Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર... પેજ - ૪૧

સંબંધો ની સ્વિકૃતિ માં પ્રયાગ તથા અદિતી કેટલા અંશે ગંભીર છે, તથા આ સંબંધ માં આગળ વધી ને કોઈપણ વ્યક્તિ કે પરિવાર ને લેસ માત્ર દુઃખ નાં પહોંચી જાય તેની અગમચેતી રૂપે સ્વરા પ્રયાગ ની સાથે વાતચીત કરેછે.જ્યારે સ્વરા અદિતી નાં પરિવાર વાળા જો નાં કહે તો પ્રયાગ ની શું તૈયારી છે તે જાણવા માંગે છે...પ્રયાગ વિચારી રહ્યો છે..

****************(હવેઆગળ)*****************

પ્રયાગ સાચેજ વિચારો માં ખોવાઈ ગયો હતો કે ભાભી જે કહેછે તેવું સાચે સાચ જો થાય તો શુ કરવું જોઈએ ? એક સામાન્ય કર્મચારીઓને પણ તેમનાં પોતાના નિયમો હોય, તેમનો સમાજ હોય અને અસામાજિક બંધનો પણ હોય જ. હું ભલે અંજલિજી કે જેઓ પ્રયાગ ગ્રુપ નાં માલિક છે તેમનો એક નો એક દિકરો છું, અને તેમનો તથા તેમનાં બીઝનેસ એમ્પાયર નો ભવિષ્ય નો ઉત્તરાધીકારી પણ ખરો...પરંતુ તે બધા માં મારો પોતાનો શું રોલ ??
અથવા તેમાં મારી ક્યાં કોઈ મહેનત છે ??
એ બધુ જ જે છે તેતો મમ્મીજી ની અથાગ મહેનત નું પરિણામ માત્ર છે.તેમાં મારો તો કોઈ ફાળો છે જ નહીં.
અંજલિ ઝવેરી નાં દિકરા અને વારિસ પ્રયાગ ને તો કદાચ કોઈ પણ પેરેન્ટ્સ તેમની દિકરી આપે પણ ખરા...પરંતુ તેમાં મારી પોતાની ક્યાં કોઈ યોગ્યતા કહેવાય.મારા પોતાના અસ્તિત્વ નું જો કોઈ મોલ નાં હોય તો કઈ વ્યક્તિ તેમની દીકરી નો હાથ મને આપે ??
પ્રયાગ મનમાં જ કશુ નક્કી કરી રહ્યો હતો..સહેજ વિચાર્યું પછી સ્વરા ને જવાબ આપવા તૈયાર થયો.
વિચારો નાં વમળો અટવાયેલા પ્રયાગે તેનું મૌન તોડ્યું.
જી ભાભી.....વાત તો સાવ સાચી છે તમારી, કે કદાચ અદિતી નાં પેરેન્ટ્સ આ સંબંધ માં આગળ વધવા માટે રાજી નાં હોય તો શું ??
હમમ...પ્રયાગભાઈ હું પણ એજ વાત પુછી રહી છું.
ભાભી મેં હાલ જ તમારા આ પ્રશ્ન પછી એક વાત વિચારી છે, અને લગભગ તે મુજબ જ હું કરીશ.
હમમભ....શુ કરશો ભાઈ ?? સ્વરા હજુ પણ તેના સવાલ માટે સીરીયસ હતી.
ભાભી, સામાન્ય રીતે છોકરી ના પેરેન્ટ્સ છોકરા વાળા પાસે માંગુ લઈને જતા હોય છે, તેવો મને ખ્યાલ છે. અને તેના બદલે હું પોતે જ સામે થી અદિતી ના પપ્પા આચાર્યસાહેબ પાસે તેમની દિકરી નો હાથ માંગીશ, અને અંજલિ ઝવેરી નાં દિકરા તરીકે અદિતી નો હાથ નહીં માંગુ. મારી પોતાની જ ઓળખ અને મારી જ યોગ્યતા નાં આધારે હું અદિતી ને મારી જીવનસંગિની તરીકે તેના પેરેન્ટ્સ પાસે થી માંગીશ.
શક્ય છે કે તેમને મમ્મીજી નો દિકરો અને પ્રયાગ ગ્રુપ નાં વારસ પ્રયાગ સામે વાંધો કે વિચારવાનું હોય, પરંતુ પ્રયાગ એક સામાન્ય વ્યક્તિ જે પોતે પણ અદિતી ને ખુબજ ચાહતો હોય, તેને સમજતો હોય અને તેની પોતાની કાબેલીયત હોય કે જે અદિતી ને આજીવન ખુશ રાખવા કટીબધ્ધ હોય તે પ્રયાગ સામે વાંધો નાં જ હોવો જોઈએ.
અને તેમ છતાં પણ કોઈ અડચણ આવશે તો મને મમ્મીજી અને અનુરાગસર ની સલાહ લેવામાં કોઈ જ નાનમ નથી ભાભી.મને મારા પર, મારા અદિતી માટે નાં પ્રેમ પર તથા અદિતી પર સંપૂર્ણ ભરોસો છે.હું સૌનાં મન જીતી ને અદિતી ને મારા જીવનમાં લાવીશ. અદિતી તથા મારા પ્રેમ માં કોઈ ની આંખો માં દુઃખ નાં આંસુઓ ની નદી વહેતી હોય અને તેમાં હું અમારી જીવન નૈયા ચલાવુ તે મને પોતાને મંજુર નથી.અમે સમજીને આગળ વધીશું. પ્રેમની પરિભાષા એવી છે કે પ્રેમ માં પડીએ ત્યારે કશુંજ નાં સુઝે, પણ હું કે અદિતી તેવું નથી માનતાં. પ્રેમ કરીએ છીએ અને કરતા જ રહીશું, પરંતુ ભવિષ્ય ને ધ્યાન માં રાખીને જ આગળ વધવાનું.
મને યાદ છે અનુરાગ સર પણ કહેતા હતા કે જે કામ કરૂં તે ને સો વખત વિચાર કરીને જ કરવું, પરંતુ એકવખત સો વાર વિચારી ને શરૂ કરેલું કામ હજારો વિધ્નો આવે તો પણ અટક્યા વગર તેને પરિપૂર્ણ કરવું. અને જ્યારે મારા તથા અદિતી નાં જીવન નો પ્રશ્ન હોય તો પછી તેમાં કોઈપણ જાત ની અડચણો આવે હું તે દુર કરવામાં સક્ષમ છું.
સ્વરા એકધારું પ્રયાગ ને જે વિશ્વાસ થી તે બોલી રહ્યો હતો તે સાંભળી રહી હતી.આજે સ્વરા ને પ્રયાગ ના બોલવામાં તેનાં સસરાની છાંટ વર્તાઈ રહી હતી.સ્વરા થી રહેવાયું નહીં એટલે પ્રયાગ ને પુછ્યુ.
પ્રયાગભાઈ તમે પપ્પાજી ને કેટલી વખત મળ્યા છો ??
કેમ ભાભી ???
આવો સવાલ કર્યો તમે ?? પ્રયાગ ને પણ નવાઈ લાગી સ્વરા નાં આવા સવાલ થી.
નાં બસ એમ જ પ્રયાગભાઈ...તમારા જવાબ માં જે સરળતા,મક્કમતા તથા સ્પષ્ટતા છે,તે પપ્પાજી થી ઈન્સપાયર્ડ હોય અથવાતો પપ્પાજી જેવું જ તમે બોલી રહ્યા હતા.
પ્રયાગ તેની સરખામણી અનુરાગસર સાથે થવાથી મનોમન થોડો હરખાયો. ભાભી મને ખ્યાલ નથી કે મેં કઈ રીતે તમને જવાબ આપ્યો છે, પણ હા એ વાત સાચી કે અનુરાગસર ને હું જેટલી પણ વખત મળ્યો છું તેટલી વખત હું તેમની પાસે થી બહુ બધુ શીખ્યો છું. તેમને મળવામાં તથા તેમને ભેટી ને મને જે સુખદ અનુભવ થાય છે તેનું વર્ણન શબ્દકોષ માં તો ક્યારેય નહીં મળે.એક ઉન્માદ હોય છે તેમને મળવાનો મને હંમેશા. હું તેમની આંખોમાં હંમેશા ખુબ પ્રેમ અને કરુણા જોતો તથા અનુભવતો હોઉં છું.એક બાજુ મારા મમ્મીજી અને બીજીબાજુ અનુરાગસર....કેટલું અચરજ છે ....પણ બંન્ને માં મને વહાલ,વાત્સલ્ય અને વિશ્વાસ દેખાતો હોય છે.
સ્વરા ને હવે પ્રયાગ નાં જવાબ થી સંતોષ હતો, તે સમજતી તો હતી જ કે પ્રયાગ એકવખત અદિતી ને કમીટમેન્ટ આપી ચુક્યો છે, એટલે હવે તે કોઈપણ સંજોગોમાં પાછીપાની તો નહીં જ કરે. પણ પ્રયાગ ના મન ની વાત જાણીને તથા સમજીને એક નિષ્કર્ષ પર સ્વરા આવી ગઈ હતી કે કયા સમયે અને કેવાં સંજોગોમાં તેણે તથા શ્લોકે શું જવાબ આપવો.
પ્રયાગ ને એકવાત નો ખ્યાલ નહોતો કે સ્વરા ની યાદ શક્તિ એવી છે કે હવે ભવિષ્યમાં જ્યારે પણ તે સ્વરા સાથે આ બાબતે જો વાત કરશે તો સ્વરા ને આખે આખી વાત અને પ્રસંગ શબ્દે શબ્દ યાદ રહેછે, અને પ્રયાગ ની દરેક વાત નો તેણે જે તે સમયે શું અર્થ કાઢ્યો હતો તે પણ યાદ હશે.
પ્રયાગભાઈ તમારા આ સંબંધ થી હું તથા શ્લોક બન્ને ખુબજ ખુશ છીએ. અમારા બંન્ને ના આશીર્વાદ હર હંમેશા તમારી અને અદિતી ની સાથે જ છે તથા રહેશે. હું અને શ્લોક પણ તમારી સાથે જ છીએ. તમે બન્ને આમજ એકબીજાને પ્રેમ કરતા રહેજો તથા એકબીજાને સમજીને જીવનમાં આગળ વધજો અને ખુશ રહેજો.તમે અનુકૂળતા એ અંજલિ આન્ટી ને આ સંબંધ વિષે વાત કરી લેજો, અને અમારી ફરજ માં આવે છે કે અમારે પણ પપ્પાજી ને આ બાબતે જણાવવું જ પડે,જે શ્લોક આજકાલમાં જ પપ્પાજી સાથે વાત કરી ને જણાવી દેશે. હું નથી ઈચ્છતી કે તમારા આ સંબંધ થી કોઈપણ વ્યક્તિ તમને કે અમને કે અંજલિ આન્ટી ને કશુંજ કહી જાય. એટલે સત્વરે તેમને જણાવવું જરૂરી છે.
જી ભાભીજી....આપ યોગ્ય જ કહી રહ્યા છો.હું પણ મમ્મીજી ને આજકાલમાં જ વાત કરી લઇશ,અને સાથે આપણે અદિતી ને પણ કહીશું કે તે પણ તેની અનુકુળતા એ તેના પેરેન્ટ્સ સાથે વાત કરીલે.
હમમ...ધેટ્સ બેટર પ્રયાગભાઈ...!!
સ્વરા તથા પ્રયાગ બંન્ને જણા વચ્ચેની વાતચીત મહદ્દઅંશે પુરી થઈ ગઈ હતી. સ્વરા ને પ્રયાગ ની વાત માં વિશ્વાસ હતો તે હવે વધી ગયો હતો.સમય પણ તેનું કામ કરેજતો હતો...એટલે સ્વરા એ જ કીધું..
પ્રયાગભાઈ ધણો સમય થઈ ગયો છે...રાત વીતી રહી છે...અને આવતીકાલ ની સવાર તમારાં બન્ને નાં સ્વપ્ન સાકાર કરવા માટે થનગનતી હશે.
તમે કહો કે નાં કહો પણ હું સમજુ છુ કે અદિતી હજુ તમારી રાહ જોતી હશે.એટલે તમે જાવ તમારા રૂમમાં અને આપણે સવારે મળીશું. જયશ્રી કૃષ્ણ...જય અંબે.
જી ભાભીજી... જયશ્રી કૃષ્ણ અને જય અંબે...પ્રયાગ સ્વરા ને પગે લાગ્યો અને તેનાં રૂમમાં ગયો.
સ્વરા પણ ભગવાન ને પગે લાગીને તેનાં રૂમમાં ગઈ...તે પણ જાણતી હતી કે હજુ શ્લોક પણ જાગતો જ હશે.
પ્રયાગ તેનાં રૂમમાં ગયો અને તેનુ વોટસેપ ચેક કર્યું...ત્યારે અદિતી નો ફક્ત એક જ મેસેજ હતો, જે તેણે પ્રયાગે જ્યારે તેને જણાવ્યું હતું કે ભાભી સાથે છું...ત્યારે આવેલો હતો.
ખુબ જ ટુંકા જવાબ માં અદિતી એ લખ્યું હતું કે...ભલે પ્રયાગ,
તુ ભાભી સાથે વાત કરી લેજે...મને મારા કરતા પણ તારા પર વધારે વિશ્વાસ છે.તુ જે કરીશ તે બધુંજ યોગ્ય જ હશે. હું જાગુ છું અનુકૂળતા હોય ત્યારે મેસેજ અથવા ફોન કરજે.
પ્રયાગે મેસેજ વાંચી ને પહેલા ફ્રેસ થવા ગયો...પછી તેણે અદિતી ને મેસેજ કર્યો.
અદિ..જસ્ટ આવ્યો...જાગતી હોય અને મુડ હોય તો ફોન કરુ...નહીતર કાલે વાત કરીશું.
પ્રયાગ નો મેસેજ જોઈને તરત જ અદિતી નો ફોન પ્રયાગ નાં ફોન પર આવ્યો.
યસ....અદિ...બોલ...!!
શુ કહ્યું ભાભી એ પ્રયાગ ??
ભાભી તેમની રીતે કદાચ મને ચકાસી રહ્યા હતા કે આપણે બન્ને આપણાં સંબંધો માં કેટલા ગંભીર છીએ. અને સાથે તેમની આ બાબતે ચિંતા કરવી વ્યાજબી પણ છે, કારણકે હાલ આપણે બન્ને તેમનાં ઘરે છીએ, અને તેમને તથા શ્લોક ભાઈ ને અનુરાગસર ની સ્પષ્ટ સુચના છે કે આપણું ધ્યાન રાખે. સામાજીક રીતે કોઈપણ વ્યક્તિ એટલે કે તારા પેરેન્ટ્સ પણ આવી ગયા તેમાં...જો આપણાં આ સંબંધ વિષે કોઈ વાત કરે તો સૌથી પહેલાં તે એવુ જ કહેશે કે અદિતી અને પ્રયાગ બન્ને શ્લોકભાઈ અને સ્વરાભાભી ની સાથે રહેછે એટલે બધી કેળવણી તેમની જ હોય. એટલે તેમને તો બિચારા ને નાહક ના જવાબો આપવા પડે.
હમમ...તારી વાત તો સાચી છે પ્રયાગ..પણ મને પણ મારાં પર તથા મારા પેરેન્ટ્સ પર વિશ્વાસ છે કે, તે અંજલિમેડમ તથા તેમનો દિકરો પ્રયાગ ને તેમનાં જમાઈ તરીકે અને મારા જીવન સંગાથી તરીકે ખુબજ સહજતા અને સરળતાથી સ્વીકાર કરી લેશે. મારા પેરેન્ટ્સ અંજલિ મેડમ તથા તેમના સ્વભાવ અને કદાચ ઘણી બધી બાબત થી પરિચીત જ છે.અને તેમ છતા કઈ મુશ્કેલી પડે તો તું,અંજલિ મેડમ તથા અંહિ શ્લોકભાઈ અને સ્વરાભાભી તથા ત્યાં સૌથી ઉપર અનુરાગ સર તો છે જ ને.
હમમમમ...રાઈટ અદિ.
બસ તો વધારે ચિંતા કર્યા વિના તથા ખોટા વિચારો કર્યા વિના પોઝીટીવ વિચારો કરીએ..!!
યસ..ધેટ્સ રાઈટ અદિ....આઈ થીંક આપણે સુઇ જવુ જોઈએ.
યસ...પ્રયાગ પરફેક્ટ....જયશ્રી કૃષ્ણ ..જય અંબે..
પ્રયાગે પણ વળતો પ્રતિસાદ આપી ને વાત પુરી કરી. બંન્ને છેડા નાં ફોન મુકાઈ ગયા.
પ્રયાગે તથા અદિતી એ બીજે દિવસે જ તેમનાં પેરેન્ટ્સ ને બન્નેના અનુકુળ સમયે ફોન લગાવવાનું નક્કી કર્યું હતું,તે મુજબ અદિતી એ તેનાં રૂટીન કામકાજ પતાવીને આચાર્ય સાહેબ કે જે તેનાં પપ્પા હતાં તેમને ફોન લગાવ્યો.
ઈન્ડીયા તથા યુ.એસ નાં સમય ફરક મુજબ અદિતી એ જાણીને તેવા સમયે ફોન કર્યો હતો જ્યારે તેનાં પપ્પા ઘરે જ હોય, જેથી વાતચીત કરવામાં સરળતા રહે તથા જરૂર જણાય તો તરતજ તેનાં મમ્મી સાથે પણ વાત કરી શકાય.
ઈન્ડીયા માં સવાર નો સમય હતો,આચાર્ય સાહેબ સવારની તેમની દૈનિક વીધી પતાવીને ભગવાનની પૂજા કરી ને ઊભા થયા હતા ત્યારે જ તેમનાં મોબાઈલ પર અદિતી નો ફોન આવ્યો.
આચાર્ય સાહેબ ને મનમાં સહેજ શંકા ગઈ...કે નક્કી કોઈ ગંભીર વાત હશે નહી તો સામાન્ય રીતે તો અદિતી રાત નાં સમયે જ ફોન કરતી હોયછે... આચાર્ય સાહેબે તરતજ ફોન ઉપાડ્યો.
જયશ્રી કૃષ્ણ બેટા...શુ વાત છે ??
જી પપ્પા.....જયશ્રી ક્રિષ્ણા...
મારી દિકરી હેમખેમ તો છે ને ?? આજે આમ આ સમયે તારો ફોન આવ્યો છે...તો કોઈ તકલીફ તો નથી ને બેટા ??
કેમ પપ્પા એવુ વિચારો છો ?? શું એક દિકરી ને તેના પપ્પા ને ફોન કરવા માટે કોઈ ચોકક્સ ટાઈમ ટેબલ હોય ?? તમે મારા પપ્પા છો...મને જ્યારે મન થાય ત્યારે હું તમને ફોન કરી શકું છું અને તમને જ્યારે મન થાય ત્યારે તમે મને પણ ફોન કરીજ શકો છો.
આચાર્ય સાહેબ ની આંખો નાં ખુણામાં સામાન્ય ભેજ ઊપસી આવ્યો અદિતી ના જવાબ થી...પણ હસતા હસતા જ જવાબ આપવા મથ્યા...પણ તેમનાં હાસ્ય માં અદિતી ને એક બાપ નાં ૠદન નો અવાજ સંભળાયો....
પપ્પા તમે રળો છોને ?? આઈ એમ સૉરી પપ્પા...જો મેં આપને હર્ટ કર્યા હોય તો મને પ્લીઝ માફ કરજો.
અરે ના રે...બેટા....આતો આમજ જરા....ઘણા વખત થી તને જોઈ નથી ને એટલે જરા...મન ભરાઈ આવ્યું હતું. પણ કાંઈ નહી ચલ તું તારી વાત કર...કેમ ચાલેછે તારૂં ભણવાનું અને ક્યારે પાછા આવવું છે હવે ??
પપ્પા, એક બાપ નાં મન ની તકલીફ અને તેની વેદના ને હું ક્યારેય નહીં સમજી શકુ...અને કદાચ હું એકલી જ નહીં પણ દુનિયા માં એવી કોઈ દિકરી નહી હોય જે તેનાં બાપ નાં મનમાં ચાલતી ઉથલ પાથલ અને વેદના ને સમજી શકે.
સોરી પપ્પા..પણ હું સાચે જ આપને હર્ટ કરી ચૂકી છુ...અને હા ફરીથી ચોક્કસ ધ્યાન રાખીશ.
બેટા....ચાલ હવે આ સરસ સવારમાં ખુશ રહે...તથા આનંદ ની વાત કર. આચાર્ય સાહેબ ના પત્ની તથા અદિતી નાં મમ્મી હવે તેમના કીચનમાં થી પરવારી ને બહાર ડ્રોઈંગરૂમમાં આચાર્ય સાહેબ ની પાસે આવી ગયા હતા.
જી પપ્પા..સાચું કીધુ તમે....પણ આપણાં ત્રણેય ની ખુશીઓ એકબીજાને લીધે જ છે ને.જો આપણાં ત્રણ માં થી એક પણ વ્યક્તિ ખુશ નાં હોય તો બીજા બે પણ કેવી રીતે ખુશ રહી શકે ??
હા...બેટા..એ વાત તે બહુજ સાચી કરી...આપણાં આ નાનાં પરિવાર ની તુ સોનપરી છું. ખુબ લાડકોડમાં ઉછરેલી છું તું. ભલે હું નોકરી કરુ છુ પણ મને યાદ છે કે ક્યારેય તને ઓછું આવે તેવું મેં કે તારી મમ્મી એ નથી કર્યું. તારી ખુશીમાં જ અમારી ખુશી હતી..છે...અને રહેશે.
જી પપ્પા....બધુંજ યાદ છે મને...હું કંઈપણ માંગુ તે પહેલાં જ તમે મને લાવી આપતાં હતા.
હા...બેટા...અમારાં માટે તો તુ જ અમારી દુનિયા હતી અને હંમેશા રહીશ. કંઈ નહીં કહે બેટા....શું છે સ્પેશિયલ માં ???
અદિતી સ્હેજ મુંઝવણ અનુભવી રહી હતી...કે જીવનનો આ કેવો તબક્કો છે ?? જ્યારે હંમેશા હું પપ્પા ને સહજતાથી બધુ કહી દેતી હતી, અને આજે મારા જીવન નાં સૌથી મહત્વની વાત કરવાની આવી છે તો..મને સમજાતું નથી કે કેવીરીતે પપ્પા ને કહું.
અદિતી.....બોલો દિકરા....કદાચ મને નાં કહી શકાય તેવું લાગતું હોય તો તારી મમ્મી પણ અંહિ મારી સાથે જ બેઠી છે. .હું ફોન આપુ બેટા મમ્મી ને ???
અદિતી...ની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા....એક નાની વાત માં..
પપ્પા...મારે ક્યારેય એટલા મોટા નથી થવું કે હું તમારી પાસે મારા મનની સીધી વાત નાં કરી શકુ.
છતાં..બેટા મને લાગ્યું કે તને સ્હેજ મુંઝવણ થાય છે....કદાચ એક પિતા આગળ કેવી રીતે વાત કરવી ?? એવું મને લાગ્યું હતું એટલે જ કીધું મેં તને..કે મમ્મી ને આપુ ફોન ?
પપ્પા મારા માટે તો તમે બન્ને સરખા જ છો ને. નાની હતી ત્યારે ક્યારેક મમ્મી એવુ કહી ને સમજાવી દેતી હતી કે ....આમ થાય અને આમ નાં થાય...મોટા થઈને સાસરે જવાનું આવશે ત્યારે સાસરીયા એવું કહેશે કે તારા મમ્મી પપ્પા એ આવું શીખવાળી ને મોકલી છે તને ?? અને તે જ વાત માં તમે મમ્મી ને કહેતા કે....એ તમે રહેવા દો...મારી દિકરી તો હર્યાભર્યા ઘર માં જ જશે....એને તમારે કશું જ નહીં કહેવાનું.
અદિતી તેનાં બાળપણ ની વાતો કરતી કરતી રળી રહી હતી...અને તે હજારો કીલોમીટર દૂર રહેલા તેનાં પપ્પા સહજતાથી સમજી રહ્યા હતાઅ..કે અદિ આજે રળે છે....એટલે નક્કી તેના મન માં કોઈ વાત છે, જે તેણે મને કહેવા માટે જ અત્યારે ફોન કર્યો છે.
હા...બેટા....એ તો તુ મારી લાડકી દિકરી છું ને એટલે.
પણ દિકરા....મનમાં શું વાત છે ??? અદિતી એ હવે નક્કી કર્યું કે....કહેવું તો મારે જ પડશે....તો પપ્પા મમ્મી થી શરમ કે ડર રાખીશ તો કેવી રીતે કહીશ ?? અદિતી તેનો સ્પષ્ટ અવાજ તેનાં પપ્પા તથા મમ્મી ને સંભળાય તેવી રીતે બોલી.
પપ્પા....મમ્મી પણ સાથે જ છે ને ??
જી...બેટા...સાથે જ છે...તારી મમ્મી...આ લે..જો, આ ફોન નું સ્પીકર ઓન કર્યું....અરે તમે જરા તમારી દિકરી પાસે હાજરી પૂરાવો.
અદિતી ની મમ્મી....સ્પીકર પર રાખેલા ફોન પર બોલ્યા...
બેટા અદિતી...જય શ્રીકૃષ્ણ..!!
જી..મમ્મી....જય શ્રીકૃષ્ણ...!! તમે બન્ને જણાં મઝામાં તો છો ને ??
હા...બેટા...પણ...જે કહેવું હોય તે કહી દે બેટા...હવે.
પછી તારા પપ્પા પણ તને પછી કશું કહેવા માંગેછે.
આ પપ્પા પણ તને કશું કહેવા માંગે છે...તે વાક્ય અદિતી ને બરાબર નાં સંભળાયું.
મમ્મી...પપ્પા....!!
આચાર્ય સાહેબ તથા અદિતી ની મમ્મી બન્ને એ સાથે જવાબ આપ્યો...હા..બેટા બોલ.
મમ્મી...પપ્પા મારે તમને એક વાત કહેવી હતી...હું અને પ્રયાગ એકબીજાને પસંદ કરીએ છીએ...એકબીજાને ખુબ પ્રેમ કરીએ છીએ...તથા બંન્ને એકબીજાને ખુબ સમજીએ પણ છીએ...અને આપના બંન્ને નાં આશીર્વાદ લઇને એકબીજાને અમારા જીવન સાથી બનાવવા માટે અમારુ ભણવાનું પૂરું કરીને મેરેજ કરવા માંગીએ છીએ.
અદિતી સડસડાટ બોલી ગઈ....ત્યારે આચાર્ય સાહેબ....તેમની પત્ની નાં ચહેરા સામે જોઈ રહ્યા હતા.
હજુ હમણાં જ અદિતી નાં મમ્મી એવુ બોલ્યા હતાં કે...અદિતી તારા પપ્પા પણ આજે તને કશું કહેવા માંગેછે...હકીકતમાં આચાર્ય સાહેબે પણ અંહિ ઈન્ડીયા માં તેમની જ જ્ઞાતિ નાં એક છોકરા ને અદિતી માટે જોઈ રાખ્યો હતો...અને તેમણે મનોમન એવું વિચારી લીધું હતું કે અદિતી અંહિ આવે એટલે નક્કી કરીશું. અને આજ વાત તે અદિતી ને પણ કરવાનાં હતા.
અદિતી એ વાત કરી અને તેનાં પપ્પા મમ્મી નાં જવાબ ની રાહ જોઈ રહી હતી.
પેલી બાજુ આચાર્ય સાહેબ અને તેમની પત્ની બન્ને જણાં અદિતી ને શું જવાબ આપવો ?? તે વિચારી રહ્યા હતા.
આચાર્ય સાહેબ માટે આ એવો ગણિત નો પ્રશ્ન આવી ચઢ્યો હતો કે તેના જવાબ આપવામાં વિચાર કરવોજ પડે.
એકબાજુ દુનિયાદારી હતી...બીજી બાજુ અદિતી ની ખુશીઓ હતી.
એકબાજુ સમાજ હતો તેના નિયમો હતા....બીજી તરફ અંજલિ મેડમ જેવાં વ્યક્તિ હતા...જે અદિતી ના રોલ મોડેલ પણ હતા અને પાછા લાગણીશીલ હતા.
એકબાજુ પ્રયાગ જેવો હેન્ડસમ અને સ્માર્ટ છોકરો તેમનો જમાઈ હોય તો...આ જીવન અદિતી ને તેની પલકો પર રાખે તેમ હતો.
બીજી તરફ...લોકો શું કહેશે ??? બાપ અને દિકરી એક થઈ ને એક અતિ ધનવાન માં દિકરા ને ફોસલાવી લીધા હશે.
એકબાજુ તેમણે સામાજ નો એક છોકરો તેમની અદિતી માટે જોઈને તથા મનોમન નક્કી કરીને રાખ્યો હતો....અને બીજી તરફ અદિતી એ જાતે નક્કી કરેલો પ્રયાગ હતો...જે એકબીજાને પ્રેમ કરતા હતા.
અનેક તર્ક અને વિતર્કો થી આચાર્ય સાહેબ સમજી નહોતાં શક્યા કે અદિતી ને શું જવાબ આપવો.
અદિતી નાં મમ્મી...એ જાણી ને રળી પડ્યા કે હવે તેમની દીકરી મોટી થઈ ગઈ હતી. બન્ને જણાં ચૂપ છે....આચાર્ય સાહેબ મુંઝવણ માં છે..અને અદિતી ના મમ્મી રડી રહ્યા છે.
ત્યાં અદિતી..પણ તેનાં જીવનની અતિ મહત્વની વાત કરી ને ચૂપ છે...તથા તેનાં પેરેન્ટ્સ નાં જવાબ ની રાહ જોઈ રહી છે.

*********** ( ક્રમશ: )***********