આજ નો માનવ કોઈ બીજા ને સલાહ આપવાનો મોકો મળ્યો નથી કે અસંખ્ય સલાહો આપી દે છે. જ્યારે પોતાની જાતને સુધારવાની વાત આવે તો એ જ માણસ નિઃશબ્દ બની જાય છે.
આજે એક છોકરીને ઘર બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.તે સુુુરક્ષિત રહે એટલા માટે ઘરમાં કેેદ કરવામાં આવે છે.પરંતુ,આ સમાજ જે છોકરાઓ થી છોકરીઓ સુરક્ષિત નથી તે છોકરાઓને કેદ શા માટે નથી કરતી?
છોકરીને હંમેશા એક જ વસ્તુ શીખવાડવામાં આવે છે.ઘરનુ કામ કરવાનું અને પરિવાર નું ધ્યાન રાખવું.પણ આજે કોઈ એ નથી સમજતુ કે એ છોકરીની પણ ઘણી ઇચ્છાઓ હોય છે.તેનુ કોઈ ધ્યાન રાખે તેને કોઈ સમજે એવા વ્યક્તિ ની તેને પણ જરૂર હોય છે.છોકરીના જન્મ ની સાથે તેની દરેક ઈચ્છા મારી નાખવામાં આવે છે.છોકરી ને ભણવાથી રોકવામાં આવે છે.તેનુ જીવન ઘરની ચાર દીવાલોમાં કેદ કરી દેવામાં આવે છે.છોકરાઓ કરતા છોકરીઓ વધુ સહનસીલતા ધરાવે છે.છતા તેને દરેક બાબતમાં તે કમજોર છે એવું સાબિત કરવામાં આવે છે.
જે છોકરાના લીધે છોકરીઓ સુરક્ષિત નથી એ જ છોકરાના જન્મ માટે છોકરીના જન્મ ને મહત્વ નથી અપાતું.આજ પણ છોકરી ને બોઝ માનવામાં આવે છે.
આજે ધન પ્રાપ્તિ માટે લક્ષ્મી ની પૂજા કરવામાં આવે છે.પરંતુ ઘરમાં રહેતી છોકરી ની ઈચ્છા દબાવી દેવામાં આવે છે.જ્ઞાન મેળવવા માટે સરસ્વતી ની પૂજા કરવામાં આવે છે.જયારે એ જ છોકરીના ભણતર પર રોકટોક કરવામાં આવે છે.જે દેવી ની પૂજા કરવા સમાજ મંદિરોમાં જાય છે,એ દેવી તેના પોતાના ઘરમાં જ છે.જો સમાજ એ સમજે અને મંદિર માં દેવી ગોતવાના બદલે પોતાના ઘરની છોકરીઓને સમજે અને તેની ઈચ્છાઓને પૂરી કરે તો પણ ઘણું છે.
આજે એક છોકરીને નહીં પણ છોકરાને સમજાવવાની જરૂર છે.આજે એક છોકરીએ નહીં છોકરાને સુધરવાની જરૂર છે.જો આજનો સમાજ એ બાબત સ્વીકારી લે તો છોકરીઓએ કેદમાં રહેવાની જરૂર નહીં પડે.
છોકરીઓને પણ પોતાના સપના પૂરા કરવાનો હક છે.પોતાની જીંદગી જીવવાનો અધિકાર છે.જે આજના સમાજ એ છીનવી લીધો છે.જો સમાજ આ બાબત સ્વીકારી લે તો છોકરી બહાર પણ સુરક્ષિત રહેશે.જો સમાજ આ બાબત નહીં સ્વીકારે તો ઘરની અંદર પણ છોકરીઓ સુરક્ષિત નહીં રહે.
આજે બળાત્કાર હોય કે બેટી બચાવો બેટી પઢાઓ નું કોઈ અભિયાન હોય.દરેક ક્ષેત્રે અનેકો આંદોલન થાય છે.પરંતુ એ બધા ક્ષણિક આંદોલનો છે.
આજે દુનિયામાં અસંખ્ય social media sites ચાલે છે.જેમા બળાત્કાર,બેટી બચાવો બેટી પઢાઓ જેવી અનેક પોસ્ટ મુકવામાં આવે છે.જેના પર અસંખ્ય લાઈક્સ, અસંખ્ય કોમેન્ટસ મળે છે.પરંતુ જો આ જ સમાજ માત્ર લાઈક અને કોમેન્ટ છોડીને બદલાવ પર ધ્યાન આપે તો પણ ઘણું છે.
સમાજે દિલ થી સુધરવાની જરૂર છે.બાકી આંદોલન તો થતાં જ રહેશે.પણ સમાજ ને અને તેના માં રહેલા સંકુચિત વિચારો ને બદલવા માટે આપણે આપણી જાતને જ બદલવી જરૂરી છે.જો આપણે જાતે જ નક્કી કરીશું કે આપણે આપણામાં બદલાવ લાવવાની જરૂર છે.તો કોઈ પણ માનવી સુધરવા સક્ષમ છે.
જો આજનો માનવી બીજા ને સલાહ સુચન આપવા કરતાં પોતાની જાત ને સુધારવાની કોશિશ કરે તો આજે બળાત્કાર,બેટી બચાવો બેટી પઢાઓ જેવા આંદોલન કરવાની જરૂર જ નહીં રહે.
આજે રોજ જો એક માનવી પોતાની જાતને સુધારવાનો નિર્ણય કરશે તો એક સમયે આખી દુનિયા સુધરી જશે.બધુ એક છોકરીએ જ કરવું પડે એવી આશા રાખવા કરતાં છોકરાઓ પણ પોતાની જાતને સુધારે અને સમાજ પોતાના સંકુચિત વિચારો બદલે તો એક છોકરી એ દુનિયા સામે ડરવાની કે છુપાવાની જરૂર નહીં પડે.