કળયુગના ઓછાયા -19 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કળયુગના ઓછાયા -19

(આપણે આગળ જોયું કે એક સરસ દેખાવડો છોકરો લાવણ્યાને મળવા આવ્યો છે અને તે લાવણ્યાને્ બોલાવવા વોચમેનને હેલ્પ માટે કહે છે‌...)

હવે આગળ......

એ છોકરાની વાત કરવામાં પણ શિષ્ટતા અને વિનંતી હતી... ચોક્કસ તે કોઈ સારા સંસ્કારી ઘરનો હશે.... એવું મે અનુમાન લગાવ્યું...

મને થયું કંઈ કામ હશે એટલે મે તેમના દરેકના રૂમમાં એક ઇન્ટરકોમ નંબર હતો તેના પર ફોન લગાવ્યો....

તો તેની એક રૂમમેટ હતી એશા એને ફોન ઉપાડ્યો.....એને કહ્યું કે લાવણ્યાને બહુ તાવ છે તો સુતી છે.....

મે કહ્યુ તે છોકરાને તો એને કહ્યુ કે ફ્ક્ત એમ કહે કે સમ્રાટ આવ્યો છે બહુ જરૂરી કામ છે.....

એશા એ તેને કહ્યું એટલે તે સમ્રાટ નુ નામ સાંભળીને નીચે આવી પણ તેને અશક્તિ બહુ લાગી રહી હતી એવું સ્પષ્ટ લાગતુ હતું.

તે નીચે આવીને એક બહાર ગેટની અંદર બેન્ચ હતી એટલે ત્યાં આવીને બેસી.... પ્રાઈવેટ હોસ્ટેલ હોવાથી ત્યાં ગેટ સુધી છોકરાઓ આવે તેનુ કોઈ બહુ રિસ્ટ્રીક્શન નહોતુ......એના કહેવાથી મે સમ્રાટ ને અંદર બોલાવ્યો.....થોડી વાર એ લોકોએ વાતચીત કરી પછી લાવણ્યા ઉભી થઈ ને ઉપર ગઈ.... ફટાફટ દસેક મિનિટ મા તે તૈયાર થઈ ને નીચે આવી....તેના ચહેરા પરથી તે કંઈ ચિંતામાં આવી ગઈ હતી એવું સ્પષ્ટ જણાયુ હતું.....

પણ મને એના એ છોકરા સાથે સંબંધ ની ખબર ના પડી....કારણ કે બીજા એવા કેટલાય છોકરા આવતા....પણ તેઓ ત્યાં છોકરીઓ સાથે બેસે વાતચીત પરથી જ ખબર પડી જાય કે તેમના વચ્ચે કંઇ લફરું લાગે છે....

અને આમાં તો પાછા લાવણ્યા અને સમ્રાટ ને જોઈને એવું પણ ન વિચાર આવે કે તે એનો બોયફ્રેન્ડ હશે.......

પછી બંને જતા રહ્યા.......

************

હુ મારા કામમાં હતો.... ત્યાં લાવણ્યા પાછી આવી લગભગ ચાર કલાક પછી.....

અત્યારે તે ટેન્શનમુક્ત લાગતી હતી....તે જયશ્રી કૃષ્ણ બોલી..‌..

મને કંઈ પુછવાનું મન થયુ.....પણ હુ કંઈ બોલ્યો નહી......આખરે મારી આંખો જાણે એ ઓળખી ગઈ એમ એ મારા આખોએ કરેલા સવાલોના જાતે જ ઉતર આપતા બોલી....

અંકલ તમને એમ સવાલ હતો ને કે સવારે આવેલો એ છોકરો કોણ હતો ??

મારાથી કંઈ બોલી શકાયુ નહી બહુ....હુ ફક્ત હમમમ.....બોલ્યો....

એટલે લાવણ્યા બોલી એ સમ્રાટ હતો......તેની સાથે હુ લગ્ન કરવાની છું ‌........તેના અવાજમાં એક સ્પષ્ટતા હતી....સાથે જ તેના પ્રત્યે એક વિશ્વાસ અને આત્મીયતા છલકતી હતી....નિયતીના લેખ જાણે એને જ લખી દીધા હતા....એને જરા પણ અચકાટ ના થયો મારી સાથે આવું કહેતા....

મારી ઉમર અને અમારા સમાજની પ્રથા મુજબ મને થોડું અતડુ લાગે એ સ્વાભાવિક હતું.....હુ તેના પિતા જેટલી ઉમરનો હોવા છતાં આવી વાત કહી દીધી હતી...

મે કહ્યુ, તમારૂ સગપણ થયેલુ છે ??

લાવણ્યા : ના અમે કોલેજમાં જ મળ્યા છીએ....અને હવે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ એટલે ભણવાનું પુરુ થતા જ અમે લગ્ન કરી દઈશુ......

હુ તો એની કહેવાની છટાથી અંજાઈ જ ગયો.....આગળ કંઈ બોલ્યો નહી.....અને એ પછી ઉપર જતી રહી.

પણ મને એક સવાલ જરૂર થયો કે ક્યા લાવણ્યા અને ક્યા એ રાજકુમાર જેવો દેખાતો સમ્રાટ.‌‌...શુ એ સાચે જ લાવણ્યાને પ્રેમ કરતો હશે???.....એ સમયે તો સવાલ મારા મનમાં જ રહી ગયો.....

પછી તો બસ દિવસો જતા ગયા....ને મહિનાઓ.........બસ  મારી એ રોજની  નોકરીને હોસ્ટેલ ના સ્ટુડન્ટસ ની એક મજાની જિંદગી.....પણ એ સમ્રાટ મને ફરી ક્યારેય દેખાયો નહી......

***********

એક દિવસની વાત છે.....એ વખતે મારી સાથે જે ચોકીદાર હતા એમને બે દિવસ કોઈ પ્રસંગ મા બહાર જવાનું હોવાથી તેઓ રજા પર હતા.....એટલે બે દિવસ મારે જ ડે નાઈટ ડ્યુટી કરવાની હતી.....

આખો દિવસ પુરો થઈ ગયો‌‌.....શિયાળાના દિવસો હતા...એટલે દિવસ પણ વહેલા આથમી જતો....અને ઘનધોર અંધકાર છવાઈ ગયુ હતું......અંધારાનુ સામ્રાજ્ય ચારેકોર  વ્યાપેલુ હતું......રાતના અગિયાર વાગી ગયા હતા.....મને પણ સળંગ ડ્યુટી ના કારણે થોડી ઉઘ આવી ગઈ......

લગભગ બારેક વાગે,

એકાએક થોડી જ વારમાં હોસ્ટેલમાં એકાએક થોડો જોરથી અવાજ આવવા લાગ્યો......સાથે જ કોઈના ચીસ પાડવાનો જોરથી અવાજ આવ્યો......અને મારી ઉધ એકદમ જ ઉડી ગઈ.......

અંદર જવાનો મુખ્ય દરવાજો તો અત્યારે બંધ હતો.....અંદરથી.....એ તો અંદરથી બંધ થઈ જતો દસ વાગે......એક માસી ત્યાં રાત્રે ત્યાં નીચે સુતા......એમની પાસે એક ચાવી રહેતી...બીજી મારી પાસે હોય...પણ અંદરથી લોક હોય એટલે અમે ડાયરેક્ટ ન ખોલી શકીએ એવી સિસ્ટમ હતી....

રૂહી : તો કંઈ ઈમરજન્સી હોય તો ???

દાદાજી : એ માટે હોસ્ટેલના પાછળના ભાગમાં એક દરવાજો હતો ત્યાથી અંદર જવાતુ અને એની ચાવી મારી પાસે રહેતી..... હોસ્ટેલ હતી એટલે ચોર કે ચોરીનો કોઈ સવાલ નહોતો.....

મે જલ્દીથી ટોર્ચ લઈને પાછળ જઈને ત્યાં ની લાઈટ ચાલુ કરીને જલ્દીથી દરવાજો ખોલ્યો....જોયુ તો એ રાત વાળા માસી હજુ સુતા જ હતા....હુ ફટાફટ ઉપર ગયો...ઘણા બધા રૂમોની લાઈટ બંધ હતી......મને ઉપર ક્યાં કઈ બાજુ જવુ સમજાયુ નહી....હુ એક જ જગ્યાએ ઉભો રહી ગયો....અને અવાજની દિશામાં આગળ વધતો ગયો......

ખાસ કરીને બીજા રૂમમાં લાઈટો પણ બંધ હતી અને અવાજ પણ નહોતો.......એક પાસે મારી નજર ગઈ અને તે એકદમ સામે દેખાતો હતો..... કદાચ કંઈ દબાતો દબાતો અવાજ આવી રહ્યો હતો......લાઈટ પણ ત્યાં ચાલુ હતી..... હકીકત જાણવા હુ ધીમા પગલે ત્યાં ગયો......પણ છોકરીઓ ની હોસ્ટેલ હોવાથી મારાથી ડાયરેક્ટ અંદર ગુસાય નહી.....કોઈ આ તો મારા પર કોઈ ઉલટો આરોપ મુકે તો ???

હુ ફટાફટ ફરી નીચે ગયો....કારણ કે ત્યાં એ રૂમમાં મને કંઈક થયાની જાણે એક પાકી શંકા થઈ ગઈ હતી.....મે નીચે જઈને રાતવાળા માસી મીનાબેનને જગાડ્યા... ધીમેથી બુમ પાડીને....એમને ધીમેથી ટુંકમાં વાત કરીને હુ ઉપર એ રૂમ પાસે લઈ ગયો..........

કંઈક થયું છે એવી કલ્પના જરૂર હતી મને અને એ પણ એ રૂમ નંબર પચ્ચીસ એટલે....લાવણ્યા નો રૂમ.....એના વિશે આટલુ જાણ્યા પછી મને તેના પ્રત્યે એક દીકરી જેવી લાગણી અનુભવાતી હતી....રૂમ પાસે પહોચતા જ જાણે કંઈ થવાનું હોય ને આપણને ઘણી વાર અગમચેતી થાય એવો એ દિવસે પણ મને ભાસ થયો હતો......

હુ અને મીનાબેન જેવા એવા રૂમ પાસે પહોંચ્યા મે મીનાબહેન ને ઇશારો કરીને એકદમ જ જલ્દીથી દરવાજો ખોલાવ્યો.....

અને એ અંદરનુ દ્રશ્ય જોતા જ અમારા તો રૂવાડા ઉભા થઈ ગયા....આખુ શરીર ઠંડું પડી ગયું.....અને મીનાબેન તો ભયના માર્યા હમણાં જ ચક્કર ખાઈને પડશે એવું લાગી રહ્યું હતું......

હુ એક પુરુષ થઈને એ દ્રશ્ય જોવા જાણે અસમર્થ બની ગયો હતો.....મને એ ભરશિયાળે પરસેવો છુટી ગયો હતો........તો ત્યાં એક કાચાપોચા દિલવાળાનુ તો કામ જ નહી.....એમ જ હાર્ટએટેક થી મરી જાય...........

એ નજારો જોઈને મારા મોઢામાંથી એક જ વાક્ય નીકળ્યુ.......આ શું થઈ ગયું ???

શું થયું હશે એ રૂમમાં ??  લાવણ્યા કે પછી બીજા કોઈ સાથે ?? આ બધી વાત રૂહીને એ આત્મા ને મુક્તિ આપી શકશે ?? કોઈ મદદરૂપ થશે ??

અવનવા વળાંક જાણવા માટે...વાચો.....માણો........... કળયુગના ઓછાયા - ૨૦

બહુ જલ્દીથી.............. તમારી આતુરતાઓનો અંત આવશે.......