જિંદગી સાથે વાર્તાલાપ Raaj દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જિંદગી સાથે વાર્તાલાપ

જિંદગી સાથે વાર્તાલાપ


આજે મુલાકાત થઇ જ ગઈ . જેના અસ્તિત્વ થી વાકેફ હતો , પણ તેને જાણતો ન હતો . ઘણા સવાલ હતા મારી પાસે તેને પૂછવા માટે અને આજે મને મોકો મળી પણ ગયો .
હું વાત કરી રહ્યો છું જિંદગીની .જે મારી સામે ઉભી છે, મારા સવાલો સાંભળવા તત્પર છે અને હું મારા જવાબો મેળવવા અધીરો બની ગયો છું .હવે હું મારી જાત ને રોકી શકતો નથી . મેં સવાલો પૂછવાના શરૂ કર્યા .

જિંદગી : આજે પૂછી નાખ ,કાઈ મનમાં ના રઇ જાઈ .
હું : હા ,હું એટલા માટેજ તારી પાસે આવ્યો છું મારો પહેલો સવાલ એ છે કે તું આટલી બધી મુશ્કેલ શા માટે છે ? તું સરળ ના બની શકે ?

જિંદગી : જો હું સરળ હોત તો તારામાં કઈક પામવાની ભાવના ના હોત , કઈ ગુમાવવા નું દુઃખ ન હોત . અને હું નીરસ હોત .જેમકે પ્રાણીઓ ની જિંદગી સરળ હોય છે તેમને ભોજન સિવાય કોઈ ચિંતા હોતી નથી . થોડી ઘણી મુશ્કેલીઓ તો તેમની જિંદગી માં પણ હોય છે, પણ મનુષ્ય ની સરખામણી માં તે અવગણી શકાય છે . હું થોડી મુશ્કેલ છું એટલે તને વધુ બહેતર બનાવું છું , તારી ક્ષમતા વધારું છું.

હું : હા , એ બરાબર પણ બધા સાથે તું અન્યાય શા માટે કરે છે કોઈને વધુ દુઃખ આપે છે , કોઈને ધનવાન બનાવે છે , કોઈને ભૂખ અને ગરીબી આપે છે એવું કેમ? કોઈને બધું આપી દે છે તો કોઈની પાસેથી બધું લઇ લે છે એવું કેમ ?

જિંદગી : હું અન્યાય નથી કરતી . હું બધાને જીવવા માટે લક્ષ્ય આપું છું . ગરીબ ને ધનિક બનવા માટે , કોઈને જ્ઞાન મેળવવા માટે , તો કોઈને સમાજ માં પ્રતિષ્ઠા મેળવવા માટે .ધનિક
ને સંપત્તિ નો સદઉપયોગ કરવાનો અવસર આપૂછું .કોઈને પરિવાર નું સુખ આપું છું . તો કોઈને પોતાનું અસ્તિત્વ જાણવા પરિવાર થી વંચિત રાખું છું . કોઈ કઈક પામીને ખુશી અનુભવે છે , તો કોઈક કઈક ગુમાવી ને દુઃખ અનુભવે છે ,હું માત્ર અનુભવો આપું છું ,દરેક માટે હું રોમાંચક મુસાફરી છું .મુસાફરી નો આનંદ લેવો એ તો મુસાફર ના હાથમાં છે .

હું : હવે એક છેલ્લા પ્રશ્ન નો જવાબ આપી દે, હે જિંદગી, તને ખુશ રાખવા અમારે શુ કરવું જોઈએ?

જિંદગી : બસ મારો આનંદ લેવો જોઈએ ,મને પ્રેમ કરવો જોઈએ ,મને દિલથી જીવવી જોઈએ ,મારા બધા તબક્કા સમજવા જોઈએ , યોગ્ય નિર્ણય લેવા જોઈએ જો નિર્ણય ખોટો લેવાય તો પછતાવ્યાં સિવાય વર્તમાન પરિસ્થિતિ પર કાબુ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ . મને વિશ્વાસ છે તું મને હંમેશા ખુશ રાખીશ .

હું : આભાર , love you જિંદગી

જિંદગી કઈક આવી જ છે , બધાની અલગ અલગ , બધાના લક્ષ્ય અલગ અલગ , બધાની આવડત અલગ અલગ , બધાનો દ્રષ્ટિકોણ અલગ અલગ ,પણ કંઈક મળશે જિંદગી જીવવા થી અને એ છે નવા અનુભવો જે માણસ ને વધુ ને વધુ બેહતર બનાવે છે તો જિંદગી સાથે ફરિયાદ ન કરતા એને મન ભરીને જીવીએ , એની સાથે પ્રેમ કરીએ .

ક્ષણે ક્ષણે મુસીબત દેખી વારંવાર ખીજાઉ છું ,
લોકો સાથે તુલના કરી વારંવાર પછતાઉ છું ,
પણ , આપ્યું છે, જે તે મને એ જાણી ને હરખાઉં છું ,
હે જિંદગી હું તને ચાહું છું , હું તને ચાહું છું .