કળયુગના ઓછાયા - ૨૮ Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

કળયુગના ઓછાયા - ૨૮

અક્ષત તે પુસ્તકનુ નામ ગુગલ પર સર્ચ કરે છે‌... ક્યાંય આવુ કોઈ નામ હોતુ નથી..." એક આવી પણ દુનિયા છે?? "

રૂહી : પણ એ છે તો પ્રિન્ટેડ પેજવાળી બુક....

અક્ષત શ્યામને ફોન કરે છે...ઘણી રીગ વાગે છે પણ કોઈ ફોન ઉપાડતુ નથી..‌એટલે અક્ષત થોડી વાર પછી વાત કરીએ એમ કહે છે.

રૂહી : એક વાત કહું અક્ષત ??

અક્ષત : હા બોલને ??

રૂહી : હજુ તો સાડા બાર થયા છે. જો તને વાધો ન હોય તો ક્યાંક બહાર જઈએ.. યાર રોજ આવી ત્યારથી આ જ આત્માની વાતો છે...હુ સ્કૂલમાં થી કોલેજમાં આવી ગઈ છું એવુ પણ માણવાનો આ બધામાં અનુભવ નથી થયો.

અક્ષત : ક્યાં જવું છે પણ ??

રૂહી : વડતાલ જવુ છે...બધા કહે છે સરસ મંદિર છે ચાલ તારી ઈચ્છા હોય તો જઈ આવીએ...

અક્ષત : સારૂ...પણ જઈશું કેવી રીતે ??

રૂહી : બસ કે ઓટો...આપણી પાસે ક્યાં વ્હીકલ છે અહીં...

એટલામાં જ અક્ષતનો ફ્રેન્ડ દેવમ ત્યાં આવે છે અને કહે છે અક્ષત હુ ઘરે જાઉં છુ અત્યારે. કાલે આવી જઈશ...આ બાઈકની ચાવી અહીં રાખજે તારી પાસે... કદાચ કામ હોય તો...

હા વાંધો નહી..તુ રૂમમાં જ રાખી દેજે. અત્યારે અમે વડતાલ જઈએ છીએ.

દેવમ : તો તમે બંને જ છો ને ?? મારૂ બાઈક લઈને જાઓ ને ??

અક્ષત ને કોઈની વસ્તુ એમ જ વાપરવી ન ગમે...અને એ પણ પોતાના શોખ માટે તો નહી...એટલે એ ના પાડે છે એની કંઈ જરૂર નથી.

દેવમ બહુ વ્યવસ્થિત છે .અને વળી અક્ષતનો ખાસ ફ્રેન્ડ...એને રૂહીની પણ બધી ખબર છે.એટલે તે પરાણે ફોર્સ કરીને બાઈકની ચાવી આપે છે અને બાઈક લઈને જવા કહે છે...

દેવમના વધારે આગ્રહ ને કારણે અક્ષત અને રૂહી બાઈક લઈને જાય છે....

રૂહી આજે પહેલી વાર આવી રીતે ફેમિલી સિવાય કોઈના બાઈકની પાછળ બેસીને જઈ રહી છે...‌કોણ જાણે પણ તે બહુ ખુશ હોય છે...આમ તો આવી રીતે કોઈ છોકરા સાથે વાત કરવામાં પણ તેને અતડુ લાગે....પણ આજે અક્ષત સાથે તેને એક પોતીકાપણાની લાગણી અનુભવાય છે....

થોડીવાર સુધી બંને જણા ચુપ હોય છે....પછી અક્ષત કહે છે, રૂહી પાછળ બેઠી તો છે ને ?? ઉતરી નથી ગઈ ને વચ્ચે??

અક્ષત : ના કેમ એવું કહે છે....મિસ બકબક આમ ચુપ કેમ થઈ ગઈ છે ?? કોઈ તફલીક તો નથી ને મારી સાથે આવવામાં....

રૂહી : તને શું લાગે છે ??

અક્ષત : યાર કોઈ  છોકરી સાથે આવી પહેલીવાર જઈ રહ્યો છું....એટલે ખબર નથી...

રૂહી : હમમમ....તો તો મારૂ પણ એવું જ છે....મને આમ તો બીક તો નથી લાગતી તારાથી...પણ તુ મને એકલી જોઈને કંઈ કરીશ તો નહી ને ???

અક્ષત : એ તો તારે આવતા પહેલા વિચારવુ જોઈએ ને ?? હવે શું??

રૂહી : બહુ સારૂ.... મારા કરતાં મને તારા પર વધારે વિશ્વાસ છે....હવે બીજુ કંઈ સાભળવુ છે ???

અક્ષત : ના મેડમ....

થોડીવારમાં બંને જણા ત્યા પહોચી જાય છે.... ત્યાં જઈને અચાનક રૂહી મંદિરમાં દર્શન કરવા જવાની ના પાડે છે....

અક્ષતને તે શા માટે ના કહે છે એવો કંઇ જવાબ આપતી નથી...પણ અક્ષત સમજી જાય છે કે પવિત્ર મંદિર જેવા સ્થાન પર આત્મા ક્યારેય જતી નથી....રૂહી મારી સાથે અહીં તો આવી પણ તેનામાં રહેલી આત્મા તેને આમ કરતાં રોકે છે....

અક્ષત પણ બહુ ફોર્સ કર્યા વિના એકલો દર્શન કરી આવે છે.પછી બંને થોડો સમય ફરે છે....અને પછી થોડુ જમીને એક જગ્યાએ શાંતિથી બેસે છે....

બંને સરસ વાતો કરતા હોય છે... એવામાં અચાનક વાતાવરણમાં પલટો આવે છે‌.... વીજળી ના કડાકા થવા લાગે છે....બપોરના સાડા ચાર વાગ્યા છે પણ એકદમ વાદળછાયું વાતાવરણ થઈ જાય છે....

અને એ સાથે જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ જાય છે... થોડીવાર તો બંને વરસાદ બંધ થવાની રાહ જુએ છે પણ અડધો કલાક ઉપર થયુ પણ વરસાદ એમ જ વરસી રહ્યો છે...જરા પણ ઓછુ થવાનુ નામ નથી લેતો....એટલે છેવટે અક્ષત અહીં ફસાઈ જઈએ એના કરતા ધીમે ધીમે નીકળવાનુ કહે છે એટલે બંને નીકળી જાય છે.....

રસ્તામાં થોડુ જતા જ બંને આખા ભીજાઈ જાય છે.... રસ્તા પણ એવા ભીના હોવાથી સહેજ પણ ખાડો દેખાતા અક્ષતને બ્રેક મારવી પડતી હતી....એ સાથે રૂહી અક્ષતને અડી જતી....બંનેને જાણે એ એક આહ્લાદક અને રોમાંચક અનુભવ આખા શરીરમાં એક કંપારી અપાવી જાય છે.... પછી તો બહુ વધારે વીજળીના કડાકા થતા રૂહી અનાયાસે જ અક્ષતને લગોલગ ચીપકીને બેસી જાય છે....રૂહીને ખબર છે બીજા છોકરાઓ ની જેમ અક્ષત આવુ જાણીજોઈને જોરથી બ્રેક નથી મારી રહ્યો.

બંનેમાંથી કોઈ જ કંઈ બોલતુ નથી....પણ બંને જાણે આ એક રોમેન્ટિક અનુભવ ને પહેલીવાર માણી રહ્યા છે....એવુ લાગે છે કે બંનેમાંથી કોઈને પણ આ બંધનમાંથી છુટવુ નથી....

થોડાક આગળ જતા જ એકદમ વરસાદ ઓછો થઈ જાય છે...એટલે રૂહી એકદમ જાણે વાસ્તવિક દુનિયામાં પાછી ફરે છે અને અક્ષતના કમર ફરતે તેના વીંટળાયેલા નાજુક હાથ છોડીને સરકીને થોડી પાછળ બેસી જાય છે....

અક્ષત પણ બહુ સમજુ છે એટલે તે કંઈ પણ બોલ્યા વિના ધીમે-ધીમે બાઈક ચલાવી રહ્યો છે.....ત્યા વિધાનગરમાં પ્રવેશતા જ તેના મોબાઈલમાં શ્યામનો ફોન આવે છે....

અક્ષત સાઈડમાં જઈને બધી વાત કરે છે..... શ્યામ બધી જ સામગ્રી ગઈ કાલે લાવ્યો હતો તે ફરી આજે લઈ જઈને વિધિ કરવાનુ કહે છે......પણ આજે એ વિધિ સ્વરા અને આસ્થા કરશે...અનેરી નહી.....

જો ન થાય તો એ આગળ કહ્યા મુજબ અનેરી કરશે.....પણ તમે લોકો  મારા કહ્યા મુજબ આ બધુ કરો છે એ વાત હાલ એને ના જણાવીશ....

અક્ષત : કેમ ??

શ્યામ : એ હુ તને કાલે આ કામ થયા પછી જણાવીશ....અને પુસ્તક વિશે પણ જણાવીશ....

અક્ષત : સારૂ...

પછી અક્ષત અને રૂહી બધી વસ્તુઓ ફરીથી ખરીદી લે છે અને આજે એ રીતે બધુ પેક કરે છે કે જેથી કોઈને શક ન જાય.....

અને પછી અક્ષત રૂહીને હોસ્ટેલ નજીક રૂહીને ઉતારી જાય છે. અક્ષત રૂહીને તેનુ ધ્યાન રાખવા માટે કહે છે....

રૂહી ફક્ત હા કહે છે, તે અક્ષતની આંખમાં આંખ મિલાવી શકતી નથી....ખબર નહી આજે તે અક્ષતને જોઈને એક અલગ અહેસાસ અનુભવી રહી છે....તેને એમ થાય છે કે દોડતી જઈને તે અક્ષતની બાહોમાં સમાઈ જાય...... ક્યારેય તેનાથી દુર જાય નહી...

છતાંય તેને થાય છે કે હુ કદાચ અક્ષત માટે બહુ વધારે વિચારી રહી છું...એના મનમાં તો એવું કંઈ હશે કે નહીં એ પણ નથી ખબર એમ વિચારીને જાણે કંઈ બન્યું જ ન હોય એમ નોર્મલ બની જાય છે અને અક્ષતને બાય...કહી દે છે....પણ અક્ષત એટલો અણસમજુ પણ નહોતો....એ રૂહીની આખો બહુ સારી રીતે વાંચી લે છે અને તેના માટેની એક ચિતા સાથે ત્યાથી બાઈક લઈને નીકળી જાય છે.....

                *.       *.        *.        *.        *.

રાત્રે બધુ પતી ગયા પછી સ્વરા અને આસ્થા વિધિ માટે તૈયારી કરે છે....... અનેરી ને આ લોકોને કહે છે પણ આ લોકો આજે તુ થાકી ગઈ છે એમ કહીને તેને મનાવી લે છે...

અને આખરે વિધિ શરૂ કરે છે....રૂહીના બેડની આસપાસ બધુ સામાન મુકીને બંને ત્યાં ઉભા રહી જાય છે....અને મંત્રો બોલવાનુ શરૂ કરે છે.....રૂહી એ વખતે બેડ પર બેઠી હોય છે વચ્ચે....

એકાએક થોડી વિધિ કર્યા બાદ રૂહી એકદમ જ ઉછળવા લાગે છે અને તે પંખા પર લટકી જાય છે... સામાન્ય રીતે રૂહી એક ઉંચી જગ્યાએ ચઢતા પણ ગભરાતી હતી...અને આજે ??

તેનો ચહેરો એકદમ બદલાઈ ગયો....‌તેની આખો સફેદ થઈ ગઈ....‌તે ખડખડાટ હસવા લાગી....સ્વરા અને આસ્થા છતાય ડર્યા વિના વિધિ શરૂ રાખે છે....એ સાથે જ રૂહી આસ્થાના વાળ ખેચે છે.... આસ્થા ના મો માથી ચીસ નીકળી જાય છે....પણ છતા તે પરાણે બોલ્યા કરે છે....

રૂહી જોરજોરથી અવાજ કરે છે....એક વાર તો તે ફરી ઉધી થઈને સ્વરા અને આસ્થાના માથા પર બે હાથથી જોરદાર મારે છે....ને એ સાથે જ સ્વરાને આંખોમાં કંઈ થાય છે અને તેને તમ્મર આવી જાય છે...

બસ વિધિ પતવાની હવે ફક્ત પાંચ મિનિટ ની વાર છે....આખી વિધિ પર પાણી ફરી વળવાનુ છે એ જોઈને જ અનેરી એકદમ ઉભી થઇ જાય છે અને એક બોટલમાંથી કંઈક પ્રવાહી કાઢીને સ્વરા પર ફેકે છે‌....એટલે સ્વરા એકદમ ફરી નોર્મલ થાય છે અને વિધિ શરુ કરે છે....

એટલુ સારુ હતુ કે આ વિધિ સરળ હતી...અને શ્લોક પણ આસ્થા અને સ્વરા બંનેને આવડતા હતા....એટલે ફરી હવે વિધિનો અંત આવતા રૂહી ત્યાંથી એકદમ શક્તિ જતી રહેતા બેડ પર પછડાય છે ‌.....

અને અંતે હેમખેમ વિધિ પુરી થઈ જાય છે.....એક  પ્રકાશનુ પુન્જ બહાર નીકળી ને હવામાં વિલીન થઈ જાય છે.....

આખરે બધા ખુશ થઈ જાય છે કે આખરે આત્મા ગઈ તો ખરી....બસ હવે બધા રૂહીના ઉઠવાની રાહ જોઈ રહ્યા છે....

શું લાવણ્યાની આત્માએ હંમેશા માટે રૂહીનુ શરીર છોડી દીધું હશે ?? એ રૂમ નંબર પચ્ચીસ એક અતૃપ્ત આત્માથી મુક્ત થઈ ગયો હશે ?? અને જો ના તો હવે આગળ કેવી રીતે શક્ય બનશે લાવણ્યાની આત્માની મુક્તિ ??

જાણવા માટે વાચો, કળયુગના ઓછાયા - ૨૯

બહુ જલ્દીથી.........................‌