માહિર ને સિટી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવે છે. ત્યાંથી પોલીસ ઇન્સ્પેકટર માહિર નો ફોન ચેક કરે છે . એમાં પ્રિશા નો મિસ્ડ કૉલ જોવે છે. આથી તેઓ તેને કોલ કરે છે.
ઇન્સ્પેકટર : હેલ્લો ..
પ્રિશા : હેલ્લો ...
ઇન્સ્પેકટર : શું હું પ્રિશાજી સાથે વાત કરી શકું ?
પ્રિશા : હા .. પણ તમે કોણ ? આ તો માહિર નો ફોન છે, તમારી પાસે ક્યાંથી ?
ઇન્સ્પેકટર : જી હું ઇન્સ્પેકટર ચાવડા બોલું છું. માહિર નો બહુ જ ખરાબ રીતે એક્સિડન્ટ થયો છે ...તેમને સિટી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે ....
પ્રિશા : what ...
આટલું સાંભળીને પ્રિશા સોફામાં ફસડાઈ પડે છે ... અને ખુબ જ રડે છે પણ પોતાને સંભાળે છે અને હોસ્પિટલ જવા નીકળે છે...
પ્રિશા : hello ... excuse me ...હમણાં જેમનો એક્સીડન્ટ થયો એ Mr. Mahir ને ક્યાં રાખવામાં આવ્યા છે ? ( આટલું તો પ્રિશા માંડ બોલે છે . )
નર્સ : એ અત્યારે આઇસીયુ માં છે. તેમની હાલત અત્યંત નાજુક છે , હાલ કંઈ પણ કહી શકાય તેમ નથી ....
પ્રિશા : ( રડતાં રડતાં ભગવાનને પ્રાર્થના કરે છે . ) પ્લીઝ ભગવાનજી ... પ્લીઝ એને જલ્દીથી ઠીક કરી દો ...
ઇન્સ્પેકટર : હેલ્લો મેડમ ... તમે પ્રિશા ?
પ્રિશા : હા ..
ઇન્સ્પેકટર : મેડમ જે કાર માં માહિર હતા એ કારની બ્રેક ફેલ હતી .. હવે અમે એ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે એ કોઈના દ્વારા કરવામાં આવી છે કે પછી ટેકનિકલી જ પ્રોબ્લેમ હતો ... બાય ધ વે તમારો એમની સાથે શું સંબંધ છે ?
પ્રિશા : એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને હમણાં જ અમારી કંપની , મારો મતલબ કે મારા હસબન્ડ અને મારી જે કંપની છે એણે માહિર ની કંપની સાથે બિઝનેસ ડીલ કરી છે ... હમણાં જ થોડા દિવસ પહેલા જ UK થી આવ્યો છે, 7 વર્ષ પછી ...
ઇન્સ્પેકટર : તો તમને કોઈ પર શક છે ?
પ્રિશા : નહિ એવું તો બની જ ના શકે ... એને કોઈ સાથે કોઈ જ પ્રકારની દુશ્મની કે એવું કંઈ જ નથી ... એમ પણ એના મિત્રો પણ બહુ જ ઓછા છે અને એ પણ બહુ જ ખાસ છે તો એનિમી નો તો સવાલ જ થતો નથી ...
ઇન્સ્પેકટર : ok thank you mam ... કંઈ પણ ખબર હશે તો હું તમને ખબર કરતો રહીશ..
પ્રિશા : thanks inspector ...
ત્યાં જ ધ્રુવનો કોલ આવે છે .
ધ્રુવ : હેલ્લો પ્રિશુ ક્યાં છે તું ?
પ્રિશા : ( વધારે જોરથી રડવા લાગે છે ... ) હે...લો...
ધ્રુવ : પ્રિશા ... શું થયું યાર ... તું રડે છે કેમ .. પેહલા એ બોલ તું છે ક્યાં .. હું હમણાં જ આવું છું ... પ્લીઝ શાંત થા અને બોલ ક્યાં છે તું ?
પ્રિશા : સિટી હોસ્પિટલ
ધ્રુવ : હોસ્પિલ? શું થયું તને ? તું ઠીક છે ને ?
પ્રિશા : માહિર ....
ધ્રુવ : શું થયું માહિર ને ?
પ્રિશા : એનો એક્સીડન્ટ થયો છે ..બહુ જ વાગ્યું છે એને .. પ્લીઝ તું જલ્દી આવી જા...
ધ્રુવ : હા બેટા .. હું 5 મિનિટ માં જ આવું છું... તું પ્લીઝ શાંત થા અને રડવાનું બંધ કર... એને કંઈ જ નહિ થાય ...
આ તરફ ધ્રુવ હોસ્પિટલ આવવા નીકળે છે અને ઇન્સ્પેકટર ચાવડા એની ઓફિસે પહોંચે છે .
મેનેજર : ઇન્સ્પેકટર તમે અહીં ? શું થયું ?
ઇન્સ્પેકટર ચાવડા : ( ત્યાં જ એમને કોઈનો કોલ આવે છે . ) excuse me ...
(ઇન્સ્પેકટર કોલ રીસિવ કરે છે ....)
ઇન્સ્પેકટર : મેનેજર ... Mr. Mahir નો એક્સીડન્ટ થયો છે અને તેમની કારમાં કોઈએ બ્રેક ફેલ કરી છે ... તો એના વિશે પૂછપરછ કરવી છે ...
મેનેજર : શું... ક્યારે ... એ ઠીક તો છે ને ?
ઇન્સ્પેકટર : અત્યારે એ આઇસીયુ માં છે , તબિયત બહુ જ ગંભીર છે ... કોઈએ તેમને મારી નાખવાની કોશિશ કરી છે ... મેનેજર .. માહિર સવારે ઓફિસ આવ્યા હતા ?
મેનેજર : હા .. એ તો હમણાં 2 કલાક પહેલા જ ધ્રુવ સર ના ઘરે જવા નીકળ્યા હતા ... થોડી ઉતાવળમાં હતા ... એમને આજે જ UK પાછા જવાનું હતું ... આમ તો એ અહી અઠવાડિયું રહેવાના હતા પણ તેમણે આજે જ જવાનું નક્કી કર્યું.
ઇન્સ્પેકટર : કેમ ? કોઈ કારણ ?
મેનેજર : એ તો ખબર નહિ સર પણ આજ સવારે ધ્રુવ સરે એમની સાથે ખૂબ ખરાબ રીતે વર્તન કર્યું હતું એટલે એમને તરત મને અમારી કંપની સાથેની બિઝનેસ ડીલ ની ફાઈલ આપવા કહ્યું અને એમણે કહ્યું કે એ ધ્રુવ સર ના ઘરે જઈને સાઈન કરાવી લેશે અને અહીંથી નીકળી જશે...
ઇન્સ્પેકટર : કોઈ કારણ ? એવું તો શું કર્યું હતું માહિર એ ?
મેનેજર : એ તો સર ખબર નહિ બંને એમની કેબિનમાં હતા તો ખબર ના રહી કે વાત શું હતી ... પણ સર કદાચ પ્રિશા મેમ ને લઇને કોઈ કારણ હોઈ શકે...
ઇન્સ્પેકટર : કેમ ?
મેનેજર : કારણ કે ધ્રુવ સર એમના સિવાય કોઈ વસ્તુને લઇને આટલા ગુસ્સામાં ના હોય શકે ... ઓફિસ માં પણ કોઈનાથી ભૂલ થઈ જાય તો સર એને શાંતિથી સમજાવતા ... એમને ક્યારેય આટલા ગુસ્સામાં કોઈ ની જોડે વર્તન નથી કર્યું ... પણ જો પ્રિશા મેમ ને કોઈ તકલીફ થાય તો એ સહન નહોતા કરી શકતા ...
ઇન્સ્પેકટર : ઓકે thank you ... કોઈ કામ હશે તો તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે ...
મેનેજર : ઓકે સર....
ઇન્સ્પેકટર ત્યાંથી નીકળી જાય છે ...
ઇન્સ્પેકટર : ત્રિપાઠી ... મને લાગે છે કે હવે આ ધ્રુવ એ જ કંઈક ગરબડ કરી હશે ... ક્યાંક એણે તો બ્રેક ફેલ નહિ કરાવી હોય ?
કોન્સ્ટેબલ ત્રિપાઠી : સર બની શકે છે ... કારણ કે એક્સીડન્ટ પહેલાં જ એણે માહિર સાથે ઝગડો કર્યો ...
ઇન્સ્પેકટર : તો ચાલો ત્યારે ધ્રુવને મળીએ ...
to be continued.....