ધ એક્સિડન્ટ - 14 Dhruv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ એક્સિડન્ટ - 14


















ધ્રુવ : પ્રિશા ... શું થયું ? તું રડે છે ?!

પ્રિશા : ( પ્રિશા ધ્રુવ ના આમ અચાનક સવાલથી ગભરાઈ જાય છે, પણ સ્વસ્થ થવાનો પ્રયત્ન કરે છે ) અરે !! હું શું કરવા રડું ?! જેની જોડ આટલો સ્વીટ હબી હોય એ કેમ રડે ? આ તો આંખમાં કંઇક પડી ગયું એટલે .. બીજું કંઈ જ નહિ ...

ધ્રુવ : પ્રિશા... ખોટું ના બોલીશ યાર... તને ખબર છે ને કે તું મને કંઈ પણ કહી શકે છે ... તને યાદ છે ને ... આપણે હજી પણ ફ્રેંડ્ઝ છીએ... ખાલી ઘર ચેન્જ થયું છે બીજું કંઈ જ નહીં...

પ્રિશા : અરે ... સાચે જ બાબા ... કંઈ જ નથી થયું યાર... ચાલ હવે ઘરે જઈએ ... હું ખૂબ થાકી ગઈ છું...

ધ્રુવ : ઓકે પણ બીજું કંઈ પણ હોય તો પણ હું તારી સાથે જ છું...

પ્રિશા : હા બાબા ... ચલ હવે ...

ધ્રુવ : ઓકે ( કંઇક તો થયું જ છે ... પ્રિશા તું નહિ કહે તો પણ હું ખબર તો પાડી જ લઈશ... હું તને આમ ના જ જોઈ શકું . )

ધ્રુવ ના પગ માહિર ના રૂમ તરફ આગળ વધે છે પણ પ્રિશા નો અવાજ આવે છે...

"ધ્રુવ ચલ ઘરે, late થઈ ગયું છે."

ધ્રુવ મોબાઈલ માં સમય જોવે છે, મોબાઇલ માં 11:00 વાગ્યા હોય છે..

ધ્રુવ :- ( કંઈ નહિ... માહિર ને કાલે ઓફીસ માં મળી લઈશ) ok આવ્યો... wait...

પ્રિશા:- ok જલ્દી...

ધ્રુવ અને પ્રિશા બંને પ્રિશા ની મમ્મી ને મળી ને ઘરે જવા નીકળે છે . આજ પણ પ્રિશા માટે ધ્રુવ કાર નો દરવાજો ખોલે છે પ્રિશા બેસે પછી જ દરવાજો બંધ કરી ને કાર ચાલુ કરે છે. કાર ધ્રુવ ના ઘર તરફ જવા નીકળે છે...

બીજા દિવસે સવારે ધ્રુવ વહેલો ઓફીસ જવા નીકળે છે. આજ ધ્રુવ ને ઉઠાડવાની જરૂર ના પડી. ધ્રુવ જાતે જ જલ્દી તૈયાર થઈ ને ઓફીસ માટે નીકળ્યો. પ્રિશા ના માટે આ ખુશી ની વાત હતી પણ એના હૃદય માં અજાણ્યો ડર સીધે સીધો જોઈ શકાતો હતો. પ્રિશા નો જીવ ગભરાઈ રહ્યો હતો અને બીજી તરફ ધ્રુવ ઓફિસ પહોંચ્યો હતો...

સામે થી મેનેજર ધ્રુવ તરફ દોડ્યો આવે છે...

મેનેજર:- sir... good morning

ધ્રુવ:- good morning...

મેનેજર :- sir ફાઇલ માં તમારી સહી જોઈએ છે..

ધ્રુવ:- ok... લાવો ( મેનેજર સહી કરાવે છે...)

મેનેજર :- thanks sir, પણ માહિર sir ની ફાઈલ તમને બે દિવસ માં આપી દઈશ તૈયાર કરીને...

( માહિર નું નામ સાંભળી ને ધ્રુવ ના શરીર માં વીજળી ના કરંટ જેવો પ્રસરી ગયો. એણે એને માહિર ને પ્રિશા ની આંખ ના આંસુ નું કારણ પૂછવાનું યાદ આવ્યું. )

ધ્રુવ:- માહિર છે ક્યાં!?

મેનેજર :- એ કેબીન માં કોમ્પ્યુટર પર ડોક્યુમેન્ટ ચેક કરે છે...

હવે એમના જોડે સમય અને દિવસો ઓછા છે. એમને પાછું UK જવાનું છે...

ધ્રુવ:- ok fine તમે જાઓ હું મળી લઈશ...

(ધ્રુવ કેબિન તરફ જાય છે...)

ધ્રુવ:- hello Mr. માહિર

માહિર:- અરે બસ બસ આટલું બધું માન સન્માન ના હોય યાર. તમારા બધાં તરફથી પ્રેમ અને આવકાર મળ્યો એ જ બહું છે આપડે તો મિત્રો જેવા છીએ. તો આ Mr.માહિર ??!! Only માહિર પણ કહી શકે છે તું .

ધ્રુવ:- ok તો આજે બિઝનેસ પાર્ટનર તરીકે નહિ પણ તારા મિત્ર તરીકે હું તને પૂછું..... કાલે પ્રિશા ની આંખ માં જે આંસુ હતા એ શા માટે?

માહિર:- અરે યાર જૂની વાતો યાદ આવી હશે એને તને તો ખબર છે એનું હૃદય એક દમ નાજુક છે. એને નાની નાની વાતો માં રડું આવે છે...

ધ્રુવ:- હા પણ એના જોડે રહીને એના આંસુ ને વાંચતા શીખી ગયો છું.

માહિર:- અરે યાર એવું કંઈજ નથી...

ધ્રુવ:- માહિર પ્રિશા ની આંખ માં મારા કારણે 5 વર્ષ માં એક આંસુ પણ આવવા નથી દીધો.
વિચારી તો જો બીજા ના કારણે એની આંખ ભીની થાય તો એની શું હાલત કરીશ.

માહિર:- તું કહેવા શું માંગે છે?

ધ્રુવ:- હું શું કહેવા માંગુ છું એ તને પણ ખબર પડે છે માહિર...

માહિર:- ( ગભરાતા ગભરાતા કંઈક છુપાવતો હોય એવા અવાજ માં) અરે એવું કંઈ નથી... પ્રિશા તારા માટે જેટલી કિંમતી છે એટલી જ મારા માટે પણ છે...

ધ્રુવ:- પ્રિશા ફક્ત ને ફક્ત મારી છે, એના સિવાય એના પર કોઈ નો હક નથી.( એક દમ જોર થી)
ધ્રુવ નો અવાજ સાંભળી આખી ઓફીસ ધ્રુવ અને માહિર તરફ જોઈ રહી.

માહિર:- ધ્રુવ તું સમજે છે એવું કંઈ જ નથી...

ધ્રુવ:- પ્રિશા થી દુર રહેજે માહિર..મારી પ્રિશા ની નજીક કોઈ પણ આવે એ મને પસંદ નથી...
પ્રિશા ની આંખ માં આંસુ નું કારણ તું જ છે... અને હું એ જાણીને જ રહીશ.

(ધ્રુવ ત્યાંથી નીકળી જાય છે... માહિર ના દિલ ને ધ્રુવ ની વાત ખરાબ રીતે અસર કરી જાય છે કે પ્રિશા ના આંસુ નું કરણ એ છે...એ જલ્દી થી જલ્દી UK પાછું જવા વિચારે છે...)

માહિર:- મેનેજર જલ્દી મને મારા કોન્ટ્રેક્ટ ની ફાઇલ આપો... હું જેમ બને એમ અહીંયા થી જવા માંગુ છું...

મેનેજર:- ok હું જલ્દી થી ફાઇલ તૈયાર કરી ને મોકલું છું... પણ ધ્રુવ સર નું ખોટું ના લગાડતા પ્રિશા મેડમ એમના માટે બધા સંબંધોથી પણ વધારે છે એટલે એ ગુસ્સા માં બોલી ગયા.

માહિર:- હા મને ખબર છે એ બહુ પ્રેમ કરે છે પ્રિશા ને હું ખુશ છું જોઈને.. હું એ બંને વચ્ચે આવવા નથી માંગતો.

મેનેજર:- હમમમ

માહિર:- અને ધ્રુવ ક્યાં ગયો?

મેનેજર:- સર ઘરે ગયા છે, કાલે જ આવશે.

માહિર:- ok, please મારા ટેબલ પર કોફી મોકલાવ ને.

મેનેજર:- ok સર...

માહિર :- ફાઇલ ready કરીને મને આપો, ધ્રુવ ની સહી હું એના ઘરે જઈને કરાવી દઈશ. પછી હું જઉં UK પાછો....

(બીજી તરફ ધ્રુવ ઘરે જઈ ગુસ્સા માં મોબાઈલ સોફા માં ફેંકે છે.... પ્રિશા દોડતી દોડતી નીચે આવે છે)

પ્રિશા:- ધ્રુવ? શું થયું તને?? are you ok ?? તું ઠીક તો છે ને ??

ધ્રુવ:- કંઈ નહિ ....માહિર...

પ્રિશા:- શું કર્યું માહિર એ?

ધ્રુવ:- તું મારી છે બીજા કોઈ ની નહિ તો એ કેમ બોલ્યો મારા માટે તું જેટલી important છે એટલી એના માટે છે?

પ્રિશા:- અરે એ મારો friend છે જૂનો તું સમજે છે એવું નથી ધ્રુવ.....

ધ્રુવ:- એના કારણે તારી આંખ માં આંસુ આવ્યા... મને સહન ના થાય.

પ્રિશા:- અરે એવું કંઈ જ નહોતું..... ધ્રુવ please

બીજી તરફ માહિર ફાઇલ તૈયાર કરાવી ને ધ્રુવ ની સહી કરાવે એના ઘર જવા નીકળે છે. કાર ચલાવતા ચલાવતા એ વિચારો માં ખોવાય છે ...એને ધ્રુવ ની વાતો ના પડઘા સંભળાય છે... એની આંખો સામે પ્રિશા અને ધ્રુવ ના બગડતા સંબંધો દેખાય છે . એ કંઈ જ સમજી શકતો નથી એ એનું ધ્યાન કાર ચલાવવા માં રાખવા પ્રયત્ન કરે પણ થઈ શકતું નથી... એની કાર સામે એક મોટા જાડ સાથે ટકરાય છે... અને માહિર ગંભીર રીતે ઘાયલ થાય છે...



to be continued.......

~ Dhruv Patel 😊