Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર... - પેજ - ૪૨

અદિતી એ તેનાં તથા પ્રયાગ નાં સંબંધ ની જાણ કરવા તથા ભવિષ્ય માં તેમનું ભણવાનું પૂરું કરીને તે પ્રયાગ સાથે લગ્ન કરવા માંગછે તે કહેવા તથા તે માટે તેનાં મમ્મી તથા પપ્પા ની રજા લેવા માટે ફૉન કરેલો છે, તથા આચાર્ય સાહેબ પણ તેમની લાડકી દીકરી ની આ માંગણી નો શું જવાબ આપવો તે અંગે વિચારો કરી રહ્યા છે.

**********હવે આગળ(પેજ-૪૨)**********************

આચાર્ય સાહેબ ના વિચારો ને તેમણેે અટકાવી દીધાાં,અને ફરીથી દીકરી અદિતી ની વાત ને સમજવા પ્રયત્ન કર્યો. એક અતી ધનાઢ્ય પરિવાર નો એક નો એક વારસો ધરાવતો તથા પોતે જ્યાં નોકરી કરેછે તેમના માલિક નો દિકરો, પ્રયાગ ઝવેરી ને અદિતી પોતાનું દિલ આપી ચુકી હતી, અનેે સામે પ્રયાગ પણ અદિતી નેે ચાહતો હતો. તથા બન્ને જણાં એકબીજાને પસંદ કરતા હતા અને સમજતા પણ હતાં. તેમના જીવનમાં બન્ને જણાં જીવનસાથી તરીકે આગળ વધવા માંગતા હતા.
આચાર્ય સાહેબે તેમની પત્ની સામે જોયું...તેમની આંખોમાં આંસુ ની સાથે લાચારી પણ હતી. તે પણ સમજતા હતા કે એકબાજુ અદિતી ની ખુશી ઓ છે, તો બીજી બાજું આચાર્ય સાહેબે જોઈ ને રાખેલા તથા કોઈ સામાજિક વ્યક્તિ ને વચ્ચે રાખી ને અદિતી માટે પસંદ કરી ને રાખેલા છોકરા ને નાં કહેવા માટે જે પ્રતિષ્ઠા જશે તે પણ વિચારવાનું હતું.
આચાર્ય સાહેબે તેમની પત્ની ને મૌન ની ભાષામાં જ કંઈ વાત કરી,એક સામાન્ય પરિવાર મા રહેલા દંપતી ને તેમના બાળકો ની હાજરી માં જ્યારે વાતચીત કરવાની હોય તો તે મૌન ની ભાષા માં વ્યક્ત કરતા હોય છે,એમ આચાર્ય સાહેબ અને તેમની પત્ની વચ્ચે કોઈ સાંકેતિક અને મૌન ભાષા માં જ વાતચીત થઈ ગઈ.
અદિતી હજુ પણ ફોન ને ચાલુ રાખીને તેનાં પેરેન્ટ્સ ના જવાબ ની રાહ જોઈ રહી હતી.
આચાર્ય સાહેબે ધણુ વિચાર્યું પછી પોતાનું મૌન તોડ્યું.
દિકરા અદિતી....બોલતાં બોલતાં એક બાપ ચોધાર આંસુએ રડી પડ્યો...!!!! સાથેજ અદિતી ને તેનીમમ્મી નાં રડવાનો અવાજ પણ સંભળાયો....એક માં ની ધીરજ અને હિંમત હવે ખૂટી ગઇ હતી. રડી રહેલા આ દંપતી માં કોણ કોને શાંતવન આપે ?? બન્ને નાં આંસુઓ ની પોતાની કહાની અને પોતાનુ દુઃખ હતું.
અદિતી પણ બન્ને નાં રડવાના અવાજ પોતાનાં કાને સંભળતા તે પોતે પણ મુંઝાઇ ગઈ...અને તે પણ રળી પડી.અદિતી ને સમજાતું નહોતું કે હવે શું થશે ! અને પપ્પા મમ્મી ને તેની વાત થી દુઃખ પહોંચ્યું હશે તો ?

આચાર્ય સાહેબે...તેમની લાડકી દીકરી ને કહ્યું...બેટા...
હમમમ...પપ્પા...!!
બેટા....આ તારા પપ્પા...તુ નાની હતી ત્યાર થી જ તું કંઈ પણ માંગે તે પહેલા જ તને લાવીને આપી દેતા....એ આજે પણ એવા જ છે...બસ મારી એક ભૂલ થઈ ગઈ કે આ જીવન નાં અતિ મહત્વનો નિર્ણય લેવામાં મારે તને એકવખત પૂછવા નું હતું.
હોંશિયાર અદિતી તેનાં પપ્પા ની અર્ધ બોલાયેલી વાત નો આખે આખો મર્મ સમજી ગઈ...અદિતી ને ખ્યાલ આવી ગયો કે તેનાં પપ્પા એ તેનાં માટે કોઈ છોકરો જોઈ ને રાખ્યો લાગે છે અથવા નક્કી કરી લીધું છે કે તેમની દિકરી નું આજ છોકરા સાથે લગ્ન કરાવીશું. મનોમન અદિતી ને ધ્રાસ્કો પડ્યો.
એકદમ ચીસ.....પાડી ઉઠી...અદિતી...પપ્પા.....!!!!!!
આ શું બોલો છો તમે ???
હા...બેટા...!!! મારી જ ભૂલ કે મેં તને પુછ્યા વિના જ કોઈ ને તારા માટે હા કહી દીધી. ફરી થી આચાર્ય સાહેબે એક ડુસકું ભર્યું.
બીજી બાજુ...અદિતી ના મમ્મી પણ આ સમયે શુ કરવું તેની મુંઝવણ અનુભવી રહ્યા હતા.
પપ્પા....પપ્પા....અદિતી નાં અવાજમાં તેનાં પપ્પા માટે સખત નારાજગી હતી.પપ્પા...શુ કહેવું મારે તમને ??? તમે કેમ આવું કર્યું પપ્પા ??? તમને તમારી દિકરી પર સ્હેજ પણ વિશ્વાસ નહોતો ??
હું ક્યારેય કોઈ કામ તમારા થી છાનું રાખી ને કરુ છું ?? તમને..
અદિતી બોલતા બોલતા મૌન થઈ ગઈ.
આચાર્ય સાહેબ ને તો ખબર પડીજ ગઈ હતી કે તેમણે અદિતી ને વાત કર્યા વિના તેના સંબંધ માટે જે કર્યું હતું તે તેમની ભુલ જ હતી...પણ હવે શું કરવું ?
આચાર્ય સાહેબ ને ખ્યાલ આવતો ન્હોતો કે હવે શું કરવું ?
પપ્પા....અદિતી સ્હેજ સ્વસ્થ અવાજે બોલી..પણ મન થી તે સ્વસ્થ ન્હોતી. પપ્પા હવે શું કરશો ??
આચાર્ય સાહેબ તો ધર્મ સંકટમાં પડી ગયા...શુ કરે ??
શું કહે ??
પપ્પા..મમ્મી ક્યાં છે ??
બાજુમાં બેઠેલા અદિતી નાં મમ્મી બોલ્યા....હા બેટા...બોલ શુ કહેછે ?
મમ્મી...તારે તો મને કહેવું જોઈતું હતું ને ?? સ્કુલમાં કે કોલેજમાં કોઈપણ છોકરો મને પ્રપોઝ કરતો તો હું તને આવી ને તરતજ જણાવતી હતી, અને તમે મારાં જીવન નાં આ અતિ મહત્વની બાબત માં મને કહેતાં પણ નથી ???
આચાર્ય સાહેબ ની સામે જોઈને અદિતી નાં મમ્મી બોલ્યા...બેટા..એ તારા પપ્પા ની આદત હતી ને તને કશું પણ માંગે તે પહેલા લાવીને આપવાની...અને અપાવવાની...બસ...
પણ બેટા અમે ખાલી વાત જ કરી ને રાખી છે...એટલે તુ જેમાં રાજી હોઇશ તેજ આપણે કરીશું. કેમ અદિતી નાં પપ્પા બરાબર ને ???
આચાર્ય સાહેબ ને તો હવે બીજી મુંઝવણ પણ હતી...અદિતી નાં મમ્મી આપણે સમાજમાં....???? આગળ કશુંજ બોલે તે પહેલાં જ અદિતી નાં મમ્મી એ આચાર્ય સાહેબ ને ઈશારાથી ચૂપ રહેવાનું જણાવ્યું.
શું પપ્પા ??? સમાજમાં તમારી આબરૂ જાય એમજ ને ?? અરે પણ એકવાત કહી શકશો કે તમે જે કોઈ વ્યક્તિ ને પસંદ કરી હશે તે શું "મારાં" પ્રયાગ કરતા સારો હોઈ શકે ?? અરે તમે ગમેતેવો રાજકુમાર પણ પસંદ કર્યો હોય પણ મારાં માટે તો મારો રાજકુમાર તો પ્રયાગ જ છે.
બેટા...એક ડૉક્ટર...બોલીને અટકી ગયા...આચાર્ય સાહેબ. હકીકતમાં તેમણે તેમનાં જ સમાજ ના એક ડૉક્ટર નાં દીકરા કે જે પણ એમ.બી.બી.એસ કરીને પોતે એમ.ડી.કરવા માટે લંડન ગયો હતો તેની સાથે અદિતી માટે પાક્કુ કરીને બેઠા હતા.
આચાર્ય સાહેબ કશું કહેવા જતા હતા પણ ફરીથી તેમની પત્ની એ તેમને રોકી લીધાં.
અદિતી નાં મમ્મી...હું એ સંબંધ માટે એકવખત નાં પણ કહી દઇશ,પણ આ અદિતી કોનાં માટે કહી રહી છે ??? એ તો વિચારો.
એ જે વ્યક્તિ માટે કહેછે તે તો હું સ્વપ્ને પણ નાં વિચાર કરી શકું.
"ક્યાં રાજા ભોજ ?? અને ક્યાં ગંગુ તૈલી ??
એ જે કહેછે તે અંજલિ મેડમ નો દિકરો અને પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ નો વારસ "પ્રયાગ" ઝવેરી ની વાત કરે છે. તુ તો જાણે જ છે ને કે કઈ અને કેવી પરિસ્થિતિમાં અંજલિ મેડમે મને જોબ આપી હતી. શું મોઢું બતાવવાનું મારે તેમને ?? અને હું કયા મોઢે એમને જઈને કહું કે મારી છોકરી ને આકાશમાં ઉગેલો ચાંદ જોઈએ છે...જે તમારા ઘર ને રોશની આપે છે, તે મારી છોકરીને ગમી ગયો છે..તે અમને આપો..એમ કહેવું મારે ?? કે એમ કહેવું કે એક નેક અને ઈમાનદાર માણસે જેણે આ જીવન તમારે ત્યાં નોકરી કરી અને તમેજ મારી ઘર ની નાની મોટી જરૂરત ને પુરી અને મારી દિકરી ને તમારા દિકરા ની સાથે એકજ કોલેજમાં ભણાવવા પણ મોકલી અને...અને એજ મારી દિકરી ને તમારા જ છોકરો પસંદ પડી ગયો છે..તેને પ્રેમ કરે છે...અને અને તેને પોતાનો જીવનસાથી બનાવવો છે...!! બેટા...આપણે ખુબ ખુબ નાનાં પડીએ અંજલિ મેડમ થી....હું કેવી રીતે કહું અંજલિ મેડમને કે તમારા મુલાઝીમ ની આંખ નાં રતન ને તમારા રાજકુંવર સાથે લગ્ન કરવા છે અને તમારા મહેલમાં રાણી બની ને તમારા મહેલ માં આવવું છે.
બેટા...આ તારો બાપ કેવી રીતે અને કયા મોંઢે અંજલિ મેડમજી પાસે તારા સંબંધ નું માંગુ લઈને જાય ??? અરે તારે એ રાજકુંવર ને પ્રેમ કરતાં અને પસંદ કરતા પહેલા જરાક તો વિચારવું હતું ને..!!
આચાર્ય સાહેબ નાં અવાજમાં આજે તિવ્રતા અને વેદના સિવાય કશું નહોતું. બેટા માફ કરજે મને પણ હું એટલો બધો લાલચુ ના થઈ શકું કે અંજલિ મેડમ પાસે તારા અને એમનાં દિકરા પ્રયાગ ના સંબંધ નું માંગુ લઈને જઉં.એ કોઈ નાનું રમકડું નથી બેટા કે તું માંગે અને આ તારો બાપ તને લાવી ને આપી શકે...અરે એતો આકાશ માં ઉગલો ચાંદ છે જે ને મારા જેવો મામુલી માણસ નાં લાવી આપી શકે...બેટા...!!

આચાર્ય સાહેબ ને આજે તેમની દિકરી ને નાં કહેવામાં અસહ્ય પીડા થતી હતી. એક બાપ કે જેણે હંમેશા તેની દિકરી નો પડતો બોલ ઝીલ્યો હતો,તે કશુ પણ માંગે એ પહેલા જ અદિતી માટે હાજર થઈ જતું હતું. પણ આજે આચાર્ય સાહેબ મજબૂર હતા.
અદિતી નાં મમ્મી જરા તમે પણ સમજાવો ને આ તમારી દિકરી ને...બોલી આચાર્ય સાહેબે ફોન અદિતી નાં મમ્મી ને આપ્યો.
બેટા અદિતી....!!! અદિતી નાં મમ્મી ની આંખો માં થી ગંગા યમુના વહી રહી હતી..અવાજ પણ તુટક તુટક નીકળી રહ્યો હતો.
બેટા...એક વખત ફરીથી વિચાર કરી જો ને દિકરા.....!! તુ જે કહી રહી છું તે આપણાં માટે અસંભવ છે બેટા.ભલે તુ કહેતી હોય કે તમે બંન્ને પ્રેમ કરો છો, પણ માંગુ લઈને તો આપણે જ જવું પડે ને બેટા..!! અને લોકો તારા પપ્પા ની ઈમાનદારી પર જે નાઝ કરે છે તે લોકો શું વિચારશે ?? કે એક સામાન્ય નોકરી કરતા આચાર્ય ના ખ્વાબ તો જુઓ...તેમની દિકરી નાં લગ્ન અંજલિ મેડમ નાં દિકરા સાથે કરાવવા છે. બેટા જેટલા મોંઢા એટલી વાતો કરશે લોકો.
અદિતી ક્યારનીય ચુપચાપ આચાર્ય સાહેબ તથા તેની મમ્મી ને સાંભળી રહી હતી.
મમ્મી...પપ્પા..કહેતા અદિતી પણ રોઈ રહી હતી.તેનું સ્વપ્ન જાણે જાગતી આંખે ઓઝલ થવા લાગ્યું હોય તેમ ભાસતું હતું તેને. પપ્પા તમે જે કાંઈ કહો છો તે બધુંજ યોગ્ય છે આમતો, પરંતુ પ્રેમ તો કોઈ નાત જાત કે ઉંચ નીચ કે અમીરી અને ગરીબી જોઈને નથી થતો ને પપ્પા...પ્રેમ તો બસ પ્રેમ જ હોય છે ને.
હા..બેટા...સમજુ છું હું પણ, પરંતુ તને તો ખબર જ હતી ને કે તુ જેને પ્રેમ કરુ છુ તે કોણ છે ?? તો બેટા તારા દિલ અને મન ને એજ વખતે સમજાવીને પાછુ વાળી લેવું હતું ને બેટા.હું કયા મોઢે અંજલિ મેડમ ને કહુ ? અને કેવીરીતે તેમને સમજાવું ?? કે મારી અદિતી ને તમારા ઘર ની વહુ તરીકે સ્વીકાર કરો.
આચાર્ય સાહેબ હજુ પણ એ વાત ને સમજી નહોતા શકતા કે અદિતી ને માટે અંજલિ મેડમ ને પ્રયાગ નું માંગુ કેવીરીતે માંગવું.
પપ્પા...એવુ પણ શક્ય તો છેજ ને કે અંજલિ મેડમ ખુબ સરળતાથી તમારી વાત નો સ્વીકાર કરી લે. કારણકે જેવી રીતે હું પ્રયાગ ને પ્રેમ કરું છું,તેવીજ રીતે પ્રયાગ પણ મને પ્રેમ કરેજ છેને...એમાં કયો અપરાધ અમે કર્યો છે ? અને મારે પ્રયાગ સાથે વાત થયા મુજબ તો પ્રયાગ પણ અંજલિ મેડમ ને અમારા પ્રેમ સંબંધની વાત કરવાનો જ છે.તો પછી ક્યાં વાંધો છે ??
દિકરા...તુ કહેછે તેમ કદાચ પ્રયાગ સર પણ તેમની મમ્મી અંજલિ મેડમ ને તમારા પ્રેમ સંબંધની વાત કરે તો પણ અંજલિ મેડમ તે વાત માને કે તને તેમના ઘર ની વહુ તરીકે સ્વીકારસે જ તે થોડુ નક્કી છે.અને માનીલે કે એકવખત અંજલિ મેડમ તેમના એકનાં એક દિકરા ને દુઃખી કરવા નાં માંગતા હોય તો તે હા પાડી પણ શકે, પણ છોકરીવાળા તો આપણે જ છીએ એટલે મારે જ સામે ચાલીને તેમની પાસે તેમના દિકરા નો હાથ તારા માટે માંગવા જવુ પડે ને બેટા...અને ત્યારે મારે શુ કહેવુ ??
અદિતી એ હવે થોડાક સ્વસ્થ થઈ ને તેના પપ્પા અને મમ્મી ને કીધું. જુઓ પપ્પા અને મમ્મી મારૂ મન કહેછે કે તમે જેટલી ચિંતા કરોછો ને તેમાંનું કશુ જ નહીં થાય.મને પ્રયાગ પર સંપૂર્ણ ભરોસો છે.તે તેના પેરેન્ટ્સ ને ચોક્કસ મનાવીજ લેશે.અને હું પોતે પણ એવું માનું છું કે અંજલિ મેડમ એ સંબંધ માટે ના નહીં કહે. અને કદાચ જો નાં કહે અથવા કોઈ આનાકાની કરે તો હું અંહિ સ્વરાભાભી અને શ્લોક ભાઈ ને કહીશ તે લોકો અંજલિ મેડમ ને વાત કરશે અને તેમા પણ સફળતા નહી મળે તો છેલ્લે અનુરાગ સર ને પ્રયાગ વાત કરશે,કે જેમની વાત અંજલિ મેડમ ચોક્કસપણે સ્વીકારે જ.પણ હું હિંમત તો નહીં જ હારુ.
આચાર્ય સાહેબ અદિતી ની વાત ની મક્કમતા અને મનોબળ જોઈને સ્હેજ વિચારમાં પડ્યા. બધા શાંત થઇ ગયા થોડીક વાર માટે.પછી ફરીથી આચાર્ય સાહેબ બોલ્યા....અને બેટા જો અનુરાગ સર ને પણ આ સંબંધ મંજૂર નહીં હોય તો ??? તો શું પ્રયાગ સર તારો હાથ પકડશે ??? તને તેમની અર્ધાગીની તરીકે સ્વીકારી શકશે ?? તને સમાજની વચ્ચે તેમની પત્ની નો દરજ્જો આપશે ? અને સૌથી અગત્યનું કે પ્રયાગ સર તેમના માતા પિતા આગળ તારા માટે વિદ્રોહ કરીને પણ તારી સાથે લગ્ન કરશે ???
બેટા...હજુ પણ કશું જ મોડું નથી થયું...ખુબ શાંતિ થી અને ગંભીરતાથી વિચારીને જ આગળ પગલું ભરજે બેટા. આપણે આપણી સાથે સાથે તેમની ઈજ્જત ને પણ કોઈ આંચ નાં આવે તે પણ જોવાનું છે, આખી જીંદગી તેમનુ લુણ ખાધું છે આપણે...અને હવે જીવન નાં આ તબક્કે તારા બાપ ને કોઈ આંગળી ચીંધતા આવે તે કદાચ તને પણ નહીં જ ગમે ને દિકરા.
આચાર્ય સાહેબ ની વાત સાંભળી ને અદિતી પણ ઘડીભર પોતાનાં નિર્ણય પર વિચારો આવવા લાગ્યા...કે જો બધાજ દરવાજા બંધ નીકળે તો શું પ્રયાગ તેનો સ્વીકાર કરશે ?? તેનાં પ્રેમ પર તેને જ સહજ શંકા ગઈ. ફરીથી મન ને ટટોડ્યુ..મન ને જ પૂછ્યું...કે અદિતી તું ખરેખર સાચા રસ્તે તો છુ ને ?? જે પ્રયાગ નાં ભરોસે તુ આ સંબંધ માં આગળ વધી રહી છું..તેને જ જો તેના ઘર માં થી અદિતી જેવી સામાન્ય ઘર માં થી આવતી વ્યક્તિ માટે નાં કહેવામાં આવશે તો ??
આચાર્ય સાહેબ ના વ્યાવહારિક અને સામાજિક રીતે ઉદભવતા સવાલો તદ્દન સાચા જ હતા...!! પ્રયાગ...અંજલિ મેડમ ને જ મનાવવામાં સફળ નાં રહે તો ?? અદિતી એ ઉંડો શ્વાસ લીધો...અને ફરીથી પ્રયાગ ને મનોમન યાદ કર્યો...તેનાં આપેલાં વચન અને સવાલો નાં જવાબો ને ફરીથી મનમાં યાદ કર્યા...તેનું મનોમન જ વિશ્લેષણ કર્યું..અને ફરીથી પાછો પ્રયાગ પર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો...કે ગમેતેમ થાય છતાં પણ પ્રયાગ તેનાં કમીટમેન્ટ માં ઊણો નહીં જ ઉતરે. જેમ તેણે મને કીધું છે તેમજ તે કરશે. પાકકુ મન બનાવીને ફરીથી અદિતી એ તેનાં પપ્પા અને મમ્મી ને કહ્યું..પપ્પા...મમ્મી મને પ્રયાગ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તેણે મને આપેલાં વચન માં તે હંમેશા કાયમ જ રહેશે,તથા કદાચ તમે કહો છો તેવી પરિસ્થિતિ ઉદભવે તો પણ તે મારો પક્ષ લેશે અને મને જીવનમાં ક્યારેય અધવચ્ચે છોડી નહીં દે.પ્રયાગ પણ હજુ અંજલિ મેડમ સાથે અમારા સંબંધ વિષે વાત કરવાનો છે, અને પ્રયાગ નાં કહેવા પ્રમાણે તો અંજલિ મેડમ ક્યારેય તેની વાત નાં માને તેમ નથી, તો પછી આપણે થોડા પોઝીટીવ રહેવું જોઈએ.
આચાર્ય સાહેબ ક્યારના અદિતી નાં જવાબ ની રાહ જ જોતા હતાં...બેટા અદિતી કયો બાપ તેની દિકરી નું પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ નાં માલિક તથા અંજલિ મેડમ જેવા જાજરમાન વ્યક્તિ નાં દિકરા પ્રયાગ માટે તેની દિકરી નું નક્કી કરવામાં રાજી નાં હોય ?? બધાજ તૈયાર જ હોય...બેટા..પણ આતો હું તેમને ત્યાં જ નોકરી કરુ છું..એટલે મને એક શરમ હોય અને હું તેમની કેટલી બધી ઇજ્જત કરતો હોઉ એટલે...આતો અંજલિ મેડમ જાણે તો પણ એવું વિચારે કે આચાર્ય સાહેબે તેમની દિકરી ને સમજાવી નહીં હોય..??
પપ્પા...મેં ઈમાનદારી થી તથા ખુલ્લા દિલે મારાં મન ની વાત તમને જણાવી દીધી...તથા અગત્યની વાત તો એ છે કે અમારા આ પ્રેમ સંબંધ માં હું એકલી નહીં પણ પ્રયાગ પણ મારી સાથે લગ્ન કરવા માંગે છે...અને આ સંબંધ ની જાણ સ્વરાભાભી તથા શ્લોકભાઈ ને પણ મેં કરેલી જ છે..ને..!! અને અમે ચારેય જણાં એવું વિચારી રહ્યા છીએ કે આ સંબંધ થી હું તથા પ્રયાગ બંન્ને ખુશ રહીશું તથા અંજલિ મેડમ પણ કદાચ નાં નહીં કહે.
********
એકબાજુ અદિતી નો ફોન તેનાં પેરેન્ટ્સ સાથે ચાલી રહ્યો હતો...અને આચાર્ય સાહેબ હજુ પણ આ સંબંધ માં આગળ શું થશે અને કેવીરીતે શુ કરવું નાં વિચારો માં ગુંચવાયેલા હતા ..ત્યારે બીજી બાજુ પ્રયાગે પણ તેની વ્હાલી મમ્મી અંજલિ ને તેનાં તથા અદિતી નાં પ્રેમ સંબંધની વાત કરવા માટે ફોન જોડ્યો છે...!!
ત્યાં પ્રયાગ બંગલો માં સવાર સવારમાં અંજલિ તેનાં નિત્યક્રમ માં જ વ્યસ્ત હતી...તથા મંદિર જઈને આવી હતી..અને કિચનમાં થી બહાર આવી અને ડ્રોઈંગરૂમમાં તેનાં વિશાળ સોફા ઉપર બેઠા બેઠા છાપુ વાંચતી હતી..અચાનક જ અંજલિ નાં મોબાઈલ પર પ્રયાગ નો ફોન ફ્લેશ થયો...!! સ્હેજ દુર પડેલા ફોન ને ઉપાડીને અંજલિ બોલી.... હલ્લો બોલ બેટા.....!!
મમ્મી...જય અંબે જય શ્રી કૃષ્ણ...!!!
એ હા બેટા....જય અંબે...અને જય શ્રી કૃષ્ણ...!!!

*************( ક્રમશ:)***********