વધારે બોલાવવાની ના પાડી દીધી હતી...

અક્ષત : કેમ ?? તબિયત તો સારી છે ને??

શ્યામ : હા એ તો કંઈ નથી થયું...બસ એમ જ...

અક્ષત : મારે તને એક વાત પુછવી છે જો તને વાધો ન હોય તો....

શ્યામ : હા બોલ ??

અક્ષત : તુ અનેરીને કઈ રીતે ઓળખે છે ?? તારે એની સાથે કોઈ ખાસ સંબંધ હોય એવું મને લાગી રહ્યું છે.

શ્યામ : તને કેમ એવું લાગ્યું ??

અક્ષત અનેરી એ શ્યામનુ નામ સાંભળતા કહેલી વાત કરે છે....કોઈ ખાસ કારણ વિના તે કેમ ના પાડે ?? બાકી તો એ આ માટે બહુ ઉત્સુક હતી.

શ્યામ : તારાથી હવે શું છુપાવુ અક્ષત...એ મારી મંગેતર હતી...

અક્ષત : મંગેતર?? અને હતી એટલે ??

શ્યામ : હા બે મહિના પહેલા જ તુટી ગઈ અમારી સગાઈ...અમુક કારણોસર..

અક્ષત : કોણે તે તોડી સગાઈ ??

શ્યામ : મે પણ ઘરના વડીલોના આગ્રહ ને કારણે. મારી અને અનેરીની અમારી સગાઈ બે વર્ષ પહેલા અમારા બંનેની મરજીથી થઈ હતી. અમારી ઉમર નાની હતી પણ સમાજના અમુક રિતરિવાજ મુજબ બધાના પ્રમાણમાં બહુ વહેલા થઈ ગઈ હતી.

અમે બંને ઉમર નાની હોવા છતાં એકબીજાને બહુ સમજતા હતા...અને એટલો જ પ્રેમ કરતા હતા...મને આ બધામાં રસ હોવાથી હુ જર્મની આ બધુ શીખવા ગયો....દોઢ વર્ષ પછી પાછો આવ્યા પછી મે અહીં આ બધુ શરૂ કર્યું...અને નસીબજોગે મારૂ કામ બહુ સારી રીતે ચાલવા લાગ્યું.

પણ એક દિવસ મને અનેરીએ ક્હ્યું કે તે આ બધુ શીખી છે જાતે તેની પાસેના એક પુસ્તક મુજબ...મને આ વાતની ખબર હતી પણ મને ખબર હતી કે પણ એક છોકરી  થઈને આ બધુ કરે એનો તેના ઘરમાં જ જો આટલો વિરોધ હોય તો મારા ઘરે તો કોઈ સ્વીકારવાનુ હતુ જ નહીં એટલે આ વાત મે કોઈને કહી નહી‌....પણ ખબર નહી હુ એક દિવસ એની સાથે ફોન પર વાત કરતો હતો ને મારા દાદા આ બધુ સાભળી ગયા...

આવુ કામ સ્ત્રી ના જ કરી શકે....નહી તો પુરૂષોનો અહમ ગવાય....આના પર ફક્ત મર્દનો જ અધિકાર છે...જો સ્ત્રીઓ આ બધુ કરવા લાગશે તો આપણા સન્માન નુ શું ??

મે એમને બહુ સમજાવ્યા પણ એ ન માન્યા....અને અનેરીના દાદા મારા દાદાની સારા મિત્રો હોવાથી અનેરી બરાબર છોકરી નથી એમ બહાર પાડીને અમારી સગાઈ તોડાવી દીધી....

હજુ પણ હુ એને જ પ્રેમ કરૂ છું....હા એ થોડી અલગ ટાઈપની છે મતલબ એને જે ગમે એ રીતે રહે બીજા શું કહેશે એ બહુ ના વિચારે....પણ દિલની બહુ સાફ છે....એને કેટલુ દુઃખ થયું હશે??

મે તેની સાથે વાત કર્યા વિના જ સગાઈ તોડી દીધી અને પછી તેની સાથે એકવાર પણ વાત ન કરી મે..

અક્ષત : ચિંતા ન કર દોસ્ત બધુ સારૂ થઈ જશે.... એકવાર કોઈ સાથે લાગણી બંધાઈ જાય પછી એ વ્યક્તિ આપણાથી દુર થઈ જાય તો જરા પણ ન ગમે... દુઃખ જરૂર થાય...

આટલુ બધુ દુનિયા આગળ વધી પણ સ્ત્રીઓ માટે લોકો હજુ પણ કેમ આવુ વિચારતા હશે?? પછી અક્ષત ગઈ કાલની વિધિ દરમિયાન અને પછી શું થયું એ બધી વાત કરે છે.

દોસ્ત મે તને રૂહી માટે કંઈક હવે કરવા માટે ફોન કર્યો હતો.અને આ માટે મને લાગે છે તારે જ આવવું પડશે એટલે ફોન કર્યો હતો...પણ હવે તો તુ નહી આવે ને ?? અહી અનેરી છે તો ??

શ્યામ : એવું નથી કંઈ...હુ તને સાજ સુધીમાં હવે બધુ જ ફાઈનલ શું કરવાનું છે એ કહી દઉ....હવે એ બધાને એ ઝંઝટમાંથી મુક્તિ આપવી જ પડશે...બે દિવસમાં બધુ જ નોર્મલ થઈ જશે.

અક્ષત : સારૂ...આવજે.....

                      *.      *.      *.      *.      *.

અક્ષતની લાંબી વાત ચાલતા તે થોડુ આમતેમ આંટા મારે છે અને ફરી તે શોપમાં જઈને કંઈક લઈ આવે છે...અને એ બોક્સ તેના હાથમાં હોય છે....

અક્ષત ફોન મુકીને જુએ છે તો રૂહી પાછળ ઉભી ઉભી હસતી હોય છે.

અક્ષત : શું થયું કેમ હસે છે ??

રૂહી : તને કોઈ ગમવા લાગ્યું છે કે શું ?? તુ શ્યામને કહેતો હતો એ પરથી મને લાગ્યું...મે બધી વાત તો નથી સાભળી પણ છેલ્લી તારી થોડી વાત સાંભળી.

કોઈ હોય તો મને તો કહીશ ને ??

અક્ષત : ના હવે એવું કંઈ નથી એવું થશે તો પાક્કુ પહેલા તને કહીશ....

રૂહી : સારૂ તો એની ખુશીમાં આ લે...

અક્ષત : શું છે ??

રૂહી : તુ જાતે જ જોઈ લે...પછી કહે.

અક્ષત બોક્સ ખોલીને જુએ છે તો એક કિચેઈન અને મસ્ત વોલેટ હોય છે...

રૂહી : ગમ્યુ તને ??

અક્ષત : હા સરસ છે પણ તુ શું કામ લાવી ??

રૂહી : તે મને આટલુ અપાવ્યું તો મારે પણ તને મારી યાદ આવે માટે કંઈક આપવુ પડે ને..

અક્ષત : તુ ના આપત તો પણ તુ હંમેશા મારા દિલમાં હોય જ છે....

અક્ષત અનાયાસે જ બોલી જાય છે ‌...પણ પછી ચૂપ થઈ જાય છે.

રૂહી સાંભળ્યું હોવા છતાં કહે છે શું બોલ્યો?? મને સંભળાયુ નહી...

અક્ષત : કંઈ નહી..‌‌.. મસ્ત છે...થેન્કયુ...

રૂહી આ સાંભળીને મનોમન ખુશ થઈ જાય છે...પણ એ પણ અત્યારે કંઈ કહેવાનુ ટાળે છે....પછી અક્ષત રૂહીને શ્યામ સાથેની બધી જ વાત કરે છે....

રૂહી અનેરીની વાતથી દુઃખી થાય છે પણ હવે તે આ બધાથી હંમેશા માટે મુક્ત થઈ જશે બે જ દિવસમાં એ વિચારીને ખુશ થાય છે.....

બંને જણા હવે પોતપોતાની હોસ્ટેલ જાય છે....

શું હશે હવે શ્યામની અંતિમવિધિ?? ખરેખર તે આત્માને મુક્તિ મળી જશે ?? શ્યામ વિધિ માટે રૂહીની હોસ્ટેલ આવશે ?? જો આવશે તો ગર્લ્સ હોસ્ટેલમાં એ લોકો કેવી રીતે પ્રવેશશે અને એ પણ મીનાબેનની ચાપતી નજર હેઠળ??

જાણવા માટે વાચો કળયુગના ઓછાયા - ૩૧

બહુ જલ્દીથી.................................