The Author Amit vadgama અનુસરો Current Read ભૂરો પ્રેમ માં પડ્યો By Amit vadgama ગુજરાતી હાસ્ય કથાઓ Share Facebook Twitter Whatsapp Featured Books નારદ પુરાણ - ભાગ 53 સનત્કુમાર આગળ બોલ્યા, “ઈષ્ટદેવની આરતી ઉતાર્યા પછી શંખનું જળ... મારા અનુભવો - ભાગ 20 ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 20શિર્ષક:- કુંભમેળોલેખક:- શ્રી... શ્રાપિત પ્રેમ - 19 " રાધા, તને મળવા માટે કોઈ આવ્યું છે."રાધા અને ડોક્ટર નેન્સી... જીવન પ્રેરક વાતો - ભાગ 01- 02 વાર્તા 01 તું ભગવાનનો થા ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन त... પ્રેમતૃષ્ણા - ભાગ 10 “ ત્યાં એ છોકરી ...? “ ખુશી એ સામે પ્રશ્ન કર્યો .“ ત્યાં એ છ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો ભૂરો પ્રેમ માં પડ્યો (20) 1.2k 3.1k 3 પ્રેમ.. ખાલી બોલી ત્યાં તો પેટ માં ગલગલીયા થવા લાગે પણ પ્રેમ તો પ્રેમ છે... ભલે પછી જગતને વહેમ હોઈ... જે કોઈ પ્રેમ માં પડ્યા હોય એ ઊંધે માથે પ્રેમ પડ્યા છે.. ઘણા એમાં ભંગાણા છે અને એવા ભંગણા છે કે પાટા પિંડી કરી તો પણ સાજા ન થયા.. કારણ કે એમાં હાડકા કરતા વધારે દિલ તૂટ્યા હતા/છે.... પણ અમારા ગામ નો રહે એક ભૂરો એને તો ગજબ રીતે અનુભૂતિ થઈ પ્રેમ ની... ભોળા અને પ્રેમાળ સ્વભાવ નો ભૂરો નાનપણ થી સૌને ગમતો.. એ એની મોજ માં જ હોઈ... ભૂરો ભૂરા ની રીતે હો બાકી.. ભણવામાં હોશિયાર... હવે ભણતર પૂરું થયુ અને કૉલેજ માં જવાનું પણ સ્કૂલ ને કૉલેજ વચ્ચે 2 મહિના નું મોટું vacation... અને આ બાજુ ભોળા હૃદય નો ભૂરો ને બિચારો emotion અને feelings નો શિકાર અને એને ભૂરી ગમી ગઈ.. પણ કહેવું કોને કે ભૂરી ગમે છે.. કારણ કે અંતર ના ઊંડાણ ની એ તો વૈધુ ને કહેવાયચોરે ના ચિતરાય ચીત ની વાતું શંકરા...ભોળા હૃદયનો એટલે આવી વાતું કરવી અને કહેવી એને જરાક insecure લાગી.... પણ એને એ ખબર નહીં કે પ્રેમ માં પડવામાં security કેટલી... આમાં વીમો પણ ના પાકે નહીં તો ભૂરો એના માટે વીમો પણ કરવા તૈયાર... ભૂરો અડધો શેખ ચીલી જેવો.. અને છાશ છગોળે ભેંસ ભાગોળે એવુ ખાતું ભૂરાનું... પણ feelings આવી એટલે થોડી હિંમત કરી મન માં બોલવા લાગ્યો " આપણે ચાંદ તારા તોડતા ન આવડે પણ એક બે બોર તોડી ને જાવ ભૂરી માટે... બીજે દીવસે વહેલી સવારે ભૂરાએ વિચાર્યું કે હું વહેલી સવારે કુવા પાસે જઈ ને ભૂરી ને પાણી ભરવામાં help કરીશ. ભૂરો તો ગયો કુવા પાસે... ગામની ડોસીયું, મહિલાઓ અને ભૂરાની crush ભૂરી પાણી ભરતા હતા... આમાં તો સંજોગ નો ખેલ જોવો સાહેબ... ભૂરો ગયો તો ભૂરી ની help કરવા પણ ડોસીએ કામે લગાડ્યો.. ડોસીએ કહ્યું ચાલ ભૂરા અમારા પાણી ના બેડાં અને ઘડા મૂકી જા અમારા ઘેરે.... ભૂરો કામ માં લાગ્યો... પહેલો દિવસ તો થોડોક મેહનત વાળો ગયો પણ ભૂરા માટે શકન સાબિત થયો.. ડોસીઓ એ તો ભુરા ને contract આપ્યો કે રોજ સવારે અમને મદદ કરવા આવી જવાનું.... પાણી ના ઘડા મૂકી જવાના ઘેરે... અને અહીં ભૂરા ના મન માં જાણે મન માં laddu ફુટા કારણ કે તે ત્યાં રોજ ભૂરી ને જોઈ શકશે... ડોસીઓ ના association ની deal final કરી ભૂરી નામ નો stamp લગાવ્યો... પણ ભૂરી આ વાત થી હજી અજાણ જ હતી કે ભૂરા ને ગમું છું... પણ આમ રોજ રોજ ભુરો ત્યાં આવે ને ભૂરી ને જોવે એનેે મનમાં ને મનમાં ભૂરો હરખાતો... પછી ડોસીઓ ને મદદ પણ કરી આપે.. એક દિવાસ ભૂરી કોઈ કારણસર પાણી ભરવા ના આવી.. ભૂરો તો ચિંતા માં મુકાય ગયો... ગબી જેવું મોઢું થઇ ગયું.. એક ડોસી એ પૂછ્યું કેેેની ચિંતા છે છોરા, આજેે શુ? ભૂરાએ કહ્યું , કંઈ નહીં આજે સવાર સવાર માં દૂધ બગળી ગયું એટલે ચા નથી મળી એટલે ઠીક નથી... એમ કહી ભૂરાએ ડોસી ને મદદ કરીનેે ઘડા મૂકી આવ્યો તેમના ઘરે.. પણ આગલો દિવસ ભૂરા માટે કંઈક અલગ જ વિચારતો હતો રાબેેેતા મુુજબ ત્યાં કૂવે પાણી ભરવા આવેલી ડોસીઓ અને સાથે ભૂરી અને ત્યાં એ બધા નો સાક્ષી એટલે ભૂરો... પણ ભૂરાએ હળવેક થી કોઈ પણ સાંભળે નહીં એ રીતે ભુરીને પૂછ્યું કેમ કાલે નહોતા આવ્યા ?? ભૂરી કહે જોવ ને ભાઈ આ તાવ અને શરદી આમા ક્યાં આવવું પાણી ભરવા..... "ભાઈ " કીધું એટલે ભૂરા ની ચોટલી ખીતો થઇ ગઈ.... પણ ભૂરો પોતાની જે feelings હતી તે જાળવી રાાખી... ભૂરા પાસે આજે મોકો હતો ભૂરી ની મદદ કરવાનો અને એ વાત ભૂરો જાણતો હતો એટલે આજેે ભૂરી ને કીધું લાવો તમને ઠીક ના હોઈ તો એટલે ભૂરીએ 2 માંથી એક ઘડો ભૂરા ને આપ્યો ... ત્યાં થી ભૂરી ના ઘર તરફ પ્રયાણ કર્યું , આગળ આગળ ભૂરી અને પાછળ પાછળ ભૂરો જાણે ફિલ્મ માં બતાવતા હોઈ એમ... એમાં બન્યુ એવું કે એક બે દિવસ પેેેહલા ભૂરી ના ઘર પાસે પાણી ની pipe line માટે ખાડો કરેલો હવેે ભૂરો તો ભૂરી ના ધ્યાન માં મગ્ન એટલે પેલા ખાડો ની ખબર નહીં.... એમાં ધ્યાન ન રહેેતા ભુરો ઘડા સહિત ખાડામાં ખાબક્યો... દાઢી છોલાઈ ગઈ, ને ઘડો પણ ફૂટી ગયો, લૂગડાં ધૂળ વાળા થઈ ગયા.... પ્રેમ નો ફુલાતા ફુલાતા ફુગ્ગા માં જાણે ખાડા રૂપી સોઈ લાગી ને હવા નીકળી ગઈ ... ત્યાં ભૂરી નું ધ્યાન જતા જ ભૂરા ને ખાડા માંથી બહાર કાઢી પોતાના ઘેરે લઈ ગઈ ને ત્યાં મલમ પટ્ટી કરી , પણ એક વાત તો છે ભૂરો દિલ થી સેવા કરી હો અત્યાર સુધી ડોસીઓ ની પેલી વાર ભૂરી ની મદદ કરવા ગયો ને ખાડા માં પડ્યો.. પછી ભૂરો પોતાના લૂગડાં સાફ કર્યા ને હવે ઘર તરફ જવા નીકળ્યો પણ પેલા ખાડા નો આભાર માન્યો પછી ખાડા ની સાક્ષી એ થોડોક હળવો message આપતો ગયો કે, મિત્રો પ્રેમ માં પડવા કરતા ખાડામાં પડવું સારું, કોઈક પ્રેમ થી બહાર તો કાઢે ખાડા માં પડી ગયા હોઈ તો...પ્રેમ કરજો વાલા પ્રેમમાં ના પડતા... ભૂરા મારાજ ઉપદેશ આપતા ગયા ને ઘરે ચાલ્યા ગયા... ને સૌ ને જય સિયારામ કહેતા ગયા...."પ્રેમ" થી????? Download Our App