ડેન્ગ્યુ Raaj દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડેન્ગ્યુ

ખબર નહીં ક્યારે એ મચ્છર કરડી ગયું અને બધુ બદલાઈ ગયું. 2-4 mm નું એક મચ્છર આટલી મોટી અસર કરી શકે ક્યારેય વિચાર્યું નહોતું . પણ જે નસીબ માં લખ્યું હોય એ થવું નિશ્ચિત છે .
હું વડોદરા માં ME-એનવીરોનમેન્ટલ એન્જિનિરિંગ ના પહેલા વર્ષ માં અભ્યાસ કરું છું.અમારો course august મહિના માં સ્ટાર્ટ થયો અને નવેમ્બર માં external exam પણ આવી ગઈ .આ વડોદરા ની ms univesity ની ખાસિયત ,માત્ર 3 મહિના ના સેમેસ્ટર માં 5 subject ની internal exam, viva, submision, external exam etc .14 નવેમ્બર એ મારી exam શરૂ થવાની હતી . અને 11 નવેમ્બર એ submision હતું .મારી ઘરે વાંચવાની આદત ના હોવાને લીધે હું 7 નવેમ્બર એ જ સુરત થી નીકળી ગયો.હું મોટે ભાગે સુરત થી વડોદરા બસમાં જવાનું પસંદ કરતો .જ્યારે મારા ઘણા મિત્રો ટ્રેઈન માં મુસાફરી કરતા .જેના લીધે મૉટે ભાગે બસ માં હું એકલો જ હોવ. પણ મુસાફરી ની મજા મને એકલા જ આવે .બસ ની બારી માંથી રસ્તાઓ મકાનો ,દુકાનો, વૃક્ષો,વાહનો , રસ્તા માં સિંગ, ચીકી , ભૂંગળા, પાણીની બોટલ વેંચતા લોકો, આ બધું જોયા કરું. બસ માં સુરત થી વડોદરા ના સાડા 3 કલાક જેવું થાય .પણ મારે એ સમય સાડા 3 મિનિટ જેવો લાગે. ક્યારે વડોદરા આવી જાય ખબર જ ના પડે . એક બે વખત તો હું જે સ્થળે બસ માંથી ઊતરવા નું હોય તેનાથી આગળ જ બસ જતી રહી અને પછી રીક્ષા માં આવવું પડ્યું .
7 નવેમ્બર ની રાતે ફતેહગંજ area માં આવેલી મારી હોસ્ટેલ પહોંચ્યો . કોલેજ ની હોસ્ટેલ એટલે મારુ બીજું ઘર , મિત્રો સાથે મજાક મસ્તી ,રખડવું, સાથે જમવા જવું, ફિલ્મો જોવા , પરીક્ષા માં રાતે 12 વાગ્યે ચા પીવા જવું, થોડું વાંચવું અને સવારે મોડે સુધી ઊંઘી રહેવું. હોસ્ટેલ ની આવીજ દિનચર્યા હતી મારી . આ વખતે કઈક અલગ બની રહ્યું હતું . હું હોસ્ટેલ પહોંચ્યો પણ કબાટ ના lock ની ચાવી મળી રહી નહોતી . ઘણું શોધ્યા પછી પણ ના મળતા મેં lock તોડવાનું નક્કી કર્યું .થોડી ભૂખ પણ લાગી હતી અને આજે સાદું ભોજન ખાવાની ઇચ્છા હતી એટલે ગામઠી રેસ્ટોરન્ટ માંથી સાદી ખીચડી ઓર્ડર કરી. અને lock તોડવા માટે બહાર થી પથ્થર શોધી લાવ્યો . Lock પર એક પછી એક ઘણા પ્રહાર કર્યા પણ તૂટ્યું નહીં . એટલા માં swiggy વાળા નો call આવ્યો . હું બહાર થી જમવાનું લઇ આવ્યો . થોડી ભૂખ લાગી હતી એટલે પહેલા જમી લેવાનું નક્કી કર્યું . હું જમી રહ્યો હતો એટલાં માં મારો કૉલેજ નો classmate જગદીશ મારી રૂમ પર પહોંચ્યો .
અને દિવાળી ની રજાઓ વિશે થોડી વાતચીત ચાલી, અને મેં Lock તોડવાની સમસ્યા વિશે કહ્યું તે દિવસે મને લોક તોડવા માટેની ટ્રીક જાણવા મળી. જગદીશે લોક ને ઉલટું કર્યું ,અને એકદમ વચ્ચે જોર થી પથ્થર ના ત્રણ પ્રહાર કર્યા ત્રીજા પ્રહાર સાથે લોક તૂટી ગયું અને મારો કબાટ ખુલી ગયો .
કબાટ ખુલતા ની સાથે મેં મારા કપડાં અને બીજો સામાન કબાટ માં ગોઠવી દીધો. અને bunk bed ના ઉપર ના બેડ નો ચાદર બદલાવ્યો . આજે મુસાફરી ના લીધે થોડો થાકી ગયો હતો એટલે ફોન use કરતા કરતા સુઈ ગયો .
હમેશા ની જેમ સવારે 10 વાગ્યે મારી આંખ ખુલી .નાસ્તો કરી ને 11 વાગ્યે કૉલેજ ની library પહોંચ્યો .અને દિવાળી પહેલા લીધેલી બુક return કરી . જગદીશ પણ મારી સાથે જ હતો , અમે reading hall માં જઇ ને વાંચવા લાગ્યા .પણ આજે વાંચવા માં મન લાગી રહ્યું ન હતું . અમે 3 વાગ્યા સુધી વાંચ્યું, પછી કોલેજ ની બહાર ની બજાર માં timepass કરવા નીકળી પડ્યા .
આ બજાર પહેલા ક્યારેય જોઈ નહોતી . હમણાં જ ભરાઈ હતી . જીવન જરૂરિયાત ની તમામ વસ્તુ અહીં ઉપલબ્ધ હતી .જુદા જુદા સ્ટોલ માં બધી વસ્તુ ઓ રસોડાની વસ્તુઓ ચપ્પુ ,ચિપીયો ,કપ ,રકાબી ,પ્લેટ , ડીનરસેટ, ટૂથબ્રશ ,બાળકો ના રમકડાં , કપડાં , સ્વેટર ,nightwear, અને બીજી ગણી ના શકાય તેટલી વસ્તુઓ. અમે ફક્ત મારા કબાટ માટે lock લઇ ને ત્યાંથી રીક્ષા પકડી . હું હોસ્ટેલ પહોંચ્યો. મારા બીજા હોસ્ટેલ ના મિત્રો આવી ગયા હતા એમની સાથે મજાક મસ્તી માં સાંજ પડી ગઈ સાંજે જમીને ફરી ટાઇમપાસ કરી ને હું સુઈ ગયો.
આમ ને આમ દિવસો પસાર થવા લાગ્યા .11 તારીખે submision પણ પૂરું થઈ ગયું અને પરીક્ષા આવી ગઈ .
પહેલું પેપર મેથ્સ નું હતું . થોડું વાંચ્યું હતું પણ આજે થોડું માથું દુઃખી રહયુ હતું .3 વાગ્યે પરીક્ષા શરૂ થઈ . મેં લખવાનું શરૂ કર્યું થોડા સમયમાં શરીર નું તાપમાન વધવા લાગ્યું , માથા ની પીડા માં વધારો થઈ રહયો હતો . જેમ તેમ કરી ને મેં પેપર પૂરું કર્યું . હોસ્ટેલ પહોંચી રાતે paracetamol લઈને સુઈ ગયો .
બીજા દિવસે રજા હતી પણ મારી તબિયત માં કાઈ સુધારો આવ્યો ન હતો સવારે નાસ્તો કરી solid waste management ની બુક હાથમાં લીધી .હું વાંચી રહ્યો હતો પણ કાઈ અંદર જઇ રહ્યું ન હતો . મેં મારા ભાઈ રવિ ને કોલ કર્યો. મારો ભાઈ રવિ ડોક્ટર છે .જે જયપુર માં કાર્ડિયોલોજી માં superspeciality નો અભ્યાસ કરે છે .તેને મેં મારી તબિયત વિશે જણાવ્યું .તેણે 2-3 days માટે ની દવા લખી આપી અને જો સારું ના થાય તો રિપોર્ટ કરવા કહયુ . હું દવા લઇ આવ્યો અને
દવા ની અસર થી તબિયત માં થોડો સુધારો આવ્યો. પણ રાતે 2 વાગે મારા શરીર નું તાપમાન વધી ગયું .મને ઠંડી લાગી રહી હતી ,મારુ આખું શરીર ધ્રુજી રહયુ હતુ ,હું મારા બેડ પરથી નીચે ઉતર્યો અને તાવ ની દવા લઈને સુઈ ગયો.
બીજે દિવસે સવારે તબીયત થોડી સારી હતી,એટલે થોડું વાંચ્યું અને બપોરે 3 વાગે exam આપવા પહોંચી ગયો , ફરી એજ બનાવ બની રહ્યો હતો હું પરીક્ષા આપી રહ્યો હતો પણ મારું તાપમાન વધી રહ્યું હતું .માથું દુઃખી રહ્યું હતું જેમતેમ કરીને મેં પેપર પૂરું કર્યું. અને સાંજે થોડું જમીને હોસ્ટેલ પહોંચ્યો. થોડીવાર આરામ કરીને હું કોમન વોશબેસીન પાસે આવી રહ્યો હતો અને મારો પગ લપચ્યો , હું ખુબજ જોશ થી પાછળ ની તરફ પડ્યો . એક ક્ષણ માટે તો મારી આંખ આગળ અંધકાર થઈ ગયો . પણ હું ફરી ઉભો થયો મારી દવા લઇ અને પાછો સુઈ ગયો.
બીજે દિવસે સવારે ઉઠ્યો , હજુ તાવ ઉતર્યો નહોતો ,હું બ્રશ કરીને જમવા ગયો અડધી ભાખરી ખાધી .વધારે કાઈ ખાઈ શકાય તેમ ન હતું .થોડી વાર માં વોમીટ થઈ ગયું .હું સીધો હોસ્પિટલ પહોંચ્યો અને રિપોર્ટ કરાવ્યો. બપોરે 3 વાગ્યે મેં રિપોર્ટ collect કર્યો મારા પ્લેટલેટ ઘટી રહ્યા હતા .મારા ભાઈ એ તરત હોસ્પિટલ માં એડમિટ થઈ જવા કહ્યુ . પણ રવિવાર હોવાને લીધે મોટા ભાગની હોસ્પિટલ બંધ હતી . મારા ભાઈ ના ૨-૩ ડોક્ટર મિત્રો વાઘોડિયા આવેલી પારુલ હોસ્પિટલ માં જોબ કરતા હતા . મારા મિત્રો પણ વાઘોડિયા રોડ પર રૂમ રાખીને રહેતા હતા . હું તેમની રૂમ પર જતો રહ્યો .રાતે 8 વાગ્યે સખત તાવ આવવા લાગ્યો હું ધ્રુજવા લાગ્યો , મને ઠંડી લાગી રહી હતી . પારુલ હોસ્પિટલ મારા ફ્રેન્ડ ની રૂમ થઈ 14 km જેટલી દૂર હતી . અંકિત અને મારા બીજા 3 મિત્રો એ મને વેન માં બેસાડ્યો અને તેઓ bike લઇ ને હોસ્પિટલ આવ્યા .અમે હોસ્પિટલ પહોંચ્યા ડોકટર જાણીતા હોવાને લીધે મને તરત એડમિટ કરી લીધો .લોહી ના સેમ્પલ લીધા અને રિપોર્ટ માટે મોકલી દેવાયા. શરીર નું તાપમાન 103 હતું.
Fever નું ઈન્જેકશન શરીર માં ગયું અને હું થોડો સ્થિર થયો . બોટલ પણ ચડવા લાગી હવે સારું લાગી રહ્યું હતું . મારા મિત્રો ફ્રુટ અને juice પણ લઇ આવ્યા હતા મેં થોડું juice પીધું . શરીર માં થોડી એનર્જી આવી. સવાર નું મેં કંઈજ ખાધું ન હતું . રાત્રે અંકિત મારી સાથે જ હોસ્પિટલ એ રોકાઈ ગયો અને સવારે મારા પપ્પા પણ આવી જવાના હતા . એ હોસ્પિટલ માં મારી પહેલી રાત હતી . હું પહેલાં ક્યારેય હોસ્પિટલ માં એડમિટ થયો ન હતો . ઠંડી લાગવાને કારણે ઉપર નો પંખો મેં બંધ કરાવી દીધો હતો . હું genrel વોર્ડ માં હતો આખો હોલ patient થી ભરેલો હતો રાત થવા લાગી અને એક પછી એક light બંધ થવા લાગી. અંકિત સિવાય ના મારા બીજા મિત્રો પણ જતા રહ્યા.અમારી light પણ બંધ થઈ અને હું સુઈ ગયો
બીજે દિવસે સવારે પપ્પા પણ આવી ગયા .સાથે ફ્રુટ ,ચણા ઘરનો નાસ્તો અને ગરમ કપડા લાવ્યા હતા . પણ જ્યારે આપણે બીમાર હોય ત્યારે સામે ગમે તે ખાવાં માટે મૂક્યું હોય આપણને ખાવાની તો શું જોવાની પણ ઇચ્છા ના થાય. દશ વાગ્યે ડૉક્ટર આવ્યા . એમના હાથમાં રિપોર્ટ હતો . મને dangue થયો હતો તે દિવસે આખો દિવસ તાવ રહ્યો અને માથું દુખ્યું બીજે દિવસે exam હતી અને મેં બુક પણ ખોલી ન હતી.
બીજે દિવસે સવારે થોડો નાસ્તો કર્યો .10 -15 minuite જેટલું માંડ વાંચ્યું હશે મેં તે દિવસે ,ડોક્ટર ની રજા લઈને અને 3 ઈન્જેકશન લઈને 18 km દૂર આવેલી મારી કૉલેજમાં હું exam આપવા પહોંચ્યો . હું exam આપી રહ્યો હતો પણ મારું મગજ ભમી રહ્યું હતું ,થોડું માથું દુઃખી રહ્યું હતું .જેમ તેમ કરી ને મેં exam આપી ,environmental chemistry ની exam હતી એ, પેપર માં મેં શુ લખ્યું મને હજુ યાદ નથી .પણ 3 કલાક ના પેપર માં 2 કલાક જેટલું લખી ને હું નીકળી ગયો .
આજ રીતે 21 તારીખ નું environmental microbiology નું પેપર પણ આપ્યું .આખો દિવસ બાટલા અને તાવ ના ઈન્જેકશન ચઢતા હતા મારા પ્લેટલેટ ઘટી રહ્યા હતા જ્યારે 17 તારીખે હું એડમિટ થયો હતો ત્યારે 140000 હતા પછી 70000, 38000 અને આજે 30000 થઈ ગયા હતા .હવે એક પેપર બાકી હતું . જે 23 તારીખે હતું
22 તારીખે તાવ ઉતરી ગયો હતો . હવે હું ખાઈ પણ શકતો હતો .પણ બપોરે મારા બંને હાથ માં rashes થવા લાગ્યા , અને આશરે 4 વાગ્યે મારા નાક માંથી લોહી વહેવા લાગ્યુ . મારો આખો રૂમાલ લોહી લોહાન થઈ ગયો .મને icu માં લઇ ગયા જ્યાં મને થોડી treatment આપવા માં આવી . એ icu નો વોર્ડ મને ક્યારેય નહીં ભુલાઈ એ વોર્ડ માં 4 patient હતા . 2 uncle હતા ,એક હું , અને એક મારી જેટલી ઉમર નો એક સ્ટુડન્ટ હતો .ડોક્ટર ની વાત દ્વારા લાગતું હતું કે તેણે sucide કરવાની કોશિશ કરી હતી ,અને બીજા બે uncle ને શુ બીમારી હતી એતો ખબર નહીં . હું તો માત્ર 24 કલાક માટે હતો icu માં પણ એ 24 કલાક 24 દિવસો જેવા લાગતા હતા 24 કલાક air conditionar શરૂ ,આજુ બાજુ માં કોઈ અવાજ નહીં 4 patient વચ્ચે એક nurse and આખો દિવસ સૂતું રહેવાનું . કોમ્પ્યુટર સ્ક્રીન પર મારા heartbeat દેખાઈ રહયા હતા . થોડો સમય એ જોયા કરતો ,થોડો સમય નેટ ઓન કરીને ફૉન use કરી લેતો, તો ક્યારેક icu વોર્ડ ના કાચ માંથી બહાર જોયા કરતો ,મારી સિવાય ના બીજા ત્રણેય patient ઓક્સીજન પર હતા , રાતે 4 વાગ્યે મારા લોહી નું sample રિપોર્ટ માટે મોકલવાયું , અને આશરે 10 વાગ્યે રિપોર્ટ આવ્યો ડોક્ટર પણ આવ્યા ,મારા પ્લેટલેટ વધીને 68000 થઈ ગયા હતા ,એટલે મને 3 વાગ્યા સુધી માં પાછો generel વોર્ડ માં શિફ્ટ કર્યો . 24 કલાક icu માં રહેવા ને લીધે શરીર જકડાઈ ગયું હતું કમર પાસે સ્નાયુ માં દુખાવો થઇ રહ્યો હતો .
તે દિવસે 3 વાગ્યે મારુ છેલ્લું પેપર હતું જે હું આપી ના શક્યો ,પણ કહેવાય છે ને પહેલું સુખ તે જાતે નર્યા તેમ આપણે સ્વસ્થ હોય તો આખી જિંદગી આપણા હાથમાં જ છે,હું icu માં હતો એ વાત ની જાણ મારા મમ્મી ને થઈ અને તેજ દિવસે મારા મમ્મી અને જીજુ બસ માં વડોદરા પહોંચ્યા .7 વાગ્યે તેઓ હોસ્પિટલ પહોંચ્યા . અને સાથે થેપલા ,અને હળદર લઇ આવ્યા હતા પપ્પા canteen માંથી દહીં લઇ આવ્યા અને તે દિવસે મેં પેટ ભરીને ખાધું .
તે દિવસ થી તબિયત માં સુધારો થવા લાગ્યો .ત્રણ time હું બરાબર જમવા લાગ્યો અને શરીર માં એનર્જી આવવા લાગી .હવે તાવ પણ નહોતો આવતો અને મમ્મી પપ્પા ની હાજરી માં પોતાને સ્વસ્થ અનુભવવા લાગ્યો . 25 નવેમ્બર થી મારા viva શરૂ થઈ ગયા .પણ હવે તબીયત સારી હોવાથી મેં આપી દીધા . પ્લેટલેટ પણ વધને 2.5 લાખ થઈ ગયા. 28 તારીખે dangue અને વડોદરા ને bye કહીને અમે સુરત પહોંચ્યા . આશરે 10 દિવસ વડોદરા ની હોસ્પિટલમાં રહ્યા બાદ હવે ઘર જાણે સ્વર્ગ લાગી રહ્યું હતું .અને તે રાતે આવેલી ઊંઘ થી વધુ શુકુન્મય આ દુનિયા માં કાઈ ના હોઈ શકે