Santoshi nar sada sukhi books and stories free download online pdf in Gujarati

સંતોષી નર સદા સુખી

એક સમય ની વાત છે.. એક ગામમાં ગરીબ કઠિયારો રહેતો હતો. રોજ સવારે જંગલ માંથી લાકડા કાપીને લાવે ને સાંજે તેના વ્યાપાર કરે અને ગુજરાન ચલાવે.. એક દિવસ લાકડા કાપતા કાપતા એની કરવત (આરી) ટૂટી ગઈ.. એ ચિંતા માં મુકાય ગયો.. હવે શું કરવું? કારણ કે એની પાસે બીજા કોઈ ઓજાર નહતા. એટલે તરત ગામ માં લુહાર પાસે ગયો ને કહયું, ભાઈ મારી કરવત તૂટી ગઈ છે મને બીજી નવી કરવત બનાવી આપો ને.. એટલે લુહાર એ કહ્યું કે હું કાલે તને નવી કરવત બનાવી આપીશ પણ તેમાં સમય લાગશે એટલે ત્યાં સુધી તું રાહ જો.. કાલે આ સમયે મારી પાસે આવી ને લઈ જજે.. કઠિયારો જલ્દી માં હતો એટલે લુહારને કીધું કે , થોડાક વધારે પૈસા લઈ લેજો પણ મને આજે જ બનાવી આપો.. લુહારે કહ્યુ જો હું ઉતાવળ થી ઓજાર બનાવીશ તો સારું નહીં બને અને મને સંતોષ નહીં થાય કારણ કે હું કોઈ પણ ઓજાર બનાવવા માં કોઈ કમી રાખવા નથી માંગતો એટલે તમે કાલે આવજો એટલે કઠિયારો પણ સમજી ગયો... બીજે દિવસે એ જ સમયે લુહાર પાસે થી કરવત લઇ ગયો... હવે આ નવી કરવત પહેલી કરવત કરતા ખૂબ સરળ અને વધારે પ્રમાણ માં કામ આપવા લાગી.. એક દિવસ એક શેઠ કાઠિયારા પાસે લાકડા લેવા ગયા ત્યાં તેમની નજર નવી કરવત પર પડી એટલે પેલા શેઠ એ કહ્યું કે આ કરવત કેટલા માં વેંચશો? કઠિયારાએ કહ્યું કે આ વેચવાની નથી પણ તમારે લેવી હોય તો ગામ માં એક લુહાર રહે છે તમે તેની પાસે બનાવડાવી શકો છો... શેઠ માની ગયા પણ એમને કરવત નો ભાવ પૂછ્યો એટલે કાઠિયારા એ કહ્યું કે 20 રૂપિયા માં બનાવી આપી...શેઠે મનોમન વિચાર્યું જો લુહાર પાસે થી જથ્થાબંધ બનાડાવી લઈને બીજે ગામ વેચું તો મને લોકો આના 40 રૂપિયા પણ દેવા તૈયાર થઈ જશે.. એટલે શેઠ પેલા લુહાર ગયા અને ત્યાં શેઠે એ લુહારને એક ઓફર કરી કે તારે આજે મારા માટે કામ કરવાનું છે તું "આજે જેટલી કરવત બનાવ એના તું એક કરવત દીઠ 20 રૂપિયા લઇ લેજે પણ તારે કોઈને વેચવાની નહીં", એટલે લુહારે એ શરત નકારી કાઢી.. શેઠે વિચાર્યું કે લુહાર ને લાલચ આવી ગઈ હશે એટલે એને બીજી ઓફર આપી કે, " તું કરવત દીઠ રૂપિયા 25 લઇ લેજે હવે તો મંજુર ને?" લુહારે એ શરત પણ નકારી કાઢી.. શેઠ બોલ્યો કે લક્ષ્મી સામે થી તારી પાસે આવે છે તો પણ તું નકારી કાઢે છે... એટલે લુહારે બવજ સરસ જવાબ આપ્યો એને કહ્યું, "શેઠ તમે મારી પાસે થી કરવત લેશો પછી તેને ગરીબોને ઉંચા ભાવે વેંચશો.. હું ગરીબોના શોષણ નું કારણ નથી બનવા માંગતો.. જો હું લાલચ કરું તો એનું નુકશાન બીજા લોકોને ને ભોગવવું પડે.. એટલે તમારી શરત મંજુર નથી.. શેઠ સમજી ગયા કે એક સાચા વ્યક્તિ ને દુનિયા ની કોઈ દૌલત ખરીદો નથી શકતી.. લુહાર પોતાના સિદ્ધાંત પર અડીગ રહ્યો.. શેઠએ લુહારનો સંતોષી સ્વભાવ જોઈને એટલો બધો પ્રભાવિત થયો કે પોતે પણ સંતોષી બનવાનો નિર્ણય કર્યો..


જોયું મિત્રો અહીં લુહાર ધારે તો સારી રીતે શેઠ પાસે થી પૈસા કમાઈ શકતો હતો પણ પોતાના હિત કરતા બીજાનું હીતનું વિચારી ને એક મહાન ગુણ સંતોષી હોવાનો પરિચય આપ્યો..

બોધ:- સંતોષી નર સદા સુખી.. જે સાચા સિદ્ધાંતો પર અડીગ રહે તેની કિંમત દુનિયામાં આભૂષણો કરતા પણ વધારે હોય છે..


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED