બે પાગલ - ભાગ ૨૮ VARUN S. PATEL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે પાગલ - ભાગ ૨૮

બે પાગલ ભાગ ૨૮
જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
ચર્ચ સામે પડેલા રુહાનને પાછળથી હાફતો હાફતો આવતો રવી ઉભો કરે છે. મહાવીર પણ બંનેને શોધતો શોધતો ચર્ચ પાસે પહોચે છે.
બે યાર તમે લોકો હજુ અહીં જ છો. તમે તો વડોદરા જવાના હતાને... મહાવીરના મનમા અનેકો સવાલ ઉભા થઈ રહ્યા હતા.
એ બધુ અમે તને પછી કહીશુ પહેલા તુ પાણીની વ્યવસ્થા કર... રવીએ હાફતા હાફતા કહ્યું.
હા પાણીની પણ વ્યવસ્થા કરૂ અને ફસ્ટ એજ બોક્સની પણ રરુહાનને ઘણુ છોલાયુ છે પગે... મહાવીરે કહ્યુ.
એ બધુ રહેવા દે આપણી પાસે બહુ વધારે સમય નથી આપણે અહીં ચર્ચમા પાણી પી લઇએ અને તુ પુર્વીને ફોન કર કે તુ બને તેટલુ જીજ્ઞાના ફેરામા મોળુ કર અમે કંઈક રસ્તો શોધીએ છીએ...રુહાનને તેના પ્રેમ પર હજુ પણ ભરોસો હતો.
ઓકે હુ કોલ કરી દઉં છું તમે લોકો ચર્ચમા ફાધરનો એક રૂમ છે ત્યા પાણી પી લ્યો... આટલુ બોલી મહાવીર પુર્વીને ફોન લગાવે છે અને બધુ જણાવે છે.
આ તરફ જીજ્ઞાના ફેરા શરૂ થવાની તૈયારીમાં જ હતા. જીજ્ઞાના પ્રથમફેરે જૌતર હોમવા માટે તેનો ભાઈ આવી ગયો હતો અને વિધીવત દરેક વિધી ચાલી રહી હતી અને આ બાજુ રુહાન અને રવી ચર્ચના ફાધરના રૂમ પર જાય છે. રૂમમા ફાધર તો હાજર નહોતા પરંતુ રૂમમા ટીવી ચાલુ હતુ અને ટીવીમા સોલે ફિલ્મ ચાલી રહ્યું હતું. બંને આવે છે અને પાણી પી ને ત્યા સાઈડમાં બેસે છે અને વિચારવા લાગે છે કે આગળ શુ કરવુ.
ટીવીમા ચાલી રહેલા સોલે ફિલ્મમા એ સીન ચાલી રહ્યો હતો જ્યારે ધરમપાજી ગામની પાણીની ટાકી પર ચડી જાય છે અને બોલવા માંડે છે. મે મરજાઉંગા કુંદજાઉંગા...
આ સીનનો અવાજ વારંવાર રુહાનના કાનમા જઈ રહ્યો હતો. અને એ ઘરમેન્દ્રનો ડાયલોગ સાંભળતા જ અચાનક રુહાનના મનમાં વડોદરામાં બેઠા બેઠા એક આઈડિયા આવે છે અને અચાનક જ પોતાની જગ્યાએથી ઉભો થઈ જાય છે.
મહાવીર પણ પુર્વીને ફોન કરીને અંદર આવે રુહાન અને રવી પાસે આવે છે.
શુ થયુ તુ આમ એકદમથી ઉભો કેમ થઈ ગયો...રવીએ કહ્યું.
લવ યુ ઘરમપાજી. મારી પાસે એક પ્લેન છે જેથી આપણે અહીંથી જ જીજ્ઞાના લગ્ન રોકી શકીએ છીએ. પણ હા આમા કદાચ તેના પિતાની ઈમેજની પત્તર ફાટે તેનુ કઈ નક્કી નહીં...રુહાને કહ્યું.
શુ છે જલ્દી બોલ આપણી પાસે સમય નથી યાર... મહાવીરે રુહાનને કહ્યું.
રુહાન રવી અને મહાવીર બંનેને પોતાનો પ્લાન જણાવે છે અને બંનેને રુહાનની શુ મદદ કરવાની તે પણ જણાવે છે. ત્રણેય ફટાફટ ચર્ચની બહાર નીકળીને મહાવીરની એકટીવા પાસે આવે છે અને એમા બેસીને ફટાફટ ત્રણેય રુહાનના પ્લાન મુજબના લોકેશન તરફ નિકળે છે.
આ તરફ જીજ્ઞા એક ફેરો ફરી ચુકી હતી અને બીજો ફેરો ફરવાની તૈયારીમાં હતી. ધીરે ધીરે જીજ્ઞા અને તેનો થનારો પતિ ફેરો ફરવાની શરૂઆત કરે છે અને જ્યા વરરાજાને ફેરાફરતી વખતે એક પથ્થર હોય જેને ખેતરપાળ કહેવામાં આવે છે તેને સ્પર્શ કર્યા વગર ફેરા આગળ ન વધે. જેવા જ વરરાજા એ ખેતરપાળ પાસે પહોચે છે અને પગને ખેતરપાળ પાસે સ્પર્શ કરવા માટે લઈ જાય છે ત્યા જ પુર્વી તે ખેતરપાળ પર પોતાનો હાથ મુકી દે છે અને વરરાજાને ખેતરપાળનો સ્પર્શ કરતા અટકાવી લે છે અને એક સાળી તરીકે ૨૦૦૦૦ રૂપીયાની ડિમાન્ડ મુકે છે જેથી પૈસાની લેતી દેતી બાબતે ચર્ચા લાબી ચાલે અને જીજ્ઞાના ફેરા એટલા લાંબા સમય સુધી અટકી રહે.
અને એટલો વધારે સમય રુહાન રવી અને મહાવીરને મળી રહે.
અરે ૨૦૦૦૦ થોડા હોય...ગીરધનભાઈએ પુર્વીને ઠપકો આપતા કહ્યુ.
તુ ચુપ રે ૨૦૦૦૦ જ આપવા પડશે અને એ પણ દરેક ફેરે અને જો બહુ બોલ્યો છે ને તો આકડાને ૨૫૦૦૦ પહોચતા વાર નહીં લાગે. અને જો ચર્ચા કરવી જ હોય તો સામે વાળા પક્ષને કરવા દે...ચંપાબાએ ગીરધનભાઈના ઠપકાનો જવાબ આપતા કહ્યું.
સાહેબ કેવી દોસ્તી છે આ લોકોની એકની જીંદગી બચાવવા પાછળ કઈ પણ વિચાર્યા વગર જ બધા જીજ્ઞાની માટે કંઈ પણ કરવા તૈયાર છે.
આ બાજુ ચર્ચામાં ચંપાબા અને પુર્વી વધુમા વધુ સમય નિકળે તેવી કોશીષ કરી રહ્યા હતા અને બીજી બાજુ રુહાન, રવી અને મહાવીર પણ પોતાના પ્લાન મુજબ ગુજરાતની સૌથી મોટી ન્યુઝ ચેનલ સચ તકની હેડ ઓફિસે પહોચે છે.
રુહાન જલ્દીથી ઓફિસના ટેરીસ પર પહોંચે છે અને બીજી બાજુ મહાવીર અને રવી ઓફિસની અંદર જાય છે અને જોર જોરથી ચિલ્લાવા લાગે છે.
અરે જલ્દીથી જુઓ તમારી ઓફિસના ટેરીસ પર જઈને કોઈ આત્મહત્યા કરવા માગે છે. પ્લીસ એને રોકવામાં અમારી મદદ કરો... મહાવીરે પોતાના ચહેરા પર સિરીયસ હાવભાવ બનાવીને ઓફિસના લોકોને કહ્યું.
આત્મહત્યા શબ્દ સાંભળતા જ ઓફિસમા હળબળાટ મચી જાય છે અને ફટાફટ ઓફિસના અડધા લોકો પોતાનો કેમેરો વગેરે લઈને ટેરીસ પહોચી જાય છે અને અડધા નીચે ગ્રાઉન્ડમાં પહોચી જાય છે.
આ બાજુ મહાવીર ત્યા રુહાન સાથે રહે છે અને રવી આગળના પ્લાન મુજબ ત્યાથી એક્ટીવા લઈને આગળના આયોજન મુજબ જવા રવાના થઈ જાય છે.
રુહાન સચ તક ન્યુઝ ચેનલ ઓફિસના ટેરીસ પર જઈને એવી જગ્યાએ ઉભો રહી જાય છે કે જ્યાથી કોઈ પણ વ્યક્તિ નીચે કુદી શકે અને નીચે ઉભેલા લોકોને પણ દેખાય. ન્યુઝ કારકો દોડામ દોડ રુહાનને બચાવવા ઉપર જાય છે. ઉપર આવતા દરેક ન્યુઝ કારકોને રુહાન જોઈલે છે અને પોતાના પ્લેન મુજબ બોલવાની શરૂઆત કરે છે.
એક બધા ત્યા જ ઉભા રહેજો નહિતર હુ અહિથી કુદી જઈશ... રુહાને ગંભીરતાની એક્ટિંગ કરતા કહ્યુ.
અરે કોઈ બચાવો મારા મિત્રને પ્લીસ... મહાવીર પણ ત્યા આવી પહોચે છે અને રડવાના ઢોંગ કરતા કરતા મીડિયાને કહે છે.
ઓહ ભાઈ એક મીનિટ થોભી જા...રુહાન તરફ આગળ વધતા એક વરિષ્ઠ પત્રકારે કહ્યું.
તમે આગળ ન આવતા નહિતર હુ કુદિ જઈશ... રુહાને એ વરિષ્ઠ પત્રકારને ચેતવતા કહ્યું.
ઓકે ઓકે રિલેક્સ કોઈ આગળ નહીં આવે પરંતુ તુ એતો જણાવ કે તને એવો તે શુ પ્રશ્ન છે જેના માટે તુ આમ આત્ય હત્યા કરવા માંગી રહ્યો છે... વરિષ્ઠ પત્રકારે સાચા સમયે સાચો પ્રશ્ન કરતા કહ્યું.
સર આજે એક નહીં પરંતુ બબ્બે આત્મ હત્યા થવા જઈ રહી છે. જો તમે પહેલી આત્મહત્યા થતા રોકી લેશો તો હુ આપોઆપ રોકાઈ જઈશ... રુહાને આખમા આસુ સાથે કહ્યું.
ઓકે ઓકે અમે અમારી બેસ્ટ ટ્રાય કરીશુ પણ તુ અમને જણાવ તો ખરી કે કોણ આત્મહત્યા કરવા જઈ રહ્યુ છે.
સર મારી એક ફ્રેન્ડ છે જે હિંદુ છે. એના આજે લગ્ન છે અને એ લગ્ન તેના પિતા ફક્તને ફક્ત પોતાની ઈજ્જત આબરૂને બચાવવા માટે પોતાની દિકરીના લગ્ન કરાવી રહ્યા છે. જો એના લગ્ન થયા તો એ જરૂર જીવી નહીં શકે અને મરી જશે. આપણા સમાજમાં મારા જેવાની તો આત્મહત્યા દરેકને દેખાય છે. દિકરીને દુધ પીતી કરવાની પણ હત્યા સમાજના સાર વર્ગને દેખાતી હતી અને એમા આપણે ખુબ જ સારો સુધારો લઈ પણ આવ્યા. પણ હજુ પણ દિકરીઓની ઈચ્છા વગર તેમને પરણાવી દેવામાં આવે છે અને એક બેકાર જીવન ન ચાહતા પણ દિકરીઓને જીવવુ પડે છે તો શુ આ આત્મહત્યા નથી. સર પ્લીઝ મે મારી પુરી કોશિષ કરી શક્ય હોય તો તમે તમારી ન્યુઝ ચેનલના માધ્યમથી અમદાવાદની જીજ્ઞાને એના મરજી વિરૂધ્ધ થનાર લગ્ન અને પિતાના ઝુલ્મથી બચાવી શકો છો. પ્લીઝ સર... રુહાને ભાવુક થઈને જણાવ્યું.
ઓકે ઓકે અમે જરૂર તારી મદદ કરીશુ... વરિષ્ઠ પત્રકારે કહ્યું.
જલ્દીથી આપણી અમદાવાદની ઓફીસને જાણો કરો અને અહિથી પણ લાઈવ ન્યુઝની પ્રોસેસ ચાલુ કરો...સચ તક ન્યુઝ ચેનલના હેડે બધા પત્રકારોને ઓર્ડર આપતા કહ્યું.
થોડિવાર ન્યુઝ ચેનલની ઓફીસમા દોડા દોડી મચી જાય છે. પોતાના નેટવર્ક સેટેલાઈટ સાથે કનેક્ટ કરીને રુહાનને સચ તક ગુજરાતી ન્યૂઝ દ્વારા પુરા ગુજરાતમા લાઈવ બતાવવામા આવે છે અને આ બાજુ અમદાવાદની મીડિયા પણ ગીરધનભાઈના ઘરે જવા રવાના થઈ જાય છે. મહાવીર દ્વારા ચેનલે જીજ્ઞાનુ એડ્રેસ જીજ્ઞાના ફોટાઓ વગેરે પ્રાપ્ત કરેલ હોય છે.
આ તરફ ૨૦૦૦૦ હજારનો મામલો છેલ્લે ૫૦૦૦ મા પતાવીને જીજ્ઞાનો બીજો ફેરો પુર્ણ થાય છે. પુર્વી ફરીથી ચિંતામાં આવે છે કે હવે તે આ ફેરા કઈ રીતે રોકશે. આટલામા જ ત્યા બેઠેલા વરરાજાના કાકાના મોબાઈલમાં સચ તક ગુજરાતી ન્યુઝ લાઈવ આવી રહ્યા હતા અને એમા એકબાજુ જીજ્ઞાનો ફોટો આવી રહ્યો હતો અને એક બાજુ ટેરીસ પર ઉભેલા રુહાનનુ ભાષણ.
આ જોઈ વરરાજાના કાકા ઉભા થઈને વિધીમા બેઠેલા વરરાજાના પિતાને એ ન્યુઝ દેખાડે છે. અને હા બીજી બાજુ રવી જ્યા નાટક સ્પર્ધા યોજાવવાની હતી ત્યા જઈને બધાને રુહાન અને જીજ્ઞા વિષે જણાવીને પોતાના મોબાઈલમાં લાઈવ ન્યુઝ જોવા માટે વિનંતી કરે છે. ત્યા બેઠેલા જજ સંજયસર સહિત બધા પોતપોતાના મોબાઈલમાં ન્યૂઝ ચેનલ લાઈવ જોવાની શરૂઆત કરે છે.
આ તરફ અમદાવાદ સચ તક ન્યુઝ ચેનલની ટીમ જીજ્ઞાના ઘર આવી પહોચે છે અને થોડીવાર માટે જીજ્ઞાના લગ્ન ત્યા જ થોભી જાય છે. ગીરધનભાઈ, પુર્વી અને જીજ્ઞા દરેકના મનમાં એક જ સવાલ હતો કે આટલી મીડિયા અહિ શા માટે.
અરે તમે બધા અહીં કેમ...ગીરધનભાઈએ મીડિયાને સવાલ કરતા કહ્યું.
એ એટલા માટે વેવાઈજી કે તમે તમારી દિકરીના પરાણે લગ્ન કરાવવા માંગો છો... જીજ્ઞાના થનારા સસરાએ કહ્યું.
શુ પણ જીજ્ઞા તો રાજી જ છે એને મને તો એકેય વાર એમ નથી કહ્યું કે હુ લગ્ન નથી કરવા માગતી... ગીરધનભાઈએ જીજ્ઞા તરફ ઉચી નજર કરતા કહ્યુ.
તે ક્યારેય એની સાથે એવો વ્યવહાર કર્યો છે કે એનામા તને ના કહેવાની હિંમત હોય. અરે તુ તારા માન મોભાના કારણે દિકરીનો જીવ લઈને રહીશ કે શુ...ચંપાબાએ ગુસ્સાથી કહ્યું.
કાકા વાત તો સાચી છે તમે જે ફોટાઓ જોયા અને લેટર જોયો ત્યાર બાદ તમે ક્યારેય જીજ્ઞાનો પક્ષ જાણવાની કોશિષ કરી છે કે હકીકત શુ હતી... પુર્વીએ જીવનમાં પહેલીવાર ગીરધનભાઈ સામે બોલતા કહ્યું.
તુ ચુપ રે તને આમા કઈ ખબર ના પડે અને હા ચંપાબા તમારી હુ રિસ્પેક્ટ કરૂ છું એટલે કંઈ બોલતો નથી પરંતુ એનો મતલબ એમ નથી બા કે તમે અમારા ઘરના મામલામાં દખલગીરી કરો... ગીરધનભાઈએ કહ્યું.
જો જીજ્ઞા આ લગ્ન કરવા નથી માંગતી તો અમારો દિકરો પણ આ લગ્ન નહીં કરે... જીજ્ઞાની તકલીફ સમજતા તેના થનારા સસરાએ કહ્યું.
આ બધુ વડોદરામાં ઉભો રુહાન પણ લાઈવ જોઈ રહ્યો હતો.
સર પ્લીઝ જીજ્ઞા સાથે કોઈ પણ માધ્યમથી મારી વાત કરાવો નહિતર એ હજુ પણ તેના પિતા વિરુદ્ધ નહીં બોલી શકે... રુહાને કહ્યું.
ઓકે હુ ત્યાના અમારા મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરી જોવુ છું... ચેનલ હેડે કહ્યું.
આ બાજુ ગીરધનભાઈ.
દિકરા મારી પાધડીના સમ ખાઈને બોલ તારે આ લગ્ન નથી કરવા... ગીરધનભાઈ જાણી જોઈને પાધડીનો ઉલ્લેખ કરતા બોલ્યા.
કેમ કે ગીરધનભાઈ જાણતા હતા કે જીજ્ઞા એના પિતાની પાધડી માટે પોતાનુ કંઈ પણ ત્યાગ કરવા તૈયાર થઈ જશે. અને રુહાનનો આ રસ્તો જેમા ગીરધનભાઈની ચારે તરફ બદનામી થઈ રહી હતી તે જીજ્ઞાને જરા પણ પસંદ નહોતી આવી રહી.
હુ ખુશ છું આ લગ્નથી... જીજ્ઞાએ કહ્યું.
જીજ્ઞાનુ આ વાક્ય સાંભળીને ચંપાબા, પુર્વી, મહાવીર અને રુહાન દરેક આશ્ચર્યચકિત થઈ ગયા.
મીડિયા રુહાન સાથે ફોન કનેક્ટ કરીને જીજ્ઞા પાસે લઈ જાય છે.
ખરેખર જીજ્ઞા તુ ખુશ છે આ લગ્નથી. કોઈ વાંધો નહીં. જીજ્ઞા બાય. અને હા મારી તેરવી પર તુ આવતી નહીં કેમકે તુ નવી દુલ્હન હશુ અને આપણામા નવી દુલ્હન કોઈકના મરણ પર ના જાય. છેલ્લી વાર જીજ્ઞા કહી દે કે તુ ખુશ નથી નહિતર તારા રુહાનનો એક જ કદમ મોતથી દુર છે. તને ભરોસો ન હોય તો લાઈવ પ્રસારણ જોઈલે...રુહાને આખોમા આસુની સાથે ભાવુક બનીને કહ્યું.
ના રુહાન તુ એવુ કોઈ પગલુ નહીં ઉપાડે. તને મારા સમ છે... જીજ્ઞાએ રુહાનની ચિંતા કરતા કહ્યુ.
એ તો હવે ઉપાડવુ જ પડશે જીજ્ઞા કેમ કે હુ આજે આખી દુનિયા સામે તારા માટે ખોટો સાબિત થયો છું. તે તો એક જ મિનિટમાં કહી દિધુ કે તુ આ લગ્નથી ખુશ છે. એનો મતલબ મે તો ફક્ત આ બધો તમાશો જ કર્યો છે. હવે મારી પાસે આમેય જીવવાનુ કોઈ કારણ વધ્યુ જ નથી આવજે જીજ્ઞા... રુહાન જીજ્ઞા સાચુ બોલી જાય એના માટે જાણી જોઈ ઈમોશનલ બ્લેકમેલ કરતા બોલ્યો.
જેવો જ રુહાન ઉપરથી કુદવાની કોશિશ કરે છે ત્યા જ જીજ્ઞા બોલી જાય છે.
એક મિનિટ રુહાન. પ્લીઝ ... યાર બસ કર હા હુ નથી ખુશ આ લગ્નથી... અંતે જીજ્ઞાએ કહી જ દિધુ.
શુ... ગીરધનભાઈ તરત જ ગુસ્સે ભરાઈ ગયા.
હા પપ્પા. તમારા માન અને મોભામા મારી જિંદગી પીસાઈ ગઈ છે. શુ દુનિયાની કોઈ પણ દિકરીને પોતાના નિર્ણયો લેવાનો કોઈ અધિકાર જ નથી. એના કરતા તો એ જ સારૂ હતુ કે પહેલાથી દુધ પીતી કરીને મારી નાખતા હતા. મને માફ કરી દેજો પપ્પા હુ હવે તમારી ઈજ્જત અને મોભા માટે વધારે નાટક નહીં કરી શકુ. (પોતાના થનારા પતિ તરફ જોઈને ) મને માફ કરજો તમારી આબરૂને આચ પહોચાડવા બદલ... રડતી જીજ્ઞાએ ભાવુક થઈને કહ્યું.
જીજ્ઞા અને રુહાનની બધી જ વાતો આખુ ગુજરાત સાંભળી રહ્યુ હતું .
અંતે તે આજે આખા ગુજરાત સામે મારૂ નામ ડુબાડી જ દિધુ. આજ પછી મને તારૂ મો ન દેખાડતી... પોતાની પાઘડી જીજ્ઞાના પગમા નાખીને ગીરધનભાઈ ત્યાથી જતા રહે છે અને સાથે સાથે પરાણે પોતાના દિકરાને પણ લેતા જાય છે.
જીજ્ઞા રડતી રડતી ચંપાબાને ભેટી પડે છે.
આ બાજુ રુહાન પણ ટેરીસ પરથી નીચે આવતો રહે છે. અને કાયદા મુજબ આટલો હોબાળો થયો હોવાથી રુહાનને પોલીસ સ્ટેશન આત્મહત્યા કરવાના પ્રયાસના ગુના માટે લઈ જવામાં આવે છે. તો આમ હજુ પણ જીજ્ઞાના લગ્ન સિવાય કોઈ સમસ્યા ટળી નહોતી. હવે શુ થશે બંનેના જીવનનુ તે જોવા માટે વાચતા રહો બે પાગલના અંતના આવનારા ભાગો. to be continued.

। જય શ્રી કૃષ્ણ । । શ્રી કષ્ટભંજન દાદા સત્ય છે ।
STORY BY :- VARUN S. PATEL
NEXT PART NEXT WEEK.