આજકાલ ના એન્જિનિયર ની હાલત થી તો તમે પરિચિત જ હશો . હું એમાનો જ એક . નિર્ભય પટેલ મારુ નામ , પણ સાચું કહું તો મારા બધા મિત્રો માં સૌથી વધુ ડરપોક હું પોતે . એ સમયે હું વડોદરા શહેર માં રહેતો હતો .હજુ કૉલેજ પુરી થઈ હતી એટલે નોકરી ની શોધ માં હતો . ઘણા ઇન્ટરવ્યૂ આપ્યા પણ સેલ્ફ કોન્ફિડન્સ અને કોમ્યુનિકેશન સ્કિલ ના અભાવ ના કારણે હજુ કોઈ નોકરી મળી ન હતી. હું ફતેહગંજ નજીક આવેલી અમારી કૉલેજ ની જ હોસ્ટેલ માં રહેતો .આજે પણ રોજની જેમ એક ઇન્ટરવ્યૂ આપી ને આવી રહ્યો હતો . કંપની વડોદરા શહેર થી થોડી દુર હતી .અને ઇન્ટરવ્યૂ સાંજ ના સમય નું હતું એટલે વડોદરા પહોંચતા રાત થઈ ગઈ .કંપની થી આજવા ચોકડી સુધી તો મને બસ મળી ગઈ હતી .પણ હવે રાત ના 11 વાગી ગયા હોવાથી હોસ્ટેલ સુધીની રીક્ષા મળી રહી ન હતી .કોઈ વાહન ની અવરજવર પણ થઈ રહી
ઇન્ટરવ્યૂ માટે ગયો હતો એટલે મારી એકની એક ફોર્મલ કપડાં ની જોડ પહેરેલી હતી.હંમેશા ની જેમ આજે પણ ઇન્ટરવ્યૂ પૂરું થયે કાળા રંગ ના પેન્ટ માં ખોશેલો સફેદ શર્ટ બહાર કર્યો . અત્યારે સુમસામ રસ્તા પર હું એકલો ઉભો હતો . એટલામાં એક એક્ટિવા મારી આગળ થી પસાર થઈ અને થોડે આગળ ઉભી રહી . એકટીવા સફેદ રંગની હતી અને તેના પર સવાર છોકરી એ પીળા રંગનો ડ્રેશ પહેર્યો હતો . ઉંમરમાં તે મારી જેટલીજ લાગતી હતી . રાત્રી ના સમય માં પણ તેનો ચહેરો વધારે પડતો જ ચમકી રહ્યો હતો . તેની ઘાટી પાંપણો પર નંબર ના ચશ્માં શોભી રહ્યા હતા .તેના કાળા ભમ્મર કેશ ને તેણે સફેદ રંગ ના હૈરબેન્ડ થી બાંધેલા હતા .તેણે પાછળ ફરી મને બોલાવ્યો . હું સામાન્ય ચાલવાની ઝડપ થી થોડી વધુ ઝડપે તેની નજીક ગયો .
યુવતી : ક્યાં જવાનું છે તમારે ?
હું : ફતેહગંજ
યુવતી : હું એ બાજુજ જાઉં છું , તમેં ચાહો તો હું લિફ્ટ આપી શકું છું.
મેં આસપાસ જોયું કોઈ રીક્ષા મળે તેવું લાગતું ના હતું . એટલે હળવા સ્મિત સાથે મેં thanks કહયુ અને તેણીની પાછળ બેસી ગયો.
તેણી એ એકટીવા સ્ટાર્ટ કર્યું અને તેણીના થોડા વાળ ઠંડા પવન ના કારણે મારા નાક પાસે સ્પર્શવા લાગ્યા . તેના વાળ માં એક મીઠી સુગંધ આવી રહી હતી.એ સુગંધ માં હું ખોવાઈ જાવ એ પહેલાં જ તેણે સંવાદ ની શરૂઆત કરી
યુવતી : આજે વધારે પડતુજ મોડું થઈ ગયું લાગે તમારે !
હું : હા , અહીંથી 30 km દૂર cisconfra કંપની માં મારુ ઇન્ટરવ્યૂ હતું. candidate વધુ હતા અને એમાંય મારો નંબર છેલ્લો હતો એટલે વધારેજ late થઈ ગયું .
યુવતી: હમ્મ, તો તમે એન્જિનિયર લાગો બાય ધ વે , હું શ્રુષ્ટિ હું પણ એન્જિનિયર જ છું
હું : કઈ બ્રાન્ચ? કોમ્પ્યુટર ?
યુવતી : તમને કઈ રીતે ખબર .
હું: guess કર્યું હતું , કેમકે girls માટે મોસ્ટ પોપ્યુલર બ્રાન્ચ છે .
યુવતી : nice sence of humour
હું : thanks , હું નિર્ભય પટેલ ,nice to meet you
તેણી કંઈક બોલવા જઇ રહી હતી કે અચાનક એક wrongside માંથી કાર ફુલ સ્પીડ માં અમારી એકટીવા સાથે અથડાઈ અને મારી આંખ આગળ અંધારા આવી ગયા .
મારી આંખ ખુલી . હું હોસ્પિટલમાં હતો. મારા આખુ શરીર જડાઈ ગયું હતું .હું ગંભીર રીતે ઘવાયો હતો .મારા જડબા અને ગળા પર પણ સારું એવું લાગ્યું હતી .આ પીડા સહન થઈ શકે તેવી ના હતી .પણ મમ્મી અને પપ્પા નો ચહેરો જોતા દિલમાં શાંતિ થઇ. એટલા માં ડોક્ટર પણ આવી ગયા . અને nurse ને ગ્લુકોઝ ની બોટલ ચેન્જ કરવાનું કહ્યું . ત્યારબાદ તે મારા મમ્મી પપ્પા સાથે કૈક વાતચીત કરવા લાગ્યા . તેઓ ખુબજ ધીમા સ્વરે વાત કરતા હોવાથી તેમનો અવાજ તો હું સાંભળી શકતો ના હતો પણ તેમના ચહેરા ના હાવભાવ થી લાગી રહ્યું હતું મારી હાલત વધારે પડતીજ ખરાબ છે . થોડી વાર માં ડોક્ટર મારી પાસે આવ્યા અને તેમને ગ્લુકોઝ ની બોટલ માજ ઈન્જેકશન આપી દીધું . તેમના ઈન્જેકશન આપવાની સાથેજ મમ્મી પપ્પા ના ચેહરા ઝાંખા થવા લાગ્યા . મારી આખો ઘેરાવા લાગી .અને થોડી ક્ષણો માં બંધ થઈ ગઈ .
ઇલેક્ટ્રિક મોપ ના અવાઝ થી ફરી હું જાગ્યો . હું બેઠા થવાની કોશિશ કરી રહ્યો હતો . તરત મારા પપ્પા મારી પાસે આવ્યા અને મારી કમર પાછળ તકિયો રાખ્યો .મારા ડાબા હાથ અને પગ પર fracture હતું અને મો પર પણ પાટો બાંધેલો હતો .હું કઈ બોલી શકતો ન હતો .મારા મમ્મી પણ ત્યાંજ ઉભા હતા .હું બોલવા જઇ રહ્યો હતો પણ મારા જડબા માં અત્યંત પીડા થઈ રહી હતી .અને મારા મોં માંથી અવાજ આવી રહ્યો નહોતો.મારા પપ્પા આશુઓ ને આંખ માં છુપાવી રહ્યા હતા .પણ મારી મા તે છુપાવી ના શકી. મારા પપ્પા મને કહેવા લાગ્યા તું ચિંતા ના કર બેટા તને કાઈ નથી થયું .થોડા દિવસ માં સાજો થઈ જઈશ. મારી મમ્મી પણ મારી પાસે આવી , અને ડાબા હાથ થી આશુ લૂછી ને જમણો હાથ મારા માથા પર મુક્યો . મા ના હાથ નો સ્પર્શ થતાંજ એક પળ માટે બધી પીડા દૂર થઈ ગઈ .
હોસ્પિટલમાં એક પછી એક દિવસો પસાર થવા લાગ્યા .ધીમે ધીમે મારી હાલત પણ સુધરવા લાગી.પણ હજુ પણ હું બોલી શકતો ન હતો .પણ મારા મમ્મી પપ્પા કઈક છુપાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું . પણ વધુ સમય છુપાવી ના શક્યા .હદય પથ્થર રાખીને એ વાત મારા પપ્પા એ કહી દીધી .
મારી સ્વરપેટી પર ભારે ચોટ લાગવા ને લીધે હું બોલી શકતો ન હતો . અને ડોક્ટર નું એવું પણ કહેવું હતું કે હું ક્યારેય બોલી નહીં શંકુ .ખબર નહીં આ મારી સાથેજ કેમ થઈ રહ્યું હતું .પણ અંદર થી કોઈ આવાઝ આવી રહી હતી. જે મને કહી રહી હતી હું તારી સાથે છું . 2-4 દિવસ માં મારી બીજી બધી injury recover થઈ ગઈ અને ડૉક્ટર એ મને રજા આપી દિધી.
હું મૂળ સુરત નો રહેવાસી , વડોદરા થી સુરત ટ્રેન માં 2 કલાક થાય અને બસ માં 3 કલાક. હું મોટે ભાગે તો જ્યારે ઘરે જવાનું થાય ત્યારે ટ્રેન માં જ જતો આજે પહેલી વાર મમ્મી પપ્પા સાથે બસ માં જઇ રહ્યો હતો. કેટલા દિવસ થી બોલ્યો ન હતો એટલે ગળામાં ડૂમો ભરાયો હતો. પણ કુદરત ની ઈચ્છા સામે માણસ નું કાઈ ચાલતું નથી . આખરે પરિસ્થિતિ ને સ્વિકારી લેવા સિવાય મારી પાસે અન્ય કોઈ માર્ગ ન હતો.
આખરે અમે સુરત પહોંચ્યા .
સુરત, વિશ્વ નું ચોથા નંબર નું સૌથી ઝડપી વિકસતું શહેર.જ્યારે વડોદરા થી સુરત આવું કાઈ ને કાઈ તો નવું બનીજ ગયું હોય, ધમધમતા રસ્તાઓ અને ઉંચી ઇમારતો , લોકો જીવવા માટે ખાતા હોય છે પણ સુરત ના લોકો જાણે ખાવા માટેજ જીવતા હોય છે . પણ મારા ખાવા પર પ્રતિબંધ મુકાઈ ગયો હતો.ડૉક્ટર એ થોડા જમવામાં દિવસ juice , દૂધ, icecream લિક્વિડ ફૂડ જ લેવા માટે કહ્યું હતું . આમ તો મને icecream બઉ ભાવતો નહતો પણ થોડા દિવસ માં મારો પ્રિય બની ગયો , મારા બધા ઘાવ રૂઝાઈ ગયા , પણ એક ઘાવ permenent લાગી ચુક્યો હતો હું મારી અવાજ ગુમાવી ચુક્યો હતો ,ઘણીવાર ફોન માં રેકોર્ડ કરેલા મારા અવાજ ને સાંભળ્યા કરતો ,લોકો સાથે ઈશારા થી વાત કરતો બીજું કોઈ સમજે કે ના સમજે મારી મા બધું સમજી જતી .
ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા .મમ્મી પપ્પા ના કારણે મારામાં આત્મવિશ્વાસ પણ વધવા લાગ્યો . Physically handicapped quota માં સરકારી નોકરી પણ મળી ગઈ . જિંદગી ના આટલા ખરાબ અનુભવો પછી હું એટલું શીખ્યો હતો કે જે ગુમાવ્યું છે તેનો અફસોસ ન કરતા જે મળ્યું છે તેનો આનંદ માણીયે. બધા જીવે છે તેનાથી કઈક અલગ જીવીએ .હાર નું દિલ પણ જીતી લઈએ.
શબ્દો નથી કહી શકાતા, છે મજબૂરી નો ભારો,
ના જીતો તો કઈ નઈ , પણ હિંમત ના હારો,
જિંદગી ની કસોટી માં થશે નાનકડો ચમકારો.
વિચારીને ઉત્તર લખજે ,આજે છે તારો વારો,