Chhelli kadi - 2 books and stories free download online pdf in Gujarati

છેલ્લી કડી - 2

. વિરાટ સામે બાથ

કારણકે આ ચીંથરેહાલ, દાઢી વાળ વધેલો પુરતું ખાધાપીધા વિના પાતળો પડી ઉંમરથી ક્યાંય ઘરડો લાગતો હું કોણ છું? એ મારો આજનો વેશ છે. કદાચ પાંચ વર્ષ થયા હશે, એ પહેલાંની પ્લેનની સીટના અવશેષો મારા અંગે વીંટયા છે. જો દૂર દેખાય મારા પ્લેનના અવશેષો.

તો હું છું.. MH370 ફ્લાઇટનો ભારતીય પાઇલોટ. મારા આ દેખાવની જગ્યાએ આવો, મને જુઓ 8.3.2014 ના. હું ક્લીન શેવ, મલેશીઅન એરલાઇનના યુનિફોર્મમાં સજ્જ સોહામણો, આત્મવિશ્વાસથી છલકાતો ભારતીય પાઇલોટ છું. ચોંકી ગયા ને?


મારું બાળપણથી એક કુશળ પાઇલોટ બનવાનું સ્વપ્ન હતું. એ મેં સિદ્ધ કર્યું. ગમે તેવાં કપરાં ચડાણ ઉતરાણ, આ છેલ્લાં નિર્જન ટાપુ પરનાં સહીત મેં સફળતાથી પાર પાડયાં છે. આ ટાપુ કદાચ ઓસ્ટ્રેલિયાની નજીક ક્યાંક કોઈ દેશની નહીં એવી ભૂમિ પર હિન્દી મહાસાગરમાં છે.

હમણાં ગાયું એ ગીતની એક પછી એક કડી હું જીવ્યો છું, બસ મુકામે પહોંચવાનું બાકી છે. અહીં તો મેં જોખમી ક્રેશ લેન્ડિંગ કરી સહુને સલામત ઉતાર્યાં જ હતાં. કમભાગ્ય કે એમનો પત્તો નથી.

તો શું બન્યું એ દિવસે?


હું 32000 ફીટની ઊંચાઈએ ઉડી રહ્યો હતો. કલાકના 1000 નોટિકલ માઇલની ઝડપે. વિશાળ આકાશમાં પ્રભાત ખીલવાને થોડી વાર હતી. માના ખોળે શિશુ સુવે એમ મારા પેસેન્જરો પાછલી રાતની મીઠી ઊંઘ માણી રહયા હતા. બૈજીંગ કંટ્રોલ ટાવરનો સંપર્ક હવે થશે એટલે એમને ઉઠાડીશ. આહ, કેવા ઉત્સાહથી તેઓ તેમના સગાવહાલાને ભેટશે, મળશે? સગાંઓ તો રાહ જોતાં ઉભાં જ હશે. મારી ફ્લાઇટ ક્યારેય મોડી ન જ પડે.

મેં મનમાં ગણગણ્યું:

“વિશાલ ગોળ વિશ્વ તણો હું બનીશ એક વિમાની.

નાનકડા હૈયામાં મારા હોંશ નથી કઇં નાની….”


મેં ઘણું ખરું અંતર કાપી નાખેલું. ઇન્ડોનેશિયાના જાકાર્તા કંટ્રોલે મને ગો અહેડ સિગ્નલ ક્યારનું આપી દીધેલું. થોડી વારમાં હોંગકોંગ કંટ્રોલનો સંપર્ક થશે.

દૂર આકાશમાં એક લાલ રેખા નીચે ક્ષિતિજે દેખાઈ. ઉગવાની તૈયારી કરતા આદિત્યને મેં મારા ભારતીય રિવાજ પ્રમાણે નમસ્કાર કરવા મસ્તક નમાવ્યું. મનમાં ગાયત્રીમંત્રનું પઠન કર્યું. આગળ સ્વચ્છ ભુરાશ પડતું કાળું આકાશ હતું. દુર સફેદ વાદળો દ્રષ્ટિગોચર થયાં.

મેં વિમાનને થોડે ઊંચે લીધું.

મને પંક્તિ યાદ આવી

“ ગરુડ સમાણું વિમાન મારું સરરર ઊંચે ચડશે..”

અને મનમાં મારા પ્રિય યાત્રિકોને સંદેશો પાઠવ્યો-

“...વિમાનમાં બેસો મારી સાથે દૂર દેશ લઇ જાઉં

સમય સાથે ઉડતો હું તો ઘેર જરૂર પહોચાડું .”

કદાચ સમયથી થોડો વહેલો પણ. જો પવન અનુકૂળ હોય અને તુરત ઉતરવાનું સિગ્નલ મળે તો.


1200 કિ.મિ. પ્રતિ કલાકની તેજ ગતી પર પણ મારી ગરુડ જેવી આંખો નીચે પુરી નજર રાખતી હતી. આસપાસ મારા અંકુશમાં હતું.

મને બીજું શાળામાં ભણેલું ગીત યાદ આવ્યું

“God is in his heaven

All is right with the world.”


મારી બાજ નજરે ક્ષિતિજમાં દ્રષ્ટિ કરી. All was not right. ઓચિંતાં સફેદ પર્વત જેવાં, ઉડતા હિમાલય જેવાં વિશાળ અને વિકરાળ વાદળો ડાબેથી વેગભર્યા પવનો સાથે મારા વિમાન તરફ ધસતાં દેખાયાં. ઠીક, હિમાલય તરફથી તોફાન આવી રહ્યું છે. મેં રફ વેધર હોઈ સહુને પટ્ટીઓ બાંધવા એનાઉંસ કર્યું. નીચે વિમાનને અથડાતાં વાદળો કે હવાનાં પોકેટ ઉબડખાબડ રસ્તાપર આવતા પથ્થરો જેવું કામ કરે. વિમાન એની સાથે ટકરાય તો સંભાળવું મુશ્કેલ બને. વિમાન હવાના પડળો અને વાદળો સાથે અથડાતું ઉછળવા લાગ્યું. ગાઢ વાદળો વચ્ચેથી ઘોર અંધકારમાંથી પસાર થયું. થપાટો ખાતું આમથી તેમ અથડાવા લાગ્યું. મહા મહેનતે એને અંકુશમાં રાખ્યું. યુદ્ધમાં ઘેરાયેલા સુદર્શન ચક્રધારી શ્રીકૃષ્ણ જેમ યોદ્ધાઓના બાણો વચ્ચેથી રથ ભગાવી ગયેલા એમ આ 239 અર્જુનો સાથે હું મારો રથ લઇ ભાગ્યો. એ કલ્પિત સુદર્શન ચક્રથી જે વચ્ચે આવે એનો વિનાશ કરતો હું ચાલ્યો. કરેંગે યા મરેંગે. ના. મરવું શું કામ? કરેંગે, ઔર જીતેંગે. હોંગકોંગનો હોંકારો મળે એટલી જ વાર.

પણ હું ભગવાન ન હતો. મેં એક થડકાર સાંભળ્યો. એક આંચકો. આ બેય શબ્દો અત્યંત નાના છે. બૉમ્બ ફૂટ્યો હોય એમ બહાર ગર્જના સાથે વિમાન ધણધણી ઉઠયું. હવાની એક જોરદાર થપાટે એ આડું પડયું અને ઘુમરડી ખાઈ ઊંધું પણ પડી ગયું. મેં મુશ્કેલીથી એને ફરી ઝટકા મારી ચત્તું તો કર્યું. ઓક્સિજન માસ્ક લેવા પેસેન્જરોને એનાઉન્સ કર્યું પણ વિમાન સ્થિર થાય તો એ લોકો મોં પર માસ્ક લઈ શકે ને? કાન ફાડી નાખે એવા મોટા ગડગડાટ અને સામે આંખો આંજી દે તેવો છેક ઉપરથી નીચે જમીન સુધી પ્રચંડ વીજ પ્રકાશ. મેં થાય એટલી ગતિ વધારી, વિમાન સીધું રોકેટની જેમ સડસડાટ ઊંચે લીધું. હું અને ઉતારુઓ સીટમાં પછડાઈ છત ભણી જોઈ રહ્યા. વાદળમાં ઘસાતાં સરરર.. અવાજ આવ્યો.

અહીં કયો કંટ્રોલ ટાવર મને સૂચના આપે?

આવા ભયાનક તોફાનમાં મને ઓચિંતી મારા પ્રિય ગીતની પંક્તિ યાદ આવી

“ગરુડ સમાણું વિમાન મારું સરરર ઊંચે ચડશે

વીજ વિલસતાં વાદળ વીંધી આકાશે જઈ અડશે”.

મને મારી પર જ ગુસ્સો આવ્યો.અત્યારે આ ગીત યાદ કરવાનો સમય છે?


એક જોરદાર ધક્કો અને વિમાનની એક પાંખ સહેજ વળી ગઈ. વિમાન ભમરડાની જેમ ચક્કર ચક્કર ફર્યું પણ મેં અને મારા કો પાઇલોટે આખરે એને અંકુશમાં લીધું. હવે અમને પરમીટેડ ઊંચાઈથી વધુ ઊંચે લઈ જવું મુનાસીબ લાગ્યું. હવામાન થોડું શાંત થાય એટલે નીચે લઈએ.

કોઈ આપણને વાળ પકડી ડુબાડે એમ ઉપરથી 35 ડિગ્રીના ખૂણેથી ફોર્સ આવ્યો અને વિમાન નોઝડાઇવ લેતું હોય એમ જમીન તરફ ધસ્યું. મેં ફરી ઘુમરી ખાવા જઈ રહેલ વિમાનને એક જોરદાર આંચકાથી ટર્ન આપી સીધું રાખ્યું. મેં પુરી તાકાતથી થ્રોટલ ખેંચી વિમાન વાદળો અને વીજળીના ગડગડાટ વચ્ચેથી ઊંચે લીધું. વાદળો એના કરતાં ક્યાંય વધુ બળથી ટકરાયાં. અમે કશું જ જોઈ શકતા ન હતા. વીજળીની અસરે થોડી વાર તો બધા કંટ્રોલ ઠપ્પ કરી નાખ્યા.

મેં જોયું કે અમારો જીપીએસ કામ કરતો બંધ થઇ ગયો. એટલા જર્ક પછી સ્પીડનો કાંટો, અને લ્યો, હોકાયંત્ર પણ કામ કરતાં બંધ થઇ ગયાં. તોફાન થોડું ધીમું પડયું પણ અમે હવે સાવ ભગવાન ભરોસે થઇ ગયાં. ના દિશા સૂઝે ના ક્યાં, કેટલે ઊંચે છીએ એ ખબર પડે. એક નુકસાન પામેલી પાંખ સાથે જેમતેમ ઉડવાનું ચાલુ રાખ્યું. વિમાનની બધી લાઈટો ફેઈલ થઇ ગઈ. ટ્રાન્સ્પોન્ડર પણ નિષ્ક્રિય થઇ ગયું. મરણ પામતાં ડચકાં ખાતા માણસની જેમ મેપ પણ આમ થી તેમ ગોળ ગોળ ફરી બંધ!

હજુ સંદેશ ચાલુ હતા એમ લાગ્યું. મેં પૃથ્વી તરફ સિગ્નલ મોકલવા શરુ કર્યાં. અથડાઈને કોઈક સિગ્નલ પરત મળ્યાં પણ ખરાં.

મને કડીઓ યાદ આવી-


“ગરવા રવ વિમાનના મારા પૃથ્વી પર પડઘાશે...

ઝીલીશ હું એને, એ તો આભ મહી ફેલાશે.“


મેં નજીક જે હોય તે કંટ્રોલ ટાવરને SOS મેસેજ મોકલ્યો પણ અમારી સંદેશાવ્યવહારની સિસ્ટિમ પણ બંધ હતી!

છેલ્લે બેંગકોક કંટ્રોલે મને ચેતવેલો કે આગળ હવામાન ખરાબ હોઈ શકે છે પણ આવી તો કોઈને કલ્પના નહીં હોય. હવે નજીક કોણ? હોંગકોંગ કે બેઇજિંગ?

કોઈ નહિ. માત્ર અને માત્ર ભગવાન. એ પણ તો જ મદદ કરે જો હું સમજીને હિમ્મત કરું. મને લાગ્યું કે હું ઉત્તર ને બદલે દક્ષિણમાં સુકાન ફેરવી ગયો છું અથવા પેલા નાના તોફાને ફેરવી નાખ્યું છે. પેલી ઉષાની લાલિમા દેખાતી ન હતી, ન તો હિમાલય. અત્યારે તો પુરપાટ દોડતા જ્યાં નજીક કોઈ જમીન દેખાય ત્યાં પહોંચવું બહુ જરૂરી હતું.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED