છેલ્લી કડી - 5 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

છેલ્લી કડી - 5

5. મદદગારોએ જ લુંટયા

સવાર પડી. પુરુષોએ બે ટુકડી બનાવી. જંગલમાં કોઈ પણ હાથવગી ચીજ લઈ ઝાડ, દલખીઓ, ઘાસ, કાંટા પાઠરાદુર કરતાં કરતાં કેડી બનાવતા ગયા. અમારા સાથીઓ જે મળ્યું તે ખોરાક, હથિયાર વગેરે મેળવવા અલગ દિશાઓમાં ગયા. થોડા ઉતારુઓ ઊંચી જગ્યાએ ચડી કોઈનું ધ્યાન ખેંચવામાં પડયા. મધ્યાને અમે દૂરથી એક ટપકું જોયું. ટેકરી પરથી હાથનું નેજવું કરી મેં જોયું તો એક વહાણ આવતું જોયું પણ ખરું. એની સામે અવાજો કર્યા અને કપડાં ફરકાવ્યાં. તેઓ નજીક આવ્યા પણ ખરા. અમને થયું, કદાચ અમારે માટેની બચાવ ટુકડી ધાર્યા કરતાં ઘણી જલ્દીથી આવી ગઈ.

પણ આ શું? વહાણમાંથી તો રુષ્ટપુષ્ટ, ઊંચા હબસીઓ ઉતર્યા. તેઓ ચિચિયારી પાડવા લાગ્યા. મારું ધ્યાન ગયું કે વહાણ પર કોઈ દેશનો ધ્વજ ન હતો. માર્યા ઠાર! આ તો ચાંચીયા. મધ દરિયે માણસોની બૂમો સાંભળી બદઇરાદે જ દોડી આવ્યા હશે. ઝડપથી આગળ વધી પહેલાં તો એમણે અમારી દેખાવડી યુવાન એરહોસ્ટેસોને ઊંચકી લીધી. પછી ઉતારુઓમાંની યુવાન સ્ત્રીઓને ઉઠાવી, ખેંચી ભાગવા લાગ્યા. સ્ત્રીઓએ મોટેથી ચીસાચીસ કરી મુકી. હું અને ક્રુ લાકડીઓ લઈ દોડયા . વિમાનમાં કોઈ પણ હથિયાર, છરી સુદ્ધા લઇ જવા દેતા નથી એટલે અમે હથિયાર વગર લાચાર હતા. અમે પુરુષો તેમનાથી સંખ્યા માં વધારે હતા પણ તેઓ પાસે તમંચા અને તીક્ષ્ણ હથિયારો જ્યારે અમારી પાસે કોઈ હથિયાર ન હતું. બીજા ઉતારુઓ આસપાસ દેખાય એવા નાના ઢેખાળા જેવા પથ્થરો ફેંકતા દોડયા પણ અમારું કંઈ જ ચાલ્યું નહીં. જોતજોતામાં એ લોકોએ પુરુષો પર હુમલો કર્યો. હવે તો પેલા બટાકા પણ ફેંકવા માટે આસપાસ ન હતા. અમે ઝપાઝપી કરી. એક ચીનો તો તાઇવાનના લશ્કરમાં હતો. એણે કોઈ એક ચાંચિયાને પાછળથી હાથ પકડી મરડયો. એને સુવાડી બાનમાં લઇ બાકીનાને છોડાવવાનો એ ચીના સૈનિકનો ઈરાદો હતો એમ લાગ્યું. પણ ત્યાં તો પાછળથી વધુ ઊંચા, જોરાવર ચાંચિયાએ એને જોરદાર લાત મારી ભોંય ભેગો કરી દીધો. એ ઉભો થાય ત્યાં તો ચાંચિયાએ દેશી તમંચો ધર્યો. એ સૈનિકની પાસે પણ ગન, પિસ્તોલ કે એવું કોઈ હથિયાર ક્યાંથી હોય? અમને પકડીને એ લોકોએ પુરુષોના હાથ બાંધ્યા. જોતજોતામાં એ લોકો અમારી સારી લાગતી બેગો પણ ઉઠાવી ગયા અને 45 વર્ષથી નીચેની બધી જ સ્ત્રીઓને પણ વાળ પકડી ઢસડતા, ખભે ઉપાડીને લઇ ગયા. હાથ બાંધેલા અમે એની પાછળ દોડયા પણ જે એકાદો દોડવીર તેમને આંબી શક્યો એનો એ લોકોએ ઊંચકીને ઘા કર્યો. એ લોકો ચિચિયારી પાડતા ભાગ્યા અને અમારી તરફ સળગતા કાકડા, તિક્ષ્ણ તીરો ચલાવ્યાં. એમને બોલાવવું અમને ભારે પડયું . અમે ફિલ્મી ઢબે બાંધેલા હાથ છોડવા લાગ્યા. પણ એમ ન છૂટે. પહેલાં તો મેં જ વિમાનની ફ્રેમના એક તૂટીને બહાર આવી ગયેલાં પતરાં સાથે હાથ ઘસ્યા. થોડી વારમાં હું મુક્ત થયો. બીજા કેટલાકે મારી જેમ બંધનો છોડયાં. તેમ કરતાં છોલાયા પણ ખરા.

અમે ચિચિયારીઓ બોલાવતા તેમનો પીછો કર્યો. જહાજ હજુ દૂર હતું. અમે હવે એક બીજાના હાથ પગ છોડી મુક્ત થાયેલાઈટલે જીવ ઉપર આવી દોડ્યા. મેં એક થોડી અનિદાર ડાળી હાથમાં આવી તે તીરની જેમ ફેંકી. એક પઠ્ઠા હબસી જેવા ચાંચિયાને વાગી અને બાવડામલોહી નીકળતાં તેણે ચીસ પાડી પોતે ઉપાડેલી સ્ત્રીને નીચે ફેંકી દીધી. તે સ્ત્રીએ વળી બીજા ચંચિયાનો પગ હિંમત કરી ખેંચ્યો. ફે બે ચાર મોટી બેગ ઉપડીભગતો હતો તે પડી ગયો. એ સ્ત્રી પેસેન્જર લડી લેવાના મૂડમાં હતી. ત્યાં બે ચાર ચંચિયાઓએ તેને ઢસડીને પછાડી. તે કોઈ એક ને બચકું ભરી ભાગતી અમારી તરફ દોડી આવી અને અમે તેને પાછળ કોર્ડન કરી.

ચંચિયાઓ તરફ અમે કોઈ સથીએ સલગાવેલી લાકડીઓ ફેંકી. એક તો તેમના ન ફૂટેલા દારૂગોળા પર જ પડી. મોટો ભડાકો થયો અને તેઓ પોતાને બચાવવા ભાગ્યા. વધુ નુકસાન થતું અટકી ગયું. તેઓ દરિયા તરફ ઢાળ ઉતરી વહાણમાં બેસી ભાગ્યા.

દરિયો નીચે હતો અને ત્યાં સુધી જવું અત્યારે ભય ભર્યું હતું. પેલી સ્ત્રી કોઈ નર્સ જેવી લાગી. તેણે પોતાની પાસે જે કઈં હતું, કંકણ અને ક્રોસ, તે વડેબીજાઓનાં તેમણે જ બંધનો છોડી આપ્યાં.

જીસસ, અહીં પણ તેં લોહી વહાવી અમને નવજીવન આપ્યું!

ક્રમશઃ