Sambandho ni aarpaar - 40 books and stories free download online pdf in Gujarati

સંબંધો ની આરપાર - ૪૦

પ્રયાગ તથા અદિતી એકબીજાને પ્રેમ કરેછે અને એકબીજાને સમજે પણ છે તે એકરાર કર્યા પછી.. બન્ને ત્યાંથી નીકળે છે.

******( હવે આગળ..પેજ -૪૦)*******

લગભગ એકાદ કલાક પહેલાા નાં અદિતી તથા પ્રયાગ હવે અલગ હતા.થોડીકવાર પહેલાના બે મિત્રો હવેે બે પ્રેમી બની ને જીવન ના સફર માં વિહરી રહ્યા હતા.
પ્રયાગ એક વાત કહુ ?? અદિતી ને અચાનક કશુ યાદ આવ્યું એટલે બોલી..
હમમમ...બોલ અદિ...
એક્ચ્યુઅલી મેં કાલે જ ભાભી સાથે મારા મન માં ચાલતી દ્વિધા વિષે વાત કરી હતી.
ઓ.કે. તો શુ કહ્યું હતું ભાભી એ ??? પ્રયાગ સ્વસ્થ હતો.
એજ કે પ્રયાગ કે આન્ટીજી ક્યારેય ઉંચનીચ માં માને એવા નથી ..અને હું જો હું ખરેખર તને પ્રેમ કરતી હોઉં તો એક વખત તને વાત કરવી જોઈએ.
વાહહ...બહુ જલદી ઓળખી જાય છે ને ભાભી માણસોને.અને વળી સાચુ પણ કીધું હતું ને આમ તો અદિ...સ્વરા ભાભી એ તને, કે એક વખત રજુઆત તો કરવી જોઈએ.
હમમમ...એ બધુ તો ઠીક છે પ્રયાગ,પણ હવે જો ભાભી કશુ પુછે તો શુ કહુ ??
અદિ...ભાભી પુછે તો સાચો જ જવાબ આપવાનો.કદાચ મને પુછશે તો હું પણ સાચો જ જવાબ આપીશ.આપણે બંન્નેવ જણા પરિપક્વ છીએ અને એટલોજ પરિપક્વતા થી આપણે નિર્ણય લીધો છે.અને હા રહી વાત મમ્મીજી ની તો તે હું વાત કરી લઈશ.હું અને મમ્મી એકબીજાને ખુબ સારી રીતે સમજીએ છીએ.
પ્રયાગ અને અદિતી...તથા અદિતી અને પ્રયાગ બન્ને જણાં જીવનસાગર નાં સાથી બનીને તેમની જીવન રૂપી નૌકા ને દુનિયા ના સાગર માં જીવન સંગાથી બની ને જીવન નો ભવ સાગર પાર કરવા માટે એકબીજાને પ્રેમ નાં તાંતણે બંધાઈ ગયા હતા. બન્ને યુવાન ધબકતા હૈયાં પ્રેમ ની કેડી ને કંડારવા આગળ વધી ગયા હતા.
પ્રયાગ કાર ચલાવી રહ્યો હતો...કાર માં મંદ મંદ મ્યુઝીક વાગી રહ્યું હતું. અદિતી આમ તો અનેક વખત પ્રયાગ સાથે કાર માં આગળ ની સીટ પર બેસી ને ગયેલી હતી,પણ આજે પ્રયાગ ની સાથે આગળ ની સીટ માં બેસી ને અલગ જ અનુભૂતિ નો અહેસાસ કરી રહી હતી.
આ એજ કાર હતી જેમાં એકાદ કલાક પહેલા બેસી ને આવેલી અદિતી માં અને અત્યારે બેઠેલી અદિતી બન્ને વચ્ચે જમીન અને આસમાન નો ફર્ક પડી ગયો હતો.
પ્રયાગ ની કાર આજે સ્લો ટ્રેક પર હતી. કાર એકદમ ધીમેધીમે તેની મંઝિલ તરફ આગળ વધી રહી હતી.બંન્ને જણા ની ખુશીનો કોઈ પાર ન્હોતો.
પ્રયાગે મન થી નક્કી કરી લીધું હતું કે ફ્રી ટાઈમમાં મમ્મી સાથે શક્ય એટલું જલદી થી અદિતી વિશે વાત કરી લઈશ.
પ્રયાગ ની કાર અમેરીકા નાં ટ્રાફીક વાળા રોડ માં થી ધીરે ધીરે અનુરાગ સર ની ઑફિસ પર પંહોચવા આવી હતી.
પ્રયાગ તથા અદિતી બન્ને ઑફીસ પંહોચી ને પોત પોતાના કામ માં વ્યસ્ત થઈ ગયા. તેમના પ્રેમ સંબંધની ઑફીસ નાં કામકાજ પર સ્હેજ પણ અસર નાં થાય તેનાં વિષે પહેલા જ બન્ને ચર્ચા કરી ને નક્કી કરીને આવ્યા હતા.
સાંજે ફરીથી અદિતી તથા પ્રયાગ સાથે જ ઘરે જાયછે.
સાંજે ફરીથી પ્રયાગ, શ્લોક,અદિતી તથા સ્વરા સાથે જ બેઠા હતા.
સ્વરા વ્યક્તિ નાં ચહેરા પર થી તેને ઓળખી જતી હતી. અદિતી નાં ચહેરા પર આજે લાલાશ હતી.ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હોય તેવો ચહેરો હતો આજે તેનો.
ફક્ત અદિતી જ સાંભળે અને તેજ સમજે તેવી રીતે સ્વરા એ અદિતી ને પુછ્યુ...અદિતી પછી શુ થયું આપણી કાલ વાળી વાત નું ?
અદિતી પણ સમજી ગઈ...એટલે ધીમે થી બોલી...જી ભાભી બસ બધુ ઓ.કે. જ છે. પણ આપણે પછી વાત કરશું કહી ને અદિતી એ વાત ને ત્યાં જ અટકાવી દીધી.
ઓ.કે.ગુડ અદિતી...બટ કોન્ગરેટ્સ....એકદમ ધીમે થી બોલી સ્વરા...અને મનો મન ખુબ ખુશ થઈ ગઈ.
જાણે સીતા માતા એ પોતાનાં દિયેર લક્ષમ્ણ માટે ઊર્મિલા સાથે નક્કી કર્યું હોય તેવું લાગતું હતું આજે સ્વરા નાં ચહેરા પર.
બન્ને સ્ત્રી ઓ ચુપચાપ વાત વાળી ને બીજા જ વિષયો ની ચર્ચા કરવા લાગે છે.
શ્લોક,સ્વરા ,અદિતી અને પ્રયાગ બધા જાણે એકજ પરિવાર નાં સભ્યો હોય તેવું લાગતું હતું. કોણ જાણે ભાગ્યમાં શું લખ્યું હશે ..પરંતુ એકમેક સાથે ખુબ હળીમળી ગયેલા હતા બધા.
હવે ફક્ત છ થી આંઠ મહિનાં બાકી હતા પ્રયાગ અને અદિતી નાં માસ્ટર્સ નું સર્ટીફીકેટ આવવા માં...દિવસો ક્યાં અને કેવી રીતે વહી ગયા તે પણ ખબર નહોતી પડી બંન્ને ને.
પ્રયાગ ને યુ.એસ.આવ્યા ને આટલા દિવસો થયા હોવા છતા પણ હજુ તે તેનાં ખાસ મિત્રો કે જેઓ સ્પેશિયલ તેની બર્થડે પાર્ટી માટે ઈન્ડીયા આવ્યા હતા તેમને પણ ન્હોતો મળવા ગયો.પ્રયાગ તેનાં ભણવામાં તથા અનુરાગ ગ્રુપ ની ઑફિસ જવા સિવાય નાં કોઈ કામ માં ધ્યાન નહોતો આપી શક્યો...તે પોતે પણ એવુ વિચારતો હતો કે હું બીઝી છુ ? કે આ યુ.એસ ના હવા પાણી જ એવા છે ??
પણ ખરેખર જો અંહિ ના હવા પાણી જો એવા જ હોય તો પછી પ્રેમ અને રોહન તો મને મળવા માટે સ્પેશિયલ છેક ઈન્ડીયા આવ્યા હતા..
અને આમ તો બધા મિત્રો મોબાઈલ પર એકબીજાને વાત કરતા હતા પરંતુ એકબીજાને મળવા નો કોઈ મેળ નહોતો પડ્યો.
પ્રયાગે નક્કી કર્યું કે આ વીક એન્ડ માં બન્ને મિત્રો ને અંહિ બોલાવવા અને પાર્ટી કરીશું.
પ્રયાગે બન્ને ફ્રેન્ડસ ને મેસેજ કર્યો...અને બન્ને ને આમંત્રણ આપ્યુ.
રોજ ની જેમ આજે પણ ચારેય જણા રાત્રે વોક લેવા માટે જાય છે.જ્યાં સ્વરા ને હજુયે તે વાત જાણવાની ઉત્સુકતા હતી,જ્યારે અદિતી એ સ્વરા ને ઈશારાથી સમજાવી દીધું હતું કે પ્રયાગ સાથે વાત થઈ ગઈ છે અને બન્ને હવે એક થઈ ગયા છે.
સ્વરા એ અદિતી ને ઈસારા થી સમજાવી દીધુ કે તે થોડી સ્લો ચાલે...એટલે અદિતી વાત સમજી ગઈ કે સ્વરાભાભી શુ કહેશે અને શું પુછશે ..
બન્ને જણા એ તેમની ચાલવાની ઝડપ ને ઘટાડી દીધી એટલે પ્રયાગ અને શ્લોક વધ્યા અને અદિતી તથા સ્વરા પાછળ પાછળ ચાલતા હતા.
બોલ અદિતી...હવે શુ થયું પછી ??
શુ કહેવું છે પ્રયાગ ભાઈ નું ??
મને લાગે છે કે હું જે સમજતી હતી તે સાચુ જ પડ્યું છે...પ્રેમ ની જ્વાળામાં બન્ને સળગી રહ્યા છો...બરાબર ને ???
અદિતી થોડીક સરમાઈ ગઈ. પછી બોલી..જી ભાભી આપનું અનુમાન એકદમ પરફેક્ટ જ હતું. એક્ચ્યુઅલી પ્રયાગ અને હું મળ્યાં હતા તથા મેં જ આપની સલાહ મુજબ પ્રયાગ ને મારી રજુઆત કરીહતી. જ્યારે મેં પ્રયાગ ને કીધુ ત્યારે તેણે પણ એમજ કીધુ કે તે પોતે પણ મને પ્રેમ કરે છે..પરંતુ જે ગોલ લઈને અમે ઈન્ડીયા થી અહી અમેરિકા આવ્યા છીએ તે આ પ્રેમના એકરાર ના કારણે ક્યાંય દૂર નાં થઈ જાય. અમે બન્ને એ ખુબ જ સ્વસ્થ રીતે અને એકબીજાને સમજીને જ આ સંબંધ માં આગળ વધ્યા છીએ. હાલ નાં નવયુવાનો ની જેમ અમે પ્રેમનાં સંબંધો માં પાગલ બની ને અમારા જીવનના અતિ મહત્વના આ પડાવમાં કોઈ નિર્ણય એવો નહોતો લેવા માંગતા કે જેમાં પાછળ થી કોઈ ને પણ પસ્તાવો થાય. પ્રયાગ ની રજુઆત તથા તેની સમજણ પર પણ મને માન થાય છે.
હું ખરેખર ખૂબજ નસીબદાર છુ કે મારો તથા મારા પ્રેમ નો પ્રયાગે ખૂબજ સહજતાથી અને સૌમ્યતા થી સ્વીકાર કર્યો છે.તેની વાત માં સ્હેજ પણ અભિમાન નહોતું. ખૂબજ સરળ અને સ્પષ્ટ હોય છે તે હંમેશા તેની વાત તથા તેની રજુઆત કરવા માં, અને તેના આ ગુણ થી હું આકર્ષિત થઈ ગઈ છુ.
સ્વરા અદિતી ની વાત ને ખુબ શાંતિ થી સાંભળતા સાંભળતા ચાલતી હતી ત્યારે મનોમન ખુબ ખુશી અનુભવી રહી હતી.
વાહ...વેરી ગુડ અદિતી...આ સંબધ થી તુ અને પ્રયાગ તો ખુશ હસોજ પણ હું પોતે ખુબ ખુશ છું, અંબા માં નો ખુબ ખુબ આભાર અને તમને બન્ને ને ખુબ ખુબ અભિનંદન.
અને મારા હિસાબે તુ દુનિયા ની સૌથી નશીબદાર વ્યક્તિ ઓમાં ની એક છુ.એક સ્ત્રી ને તેનાં જીવનમાં શુ જોઈએ ?
એક હેન્ડસમ અને સ્માર્ટ પતી જે તેને ખુબ પ્રેમ કરતો હોય, તમને સમજતો પણ હોય તથા સુખી અને સંપન્ન પરિવાર નો હોય તથા માં સમાન લાડ થી રાખે તેવા સાસુ હોય અને સમાજમાં તેનું માનભર્યું સ્થાન તથા પ્રતિષ્ઠા હોય.
અને આ બધાજ ગુણો નો સરવાળો નહીં પણ ગુણાકાર એટલે પ્રયાગ તથા અંજલિઆન્ટી. એટલે તારે તો પાંચેય આંગળીઓ ઘી માં જ છે અદિતી.
જી ભાભી...સાચુ કીધુ તમે, હું પોતે પણ અંજલિ મેડમ ને મળેલી છું અને એકવાત કહું તો મારા જીવનનો આદર્શ પણ તેજ છે. તે તો મારા રોલ મોડલ છે.એટલે થોડુક તો હું પણ તેમને સમજી છુ.એક વિરાટ વ્યક્તિત્વ અને સૌમ્યતા અને શાલીનતા ની દેવી એટલે અંજલિમેડમ.
પ્રયાગ તથા શ્લોક તેમની વાતોમાં મશગુલ આગળ ચાલી રહ્યા હતા,પરંતુ પ્રયાગ સમજી ગયો હતો કે પાછળ અદિતી અને સ્વરાભાભી વચ્ચે શુ ચર્ચા ચાલી રહી હશે.
પ્રયાગ શ્લોક સાથે વાતો કરતો હતો પણ હવે તેનું મન એ જાણવા અધિરુ થવું જોઈએ કે ભાભી તથા અદિતી વચ્ચે શુ વાત થઈ રહી હશે તેનાં બદલે તે વધુ સ્વસ્થ થતો જતો હતો તે વાત જાણીને કે ભાભી કંઈ પણ કહે મેં મારો નિર્ણય ખુબ વિચારી ને તથા ગંભીરતાથી જ આપ્યો છે.તો હવે મારે આમાં કશુ ડરવાનું કે વિચારવાનું આવતું જ નથી.અને જેમ મારે હજુ મમ્મી સાથે વાત કરવાનું બાકી છે તેવીજ રીતે અદિતી ને પણ તેનાં પેરેન્ટ્સ સાથે વાતચીત કરવાની બાકી જ છેને.
પ્રયાગ મન માં ને મનમાં જ વાતો કરતો હતો...અચાનક ધ્યાનમાં આવ્યું કે શ્લોકભાઈ પણ સાથે છે,તરતજ તેનાં વિચારો ને અટકાવી અને વર્તમાન માં આવી ગયો અને શ્લોક સાથે વાતો કરવા લાગ્યો.
ભાઈ તમને એકવાત કરાવાની હતી...!
હમમમ બોલ બ્રો..!
ભાઈ એક રિસર્ચ વર્ક કરતો હતો તેમાં પોઝિટીવ રીપોર્ટ આવ્યા છે, તો કાલે મને ઑફિસ માં આપનો થોડોક ટાઈમ જોઈએ છે.
ઓહહ..ગુડ બ્રો. નો વરી. તુ જ્યારે ઑફિસમાં આવે ત્યારે મને જાણ કરી દેજે જેથી આપણાં ઑફીસ ના કામ ને આપણે ઑફિસ માં જ પુરું કરી દઈશુ.
ઓ.કે.ભાઈ ડન. હું ઑફિસ આવ્યા પછી આપને જાણ કરીશ.
ફાઈન બ્રો...
ચારેય જણા એક લોંગ વોક લઈને પરત આવે છે, અદિતી ને એ બધુંજ પ્રયાગ ને જણાવવું હતું જે સ્વરા એ તેને પુછ્યુ હતું, અને સામે પ્રયાગ નિશ્ચિત હતો.બધા સાથે જ હતા એટલે વાત કરવુ શક્ય નહોતું. અદિતી એ પોતાનાં રૂમ પર જઈને પ્રયાગ ને વોટસેપ થી વાત કરવાનું નક્કી કર્યું. બધાજ બાય અને જયશ્રી કૃષ્ણ કહીને પોત પોતાના રૂમમાં જતા હતા ત્યારે સ્વરા એ પ્રયાગ ને કહ્યું પ્રયાગ ભાઈ મારે તમારું કામ છે..જો તમને લેટ ના થતું હોય તો....
સ્વરા એ પણ પ્રયાગ સાથે આ મુદ્દે વાત કરવી હતી,અને તેને ખ્યાલ હતો જ કે અદિતી તેના રૂમમાં જઈને તરતજ પ્રયાગ ને મેસેજ અથવા ફોન કરશે જ, અને જો તેવુ થાય પછીથી તે પ્રયાગ ને પૂછે તો અમુક બાબત જે તેણે પ્રયાગ ને કહેવી હોય અથવા જાણવી હોય તે રહી જાય અથવા તેનાં જવાબો માં શક્ય છે કે અદિતી નો સ્પર્શ આવી જાય. એટલે સ્વરા એ તે પહેલાં જ પ્રયાગ સાથે વાત કરવા નુ નક્કી કર્યું.
પ્રયાગ સમજી ગયો...ના ના ભાભી એમ ક્યાં હજુ તો સુઇ જવાનો હતો. આપ કહો ને શુ કહો છો ભાભી. પ્રયાગે તરતજ પહેલા અદિતી ને મેસેજ કરીને જાણ કરી દીધું કે ભાભી મને કશું કહેવા માંગેછે તો એમની સાથે છુ.
દુર ઉભેલા શ્લોકે કીધું...સ્વરા મારૂં કામ ના હોય તો હું જઉ ?? તમારા ભાભી અને દિયેર ની વાતો તમે કરો. ( શ્લોક પણ સમજી ગયો હતો કે પ્રયાગ તેની હાજરીમાં અમુક વાત કદાચ ના કહી શકે...જે સ્વરા ને તે કહી શકતો હોય )
સ્વરા એ પણ....હમમમમમ...ઠીક છે શ્લોક તમે જાવ રૂમમાં થોડીકવાર રહીને હું આવુ છું...કહી ને શ્લોક ને જવા માટે રજા આપી.
પ્રયાગ અને સ્વરા હવે ડ્રોઈંગરૂમમાં બેઠા હતા. પ્રયાગ સોફા ની એક સાઈડમાં બેઠો હતો જ્યારે સ્વરા બીજા છેડે. બન્ને પોતાના સંબંધો ની મર્યાદા ઓ ને જાણતાં હતા તથા ક્યારે ક્યાં કેટલુ અને કેવું બોલવું તથા કઈ બાબત માં કેટલા ઈનવોલ્વ થવુ બધુંજ સ્વરા સમજતી હતી. આજે જે બાબત ની ચર્ચા કરાવાની હતી તેની જરુરીયાત એટલા માટે જરૂરી હતી કે પ્રયાગ તથા અદિતી એકબીજાને પસંદ કરતા થઈ ગયા હતા ફક્ત તેવુંજ નહોતું, હવે બન્ને એકબીજાને પ્રેમ કરતા હતા...અને તે પ્રેમ માં આગળ વધવા માટે નક્કી કરીને બેઠા હતા. અને આગળ એટલે કે આજીવન એકબીજાના થઈ ને તથા લગ્નના પવિત્ર બંધન માં બંધાવા માંગતા હતા. હવે જો આજ વાત પ્રયાગ અને અદિતી બન્ને ઈન્ડીયા હોત અને બની હોત તો સ્વરા ને તેમાં ઈનવોલ્વ થવાનું આવતું જ નહોતું. પરંતુ અત્યારે બન્ને જણા પ્રયાગ તથા અદિતી તેનાં એટલેકે સ્વરા તથા શ્લોક નાં ઘરે રહેતા હતા, એટલે જો અંજલિ અથવા તો અનુરાગ સર એટલેકે સ્વરા નાં સસરા આ બાબતમાં કોઈપણ સવાલ કરે તો તેની તથા શ્લોક ની નૈતિક જવાબદારી થાય તેમને જે કંઈ હોય તેનાં સાચા જવાબો આપવા માટે, અને સ્વરા તથા શ્લોક અમુક બાબતો માં હંમેશા ખુબ સચેત અને સાવધાની રાખતા હતા.
પ્રયાગ નાં મમ્મી અંજલિ આન્ટી નેતો એકવખત પપ્પાજી વાત કરીને સમજાવી પણ દે અથવા અંજલિ આન્ટી ને તો તે પોતે પણ વાત કરી લે...પરંતુ અદિતી નાં પેરેન્ટ્સ તો છોકરી નાં પેરેન્ટ્સ કહેવાય...કદાચ એવું કહે કે સ્વરા એ મારી દિકરી નું શું ધ્યાન રાખ્યું ??? તો..?
આતો દિકરી ની જાત કહેવાય...પ્રયાગ તો ખુબજ ધનવાન હતો...અને પાછો અદિતી નાં પપ્પા આચાર્ય સાહેબ તેમની એટલેકે પ્રયાગ ની કંપની માં જ જોબ કરતાં હતાં...તો સમાજ એવી પણ વાત નાં કરે કે એક માલિક નાં દિકરા એ તેમનાં કર્મચારી ની દિકરી ને ભોળવી દીધી.
સ્વરા એ સહજતાથી પ્રયાગ સાથે વાત શરૂ કરી.
પ્રયાગ ભાઈ...કેમ ચાલે છે તમારુ ભણવાનું ??
પ્રયાગ પણ હોશિયાર હતો...સમજતો હતો આ સમયે ભાભી કઈ મારા ભણવા વિષે વાત કરવા તો નાં જ બેસાડે...એટલે નક્કી કર્યું કે ભાભી જે વાત પુછે તેનો સીધો અને સરળ જવાબ જ આપવો.
બસ...ભાભી ભણવાનું તો ઝડપથી હવે પુરું થવામાં જ છે. તમને જાણીને આનંદ થશે કે થોડા રિસર્ચના પરિણામ આવ્યા છે જે ની વાત કરવા માટે મેં કાલે ભાઈ નો સમય લીધો છે. ભણવાનું પુરુ કરીને એકવખત ઈન્ડીયા જઇશ એવું વિચારું છું.
વેરી ગુડ...પ્રયાગભાઈ...અને અદિતી ??????
પ્રયાગ ને સીધા જ ભાભી આ સવાલ પર આવશે તેવુ અનુમાન નહોતું.
જી..જી...ભાભી....અદિતી નું શું ????
હું પણ તો એજ પૂછું છું ને પ્રયાગભાઈ કે અદિતી નું શુ ???
હું જાણવા માગું છું કે તમે બન્ને આ સંબંધ માં કેટલા ગંભીરતાપૂર્વક આગળ વધી રહ્યા છો. તમે સહેજ પણ મારી વાત નું દુઃખ નાં લગાવો તો વાત કરું.
ભાભી તમે અને ભાઈ બન્ને મારાં માટે પૂજનીય છો. તમારી કે ભાઈ ની કોઈપણ વાત થી હું ક્યારેય દુઃખ નાં લગાડી શકું. અને ખરેખર હું આપ બન્નેનુ ખુબ રીસ્પેકટ કરું છુ.અને મારી કોઈ ભૂલચૂક થતી હોય તો તમને બંન્ને ને મને રોકવાનો,ટોકવાનો પુરેપુરો અધિકાર છે. હું ક્યારેય તે માટે ખરાબ નહીં લગાડુ.
હમમમ....થેન્કસ પ્રયાગભાઈ....આમ તો હું પણ તમારા અંગત મામલામાં એક લિમીટ થી વધારે નાં ઈન્વોલ્વ થઈ શકુ અને મારે થવુ પણ નાં જ જોઈએ. પરંતુ વાત એવી છે કે અત્યારે તમે અંહિ શ્લોક અને મારી સાથે છો....અને પાછુ પપ્પાજી ની સુચના પણ છે કે તમારું ધ્યાન અમારે રાખવું, માટે જ મેં તમને પુછ્યુ.
હવે મને એક વાત કહો પ્રયાગભાઈ કે અદિતી સાથે મારે પહેલા પણ વાત થઈ હતી અને હમણાં પણ વાત થઈ છે, અને હું પોતે અને શ્લોક પણ તમારા બંન્ને નાં આ સંબંધ થી ખુશ જ છીએ. પરંતુ મારી ફરજ છે કે હું તમારા મન ની વાત પણ જાણું અને સમજું. કદાચ જો મારે અથવા પપ્પાજી ને આ બાબત માં ઈનવોલ્વ થવું પડે તો અમને ખ્યાલ હોવો જોઈએ બસ. અને વળી તમે પોતે આ સંબંધ માં કેટલા ગંભીરતાપૂર્વક વિચારો છો ? જો તમે બંન્ને ખુશ રહેતા હોવ તો આમ તો કોઈ વાંધો નાં જ આવવો જોઈએ. પરંતુ અદિતી ના પપ્પા તમારી કંપની માં જ સિનીયર લેવલ ની જોબ કરેછે, એટલે સમાજની દ્રષ્ટિ એ આપણે તેમની સ્થિતિ ને પણ સમજવી જરુરી છે.
જી..ભાભીજી....આમતો તમને અદિતી એ બધી વાત કરી જ હશે, તેમ છતા આપને જણાવું કે હું પોતે જ આ સંબંધ માં આગળ વધવા અદિતી ને અમારી એક્ઝામ પછી કહેવાનો જ હતો. પરંતુ હવે જ્યારે અદિતી એ મને કીધુ છે તો મને પણ તેની વાત સ્વીકારવા માં કોઈ વાંધો નથી. હું પણ અદિતી ને પ્રેમ કરું છું. તથા હું મારા મમ્મી પપ્પા તથા અદિતી નાં પેરેન્ટ્સ પણ જો રાજી હોય તો અદિતી ને મારી જીવનસંગિની તરીકે સ્વીકારવા તૈયાર છું.હું આજીવન અદિતી ને ખુશ રાખીશ અને મને ચોક્કસ વિશ્વાસ છે કે અદિતી તથા હું બન્ને પતિ પત્ની તરીકે ખુબ ખુશ રહીશું તથા એક આઈડીયલ કપલ સિધ્ધ થઈ શું.
વેરી ગુડ....પ્રયાગ ભાઈ....પરંતુ સમજો કે કદાચ અંજલિ આન્ટી અથવા અદિતી નાં પેરેન્ટ્સ આ સંબંધ માં તમને આગળ વધવા માટે નાં કહે તો ???
અંજલિ આન્ટી ને તો એકવખત પપ્પાજી સમજાવી દેશે પરંતુ અદિતી નાં પેરેન્ટ્સ નું શુ ??
તમે સહેજપણ વિચાર કર્યો છે તે બાબત નો ??
પ્રયાગ....વિચાર માં પડી ગયો...કે શુ જવાબ આપવો ?? કારણકે તેણે આ અંગે કશું વિચાર્યું જ નહોતું.
સ્વરા....પ્રયાગ ની સામે જોઈ રહી હતી....અને તેના સવાલ નો પ્રયાગ શુ જવાબ આપે છે તેની રાહ જોતી હતી.

******* (ક્રમશ:)*********

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED