મારી ચૂંટેલી લઘુકથાઓ - 14 Madhudeep દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ચૂંટેલી લઘુકથાઓ - 14

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

કાંટો

દિવસ પૂર્વ દિશામાંથી ધીમેધીમે ઉગી રહ્યો હતો. સવારને જાણેકે આળસ ચડ્યું હોય એમ ધીમે ધીમે પાર્કની તરફ જઈ રહી હતી. દીનદયાળ ખુલ્લા પગે ઘાસ ઉપર ચાલી રહ્યા હતા. જયપ્રકાશ પ્રાણાયામ પછી સૂર્યનમસ્કાર કરી રહ્યા હતા. કેટલાક લોકો સાચા ખોટા અટ્ટહાસ્ય કરી રહ્યા હતા.

થોડા સમય પછી દીનદયાળ અને જયપ્રકાશ બંને બેંચ ઉપર બેસી ગયા. બંને ચૂપ હતા.

“લોકો આટલું બધું કેવી રીતે હસી લેતા હશે જયપ્રકાશ ભાઈ?”

દીનદયાળે પૂછ્યું તો જયપ્રકાશ તેની નિરાશાને વાંચવાની કોશિશ કરવા લાગ્યા.

ત્યાંજ એક દડો એમના પગ વચ્ચે આવીને ઉભો રહી ગયો. બે સુંદર ફૂલ તેમની પાસે આવીને ઉભા રહી ગયા હતા.

“મને તમારી સાથે રમાડશો?” દીનદયાળ બોલને એક હાથમાંથી બીજા હાથમાં ઉછાળવા લાગ્યા તો બંને ફૂલ એકબીજાની સામે જોઇને ખીલી ઉઠ્યા.

“યસ અંકલ!” દીનદયાળે દડો ઉછાળ્યો અને બંને ફૂલો સાથે ઉછળવા અને દોડવા લાગ્યા.

જયપ્રકાશ ત્યાંજ બેંચ ઉપર બેઠાબેઠા સ્મિત કરવા લાગ્યા.

થોડા સમય બાદ જ દીનદયાળ ફરીથી જયપ્રકાશ પાસે આવીને બેસી ગયા અને હાંફવા લાગ્યા.

“અસલી જિંદગી તો આ બાળકો સાથે જ છે ભાઈ!” દીનદયાળના ગહેરા નિશ્વાસે જયપ્રકાશને ચોંકાવી દીધા.

“અવનીશ આજે વિદેશ જાય છે ને!” એકની નજર બીજાના ચહેરા પર ચોંટી ગઈ.

“હા ભાઈ! અવનીશ અને વહુની સાથે પિંકુ પણ જતો રહેશે.”

આ વખતે દડો ઉછળીને વિરુદ્ધ દિશામાં જતો રહ્યો અને પેલા બંને ફૂલ એ જ દિશા તરફ જઈ રહ્યા હતા.

પાર્કની સામેનું ઊંચું બિલ્ડીંગ ઉદાસ થઇ ગયું હતું.

***