વૈશ્યાલય - 4 SaHeB દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વૈશ્યાલય - 4

અંશ: બીજું કશું નહીં કરે ને ...એટલે કે બબાલ તો નહીં કરે ને...?

ભરત: યાર એ એનો ધંધો છે , ધંધા પર કોઈ થોડી બબાલ કરે....

અંશ: પણ યાર એ લોકોનો વર્તાવ જોઈ ખરેખર ડર લાગે છે.

ભરત એને હિંમત આપતો હોય એમ કહેવા લાગ્યો, " જો બકા જીવનમાં આગળ વધવું હોઈ તો તમામ પડાવ સામે લડવું પડશે, જો તું ખુદ થી અને મનથી હારી જોઇશ તો તારું અસ્તિત્વ ભૂંસાઈ જશે, ક્યારેય તું આગળ નહિ આવી શકે. હું તારી સાથે આવીશ મેં તને કહ્યું ને. હવે તો થોડો મર્દ બની જા, કે પછી પેલી કહેતી હતી એમ નપુંસક જ રહેવું છે."

બન્ને મિત્રો મજાકિયું હસવા લાગ્યા, અંશ પરનો બોજ હળવો થઈ ગયો હતો. ફરી એને જવાનું નક્કી કર્યું એ પણ અત્યારે જ, કારણ કે ફરી એ ઊંધા વિચારે ચડી ગયો તો ફરી મગજ બ્લોક થઈ જશે એ ભય હતો. તરત જ ભરતને કહ્યું, "ચાલ આપણે અત્યારે જ જઈએ." આ સાંભળી ભરત પણ હરખાઈ ગયો. એના શબ્દોના તીર બરોબર વાગ્યા હતા. મૂર્છિત થયેલા અંશને ફરી બેઠો કર્યો એનો જશ ખુદ જ ખુદને આપી રહ્યો હતો. બન્નેએ ઘરે ફોન કરી ને કહી દીધું અમે બહાર જઈએ છીએ આવતા થોડીવાર લાગશે. અને બન્ને રીક્ષા કરી રોમા તરફ જવા રવાના થયા.

રોમાનો વણાંક આવ્યો, રીક્ષા ઉભી રહી ભરતે બન્નેનું ભાડું આપ્યું, રીક્ષા આગળ જતી રહી, ધીરે ધીરે બન્ને રિમા ની ગલીઓમાં પસાર થવા લાગ્યા, અંશના પગમાં થોડું કંપન હતું, હરેક પગલામાં ભાર લાગતો હતો. વિચારો શૂન્ય બન્યા હતા, પોતાની અંદર ડર નથી એવું વર્ણન ભરત સાથે કરતો હતો. તેની આંખો બધી બાજુ જોઈ રહી હતી. નાના ભુકલાઓ ગલીમાં રમી રહ્યા હતા. અંશને વિચાર આવ્યો અને ધીરેથી એને ભરત સાથે શેર કર્યો,"ભરત આ ગણિકાને પણ છોકરા હોઈ ખરા?" ભરત પર આની સામે થોડી ક્ષણ જોઈ રહ્યો પછી સ્મિત સાથે કહ્યું, " કેમ ન હોઈ, એ પણ પોતાનો સંસાર લઈ બેઠી હોઈ છે, એને પણ સંતાનની ઝંખના હોઈ છે, આ છોકરાને અભ્યાસ માટે અહીં હંગામી સ્કૂલ પણ આ બધી બાયું ચલાવે છે."

અંશ ભરતને સાંભળતો હતો, અને આંખોમાં બધા દ્રશ્યો કેદ કરી રહ્યો હતો. પાનની પિચકારી મારી લાલ દાંત દેખાય એમ હસતી એક પચાસ વર્ષની મહિલા અંશને જોઈ રહી હતી. મેકઅપથી ચહેરા પર ચમક ધારણ કરેલી ગણિકાઓ રવેસમાંથી પોતાના ચહેરા બહાર કાઢી પોતાની અદાથી પુરુષને પોતાની તરફ ખેંચતી હતી. ત્યાં જ શહેરના એક શરીફ અને અમીર માણસની ગાડી નજરે પડી. અંશથી રહેવાયું નહિ, "ઓયે ભરત જોતો પેલી ગાડી જાણીતા સમાજસેવક અને બિલ્ડર જયંતભાઈની છે ને.."

ભરત કશું જવાબ આપે એ પહેલાં જ એક ઘરમાંથી જયંત બહાર આવ્યો અને કોઈ જોતું નથી એ ઇરાદે ચોતરફ નજર નાખી, પછી ઝડપથી ગાડીમાં બેસી ગયો, પાછળ થી એક ગણિકા કે જેના ઘરમાંથી જયંત નીકળ્યો હતો એ જ ઘરની બારી માંથી ગાડીમાં જતા જયંતને ફ્લાઇન કિસ આપતી હતી. તરત જ અંશ બોલ્યો,"ભરત આતો ખરેખર એ જ સમાજસેવક હતો, સાલો આવા ધંધા કરે છે." અંશના ચહેરા પર થોડો ગુસ્સો આવી ગયો, એ ગુસ્સાને જોઈ ભરત હસતો જ રહ્યો, પછી બોલ્યો, "હે મારા મિત્ર તું હજુ સમાજની રમતમાં નાનો છે, બકા તું રિસર્ચ કર સમાજને હું અને જયંતભાઈ સંભાળી લઈશું."

એ વાત છોડી અંશ અને ભરત ધીરે ધીરે વાતો કરતા અને હસતા આગળ ચાલવા લાગ્યા, કોઈ સારા ઘરની તલાસમાં, રસ્તાની બન્ને બાજુ ખુલ્લી ગટર હતી, પાલતુ કુતરા રખડી રહ્યા હતા, એક ખાટલા પર એક વૃદ્ધા બેઠી હતી, વાળ લાલ અને સફેદ ચાંદીના પતરા જેવા હતા. મોઢમાં કઈક મમરાવી રહી હતી, ઉપર પહેલા જ એમને વહેલું વૃદ્ધત્વ આવી ગયું હોય એમ એનો કૃશ થયેલો ચહેરો કહેતો હતો. આ દલદલમાં ભગવાન જાણે ક્યારથી રહેતી હશે, યુવાની અહીં વિતાવી હશે, વૃદ્ધત્વનો બોજ પણ ઉઠાવતી હશે કે ઉઠાવી રહી હશે. અંશને થયું આ વૃધ્ધાને જ પૂછી લઈએ થોડું ઘણું જાણવા તો મળશે. પોતાનો વિચાર ભરત પાસે વ્યસ્ત કર્યો અને ભરતે પણ સહમતી ભરી. બન્ને એ ડોસીની બાજુમાં ગયા એક અજીબ પ્રકારની દુર્ગંધ આવી રહી હતી. એક જમાનો આ કૃશ થયેલ સ્ત્રીનો પણ અહીંયા રહ્યો હશે, યુવાનીમાં જેના તનમાંથી ખુશ્બૂ આવતી હતી એ જ વ્યક્તિ આજ દુર્ગંધમાં રહેવા ટેવાય ગઈ છે.

અંશે થોડી હિંમત કરી કહ્યું, "માજી હું એક રિસર્ચ કરું છું શુ હું તમને થોડા પ્રશ્ન પૂછી શકું..." આટલું બોલવામાં પણ અંશના શબ્દો ધ્રુજતા હતા, ભરતે અંશના ખંભા પર હાથ મુક્યો ને સંકેતમાં કહ્યું હું છું ને...ગભરાવવાની તારે જરૂર નથી...

એ વયોવૃદ્ધ માજી પોતાની ઝાંખી નજરે બે યુવાન છોકરાને જોઈ રહ્યા હતા, આંખો શરીરની સાથે નિસ્તેજ થવા લાગી હતી, ચહેરા પર ચામડી લટકી રહી હતી, મોઢામાં દાંતની ઉજ્જળતા વ્યાપી હતી, કાનની બુટ મોટા એરિંગ લગાવવાથી લાંબી થઈને લચકી રહી હતી. લથડતી જીભ હતી, શ્વાસ લેવામાં પણ હવે તકલીફ થઈ રહી હતી, છાતી પણ સુકાઈ ગઈ હતી કે શહેરના પુરુષો દ્વારા સુકવી દેવામાં આવી હતી.